Facebook Prem Shu shaky chhe ?? - 7 books and stories free download online pdf in Gujarati

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૭

(છેલ્લા ભાગ માં આપણે જોયું કે કાવ્યા પ્રોજેક્ટ ના ક્લાસ માટે સુરત જવાની છે તે વાત પ્રથમ ને કરે છે. બંને એક બીજા ની પસંદ , સપનાઓ અને કારકિર્દી વિશે વાત કરે છે. હવે આગળ)

"પણ મમ્મી તને શું વાંધો છે હું સુરત પ્રોજેક્ટ કરું તો..કૉલેજ તો જતી જ છું ને!!"
મમ્મી: હા એટલે તારે આખું અઠવાડિયું ત્યાં જ રહેવાનું...ઘર માં રહેવાનું જ નહિ. તારો ફ્રેન્ડ આશિષ તો અહી નજીક માં જ ક્લાસ કરવાનો ને.
કાવ્યા: હા તો તેના પ્રોજેક્ટ પાર્ટનર ત્યાં સુધી જવા નથી તૈયાર એટલે. પણ મારે ત્યાં જ જવું છે, આ મારું છેલ્લું વર્ષ છે અને મારા માટે ખૂબ જ મહત્વનું. એટલે હું તેમાં કોઈ જ સમજૂતી નઇ ચલાવી લઉં.
મમ્મી: તારે એમ પણ પોતાનું જ સાચું કરવું હોય છે હંમેશા. તારે જે કરવું હોય તે કર.
ત્યાં જ કાવ્યા ના પપ્પા આવે છે.
પપ્પા: અરે કઇ નઇ દીકરા તું તને ઠીક લાગે એમ જ કર.હું મમ્મી ને સમજાવી દઈશ.
કાવ્યા: (ખુશ થઈને) thank you so much papa😀
કાવ્યા ને શાંતિ થઈ જાય છે કે ચાલો એક ટેન્શન ઓછું. તે રાધી ને ફોન કરવા મોબાઈલ જોઈ છે ત્યાં પ્રથમ નો મેસેજ આવ્યો હોય છે. એટલે તે તરત reply આપે છે .
પ્રથમ: હેલ્લો મેડમ, ક્યાં ખોવાઈ ગયા?
કાવ્યા: હું બસ આ પ્રોજેક્ટ ના ટેન્શન માં છું.
પ્રથમ : એમાં શું ટેન્શન, ક્લાસ કરે એટલે થઈ જાય બધું.
કાવ્યા : હા...જોઈશું હવે તે તો.
પ્રથમ : ક્યારે ચાલુ કરવાની ક્લાસ?
કાવ્યા: આવતા શનિવાર થી..
પ્રથમ : હું પણ રવિવાર એ ચાલ્યો પાછો કૉલેજ.( પ્રથમ કહેવા માંગતો હતો કે શનિવાર એ મળીયે આપણે પણ કાવ્યા ને કદાચ નહિ ગમે એવું વિચારી નઇ કીધું)
કાવ્યા: ઓહ, વેકેશન પૂરું એમ ને.
પ્રથમ: હા, બસ હવે ૬ મહિના છે.
કાવ્યા: ચાલ સારું તે. માસ્ટર કરવાનો છે આગળ?
પ્રથમ : ના રે..પછી જોબ શોધવાની. હવે નથી ભણવું, કંટાળી ગયો છુ
કાવ્યા : હા હા, બરાબર છે.
કાવ્યા ને યાદ આવ્યું કે કૉલેજ નું assignment કરવાનુ છે.
કાવ્યા : ચાલ હું પછી વાત કરું કામ છે મને.
પ્રથમ: ok bye

------

કાવ્યા: ચાલ મમ્મી, હું પ્રોજેક્ટ ના ક્લાસ માટે જતી છું.
મમ્મી: તારી બેગ માં ટિફિન અને પાણી ની બોટલ મૂકી છે.
કાવ્યા : અરે મમ્મી ટિફિન ની શું જરૂર હતી, હું કઈ ખાઈ લેતે
મમ્મી: અરે નાસ્તો જ છે, વધારે કઈ નથી.તને સવારે કઈ ખાવાનું જોઈએ એટલે. ટ્રેન માં ખાઈ લેજે પછી ક્લાસ માં વ્યસ્ત થઈ જશે તો નઇ ખાશે તું.
કાવ્યા: હા મમ્મી ખાઈ લેવા.અને કાવ્યા મમ્મી ને પ્રેમ થી hug કરી લે છે. thankyou મમ્મી મને પરમિશન આપવા માટે ક્લાસ ની.
મમ્મી: બોવ હોશિયાર હા..ચાલ bye 🙂
(કાવ્યા ની મમ્મી ની ઈચ્છા નઇ હતી કાવ્યા ને પ્રોજેક્ટ માટે સુરત જવા દેવાની પણ કાવ્યા ની ઈચ્છા હતી તો તેને ના નઇ કીધું, મા બાપ નું એવું જ હોય છે. પોતાનું સંતાન હંમેશા ખુશ રહે અને તેની બધી ઈચ્છા પૂરી થઈ તે જ તેની ખુશી હોય છે )
----------------

કાવ્યા તેના મિત્રો સાથે ક્લાસ પર પહોંચી જાય છે.
રાધિ: કાવ્યા આપના બંને ના પ્રોજેક્ટ ગ્રૂપ અલગ છે , પણ અમે બાજુ ના રૂમ જ છે એટલે ડોન્ટ વરી.
કાવ્યા : અરે વાંધો ની , તું ટેન્શન નઇ લે. I will manage 😉
રાજ: દેખો યે formality કે લિયે કહા થા..તુમ અપના ખુદ દેખ લેના.😝
કાવ્યા : હા હા... તુમ જાઓ મુજે તુમસે વૈસે ભી કોઈ કામ નહિ હે..you get lost 😝
રાજ: You too..pagal ladki 😆
રાધિ: ચાલો તમારું પત્યું હોય તો અંદર જઈએ, સર આવી ગયા છે.
કાવ્યા : હા ચાલ.
૩ કલાક પછી ક્લાસ પૂરા થયા. બધા એ કીધું ચાલો કઈ નાસ્તો કરવા જઈએ. કાવ્યા વિચારતી હતી કે ચાલ બહાર જઈએ છે તો પ્રથમ ને મળવા બોલાવું. ખબર નઇ તે આવશે કે નહીં, પૂછી જોવ એને.

કાવ્યા પ્રથમ ને કોલ કરે છે.
પ્રથમ : હા બોલ
કાવ્યા : ક્યાં છે તું?
પ્રથમ: ઘરે જ છું, શું કામ છે?
કાવ્યા : તું મને મળવા આવી શકે??
(પ્રથમ તો ખુશ થઈ ગયો, પણ એવું જતાવ્યું નહિ તેણે)
પ્રથમ: ઓહ..ચાલ જોવ કઈ એડજેસ્ટ થાય તો, થોડી વાર માં કેવ. હા અને ક્યાં છે તું?
કાવ્યા : હું મૈસુર કાફે માં છું, અઠવાગેટ પાસે.
પ્રથમ: સારું ચાલ હું મેસેજ કરું જો આવી શકતો હોવ તો.
કાવ્યા : ઓકે ( કેટલો ભાવ ખાઈ છે તે)
પ્રથમ ફોન મૂકી ને પહેલા રૂમ માં ગયો અને વિચાર્યું હું શું પહેરું, પહેલી વાર મળવાનો છું. પ્રથમ ને હજુ પણ વિશ્વાસ નઇ આવ્યો હતો કે કાવ્યા એ તેને મળવા બોલાવ્યો છે.
પ્રથમ ની મમ્મી એ પૂછ્યું ક્યાં જાય છે? બહુ જલ્દી માં છે ને.
પ્રથમ: એ તો એક ફ્રેન્ડ ની બર્થડે છે , તો તેને મળવા જવાનું છે.
મમ્મી: પણ એક્ટિવા તો પપ્પા લઈ ગયા છે અને બાઇક સર્વિસ માં આપી છે, કેવી રીતે જઈશ તું?
પ્રથમ: અરે યાર, હવે શું કરું!!( અચાનક યાદ આવે છે કાવ્યા ને તો કીધું જ નથી કે હું આવું છું.
તેણે ફટાફટ ફોન કાઢ્યો અને મેસેજ કર્યો કે હું આવું છું.
પછી વિચારે છે હા તો પડી દીધી પણ તે જશે કેવી રીતે??

કાવ્યા ક્યાર ની મોબાઈલ ચેક કરતી હતી કે પ્રથમ નો મેસેજ આવશે. રાજ જોતો હતો તે, તેણે કાવ્યા ને મેસેજ કર્યો. કાવ્યા અને રાજ ની એક અલગ જ દોસ્તી હતી. એટલે જ રાધી ના આવવાથી પણ તેમની દોસ્તી એવી જ અકબંધ રહી હતી.
રાજ: કોન આ રહા હે?
કાવ્યા એ વાંચી ને એની સામે જોઈ છે.
રાજ: ઐસે દેખો મત, પતા ચલ જાતા હે મુજે,દોસ્ત હું ના.
કાવ્યા: વો ફેસબૂક વાલા દોસ્ત પ્રથમ, બાત કી થી ના પેહલે તુમસે વો આ રહા હે.
રાજ: અચ્છા ઇસલિએ તુમ્હારા ધ્યાન આજ ખાને પર નહિ હે..
કાવ્યા: ક્યા યાર, ઐસા કુછ નહિ હે. સુબહ નાસ્તા કિયા થા ઇસલિએ.
રાજ : ઠીક હે..જો ભી હો મુજે બતાના.
કાવ્યા: હા પક્કા.

આ બાજુ પ્રથમ ટેન્શન માં હતો કે જો કાવ્યા ને ના પાડીશ હવે તો કેવું લાગશે..!!
નાસ્તો કરીને બધા નીકળ્યાં. કાવ્યા એ કીધું હું મારી માસી ને ત્યાં જવાની છું તો થોડી વાર પછી નીકળીશ હું.
રાજ: હા ઠીક હે, જબ જાઓગી તબ મુજે ફોન કરના.
(કાવ્યા પ્રથમ ને મળવાની છે તે વાત ફક્ત રાજ ને જ ખબર હતી, કાવ્યા ને તેના પ્રોજેક્ટ પાર્ટનર સાથે આ વાત કરવી નઇ હતી)
કાવ્યા: હા ઠીક હે..
---------------
કાવ્યા ખૂબ જ નર્વસ હતી, જે છોકરા સાથે તે છેલ્લા ૨ વર્ષ થી વાત કરતી હતી તેને આજે પહેલી વાર મળવાની હતી.૪૫ મિનિટ થઈ ગઈ હતી , હજુ તે આવ્યો નઇ હતો.
તે વિચારતી હતી હું શું વાત કરીશ. તે પોતાને જોય છે તેના મોબાઈલ ના કેમેરા માં..
"અરે યાર હું કેવી દેખાતી છું અત્યારે તો, પ્રથમ શું વિચારશે કે કેવી છે આ."
તેને હવે થાય છે પ્રથમ ને નઇ મળવું ,ના પાડી દઉં કે મને અચાનક કામ વી ગયું. પછી એવો પણ વિચાર આવે છે કે પ્રથમ કાલે તો એની કૉલેજ જતો રહેશે પછી ખબર નઇ ક્યારે આવશે!! અને અચાનક તેના પર પ્રથમ નો ફોન આવ્યો..

શું કાવ્યા પ્રથમ ને મળશે??
શું પ્રથમ આવી શકશે સમય પર કાવ્યા ને મળવા?

(માફ કરજો મિત્રો લાંબા સમય પછી નવો ભાગ મૂકું છું, અંગત જીવન માં વ્યસ્ત હોવાના કારણે સમય નઇ મળતો વધારે.આશા રાખું છું કે આ ભાગ ને પણ તમે સારો પ્રતિસાદ આપશો)
તમારા અમૂલ્ય પ્રતિભાવો જરૂર થી આપજો કોમેન્ટ વિભાગ માં.
ટુંક સમય માં નવો ભાગ મૂકવાની કોશિશ કરીશ.
ખૂબ ખૂબ આભાર
- કુંજલ