Operation Delhi - 5 books and stories free download online pdf in Gujarati

ઓપરેશન દિલ્હી - ૫

બીજા દિવસે સવારે ઉઠી તૈયાર થઈ સૌ પોતપોતાનો સામાન પેક કરવા લાગ્યા. ત્યારબાદ ચેક આઉટ ની પ્રોસેસ પૂરી કરી બધા કારમાં ગોઠવાયા. અને શરૂઆત થઈ એક સોળે કળાએ ખીલી ઉઠેલી પ્રકૃતિ ના સ્વર્ગીય અનુભવ કરાવતા સફરની. મનાલીથી નીકળી એ લોકો જમ્મુ ગયા. ત્યાંથી શ્રીનગર જવા માટે નીકળ્યા આ સફર દરમિયાન વાતાવરણ બિલકુલ બદલાઈ જાય છે. આ વાતાવરણમાં ઠંડી હવા અને કુદરતી સૌંદર્ય નું મિશ્રણ જોવા મળે છે. એ જોઇને તમને એક અલગ જ અનુભવ થશે. આ રસ્તા પર એક બાજુ ડુંગરાઓ અને બીજી તરફ લીલાછમ વૃક્ષો તેમજ ઝાડીઓનું વાતાવરણ જાણે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય એવું લાગે. બીજી તરફ બગલીહાર ડેમ, કેસરના બગીચાઓ. શ્રીનગર પહોંચી ત્યાં થોડો આરામ કરવાનું બધાએ વિચાર્યું. એ દરમ્યાન એ લોકો શ્રીનગરની સૌંદર્યનો અનુભવ બખૂબી કર્યો. ત્યાંથી નીકળ્યા અને મુસાફરી આગળ વધારી થોડે દૂર ગયા પછી એ લોકો ફોટુંલા ના પહોંચ્યા કે જે શ્રીનગર-લેહ ની વચ્ચે નું સૌથી ઊંચું સ્થળ છે. ત્યાંથી પહાડોનો નજરો નયનરમ્ય લાગે. બધા એ અહીંથી પહાડો નું સૌન્દર્ય માણી તેને પોતાના કેમેરામાં કેદ કર્યા.ત્યારબાદ ત્યાંથી આગળ વધ્યા. આગળ પણ રસ્તામાં પહાડો નાની-મોટી નદીઓ તથા આર્મીની અનેક ચોકીઓ જોવા મળતી હતી.લેહ આવતા પહેલા ઘણા બધા મિલિટરી કેમ્પ, ટ્રેનિંગ માટેના મેદાનો, એરપોર્ટ દેખાયા જ્યાં સેનાના જવાનો સતત દેખરેખ રાખી રહ્યા હતા. ત્યાંથી એ લોકો લેહ પહોંચ્યા. લેહનું પ્રવેશ દ્વાર એ સુંદર બૌદ્ધ શૈલી ના દરવાજા કળશનું બાંધકામ કર્યું હતું. અહીં એ લોકો હોટલમાં ઉતર્યા. અહીં બાંધકામ મુખ્યત્વે લાકડાનું હતું. અહીં હવા પણ પાતળી રહેતી જેના કારણે ઓક્સીજનનું પ્રમાણ ઓછું રહેતું. બધા પહોંચ્યા ત્યારે ત્યાંનું તાપમાન ચાર ડિગ્રી હતું કે હજુ પણ નીચુ જવાનું હતું. અહીંયા પીવા માટે હોટેલમાંથી ગરમ પાણી આપવામાં આવતું. બધા મિત્રોને હાલત ખરાબ હતી, કારણ કે આટલી બધી ઠંડી માં રહેવા એ લોકો ટેવાયેલા નહોતા. રાજે તેના કાર ડ્રાઈવર ને પૂછ્યું “અહીં કોઈ હીટર ની વ્યવસ્થા છે કે નહીં?”

“ના સાહેબ અહીંયા વીજળીનું કંઈ નક્કી હોતું નથી. એટલે એવી કોઈ વ્યવસ્થા નથી.” ડ્રાઇવર.

“તો આ ઠંડીમાં બીજો કોઈ ઉપાય જણાવો નહીં, તો આ ઠંડી સહન કરવી ખુબ જ અઘરી પડશે” રાજ.

“હોટલમાંથી તમને પીવા ગરમ પાણી આપશે એ પાણી બોટલમાં ભરી,બોટલ ને રાત્રે સ્વેટરમાં રાખી સુઈ જજો જેથી ગરમ પાણીને કારણે ઠંડી થોડીક ઓછી લાગશે.” ડ્રાઇવર.

બધા એ ડ્રાઈવરની સૂચના મુજબ ગરમ પાણી બોટલ માં ભરી અને સ્વેટર માં રાખી સુઈ ગયા. થોડી ગરમીની હુંફ માં જેમ રાત પસાર કરી. બીજા દિવસે સવારનો તડકો બધાને બહુ મીઠો લાગ્યો. બધા તૈયાર થઇ લેહ સાઈટ સીન જોવા માટે નીકળ્યા. ત્યાં એ લોકો શેહ પેલેસ, હેમીસ ગોમ્પા, થિકસે ગોમ્પ, લેહ પેલેસ વગેરેની મુલાકાત લીધી. ત્યાં બધા ખૂબ એ જ ફોટા પાડ્યા. ત્યાંથી તે લોકો સિયાચીન મ્યુઝીયમ જોવા ગયા પછી હોટલમાં આવી આરામ કર્યો. બીજા દિવસે ત્યાંથી પેન્ગોંગ સરોવર ફર્યા. આ બધું ફરી કુદરતના સૌંદર્યને ભરપૂર માણી બધા ફરીથી હોટેલ ગયા. ત્યાં રાતવાસો કરી બધા ત્યાંથી જમ્મુ ગયા. જમ્મુથી વિમાનમાં દિલ્હી પહોંચ્યા. દિલ્હી પહોંચતા બધા રિલેક્સ ફિલ થવા લાગ્યુ. કારણ કે આટલા બધા દિવસ એ લોકો ઠંડીમાં અને ઓછા ઓક્સિજન રહ્યા હોવાથી ત્યાં થોડી તકલીફ પડતી હતી. પણ દિલ્હીમાં આવી ઘણું સારું લાગતું હતું. તે લોકોએ દિલ્હીની હોટલમાં ચેકઇન કર્યું. એ લોકો દિલ્હીની સનરાઈઝ હોટલમાં ઉતર્યા હતા. હોટેલ દેખાવમાં સામાન્ય હતી. માત્ર રહેવાની વ્યવસ્થા હતી. હોટેલમાં કુલ ૧૦૦ જેટલા રૂમો આવેલ હતા. રાજે બધા માટે પાંચમા માળે રૂમ બુક કરાવ્યા હતા. બધા પોતાના રૂમમાં જઈ થોડી વાર આરામ કર્યો. ત્યારબાદ બપોરે બધા જમવા દિલ્હીના એક રેસ્ટોરન્ટમાં ગયા કે જે હોટલની નજીક હતી. જમી લીધા પછી બધા મિત્ર દિલ્હીમાં આવેલ કુતુબમિનાર જોવા માટે ગયા. એ જોઈ બધા પરત હોટેલ પર આવ્યા.રસ્તામાં બધા ડીનર કરીને આવ્યા હતા. આવતીકાલે આવનારા તોફાન થી અજાણ બધા લોકો શાંતિથી પોતાના રૂમમાં જઈ આરામ કરવા લાગ્યા.