Operation Delhi - 6 books and stories free download online pdf in Gujarati

ઓપરેશન દિલ્હી - ૬

હુસેનઅલી તેમના સાથીદારો એજાજ તેમજ નાસીર સાથે ભારતમાં સરહદ પરથી ઘૂસણખોરી કરી પંજાબ માં દાખલ થયા. ત્યાર બાદ ત્યાંથી તે લોકો દિલ્હી જવા માટે રવાના થયા. ત્યાં હોટેલ સનરાઈઝ માં મહમદે એક રૂમ બુક કરી આપેલ હતો. એ ત્રણેય હોટેલ રૂમ પર પહોંચ્યા. થોડી વાર આરામ કર્યો ત્યાં મહમદ એ લોકોને મળવા માટે આવ્યો. તેણે ત્રણેય ના નકલી આઈ.ડી. પ્રુફો તેમજ પાસપોર્ટ તૈયાર કરાવી રાખ્યા હતા. જે એ લોકોને આપ્યા. બીજે દિવસે મહમદ પાસેથી દિલ્હીની જરૂરી માહિતી એકઠી કરી પોતાની યોજનાનો અમલ કઈ રીતે કરવો એનો વિચાર કરવા લાગ્યા. હુસેન અલીએ મહમદ તેમ જ એજાજ ને દસ જેટલા તાલીમ પામેલા માણસો એકઠા કરવાનું કહ્યું. તેમજ થોડા સ્થળો જણાવ્યા જેના ઉપર નજર રાખી, તેના ફોટા અને માહિતી એકઠી કરવાનું કામ સોંપ્યું. બધા પોતાનું કામ પૂરું કરવા માટે નીકળી પડ્યા. પણ કોઈ જાણતું ન હતું કે ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલ છે.

@@@@@@@@@@

બીજા દિવસે બધા મિત્રો દિલ્હીમાં લાલ કિલ્લો જોવા માટે ગયા. ત્યાંથી ચાંદની ચોક ની બજાર માં ફર્યા. આ બે જગ્યા જોવામાં રાત ક્યારે પડી ગઈ એનો ખ્યાલ જ ણ રહ્યો. બધા હોટેલની બહારના રેસ્ટોરન્ટમાં ડિનર માટે બેઠા હતા.”કાલ નો દિવસ છેલ્લો છે આ દિવસો કેવી રીતે પસાર થઇ ગયા એ ખબર જ ન રહી” પાર્થ.

“સાચે જ ખૂબ જ મજા આવી” રીતુ.

“હજી પણ એમ જ થાય છે, કે આવતું અઠવાડિયું પણ અહીંયા જ પસાર કરીએ” કૃતિ.

“બસ બસ બહુ સપના જુઓ નહીં. હોટેલ પર જઈને બધા પોતાનો સામાન પેક કરવા માંડો હવે વેકેશન ના આગળ ના દિવસો ની મઝા ત્યાં શાંતિનગરમાં જ કરીશું” રાજ.

“ત્યાં જઈને પણ આપણે પીકનીક માટે જઈશું” કેયુર.

વાતો કરતા કરતા બધાએ ડિનર કર્યું અને હોટેલ જવા રવાના થયા. રસ્તામાં બધાએ આઇસક્રીમ પાર્લર પર આઈસ્ક્રીમ ખાધો. હોટેલ પહોંચ્યા ત્યાં બધા એકજ રૂમમાં બેઠા બેઠા વાતો કરતા હતા. એ વાતો લગભગ બે કલાક સુધી ચાલી ત્યારબાદ બધા ઊંઘવા ચાલ્યા ગયા. રાજ અને અંકિત ને ઊંઘ ન આવતી હોવાથી તે હોટેલ પર ટહેલવા માટે નીકળ્યા જો એ બંને અત્યારે ટહેલવા નીકળ્યાં ન હોય તો તે ભવિષ્યમાં બનનારી ઘટનાઓ માં સામેલ ન થાત.

“ફરવાની ખૂબ જ મજા આવી મને ” અંકિત.

“તને નહીં બધાને ખુબજ મજા આવી છે.” રાજ.

“હવે તો થોડા દિવસ છે પછી ફરીથી કોલેજ, કોલેજના ટ્યુશન, નોટ્સ બધું શરૂ થઈ જશે” અંકિત.

અંકિત રાજ સાથે વાતો કરતો હતો પણ રાજ નું ધ્યાન ત્યાં નહોતું અંકિતે તેને ફરીથી થોડું ઉંચા અવાજે કહ્યું “રાજ હું તારી સાથે વાત કરું છું તું ક્યાં ખોવાઈ ગયો છો.”

રાજે તેને ચુપ રહેવા નો ઈશારો કર્યો. તેની નજીક જઈને સામેના માણસ તરફ ઈશારો કરીને કહ્યું “જો સામે પેલો માણસ દેખાય છે એ મને શંકાસ્પદ લાગે છે.” રાજ.

“એવું તને કેમ લાગે છે?” અંકિત.

“મેં એની પાસે બંદૂક જોઈ” રાજ.

“શું બંદૂક....... હોટલમાં.......” અંકિતે ધ્રૂજતા અવાજે પૂછ્યું.

“હવે શાંતિ રાખ આપણે એ જોઈએ કે આગળ એ શું કરે છે. ત્યાં સુધી આપણે તેનો પીછો કરીએ.” રાજ.

અંકિત અને રાજ એ વ્યક્તિની હિલચાલ ઉપર નજર રાખી રહ્યા હતા. એ વ્યક્તિ રાજ તેમજ અંકિતની રૂમની સામેના રૂમમાં ગયો. અને ધીમે ધીમે તે બંને રૂમ પાસે આવ્યા.દરવાજા પાસે કાન રાખી અંદર થઈ રહેલી વાતચીત સાંભળી રહ્યા હતા. બરાબર એ જ વખતે બરોબર તેની પાછળ એક બીજો વ્યક્તિ આવીને ઊભો રહ્યો. તેનાથી બેખબર એ લોકો હજી પણ રૂમની અંદરની વાતચીત સાંભળવાનો પ્રયત્ન કરતા હતા. પહેલા વ્યક્તિ એ બંનેને જોઈ બૂમ મારી “કોણ છો, તમે બંને અહીં શું કરો છો?”. એ વ્યક્તિ બીજું કોઈ ની નાસીર હતો. પહેલો વ્યક્તિ જે રૂમમાં ગયો એ એજાજ હતો. હુસેનઅલી અને એજાજ થોડીવાર માટે સમજી ન શક્યા કે બહાર શું થઇ રહ્યું છે પછી નસીર નો અવાજ સાંભળી તે રૂમના દરવાજા પાસે આવ્યા અને બહાર જોયું તો નસીર બે છોકરાને પકડીને ઊભો હતો. તેણે એ બંને ને અંદર લઈ લેવાનું નસીરને જણાવ્યું.

રાજ અને અંકિત તો આ અચાનક થયેલી ઘટના થી ડરી ગયા. આગળ શું થશે તેની કલ્પનાથી જ બંને મનોમન ધ્રુજી રહ્યા હતા.

“આ બંને અહીંયા દરવાજા પાસે ઉભા રહીને વાતો સાંભળી રહ્યા હતા.”નસીર

“કોણ છો તમે બંને, અહીંયા શું કરતા હતા?”નાસીરે રાજ તેમજ અંકિત ને ફરી પૂછ્યું પણ બન્ને એ કંઈ જવાબ ન આપ્યો.

બંનેએ કોઈ જવાબ ન આપ્યો જેથી ગુસ્સે થઇ નાસીરે પોતાની બંદૂક બંને તરફ તાકી. તે બંને ને ગોળી મારી મારી નાખવા ઇચ્છતો હતો. પણ હુસેન અલીએ તેને રોકતા કહ્યું “ ઉભો રે અત્યારે અમને બંદી બનાવી આ રૂમમાં બાંધી રાખો. અત્યારે આપણે આપણી યોજના સિવાય અન્ય કોઈ પણ જાતનું જોખમ લેવું પોસાય તેમ નથી.”

એજાજે બંનેની તલાશી લઈ બંનેને રૂમમાં ખુરશી સાથે બાંધી દીધા. એ બંને ને જીવતા રાખી હુસેનઅલી એ બહુ મોટી ભૂલ કરી હતી. જેનું પરિણામ એ લોકો માટે ભવિષ્યમાં કેવું આવવાનું છે એ તો ફક્ત ઉપરવાળો જ જાણતો હતો.