Kathputli - 27 books and stories free download online pdf in Gujarati

કઠપૂતલી - 27

પહેલા તો નવલકથાઓના આપતા લેટ કરવા બદલ માફી ચાહું છું હવે નિયમિત આવશે 25 અને 26 મો ભાગ એક થઈ ગયો હતો એમાં 26 મો ભાગ નવો અપડેટ કરી નાખવામાં આવ્યો છે..
હવે કઠપૂતલીમાં આગળ..




@@@@@@@



તરુણની હત્યા પછી અભય ખરેખરનો ઘૂઘવાયો હતો...
ધૂળિયા રસ્તા પર અભયની ગાડી દોડતી હતી . પડખે સમીર બેઠો હતો.
ઇસ્પેક્ટર અભયના ચહેરા પર ઉપસી આવેલા પરેશાની ભર્યા ભાવોને કળી ગયો હોય એમ સમિર બોલ્યો...
"તાવડે.. લીલાધરને ઉપાડી લાવવા ગયો એ ગયો.. એનોય કોઇ પત્તો નથી..!"
સમીરની વાત કાપતાં અભયે કહ્યું.
"મારા ભેજામાં હજુ સુધી ઉતરતું નથી કે તરુણનુ ખૂન જો મીરાંદાસે જ કર્યુ હોય તો જાસૂસરાજા.. મને કહેશો આ ગુંચળુ ઉકેલવાનો કરિશ્મો તમે કેવી રીતે કર્યો..?"
બધુ તમને કહેવુ જ છે સાહેબ.. પણ નિરાંતે.. એપ ઈન્સ્ટોલ કરવા દોડાવેલા તાવડેનો સમ્પર્ક કરી અબઘડી લીલાધરને કવર કરી લઈએ..!"
તાવડેનો વળતો કોઈજ પ્રત્યુત્તર નથી. કંઈક ગરબડ લાગી એટલે જ તો મારે ભાગવુ પડ્યુ... હું તમારી વાત જરૂર સાંભળતો હતો.. છતાં વારંવાર મે તાવડેને કોલ ટ્રાય કર્યા છે... અવકાશમાં ગયેલા ઉપગ્રહનો સંપર્ક તૂટી જાય એમ તાવડે સાથે કોઈ કનેક્ટિવીટી નથી..
બે કોંન્સ્ટેબલો સાથે તાવડે યુનિફોમ વિના ગયો છે..
"ઓ..હ..!" સમિરનુ મન ચકરાવે ચડ્યુ.
લીલાધર...
જીણી માંજરી આંખો.. ઉંચો દેહ, ખડતલ બાંધો.. ચહેરા પર રહેતુ લૂચ્ચુ સ્મિત... માથા પર સદાય રહેતી ખાખી હેટ.. અને હોઠ પર આવતો મૂછનો ગુચ્છો.. ઘણો જ વિચિત્ર દેખાવ હતો લીલાધરનો.રાજ કારણીની જેમ એ હમેશાં ખાદીમાં રહેતો..
કાપડ લાઈનમાં રહેલો લીલાધર ચતૂર કાગડો હતો. વિવર્સનો ખોટવાયેલો માલ હાથવગો કરી મોટી પાર્ટીઓને વેચી દેતો.. રૂપિયાના લીધે અટકેલું ચક્કર ફેરવવા વિવર્સ ક્યારેક નુકસાન કરીને માલ પધરાવી દેતા..
લીલાધરે ફસાયેલા મુર્ગા પકડીને સારો એવો રૂપિયો બનાવી લીધો હતો.. વેપારીઓ પાસે અટકેલા નાણા કઢાવવા ધણા વિવર્સ લીલાધરનો સહારો લેતા...
લીલાધરનો પોતાનો બંગલો હતો પોશ વિસ્તારમાં.. વિવર્સ અને ડાઈંગમીલ માલિકોની ટચમાં રહેતો લીલાધર ધણો ખરો સમય બહાર જ રહેતો હતો.. રૂપિયો એ પોતાના રંગીન શોખમાં ઉડાડતો.. મોટાં ફાર્મહાઉસ પર એને રાતોની ઉજાણી રહેતી.. મોંધાતા વેપારીઓ એના શોખને પોશતા..
કાલ સાંજે પણ અચાનક એક પાર્ટી એને ધર પર મળવા આવી..
રોકડા હિસાબ વાળુ કામ હોય એટલે દલાલોથી એ ગાઉ છેટો રહેતો..
"કેટલો માલ છે સેમ્પલ રેડી છે..?" લીલાધરે આવનારને પૂછ્યુ..
"સાથે જ છે નજર મારી લ્યો.. કપડુ એકદમ રબડી છે બોસ.. આંખ બંધ કરી પાર્ટી પર ભરોસો કરી શકો..!"
"લીલાધરે ગ્રે કપડાને હાથમાં મસળી જોયુ..!'
"પછી ધીમેથી નજીક આવી બોલ્યો.. તમારી જોડે રિજેક્ટ માલ પણ હશે ને..!"
"યસ બોસ.. પચાસ તાકા છે..!"
"પેલા બન્ને મારવાડી વેપારીઓમાંથી એકે બીજા સામે આંખ મીચકારી.. જાણે કહેતો હતો "જોયુ ખૂન પરખાય છે. જીવ કચરામાં જ છે..
"મેં નજર ફેરવી લીધી છે.. પણ એમાં ઓગણીસ- વીસ ના થવુ જોઈએ.. લીલાધરે સેમ્પલ સુપરત કર્યાં.
"અમારે બજારમાં ટકી રહેવાનુ છે.. ઓગણીસ-વીસ નહી થાય..!"
"યસ.. ઓર નો વાળો ભાવ બોલ..!"
પેલાની ઓંગળીઓ કેલક્યુલેટર પર ફરી ગઈ.
આંકડા જોઈ.. લીલાધરે નજરો ઉલાળી. "માલ કાઢવો છે કે રાખવો છે..?"
"વેચવો જ છે સર..!" લીલાધરે આંકડા દબાવ્યા..
"બહુ ભાવ દબે છે સર..!"
બરોબર છે ભરી નાખો ને માલ ડીલેવરી કરો..
પેમેન્ટ..કેમ જોઈશે કહી દો..?" લીલાધરે પૂછ્યું..
"પટક પોટલે.. કે વાર ટુ વાર આપશો..?"
"બજારનો ધારો હોય એમ.. પાંચ ટકા વટાવમાં જોઈતુ હોય તો પટક પોટલે (માલ સાથે) પેમેન્ટ..!"
"સોદો કરવા આવેલો ભાઈ લીલાધરની નજીક આવ્યો.. પંખો વીસ પર રાખજો...(વીસ રૂપિયા કમિશન રાખજો)..!"
"પંખો પાંચ પર રહેશે..! તારી પાર્ટી જોડે પંખો વીસ પર રખાવજે..!" લીલાધરે મોઢુ બગાડ્યુ.
"ગુસ્સે ન થાઓ બોસ.. ! તમે કહો એમજ થશે..!"
"ડન..! કાલ માલની ડીલેવરી મારા ગોડાઉન પર આપી દો..!"
"થઈ જશે..!"
સોદો પટાવી એણે તરતજ પોતાની ગ્રે ખરીદતી પાર્ટીને ફોન જોડ્યો...
"જય સાઈનાથ.. દાણી શેઠ..!" કોલ કનેક્ટ થતાં જ લીલાધર મલક્યો.
"જય સાઈનાથ.. જય સાઈનાથ..બોલો-બોલો સર.. ! મારકેટમાં હલચલ થઈ..?"
"ચાલશે એવી આશા બંધાઈ છે..! ચાલે તો સારુ બાકી ધણા ફટાકડા ફૂટશે (પાર્ટીઓ ઉઠી જશે) આ વખતે..!"
"તમારે લાયક ગ્રે લીધુ છે..!"
" માલ કેટલો છે..?" દાણી શેઠના અવાજમાં ઉત્સાહનો રણકાર હતો.
" 500 તાકા..!"
"એક કામ કરો આજની નાઈટ આવો ફાર્મહાઉસ પર.. જલસો થઈ જશે..! ઠંડી રાતોમાં અમે અન્નદાતાનુ ખાસ ધ્યાન રાખીએ છીએ..!"
તમારી સેવાનો લ્હાવો લેવાનુ છોડાય એમ નથી.. 10 વાગે ડિનર સાથે કરીએ...! " લીલાધરે ઉભા થઈ અંગડાઈ લીધી.. રંગીન રાતનુ દ્રશ્ય એના હોઠ પર સ્મિત પાથરી ગયુ.
"આપણુ ફાર્મહાઉસ તમારા કદમોના સ્પર્શ માટે અધિર છે..!
"તમારી છાવણીમાં જિંદગીનો નશો ઉજાગર થઈ જાય છે.. એ નશાને આધિન થઈ જવા હું વારંવાર આવુ છું.. આવતો રહીશ..!"
કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો.
***** **** *****
એક બુકાનીધારી વ્યક્તિએ દાણી શેઠની ગરદન પર બંદુક સટાવી રાખી ધમકી ઉચ્ચારી..
"તારાં નસીબ જોર કરે છે લંગુરનો કોલ સામેથી આવી ગયો...!"
દાણીશેઠના કપાળમાં પરસેવો બાઝી ગયો..
"જો તારા લીધે મારો શિકાર છટકયો તો આગલે દી તારી લાશ કાગડા અને ગીદ્ધ ચૂંથતા હશે..!" બુકાનીધારી વ્યક્તિ પોતાના મજબૂત હાથમાં રહેલી પિસ્ટલને દાણી શેઠના ગળામાં બે-ત્રણ વાર અથડાઈ..
***** *******
લીલાધરના મેદસ્વી શરીરમાં એક ઠંડી લહેરખી પસાર થઈ ગઈ..
એણે પોતાના ઘરઘાટી રામુને હુકમ કર્યો. "આજે તારા માટે જમવાનુ બનાવી લેજે રામુ..! મારે એક પાર્ટીના ફાર્મહાઉસ પર જવાનુ છે..!"
રામુએ ટીવી પર ન્યુઝ જોયા હતા. તરુણની હત્યાના સમાચાર લગભગ બધી ચેનલ પર હતા કારણ કે તરુણની હત્યા ચકચારી મર્ડર મિસ્ટ્રી કઠપૂતલીનો એક પાર્ટ હતો. જેમાં રિપોર્ટર સાફ સાફ કહી રહ્યો હતો કે આ પાંચેય જણાની ટોળકીમાં છેલ્લું નામ લીલાધરનું રહી જાય છે જો લીલાધરને બચાવવો હોય તો પોલીસે અબ ઘડી એને પકડી લેવો જોઈએ. બાકી નિષ્ફળ રહેલા પોલીસ તંત્રને લીલાધરના ખૂન માટે પણ તૈયાર રહેવું જોઈએ..!"
તરુણની હત્યાના સમાચારે લીલાધરને અંદર સુધી હચમચાવી નાંખ્યો હતો.
"તરુણ મારો ખાસ મિત્ર હતો રામુ.. ખરેખર અમે પાંચ જીગરી મિત્રો હતા બધાનું ખૂન થઈ ગયું છેલ્લો માત્ર હું વધ્યો છું. બહાર જવાનું ટાળી શકતો નથી. એ વાત સારી રીતે જાણે છે કે હું પણ ચોક્કસ ખૂનીના ટાર્ગેટમાં છું..!"
ફાર્મહાઉસ પર ગયા વિના ચાલે એમ હોય તો રહેવા દો..!" રામુએ પોતાનો ડર વ્યક્ત કર્યો.
"ડરી-ડરીને તો હું ક્યારેય જીવ્યો નથી એટલે રૂમમાં ભરાઈ જવું ઠીક નથી લાગતુ મને..! તારે એક કામ કરવાનું છે રામુ.. મને ખાતરી છે કે પોલીસવાળા મારા પર ચાર આંખો કરી બેઠા હશે..! ઘરમાંથી હું જેવો છટકુ તારે સતર્ક રહેવાનુ છે.. પોલિસ મારી ભાળ મેળવવા અચાનક આવી ચડશે.. જે પણ આવે વાતે વાળીને એમણે લાગ જોઈ ઘરમાં બંધ કરી દેજે.. જિંદગી પાસેથી સમયને ઓંચકી લેવો છે અણધાર્યુ મોત આવે તો કોઇ વસવસો ન રહી જાય..! જિંદગીને મનભરીને જીવી લેવી છે...
પોલીસવાળાઓને બંધક બનાવી નીકળી જજે પછી જોઈ લઈશું..
લીલાધર પોલીસના આગમન પહેલાં જ નીકળી ગયો.
કોર્ટમાંથી જેવી એની કાર બહાર નીકળી ત્યારે એને ખબર નહોતી સાઈડ પર ઊભેલી એક બ્લેક કલરની સ્કોર્પિઓ કાર પાછળ લાગી ગઈ હતી.
(ક્રમશ:)