Thar Marusthal - 19 books and stories free download online pdf in Gujarati

થાર મરૂસ્થળ (ભાગ-૧૯)



માધવી તું સમજવાની કોશીશ કર આપડી પાસે સમય નથી.દરવાજો બંધ કરવો જ પડશે નહીં તો મિલન અને જીગર બહાર કયારેય નહીં નીકળી શકે.કવિતા અને મહેશ જલ્દી જમણી તરફ ગયા અને બાકી બધા ડાબી બાજુ તરફ રહ્યા બંને બાજુથી દરવાજો ખેંચીને બંધ કર્યો.ત્યાં બળબળતી રેતીની આંધી આવી ચડી બધા જ દરવાજા પાસે એકબીજાને પકડીને બેસી ગયા.જાણે કોઈ નદીનો પ્રવાહ એક તરફી વહી જતો હોઈ એમ રેતી એક જગ્યાએથી બીજી જગ્યા પર જય રહી હતી.

************************************

ગુફા ઉપરથી બંધ થઈ ગઈ હતી તો પણ જીગર અને મિલન હજુ ગુફામાં આગળ આગળ જઈ રહિયા હતા.તે બંનેને ગુફાની અંદર પક્ષી જોઈને કંઈક આશા હતી કે આ ગુફામાં આપણને કંઈક જોવા મળશે જે.

થોડા અંદર ગયા ત્યાં જ જીગર અને મિલને અંદર લીલું ઘાસ દેખાયું જીગર અને મિલના ચહેરા પર મુસ્કાન આવી તેને થયું અહીં કહી પાણી હોવું જોઈએ તો જ આ અટલી બધી લિલોતરી અહીં જોવા મળે.નહીં તો આ ગુફામાં ઘાસ ક્યાંથી થાય.જીગર અને મિલને આ ગુફામાં નવા નવા અનુભવ થઈ રહ્યા હતા.અને તે આગળ વધી રહ્યા હતા.

મિલન હવે આપડે આગળ ન વધવું જોઈએ.બહાર
એ લોકો આપડી ચિંતા કરતા હશે.હજુ સુધી કેમ આવિયા નહીં કહી થયું તો નહીં હોઇને તેને?આપડે અહીંથી પાછા ફરી જવું જોઈએ.નહીં જીગર અહીં સુધી આવિયા છીયે તો થોડા આગળ જઈએ જો આપણને પાણી મળી જાય તો એ બધા માટે પણ આપડે લઈ જશું પાણી.પણ અહીં પાણી મળશે તો આપડે કઈ રીતે એમના માટે લઈ જશું.કોઇ તો ઉપાય હશે જ.

જીગર અને મિલન આગળ વધેજ જતા હતા.બહાર રેતીની આંધી હવે શાંત પડી ગઈ હતી.બધાએ ઉભા થઈને ફરી બંને બાજુ ખેંચીને દરવાજો ખુલો કર્યો.પણ જીગર અને મિલન હજુ પણ દેખાય રહિયા ન હતા.
એવું તો નહીં બનીયું હોઈને કે દરવાજો બંધ હતો તે અહીં આવીને બીજી બાજુ વહી ગયા હોઈ?બની શકે માધવી એવું બને.હું અંદર તેને શોધવા માટે જાવ છું.
નહીં કિશન હજુ આપડી થોડીવાર તેની રાહ જોશું જો તે નહીં આવે તો પછી આપડા માંથી બે અંદર તેમને શોધવા માટે જશે અને બે બહાર જ અહીં રહેશે.

જીગર આ ડાબી તરફ જો અહીં કોઈ અંદર ઋષિની મૂર્તિ હોઈ એવું લાગી રહ્યું છે.એક નાનકડી એવી જગ્યા માંથી ઋષિનું મો દેખાય રહ્યું હતું.જીગર અને મિલન જલ્દી ફરીને પાછળ ગયા પણ એકેય બાજુ દરવાજો ન હતો.બંનેએ એ પગમારીને એ ગારાથી બનાવેલ દીવાલને તોડી નાખી.દીવાલ પડતા જ બંને એકબીજાની સામે જોઇ રહિયા.જીગર અને મિલન બંને ખુશ થઈ ગયા.બંનેને ખુશીનો પાર ન હતો.

ગારાની બનાવેલ ઋષિની મૂર્તિ પાસે એક પાણી ભરેલું મોટું કુંડ હતું.એ કુંડમાં ભરચક પાણી ભરેલું હતું.પૂર્વ બાજુ ઋષિની મૂર્તિ હતી અને એ કુંડની આજુબાજુ રાજા મહારાજા બેસે તેવી ત્રણ ખુરશી ગારાથી બનાવેલી હતી.એ ગારાની બનાવેલી ખુરશી પાછળ
કોઇ સ્ત્રીના ફોટા દોર્યા હોઈ એવું લાગી રહ્યું હતું.મિલને કુંડની અંદર પાણી હતું તેમાં હાથ નાખી જોઈયું એકદમ ઠડું પાણી હતું.

ગારાથી બનાવેલ દીવાલની પાછળના ભાગે જીગર ગયો.ત્યાં જઈને જીગર આનંદિત આનંદિત થઈ ગયો.તેણે જલ્દી મિલને બોલાવીયો.મિલન પણ તે જોઈને ખુશી ખુશીથી જુમવા લાગીયા.

પાછળની તરફ ઝમરૂખ,ચીકુ અને બોરના ઘણા બધા ઝાડ હતાં.અને તેની ઉપર ભરચક ઝમરૂખ,ચીકુ અને બોર આવિયા હતા.આ બધું જોઈને જીગર અને મિલન રાજી રાજી થઈ ગયા હતા.અને આનંદિત આનંદિત થઈ ગયા હતા.તે વિચારી રહ્યા હતા કે આપડે બહાર જશું આ પાણી અને ફ્રૂટ લઈને તો આપડી પર એ લોકો વિશ્વાસ નહિ કરે.

પણ આ બાજુ બહાર બધાંની ચિંતા વધી ગઇ હતી.માધવી અને કવિતા બંને રડી રહી હતી.એકબાજુ જીગર અને મિલન ખુશ હતા પાણી અને ઘણું બધું ફ્રૂટ જોઈને અને એકબાજુ કવિતા અને માધવી બંને તેની ચિંતામાં રડી રહિયા હતા.મહેશ અને કિશન બંનેને શાંત કરી રહ્યા હતા.

મેં મિલને કહ્યું હતું કે અંદર કઈ પણ થઈ શકે છે.અંદર
કોઈ પણ હોઈ શકે છે.પણ તેણે મારી વાત તરફ ધ્યાન જ ન દીધુ અને પરીણામ શું આવ્યું તમે બધા જોય શકો છો.જીગરને કહી થશે તો હું પણ અહીં જ મરી જશે હું એક ડગલું પણ આગળ ચાલીશ નહીં.કિશન હવે તારે અંદર જવું જોઈએ આ લોકો હજુ સુધી બહાર આવિયા નહિ અંદર કહી થયું તો નહીં હોઈને
તપાસ કરવી જોઈએ તારે.હું પણ કિશન જોડે અંદર જાશ.તમે બંને અહીં બહાર રહેજો બહાર આંધી આવે એવું લાગે એટલે તરત જ દરવાજો બંને બાજુથી બંધ કરી દેજો.અમે અહીં ગુફાની નજીકમાં જ જશું અને તરત જ આવતા રેહશું જોઈને.કિશન અને માધવી બંને ગુફાની અંદર ગયા જીગર અને મિલને શોધવા માટે પણ જીગર અને મિલન કોઈ જગ્યા પર મળિયા નહિ.તે જલ્દી બહાર આવિયા.
એ ગુફામાં ઘણા આગળ નીકળી ગયા હોઈ એવું અમને લાગી રહ્યું છે.જો તેને શોધવા જ હોઈ તો અમારે ગુફામાં ઘણું આગળ જવું પડશે.

નહીં હવે આ ગુફામાં આપણામાંથી કોઈ નહિ જાય.રાત્રી સુધી આપડે વાટ જોશું અને રાત્રી થાય ત્યાં સુધીમાં જીગર અને મિલન આ ગુફામાંથી નહિ આવે તો આપડે આ ગુફામાં રેતી નાંખીને વધીશું.
નહીં મહેશ તું આવું ન બોલ જીગર અને મિલન બહાર આવશે જ એ ગમે તેમ કરીને બહાર નીકળશે જ તમે બધા વિશ્વાસ રાખો.તમે હિંમત હારી ન જાવ.

કવિતા પાંચ કલાક થઈ એ અંદર ગયા એને હજુ પણ તે આવિયા નથી.અને તું એમ કે છે કે તમે હિંમત નહિ હારો તે જો બહાર આવવાના હોઈ તો આવી જ ગયા હોઈ અત્યાર સુધીમાં.

પાણી ભરવા માટે જીગર અને મિલન કોઈ વસ્તુંઓ શોધી રહ્યા હતા.ત્યાં જ જીગરની નજર એક મોટા માટલા પર ગઈ.તે માટલું થોડું મજબૂત હતું.જીગર અને મિલને ભરપેટ પાણી પીધું અને માટલું પણ પાણીથી ભરી લીધું.મિલને પાછળની બાજુએથી
ઘણા બધા ફ્રૂટ પણ લઇ લીધા બધા જ ફ્રુટ એકદમ મીઠા હતા.

મિલન હવે ઘણો સમય થઈ ગયો આપડે જલ્દી હવે અહીંથી બહાર નીકળી જવું જોઈએ.મિલન અને જીગર પાણી અને ઘણા બધા ફ્રૂટ લઈને દરવાજા તરફ પ્રયાણ કર્યું.જગ્યા સાંકડી હતી અને માટલું મોટુ હતું તો પણ જીગર અને મિલન ધીમે ધીમે પાણીના માટલાં ને બાહર લઈ જઈ રહિયા હતા.થોડીજ વારમાં બંને દરવાજાની નજીક પોહચી ગયા.

બહાર હજુ બધા ચિંતા કરી રહ્યા હતા.જીગર અને મિલન અંદરથી બહાર આવશે કે નહીં.ત્યાં મિલનનો અવાજ માધવીના કાને પડ્યો તે દોડીને ગુફા પાસે આવી અને મિલન અને જિગરને જોઈને તે ખુશ ખશાલ થઈ ગઈ.થોડીજ વારમાં બધા ગુફાની નજીક આવી ગયા.તમે બંને હવે તો બહાર તો નીકળો ગુફાની અંદર તમને કઈ મળ્યું કે નહીં.

મિલને બોર અને ઝમરૂખનો માધવી પર ઘા કર્યો તે જોઈને બધા દંગ રહી ગયા.આ રેગીસ્તાનમાં ઝમરૂખ અને બોર ક્યાંથી મળે બધા જ આ જોઈને રાજી રાજી થઈ ગઈ ગયા.તમે ફ્રૂટ જોઈને ખુશ જ થશો કે અમે જે બીજી વસ્તું લાવીયા છીયે તેને બહાર
લાવવામાં મદદ કરશો.

શું તમને ગુફામાંથી ખજાનો પણ મળ્યો છે.મને ખબર હતી કે આ ગુફા કોઈ રાજા મહારાજા વખતની છે અહીં હીરા અને સોનામોર હશે જ.એ જ તમે લઈ આવિયા છો ને?

***********ક્રમશ**************

રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)