Prem pariksha - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ પરીક્ષા - ૨

બધી જ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજ માટે જ હોય છે, તમેં પણ માતૃભારતીની સ્ટોરીઓ સુખદ અનુભુતીની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં?
જો તમે રેટિંગ આપશો તો સ્ટોરીમાં રહેલાં સુખદ અનુભુતીનાં નાનામાં નાના ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો.નહી તો તમારી મનગમતી વાતૉઓ અને લેખકોની રચનાઓ છે પણ જાગૃતિ નાં અભાવે સમય જતાં બોરીંગ લાગવા માંડશે.

પ્રેમ પરીક્ષા ૨ - દેવીકા પટેલ
ઉમેશ અને દેવીકા બન્ને જોગિંગ શૂટમાં બગીચાની બેન્ પર
સામ સામે બેઠેલા છે.
ઉમેશ"તુમઉ સબ સમજ રહી હો નાં ઈ સબ મેં કાહે કર રહા હું?"
દેવિકા "તું નહીં તમે હું એક ગુજરાતી બીઝનેસ મેનની ગુજરાતી પત્ની છું તને હું પાછળ મૂકીને ક્યારની આગળ વધી ગઈ છું. શું તને એ નથી સમજાતું?"
ઉમેશ "શું તને ખબર નથી છુટકી કે તારી સાથે લગ્ન કરવા માટે જ.મે આટલી બધી મહેનત કરી ને કલેકટર બન્યો હતો ?"
દેવિકા "છુટકી એ મારા લગ્ન પહેલાનું નામ છે.અમુક અંગત લોકો જ મને આ નામથી બોલાવે છે.તારા માટે તો મેં મીસીસ દેવીકા પટેલ જ છું."
ઉમેશ" હા તમારા જેવા મોટા માણસો માટે તો ફોર્માલિટી જ બહુ મહત્વની છે ગરીબોને કરેલા વાયદાઓ નું તમારે મન કોઈ મહત્વ જ નથી એમને?"
મનને પક્ષે વિવાદ ઉગ્ર થઇ રહ્યો.
દેવિકા "વાયદાઓ જીવન કરતા મોટા નથી હોતા. દુનિયામાં મોટાભાગની તકલીફો વાયદાઓ સાથે જોડાય રહેવાની જડતાને લીધે જ છે યાદ કરો મહાભારતમાં ભીષ્મ પિતામહ. પણ યાદ રાખજે હું ભીષ્મ પિતામહ નથી.તારા જેવા દુર્યોધનને હસ્તિનાપુર પર નજર નાખતાં પહેલાં હું જ રઝળતો મુકી દઈશ."
ઉમેશ "હું તારા લગ્ન જીવનમાં આડે આવવા નથી આવ્યો કે નથી લાવણ્યા ઇન્ડસ્ટ્રીઝને હડપ કરવા આવ્યો."
દેવિકાનો ગુસ્સો આવે સાતમે આસમાને પહોંચી ગયો હતો "તો શાના માટે ગુંડાણો છે?"
ઉમેશ" હું માત્ર એટલું જ જાણવા આવ્યો છું કે તે સિદ્ધાંતને કેમ પસંદ કર્યો ? એક બાજુ તો તે મને લગ્નનો વાયદો કર્યો હતો."
આટલું સાંભળી દેવિકાનો ગુસ્સો શાંત થયો અને તેને શાંતિ વળી કે ઉમેશ તેઓને આર્થિક રીતે પાયમાલ કરીને તેના લગ્નજીવનમાં ભંગાણ પાડવાના બદ-ઈરાદા સાથે નથી આવ્યો. હવે તે સમજાવટના મૂડમાં હતી
દેવિકા "જો ઉમેશ હું વધારે ફિલસુફી નથી જાણતી. એ મારા પતિ સિદ્ધાંતનું કામ તેમણે મને કહ્યું છે કે જે વસ્તુની આપણા પાસે ઉણપ હોય તે આપણે સ્વર્ગથી પણ ઉચી લાગે છે વાંક તારો કે મારો બંન્નેનો નહોતો. તે આપણી ઉંમર જ આકર્ષણ નાં પ્રેમની હતી.હુ તે સપનામાંથી બહાર આવી ગઈ,તું પણ...."
ઉમેશ "તે સમયે હું ગરીબ હતો અને તમારું કુટુંબ પૈસાદાર એમ જ ને એટલે જ તો મેં કલેક્ટર બની અને સત્તા સંપત્તિ બધું જ બનાવ્યું છે."
દેવિકા "કદાચ મારું કુટુંબ પૈસાદાર ના હોત તો પણ તું પૈસા બનાવવા નો જ હતો. ગરીબ કુટુંબમાંથી આવવાંને લીધે તારી અંદર લોભ સ્વાભાવિક હતો જ અને એણે જ તને આગળ વધવાની ધગશ પણ દીધી.પરંતુ નિમિત માત્ર એટલું બન્યું કે તું મારો હાથ માગવા ૨૧ વર્ષની ઉંમરે મારા પપ્પા પાસે આવ્યો અને તેઓએ તને કહ્યું કે તેને એવો જમાઈ જોઈએ છીએ જે સત્તા સંપત્તિ બધું જ તેની પાસે હોય"
ઉમેશ"પછી તે મને ભવિષ્યમાં લગ્નનો વાયદો કર્યો અને હું કલેકટર બનવા જતો રહ્યો પછી શું થયું?"
દેવિકા "વડીલો હોશિયાર હોય છે તેઓ કહે છે કંઈક અને તેઓનાં મનમાં કંઈક ઔર હોય છે ખરેખર તો મારા પપ્પાની ઈચ્છા મને પગભર થતા પહેલા લગ્ન કરવા કરવાની જરાય નહતી. તેઓ એ તો તારી પાસે માત્ર બહાનું માર્યુ હતું"
"તેઓએ મને બી કોમ કર્યા પછી એમબીએની ડિગ્રી માટે મુંબઈ શહેરમાં મોકલી આપી. રજાઓના ગાળામાં હું આપણા ગામે આવતી ત્યારે
મારી મમ્મીએ કહ્યું કે તેણે જે ભૂલ કરી તે ભુલ હું ન કરૂ તેણે એક વાત કહેલી.તેઓએ એક ગરીબ અને વકૅહોલીક માણસ સાથે લગ્ન કર્યા હતા. તેથી લગ્ન જીવનનું સુખ નહોતું મળ્યું તેઓએ મને સમજાવ્યું એવો લાઇફ પાર્ટનર પસંદ કરો કે જે માત્ર પૈસા પાછળ નહીં પરંતુ સેવા અને રૂપિયા બંનેનું મહત્ત્વ જાણતો હોય અને મારી સાથે લગ્નજીવન પણ માણે એવા પુરુષ સાથે જ લગ્ન કરવા.

દેવીકા" એમબીએ માં હું અને સિદ્ધાંત બન્ને સાથે પ્રોજેક્ટ વર્ક કરતાં હતાં. તે કાગળ પરનો પ્રોજેક્ટ ક્યારે ઈમ્પલીમેન્ટ થઈ લાવ્યા ઈન્ડસ્ટ્રીઝ બની ગયો. ક્યારે અમે લગ્ન કર્યા તેની ખબર જ રહી નહિ. સિદ્ધાંતે જ મારામાં રહેલી છુટકીમાં દીવ્યતા ભરીને દેવીકા ક્યારે બનાવી મને પણ ખબર નથી.અત્યારે પણ તે બધું જાણવા છતાં સિદ્ધાંતે જ મને તારી પાસે મોકલી છે બાકી હું તો આવવા તૈયાર જ નહોતી.
ઉમેશ" ઠીક છે મીસીસ દેવીકા પટેલ તમારા હસબન્ડ ને કહેજો કે કાલે આવીને લાવડીયા ઇન્ડસ્ટ્રીઝ નું ક્લીયરંસ લઈ જાય.હુ કંપની ની લીઝ પણ ત્રીસ વર્ષ સુધી વધારી આપીશ.અને આવતા મહિને મારી મેરેજ એનિવર્સરી ની પાર્ટી માં તમે ચીફ ગેસ્ટ હશો.
બંને એકબીજાને હાથ મિલાવીને છૂટા પડે છે.આમ લાવણ્યા ઈન્ડસ્ટ્રીઝ અને દેવીકાની પ્રેમ પરીક્ષા પૂરી થઈ.


વાચકમિત્રો, તમારા સજેશન મારા માટે હીરા-મોતી સમાન છે.તમારા સજેશન મને માતૃભારતી એપ પર મેસેજ કરો.