Prem pariksha - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમ પરીક્ષા - ૩ (અંતિમ)

બધી જ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજ માટે જ હોય છે, તમેં પણ માતૃભારતીની સ્ટોરીઓ સુખદ અનુભુતીની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં?
જો તમે રેટિંગ આપશો તો સ્ટોરીમાં રહેલાં સુખદ અનુભુતીનાં નાનામાં નાના ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો.નહી તો તમારી મનગમતી વાતૉઓ અને લેખકોની રચનાઓ છે પણ જાગૃતિ નાં અભાવે સમય જતાં બોરીંગ લાગવા માંડશે.
પ્રેમ પરીક્ષા ૩(અંતિમ)- ઉકાળા વાળી

ઉમેશના દેવિકા ને મળવા જતા પહેલા નું દ્રશ્ય
રવિવાર રજાનો દિવસ જોગસૅ પાકૅમાં ઘણી બધી ભીડ છે. દરરોજ જોગીગ અને કસરત કરવાવાળા લોકો સિવાય આળસુના પીર માત્ર રવિવારનું ઉઠી ને ધોળનારા તથા સાતેય દિવસ સરખા એવાં અમુક લુચ્ચા ડોશાઓ પણ હળિયું કાઢવા આવી ગયા છે.જોગર્સ પાર્ક નાં ગેટ પાસે એક ત્રીસ-બત્રીસ વર્ષની સ્ત્રી આયુર્વેદિક ઉકાળાનું માટલું તેની સુડોળ કેળ પર ટેકવીને ઉભી છે. તેના મોઢામાં ચવાય રહેલું પાન એનાં અલ્લડ ,બીન્ધાસ ફેરીવાળીનો આભાસ ઉત્પન્ન કરવામાં કોઈ કસર બાકી રાખતો નથી.પરંતુ તેની સુંદરતા તેના શરીરનો રંગ અને શરીરનાં વળાંકો સાફ સાફ કહી રહ્યો છે કે તે કોઈ ઉકાળો વેચવા વાળી ફેરીયણ તો બીલકુલ નથી જ. આ બાજુ ઉમેશ પાંડે કોઈપણ સિક્યોરિટી વગર જોગિંગ શૂટમાં દોડતા દોડતા પાર્કના ગેટ પાસે આવે છે.
ઉકાળાવાળી "સાહેબ સાહેબ બોણી કરાવો બોણી, આયુર્વેદિક ઉકાળો પીતા જાવ માત્ર દસ રૂપિયાનો એક ગ્લાસ.
ઉમેશે નજર નાખ્યા વગર બેદરકારી દાખવતાં કહૂ" એવું તે શું જાદુ છે આ તારાં ઉકાળામાં તેં હું દશ રૂપિયા આપું?ચાલ મારે હજુ જોગિંગ બાકી છે આવતીકાલે વાત."
ઉકાળાવાળી"પીલ્યો સાહેબ આ ઉકાળો હળી કાઢતાં પહેલાં તમને તાજા કરી દેશે. અને હાળી કાઢી લીધા પછી તમને સાજાં કરી દેશે . પણ દેખાવે તો તમે સાજાં જ લાગો છો.બોલો તમારે તાજા થાવું છે ને તમારી ઉંમરતો એકદમ નાની લાગે છે , હજી માત્ર ૨૫-૩૦ વર્ષનાં જ લાગો છો.
આમ કહેતા કહેતા ઉકાડાવાળી ઉમેશની એકદમ નજીક આવી જાય છે ઉમેશને ખબર નાં પડે તેમ ઉપલા ખિસ્સામાં કંઈક વસ્તુ મૂકી દે છે. ઉમેશ થોડોક દુર ખસ્યો અને હસતાં હસતાં જોગિંગ માટે ચાલ્યો ગયો.
ઉકાળાવાળીએ સ્ત્રી સહજ મોઢું મચકોડીને આજુબાજુમાં ડાફોળિયાં મારવા લાગી તેણે કોઈને ઈસારા કયૉ.અચાનક ઉકાડા વાળીના બ્લાઉઝમાંથી Iphone ની રિંગ વાગી,તેણે કાનની લટની અંદર કાંઈક હાથ ફેરવ્યો અને કાંઈક વાતચીત પતાવીને મોબાઇલ તથા કાનની લટમાં છુપાયેલો બ્લુટુથ હેડફોન બન્ને પોતાનાં બ્લાઉઝમાં સંતાળી દીધાં.
**********
ઉમેશના દેવિકા ને મળી લીધાં જતા પછીનું દ્રશ્ય
ઉમેશે દેવીકા સાથેની વાતોથી હતપ્રભ થઈને ત્યાં જ બેઠો રહ્યો. પછી તે પોતાનાં ભૂતકાળ વિશે વિચારવા માંડ્યો. ત્યાં જ ફરી ઉકાળા વાળી પ્રેતાત્માની જેમ પ્રગટ થઈ ગઈ.
ઉકાળાવાળીએ કહ્યું "કેવું સાહેબ હવે હળી કાઢી લીધીને પરંતુ તમે ઉકાળો પીવો નહીં એટલે તમે તાજા નથી થયા અને હવે તો સાજા પણ નથી લાગતા કંઈક તેના ટેનસનમાં લાગો છો હ કે?. સવારની બોણી નથી થઈ સાહેબ ઓલુ કહ્યું છેને બોણી બોણી પર લીખા હોતા હૈ ખરીદ ને વાલે કા નામ નો કડવો કડવો પણ નરવો ઉકાળો પી લ્યો"
આટલું કહી અને ઉકાળા વાળી એ ઉકાળાનો ગ્લાસ ઉમેશના હાથમાં મૂકી દીધો. ઉમેશ એ તેનાં તરફ જોયા વગર ખિસ્સામાંથી 500ની નોટ કાઢી આપી દીધી.
ઉકાળાવાળી "મેહેરબાની સાહેબ, તમારી ઘરવાળી તમને પાંચ લાખનો પ્રેમ આલે મારો રવિવાર સુધરી ગયો.આટલું બોલી ઉકાળાવાળી હાલતી થઇ હવે તેને બ્લાઉઝમાંથી iphone કાઠી અને બ્લુટુથ હેડફોન ભરાવી ગીતો સાંભળતા સાંભળતા ગણગણતી ચાલવા માંડી છે.
ઉકાળાવાળી ત્યાંથી ચાલતી પકડી અને ઉમેશ કડવા ઉકાળાના એક એક ઘુંટડા ભરતો રહી ફરી પોતાના ભૂતકાળનાં કડવા કામો વિશે વિચારતો બેઠો રહ્યો.
ઉકાળો પતતા તરત જ ઉમેશે પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી અને તેની પત્ની શક્તિને ફોન લગાડ્યો.
ઉમેશ "શક્તિ આઇ લવ યુ વેરી વેરી મચ ક્યાં છે.હુ સવારે ઊઠ્યો ત્યારે તને નાં જોઈ. મારે તને અત્યારે જ મળવું છે."
શક્તિ "અત્યારે તો નહીં મળી શકાય હું એક ચાલું ઓફીસરનો કેસ જોઈ રહી છું. તેની પાસેથી બહુ માલ મળશે, આપણું ભવિષ્ય સિક્યોર થશે."
ઉમેશ "તું આવું ના કહે આટલા વર્ષો હું લોભી અને કરપ્ટ રહ્યો અને હવે તું? "
શક્તિ " જો ઉમેશ હું અનાથ હોવાથી મને પૈસાની કંઈ બહુ પડી નહોતી મારા ચોપડીયા સંસ્કારોમાં હું લોકોની સેવામાં જ લાગેલી રહેતી હતી. પરંતુ તે જ મને પૈસાનું મહત્વ સમજાવ્યું ભવિષ્ય સિક્યોર કરવાનું શીખવ્યું."
ઉમેશ "ના શક્તિ નાં હું ખોટો હતો એકલા પૈસા કમાવા અને સંપત્તિ બનાવવા માટે નહીં.જીવન સેવા અને પ્રેમ માટે પણ છે . આવી દેવી જેવી થઈને તું મારા જેવા લબાડ માણસ સાથે લગ્ન કરવા કેમ તૈયાર થઈ?"
શક્તિ "આ તારાં જેવો લોભી બોલે છે, ઉમેશ મને એમ હતું કે તું મારા જેમ વર્કોહોલિક છે પણ કરપ્ટેડ છે એટલે વર્કોહોલિક છે એ લગ્ન પછી ખબર પડી."
ઉમેશ ડુમો ભરાયેલા અવાજે "તો ખબર પડી તો મને છોડી કેમ નાં દીધો?"
શક્તિ "જ્યારે ભરતપુરમાં ગુંડાઓ સાથેની મુઠભેડમાં તે મારાં પર આવતી ગોળી પોતાનાં પર લઈ લીધી તે દિવસથી મારો જીવ તારો આભારી હતો.પરંતુ મને વિશ્વાસ છે કે તું એક દિવસ લાઇન પર આવી જઈશ"
ઉમેશ "શક્તિ આઈ એમ વેરી વેરી સોરી હવેથી હું તારો ગુલામ છું. હો મારું લોભીપણું અત્યારથી જ છોડી દઈશ. મને માફ કરી દે"
શક્તિ"અને કરપ્શન"
ઉમેશ"માલદારો પર હાથ સાફ કરીશું તો કોઈ સેવા અને પ્રેમમાં ટકી રહેવાશે"
શક્તિ "તું નહીં સુધરે પણ,ચલ માફ કરી દીધો તને, પણ તું સુધરી ગયો છે તેની સાબિતી આપ. ફોન કટ કરી અને મોટેથી બોલ કે મારી ભૂલ હતી હું સુધરી જઈશ"
ઉમેશ મોટે મોટેથી બૂમો પાડવા માંડ્યો "શક્તિ શક્તિ મારી ભૂલ હતી હું સુધરી જઈશ આપણે અત્યારે ને અત્યારે બહારગામ દીવ ફરવા જઈશું. એ પણ ઓફિસિયલ ખર્ચે નહીં પર્સનલ ખર્ચે."
ત્યાં જ પાછળથી પેલી ઉકાળા વાળી એ ઉમેશની પીઠ થપથપાવી.
"સાહેબ 500 રૂપિયામાં ક્યાં બહારગામ ફરવા જવાના ચલો થોડા રૂપિયા લેવા ઘરે જઈ આવીએ"
આટલું બોલીને હસતાં હસતાં ઉકાળાનું માટલું કમરેથી નીચે ઉતારીને ઉભી રહી અને ઉમેશ તેને જોતો રહ્યો.
અને પછી તેણે ઉકાળાવાળીને ગળે લગાવીને ગાલે બે-ત્રણ ચૂમી આપી દીધી.તે બીજી કોઈ નહીં આઇપીએસ શકિત પાંડે જ હતી.
ઉમેશ "શક્તિ શક્તિ આઇ લવ યુ ફોરેવર"
આવું ગાડા વાળે બીજી કોઈ નહીં આઇપીએસ શક્તિ પાંડે જ હતી તે શરૂઆતથી જ ઉમેશનાં ફોન ટેપ કરતી અને તેણે ઉમેશનાં ખીસ્સામાં માઇક્રોફોન રાખી દેવિકા અને ઉમેશની વાતો પણ સાંભળી હતી. આમ શક્તિની પ્રેમ પરીક્ષા પૂરી થઈ.
સમાપ્ત
વાચકમિત્રો, તમારા સજેશન મારા માટે હીરા-મોતી સમાન છે.તમારા સજેશન મને માતૃભારતી એપ પર મેસેજ કરો.