Sachi - 12 books and stories free download online pdf in Gujarati

સચી - 12

આગળ આપણે જોયું કે સચી ને પાછી લેવા માટે દિલ્હી પોલીસ ઓફિસર અને એમની ટીમ જઈ રહી હોય છે.. જેમાં શેખર... લોકો પણ સાથ આપે છે.
સચી ના મમ્મી પપ્પા ખૂબ ચિંતા સાથે ને રડતી આંખે શેખર ને વિદાય આપે છે. અમારી સચી ને હેમખેમ મળી જાય એ જ પ્રાર્થના. શેખર.. લવ.. અને વિહાન ને એમની સલામતી ની સલાહ આપે છે. તમે લોકો તમારું ધયાન રાખજો.
દિલ્હી પોલીસ ઓફિસર સાથે આ બધા લંડન જવાં ફ્લાઈટ માં જવાં બેસે છે.
તો બીજી બાજુ લંડન માં એક નાનકડી મિટિંગ મળી ને આગળ શું કરવું ? એ માટે ભેગા થયાં હતાં ત્યારે.. દિલ્હી પોલીસ ની લેડી ઓફિસર પણ પીછો કર્યો હોય છે.
મેઈન બોસ નો સંદેશો આવી જાય છે કે આપણે જે નુકસાન થયું છે અને એ કેવી રીતે ભરપાઈ થાય તે માટે આજે બધા ભેગા મળીને એક જ વાર મોટો સોદો કરી ને દિલ્હી પોલીસ ઓફિસર ને ખતમ કરી ને જ જંપીશ..
જે પણ લોકો બચ્યાં હોય છે તે ભેગા થયાં હતાં ને કોણ શું કામ કરશે એની ચર્ચા. મિટિંગ 2days ચાલવાની હતી ને પછી એ લોકો વરસ સુધી મળશે નહિ.
લેડી ઓફિસર પણ લંડન પોલીસ નો સાથ લઈ ને મિશન પર પોહચે છે. આ બાજુ ઓફિસર પણ એમની ટીમ સાથે મળીને પ્લાન ને અંજામ આપે છે. આજ રાત ખરાખરીના જંગમાં કોણ જીતશે અને શું થશે? એની રાહ માં જોતા રહો સચી... ક્રમશ:

આપણે આગળ જોયું કે દિલ્હી પોલીસ ઓફિસર સાથે એમની ટીમ પણ લંડન પોહચી ગયા હોય છે....
જે જગ્યા બતાવી હતી તે જગ્યા કોઈ જેવી તેવી જગ્યા નહોતી.. ત્યાં થી નીકળવું ખૂબ મુશ્કિલ હતું. અંદર પ્રવેશી શકે તેમ હતું નહિ એવું ન્હોતું પણ એ લોકો એ ખૂબ જ નવી ટેકનોલોજી સાથે અંદર હોય છે. મુખ્ય પ્રવેશદ્વાર પર તો અસાની થી કોઈ પ્રવેશી શકે તેમ ન હતું.
સચી ને પણ કામ સોંપાય ગયું હતું એણે શું કરવાનું છે.. ક્યાં કંઈ વસ્તુ પોહચડવા ની છે... સચી વિચારી રહી હતી કે.. અહીં થી બચવું મુશ્કેલ છે..,ને જગ્યા નું નિરીક્ષણ કરી રહી હતી.. કોઈ ઉમીદ દેખાતી નહોતી. બધા ગન તાકી ને સામે જ ઉભાહોય છે.
શેખર લોકો ને કામ જે આપ્યું હોય છે તે કરવા માં એ લોકો લાગી ગયા હોય છે. લેડી ઓફિસર .. લંડન પોલીસ અને દિલ્હી પોલીસ ઓફિસર ને શેખર લોકો.. એટલા બધા ભેગા મળીને મિશન ને આખરી તબક્કામાં લઈ જાય છે..
રાત ના બાર વાગે એ લોકો જે જગ્યા હોય છે ત્યાં છુપાઈ ને પોત્ત પોતાની જગ્યા એ .. લંડન પોલીસ જગ્યા ને આખી ચારે તરફ થી ઘેર લીધી હતી. સચી ને હેમખેમ જીવતી લાવવી હતી.... અને મેઈન બોસ ને પકડવા નો હતો. જો એમના મિશન માં અસફતા મળે તો એમની બધી મેહનત એડે જાય.. અને દુનિયા ના યુવાન લોકો ની ડ્રગ્સ થી કેટલી બરબાદી થાય..
વિહાર ને અંદર મોકલવા નો હતો.. લવ ને કાર એવી જગ્યા એ લઈને બેસાડ્યો હોય છે કે ત્યાં થી અંધારા માં સચી ને હેમખેમ લઈ ને દૂર સુધી લઈ શકે..
શેખર એ હથિયાર સાથે પ્રવેશ લેવાનો હોય છે.. પાઇપ ઉપર ચઢી ને ટેરેસ થી અંદર જવાનું હોય છે. અંદર જઈ સચી ને શોધવા ની હોય છે. જો કોઈ ગુંડાં સાથે ઝપાજપી થાય તો તરત જ એને રૂમાલ સુંઘડી બેહોશ કરવાનો હતો. શેખર પોહચી જાય છે...
તો વિહણ મુખ્ય પ્રવેશદ્વાર થી પોતાના પાસે રહેલી ટેકનોલોજી નો ઉપયોગ કરી ને એ લોકો ને ભટકાવે છે.
હવે લેડી ઓફિસર પણ અંદર પ્રવેશી ગઈ.. એન્ડ દિલ્હી ઓફિસર.. જે કરવાનું હતું એ એક કલાક માં જ .. આ બાજુ વિ હન એ અંદર અંધારું કરી દીધું હતું.. એનો લાભ લઈ લંડન પોલીસ નો ટીમ ના દસ લોકો અંદર પ્રવેશી ગયા. એલોકો કંઈ ખબર પડે એ પેહલા તો ગુંડા લોકો ને બેહોશ કરતા થાય છે. એમનો ડ્રેસ પહેરી ને આગળ વધે છે. શેખર આ અંધારા નો લાભ લઈ રુમ તરફ આગળ વધ્યો.. ત્યાં જ એના કાને એક અવાજ આવ્યો.... કોઈ ગુંડો સચી ને કહી રહ્યો હોય છે ને સચી કઈક બોલી.. બસ શેખર અટકી ગયો. એ હવે ઝડપ થી હથિયાર સાથે સાબદો થયો. પેલો જેવો બહાર નીકળ્યો કે બેહોશ કરી દીધો.. ને સચી પાસે પોહચી જાય છે. સચી તો ગુસ્સા માં હોય છે એ શેખર ને જોઈને પણ વિશ્વાસ નથી કરી શકતી કે અહી શેખર ક્યાંથી હોય.. આ મારા મન નો ભ્રમ છે.
શેખર એ કહ્યું હું જ છું.. ફટાફટ બહાર નીકળ જેમ કવ એમ કરતી જા. વાત કરવા નો બિલકુલ સમય નથી. શેખર ની કડક સૂચના હતી કે જો કઈ ગરબડ થાય તો ઓફિસર ને એક બટ્ટન થી એલર્ટ કરવા.. અને કંઈ ના થાય તો સમય બગડિય વગર સચી ને કાર માં લઇ લવ સાથે બહાર નીકળી જવું...
શેખર એ સચી ને ઈશારા થી સમજાવી ને બહાર લઈ જ જતો હોય છે ત્યાં જ.....
ક્રમશ,: જોતા રહો દિલધડક સચી ની સફર..