Black Eye - 35 books and stories free download online pdf in Gujarati

બ્લેક આઈ - પાર્ટ 35 

બ્લેક આઈ પાર્ટ 35
જીગો ટેબલ ની નજીક આવતો હતો ત્યાં જ તેણે જોયું કે સેમીની સાથે કોઈક છોકરી પણ બેઠી છે તેનું મોઢું દેખાતું ન હતું , જીગો થોડીવાર ત્યાં જ ઉભો રહી ગયો પણ પછી તેણે વિચાર્યું કે આની સાથે પરિચય કરાવવા જ સેમીએ તેને એકલો ત્યાં બોલાવ્યો હશે , આથી તે પાછો તેમની તરફ જવા લાગ્યો .
જીગો તેમની ટેબલે પોંહચી જાય છે પરંતુ હજુ તેને સંધ્યાનો ચહેરો જોયો ન હતો , તે તેની પાછળ જ ઉભો હતો .

જીગો : hii સેમી કેમ છે ! મને લાગે છે તે આ વ્યક્તિ સાથે મુલાકાત કરાવવા માટે જ મને અહીં બોલાવ્યો હશે .
સંધ્યાને અવાજ ઓળખીતો લાગે છે , કોઈક તેનું નજીકનું વ્યક્તિ હોય તેવું લાગે છે આથી તે તરત જ પાછળ ફરીને જોવે છે તો તેને યકીન નથી આવતો કે તેનો ભાઈ તેની પાછળ હોય છે , તે તરત જ ઉભી થઈને તેને ભેટી પડે છે . જીગા માટે પણ આ સુખદ આશ્ચર્ય હતું , તેને હજુ વિશ્વાસ જ નોતો આવતો કે તે તેની બેન ની સાથે છે , હજુ ભાઈ બહેન એમ જ ભેટીને ઉભા હતા અને તેમની આંખોમાં આંસુનો સહેલાબ આવતો હતો .
સાગર : હવે તમે બંને આ રીતે આંસુ વહાવવાનો બંધ કરો નહિતર મારા નામ પ્રમાણે જ અહીં સાગર વહેવા લાગશે .

સાગરે આટલું કહ્યા પછી પણ તેઓ એમનમ જ ઉભા હતા . ધીમે ધીમે સાગરની આંખોમાં પણ આંસુ આવવા લાગ્યા . તેપણ બંને ને ભેટી ગયો . થોડીવાર એમ જ ઉભા રહીને હવે થોડા સ્વસ્થ થયા પછી પાછું સાગરે કીધું હવે બીજી વાતો ટેબલ પર બેસીને કરીયે બધા આપણી બાજુ જ જુએ છે . સાગર ની વાત માનીને તેઓ તરત જ પોતાની જગ્યાએ બેઠા .

જીગો જેવો બેઠો તેવો જ સવાલોનો મારો સાગર પર ચલાવવા લાગ્યો . સંધુ તારી સાથે કઈ રીતે ? તને કેમ ખબર પડી કે આ મારી બેન છે ? અને ખબર હતી તો મને પહેલા કેમ ન કીધું ?

સાગર : થોડીવાર શાંતિ રાખ હમણાં બધું કહું છું .

સંધ્યા : સાગર , જીગાની વાત સાચી છે તને ખબર હતી તો મને કેમ ન કહ્યું .

જીગો : સાગર ? આનું નામ તો સેમી નથી ?

સંધ્યા : તને કોણે કીધું સેમી અને તમે બંને એકબીજા ને ક્યારથી ઓળખો છો ?

હજુ સાગર બોલવા જાય એ પહેલા તો જીગો બોલવા લાગે છે .

જીગો : હું અને સેમી અમે બંને કોલેજ માં સાથે ભણીયે છીએ .

સંધ્યા : શું ?

જીગા ને એમ કે સંધ્યાને સંભળાણું નથી આથી ફરીથી બોલે છે ,

જીગો : દી હું ને સેમી સાથે ભણીયે છીએ .

સંધ્યા : પેલા તો એ વાત કે તેનું નામ સેમી નથી સાગર છે અને બીજું કે તેની કોલેજ ક્યારની પુરી થઇ ગઈ છે તો હવે કોઈ સાચું કહેશે મને .

સાગર ક્યારનો આ બંને ભાઈ બહેન ને વાત કરતા જોતો હતો તે હવે બોલ્યો .

સાગર : તમે બંને મને બોલવા દો તો હું કંઈક કહું .

જીગો ,સંધ્યા ( સાથે ) : બોલ હવે .

સાગર : સંધુ તું કેતી હતી ને કે હું તને ટાઈમ નથી આપતો હું કામ માટે જ રોકાયેલો હતો .

જીગો : તું મારી બેન ને સંધુ કહે છે ? તેને સંધુ ખાલી હું જ કહી શકુ છું તો તું હવે સંધ્યા કહેજે . સંધ્યા પણ શું કામ તું પણ મારી જેમ દી કહેજે .

આ સાંભળીને સંધ્યા ને સાગર એકબીજાની સામે જોવા લાગ્યા . પછી રમૂજ કરતા સાગર બોલ્યો .

સાગર : સાલેસાહેબ તમે ઈચ્છઓ છો કે હું તેને દી કહું તે પહેલા તેને તો પૂછો .

જીગો : સેમી ઓહો સોરી સાગર તું મને સાલેસાહેબ શું કામ કે છે ?

સંધ્યા : હું તને કહું છું , આ તારા જીજાજી છે .

જીગો : શું ?

આ સાંભળીને તેનું મોઢું તો જોવા જેવું હતું . એક બાજુ તો આશ્ચર્ય ના ભાવ હતા તો બીજી બાજુ સાગરને એવું લાગ્યું કે તે પોતાને એક વિંનતી કરે છે તેની બુરી આદતો વિશે તેની બેન ને ન કહે . સાગર પણ સમજી જાય છે ને ઇશારાથી મોઢું હલાવી હા કહે છે અને આગળ વાત ની શરૂઆત કરે છે .