zero books and stories free download online pdf in Gujarati

શૂન્ય

શૂન્ય


તું તો સાવ શૂન્ય છે તારા મા તો કઈ બુદ્ધિ જેવું જ નથી.આખી દુનિયામાં ખાલી તું જ એક વેલ્યુ વગરનો છે.તારી એકલાની જ કોઈ વેલ્યુ નથી જ્યાં પણ જાય કોઈક હોય તો જ તું ભારે લાગે બાકી તું શૂન્ય જ છે.
તું બધાં પર હમેશા નિર્ભર રહ્યો છે.
તારી સ્વતંત્રતા ની કોઈ કીમત જ નથી.હમેશા તું જ બધા ની પાછળ જ રહે છે આગળ તો તારું કોઈ સ્થાન જ નથી.

શૂન્ય થી ગુસ્સે 😠થયેલા બધા અંકો 🔢એને કેહવા લાગ્યા.શૂન્ય દુઃખી 😖થઈને એક ખૂણા માં જાય ને બેસી ગયો.શૂન્ય ને આમ દુઃખી જોતા સિક્કા એ પૂછ્યું કેમ આમ બેસી રહ્યા છો? આજે કોઈની સાથે નથી જવું? આમ બેસી કેમ રહ્યો છે?સિક્કા એ નજીક જઈને પૂછ્યું તો શૂન્ય રડી રહ્યો હતો.શૂન્ય એ સિક્કા ને બધી વાત જણાવી.સિક્કો પેહલા તો ખડખડાટ હસી પડ્યો.અરે શૂન્ય તું આટલી વાત મા દુઃખી થાય છે?? તને ખબર છે તારી પોતાની વેલ્યુ કેટલી છે? ક્યારેય આમ પોતાની જાત જોડે વાત કરીને જોયું છે?ક્યારેય ઘણ્યું છે તે કે ભલે તારો જન્મ શૂન્ય થી થયો પણ આખી દુનિયા માં તારા વગર કોઈની કઈ વેલ્યુ જ આંકી શકાય તેમ નથી.અરે નાનામાં નાનો માણસ પણ તારા વગર આગળ નથી વધી શકતો અને તું આમ બીજાની ટીકાથી દુઃખી થાય છે? શું યાર આમ અમને જો એકાદ બે રૂપિયાના માલિક , પણ કોઈ નાના છોકરા ના હાથ મા આવતા જ જાણે જન્નત મળી હોય એવું લાગે.અરે એમને તો અમીરો હાથ માં પણ ના લે અને તને તો લીધા વગર જ ના રેહવાય એમનાથી તું તો એકલો નહિ તારી જોડે તારા મા બાપ ભાઈ બહેન બધાને સાથે લઈને બેસે તો લોકો માલામાલ થઈ જાય છે અને અમે તો એકલા હોઈએ કે સાથે આંકડામાં તો અમે નાના જ રહીએ છે.છતાં અમે ડગમગતા નથી અમારા થી નાના ભૂલકાંઓ કોઈ ગરીબ ખુશ રહે છે આમાં અમુક વ્યક્તિઓ તો સાચવીને રાખે છે અમને.અરે તને તો લોકો રોજ જોડે લઈને ફરે છે તું બધાની પાછળ છે ભલે પણ એ પાછળ રેહવાથી જો બીજા આંકડાની વેલ્યુ વધતી હોય તો તું એમના પર નિર્ભર કે એ તારા પર નિર્ભર?? એમની વેલ્યુ ત્યારે જ થઈને જ્યારે તું એમની હરોળે પાછળ રહ્યો.!! તો આમ હકારત્મક વિચાર યાર કેમ દુઃખી થાય છે??

તને ખબર છે લોકો તારા એક શૂન્ય ને લેવા માટે કેટ કેટલી મેહનત કરે છે??
અરે કાલે જ મે મારા શેઠ ના મોઢે સાંભળ્યું કે એમના જમાના માં એ ખાલી ૧૦રૂપિયાના પગાર માં જીવન ગુજારતા હતા અને આજે એજ ૧૦રૂપિયા ની પાછળ તારા ભાઈ બહેન લાગી ગયા તો ૧૦,૦૦૦માં જીવન ગુજારે છે.શેઠ એવું બોલ્યા કે આ શૂન્ય ને હું હજી વધારીશ અને મેહનત કરીને એકાદ વર્ષ મા લાખો કમાઇસ.એમનું હવે આ શૂન્ય વધારવાનું સપનું થઈ ગયું.હવે તું જ કે આ શૂન્ય ની વેલ્યુ ખરી કે નહિ?

સિક્કા ભાઈ તમે બરાબર કહો છો હું ખોટું વિચારું છું.મારી તો બહુ વેલ્યુ છે મારા વગર તો કોઈ ના ચાલે.આ બધાનું હું ખોટું સાંભળીને દુઃખી થવ છું પણ મે ક્યારેય મારા અંદર રહેલા અમૂલ્ય શૂન્ય ને ના ઓળખ્યો.હવે મને મારા પર આત્મવિશ્વાસ આવી ગયો કે હું શૂન્ય છું ભલે પણ હું લોકોને આગળ વધારું છું એમના સપના બનું છું અને મારા વગર કોઈ પણ અંક પૂરો નથી થતો.


મિત્રો આ શૂન્ય ની જેમ આપડી પણ કીમત છે જ જીવનમાં દરેક માણસ ની એક આગવી ઓળખાણ હોય છે.લોકોના કહેવાથી ગભરાઈ નહિ જવું આપડે જે છીએ એ મહાન જ છીએ પોતાની નજર માં આપડે આગળ જ છીએ.શૂન્ય થી જ શીખાય.અને જ્યારે જ્યારે આવી ટીકા થી નકારાત્મક થાવ તો ફકત એક વાર પોતાની જાત સાથે વાત કરી લેજો જાતે જ પરિણામ મળી જશે. શૂન્ય ની જેમ આપડી પણ વેલ્યુ છે જ બસ પોતાના પર આત્મવિશ્વાસ રાખજો✌️🤟😀😀.


✍️કવિ શાહ(કાજલ)