Vikhrayela Shmana - 2 books and stories free download online pdf in Gujarati

વિખરાયેલાં શમણાં - ૨

"હસતી રમતી જિંદગી આમ જ ધૂળ બની જાય છે..
કરીએ જો ભૂલ થી ભૂલ તો બોજ બની જાય છે..
જિંદગી પણ ક્યારેક અંજાન રસ્તે વળી જાય છે..
અજાણતાં સપનાઓને હકીકતથી દૂર લઈ જાય છે..."

"સદાઈ હસતી રહેતી કાવ્યા, મજાક મસ્તી કરતી કાવ્યા, કદીએ સીરીયસ ના રહેતી કાવ્યાને ખૂબ ભારી કિંમત ચૂકવવી પડશે એ વાતથી કાવ્યા અજાણ હતી. પ્રોસ્પેકટીંગ માં હોશિયાર એવી કાવ્યાએ ગૃપ એડમીનનું પ્રોસ્પેકટીંગ કરવાનું વિચાર્યું. તેને એડમીનની પોસ્ટ પર ગુડ મોર્નિંગ મેસેજ કર્યો. કારણકે તેને પોતાનું લિસ્ટ પણ મોટું કરવાનું હતું. અહીંથી તેની જિંદગીમાં ગડમથલ શરૂ થઈ. આમેય તેને તો પોતાનું પ્રોસ્પેકટ લિસ્ટ વધારવું હતું. પરંતુ ફેકબુક વૉલ પર ગુડ મોર્નિંગનો અર્થ બદલાય જશે તેની તેને ખબર ના હતી!"

"બે ત્રણ દિવસ પછી એડમીને પર્સનલી મેસેજ કર્યો. કાવ્યાએ વિચાર્યા વિના જ રીપ્લાયમાં ગુડમોર્નિંગ મેસેજ કર્યો. તેને એવું જ હતું કે એડમીન છે. તેની પોસ્ટ ને લાઈક કરૂં છું માટે હું તેને ઓળખું જ છું. "

"રીપ્લાય જતા જ ફરીથી મેસેજ આવ્યો."

"એક અજાણ્યાને મેસેજ કરે છે!"

કાવ્યા: "હું તમને ઓળખું છું. તમે ગૃપ એડમીન છો."

"ત્યારે તે એક અજાણ્યા ની ઈમોજી મોકલે છે."

"કાવ્યા ટેનસનમાં આવી જાય છે... ત્યાં તો ફરી મેસેજ આવે છે. અને તે કહે છે.. હા, હું ગૃપ એડમીન છું. પોતાનો પરિચય આપે છે. આ રીતે તેઓ એકબીજાના સંપર્કમાં આવે છે."
"કાવ્યાએ નેટવર્ક માર્કેટિંગ કર્યું હતું માટે અજાણ્યા સાથે વાત કરવી કોઈ નવાઈની વાત ન હતી. અહીં સુધી તો ઠીક હતું પણ અજાણ્યા પર ભરોસો જલ્દી ના મૂકી શકાય..તેથી તેણે પહેલા મેસેજની સાથે જ કાવ્યાએ ફેસબુક પર પોતાના નંબર અને પોતાની માહિતીની પ્રાઇવેસી કરી. પણ તે ગૃપમાં પોસ્ટ તો મૂકતી જ હતી."

"એને ખબર ના હતી કે અહીંથી તેની જિંદગી વેર- વિખેર થઈ જશે. અમુક પોસ્ટ ગમતા તે લાઈક કરતી. અને તે એના જ ગૃપમાં પોસ્ટ મૂકતી. અમુક લોકો સાથે વાત પણ કરતી. પોતાના બિઝનેસની વાત પણ કરતી."

"લોકો ફેસબુક નો ઉપયોગ પોતાના ટ્રેડિશનલ બિઝનેસ માટે કરે... અને ગૃપ બનાવી એક મોટું નેટવર્ક ઉભું કરે. તેને આ વાત ગમતી હતી. અને બાળપણથી જ તેનું એક સપનું હતું કે તેનો પણ બીઝનેસ હોય પરંતુ એવો કોઈ ખાસ મોકો તેને મળ્યો ના હતો. સોશીયલ મીડીયા ના માધ્યમથી જાણે તેને પોતાના સપના પુરા કરવા એક માધ્યમ ના મળી ગયું હોય!"

"આ બાજુ એડમીન સાહેબ ને કાવ્યાનું ચરિત્ર ખરાબ આક્યું. તેને વાતો નો સિલસિલો શરૂ કર્યો. તેને કાવ્યાને આઈ લવ યુ નો મેસેજ કર્યો. પ્રેમ કેવી રીતે થયો?! કાવ્યા એ રીપ્લાય કર્યો. જેવી રીતે તને થયો. ફરી થી રીપ્લાય આવ્યો. કાવ્યાએ રીપ્લાય આપ્યો શું ટાઈમ પાસ કરે છે? પ્રેમનો મજાક બનાવે છે? મને તો ફકત તમારી પોસ્ટ ગમે છે..."

"ત્યારે કાવ્યાએ વિચાર્યું કે આ વ્યક્તિને સબક શીખવાડવો જ પડશે!" તે મારા માટે આવું વિચારી પણ કેવી રીતે શકે?" પણ જિંદગી જ તેની તેને એક મોટો સબક શીખવાડવા જઈ રહી હતી.. કહેવાય છે કે કીચડમાં પથ્થર નાખો તો છાંટા તો ઉડે જ.. કાવ્યાએ તેને રોજ પરેશાન કરવાનું શરૂ કર્યું. કેમકે તે વિચારતી હતી કે દરેક સ્ત્રી નું સ્વાભિમાન હોય છે. દરેક સ્ત્રી ચરિત્રહીન નથી હોતી. પછી તો તેને તેની દરેક પોસ્ટ લાઈક કરતી થઈ ગઈ. અને તેની પર્સલ પ્રોફાઇલમાં પણ લાઈક કરે. તેથી તે તેને બ્લોક કરી દેતો. તેને રીમુવ કરી દેતો. કાવ્યા ને તો ફક્ત તેની માહિતી જ જોઈતી હતી. તેના પેજ અને ફેસબુક પ્રોફાઈલ સિવાય કોઈ માહિતી તેની પાસે ના હતી. તેની પાસે વોટ્સએપ નંબર હતો. તેથી તેને વોટ્સએપ પર મેસેજ કરવાનું શરૂ કર્યું. ક્યારે કાવ્યા બ્લોક કરે, તો ક્યારે એડમીન બ્લોક કરે પણ બંનેની વાતો તો થાય જ."

"આ અજાણ્યો રસ્તો કાવ્યાના જીવનને ક્યાં રસ્તે લઈ જશે! એ જાણવા વાંચતા રહો. વિખરાયેલાં શમણાં દર્શના હિતેશ જરીવાળા.