Pratiksha - 4 books and stories free download online pdf in Gujarati

પ્રતીક્ષા (ભાગ -4)

સાક્ષી અને રાહુલ હવે એક થવાના કેટલા મહિના જ દૂર છે બસ આ 6 મહિના નો સફર નક્કી કરવાનો બાકી છે પછી દુનિયાની એક પણ તાકાત એમને એક થતા નહી રોકી શકે ...
રાહુલ સાક્ષી ને કોલ કરે છે અને એને જવા પહેલ એક વાર મળવા માટે બોલાવે છે .
રાહુલ સાક્ષીને કોલ કરે છે : સાક્ષી તું મને મળવા માટે આવશને ત્યારે સરસ તૈયાર થઇ ને આવજે .. સાક્ષી મસ્તીભર્યા અવાજમાં જવાબ આપે છે : અચ્છા!!!! જી હું તો એમ પણ ક્યાં તૈયાર થઈ ને આવું ડાકણ જેવી જ ફરું છું બરાબર ............????

રાહુલ સ્પષ્ટતા કરતા જવાબ આપે છે : ના મારી સાક્ષી તું તો એમ પણ ખૂબ જ સુંદર છે હું તારી સુંદરતા પર આંગળી નથી ચીંઢતો બસ મારે મારી શણગાર ની સમજનું જે આધુનિક રૂપ છે એ માં હું તને જોવા માંગુ છું ..
સાક્ષી ભીનાશથી કહે છે ચાલ તો સાંભડયે આધુનિક સુંદરતા
રાહુલ એની કલ્પના ને શબ્દમાં વર્ણવે છે - સાક્ષી તું જેમ કોલેજમાં ફર્સ્ટ ડે એ યલલૉ કલરની જે લોન્ગ કુરતી પહેરી હતી એવી સુંદર મજાની કુરતી પહેરી આવજે અને હક તારી વાત વાત માં લટ પાછળ કરવાની આદત થી જ હું અકર્ષાયો એમ તૈયાર થઈ ને આવજે શરમમાં જે રીતે આંખના પલકારા નીચે કરે એ સૌંદર્ય જોવા તો કુદરત પણ આતુર થઈ ને બેઠી છે ......
આમ રાહુલ એની કલ્પનાને શબ્દમાં વર્ણવી .. અને બંને મળે છે .. સાક્ષી ખૂબ જ સરસ દેખાતી હતી .. સાક્ષીએ રાહુલ ને પૂછ્યું કે રાહુલ હું કેવી દેખાવ છું રાહુલે ખૂબ જ પ્રેમથી જવાબ આપતા કહે છે તારા પ્રેમ માં ભાગીદાર થવા તો કુદરત પણ આતુર છે..હું તો તારા પ્રેમ માં બસ જમા જ થવા માંગુ છું
...

આમ બંને એકબીજામાં ખોવાય જાય છે .. હવે વિરહની ક્ષણ આવે છે .. રાહુલ ફ્લાઈટ માટે નીકળે છે ..

રાહુલ પોહચી જાય છે અમેરિકા અને ત્યાં ટ્રેનિંગ ચાલુ થઈ જાય છે રોજ રાહુલ અને સાક્ષીની વાત થાય છે કોલ્સ મેસેજ ચાલુ રહે છે .. બંને સાથે નહિ હોવા છતાં એકબીજાની એટલી જ કાળજી લે છે.. અહીં બંનેનો પ્રેમ સાબિત કરે છે કે બન્ને એકબીજાના આંતરમન થી જોડાયેલ છે ... આમ જોત જોતા 2 મહિના પસાર થઈ ગયા ..

હવે રાહુલ અને સાક્ષીના વચ્ચેની વાત ઓછી થવા લાગી રાહુલના રોજ આવતા ફોન કોલ્સ અને મેસેજને વિરામતા મળવા લાગી ..દિવસો મહિના પસાર થયા હવે રાહુલને ના કોલ લાગતો હતો કે ના કોલ આવતો હતો ..
સાક્ષીનો વિશ્વાસ અને નિષવાર્થ પ્રેમ મહિનાઓ વીત્યા છતાં પણ એજ રહ્યો .. અને એ ફરી ગાર્ડન માં જાય છે રોજ સાંજ ના સમયે રાહુલની રાહ જોઇને બેસે છે .. અને આજે પણ આ પ્રતીક્ષા ના પળ ને સાક્ષી ખૂબ જ ધીરાજતા થી વિતાવે છે ..

સાક્ષી એક મુરજાતા ફૂલ જોઈ બોલે છે ..

- અંતરના અંતરથી આ સફર પણ કાપી ને તું ફરી ખીલશે તું ફરી જીવશે બસ આ સુરજ ઉગવાની રાહ છે .. ..

આ શબ્દ બોલી સાક્ષીની આંખ ભરાઈ આવે છે જાણે એ પોતાને હિંમત આપતી હોઇ .. અને ઘર ત્તરફ નીકળે છે ...


આમ જોત જોત માં 6 મહિના પસાર થઈ ગયા ... એમ છતાં રાહુલનો નાતો કોઈ કોલ આવ્યો કે ના કોઈ સંદેશો ....

અને બીજી બાજુ સાક્ષી ના ઘરે લગ્ન માટેનો દબાવ વધતો જાય છે .. અને હવે પરિસ્થિતિ એટલી બગડી જાય છે કે એના ઘરે જબર જસ્તી લગ્ન માટે તૈયાર કરે છે .........
.

.
.
.