Kathpuli - 32 books and stories free download online pdf in Gujarati

કઠપૂતલી - 32

કોન્સ્ટેબલની વાત સાંભળી ઇસ્પેક્ટર અભય પોતાની સીટ પરથી ઊભો થઈ ગયો હરણફાળ ભરી જ્યાં લવલીનને કેદ રાખવામાં આવી હતી તે રૂમમાં પહોંચ્યો. લવલી ફર્શ પર ઢળી પડી હતી. સુધબુધ ગુમાવી જેવી રીતે એ પડી હતી અભય સમજી શક્યો કે એનું શરીર નિષ્પ્રાણ બની ગયું હતું. ઇસ્પેક્ટર અભય દેસાઈની સાથે ઈસ્પે. નારંગ કોન્સ્ટેબલો બધાને જાણે સાપ સુંઘી ગયો. અભયની મતિ બહેર મારી ગઈ. પોલીસ કસ્ટડીમાં એકદમ અચાનક લવલીનનું મૃત્યુ થઈ જવાની ઘટના અભયના દિમાગમાં ફીટ બેસતી નહોતી. એમ્બ્યુલન્સ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટને જાણકરી ઇન્સ્પેક્ટર અભય લવલીનની લાશનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યો હતો..
લવલીનીના મોઢામાંથી જરાક ફીણ નીકળી રહ્યું હતું. ઇસ્પેક્ટર અભય ખરેખરનો ધૂંવાંપૂવાં હતો. લવલીનને ઝડપી લીધા પછી એની જડતી લેવાયેલી.. એની જોડેથી તો કંઈજ મળ્યું નહોતું. તો પછી અચાનક એનું મૃત્યુ..?"
એકાએક ઈસ્પેક્ટર અભયના દિમાગમાં ઝબકારો થયો. ઈસ્પે. સોનિયા દ્વારા રિંમાંડ લેવાયા પછી મેઈન ગેડ સામેથી એને કસ્ટડીમાં લેવાઈ.. એ વખતે બહારથી કોઈ પણ વ્યક્તિ એની ઉપર હૂમલો કરી શકે.. !
ઈસ્પે અભયે તરત જ ઈસ્પે. સોનિયા રાવને ફોન જોડ્યો.
"બોલો સાહેબ..? હજી કંઈ બાકી રહે છે..?"
ઈસ્પે. સોનિયાનો મીઠો સ્વર ગૂંજી ઉઠ્યો...
"મેડમ જી બેડ ન્યૂજ છે.. ! લવલીન મૃત્યુ પામી છે..!" ઈસ્પે અભયે પૂર્વભૂમિકા વિના સીધી જ વાત કરી..
"ઓહ..!! પણ કેવી રીતે..?" સોનિયાના અવાજમાં કંપ હતો.
મોઢામાં ફીણ વળ્યું છે એટલે મને લાગે છે એની બોડીમાં ઝહેર ગયુ હોવું જોઈએ..!!"
"હું આવું છું..!" કહી સોનિયાએ કોલ ડિસ્કનેક્ટ કર્યો...
ઇસ્પેક્ટર અભય દેસાઈએ નારંગને કહ્યું કે "રિમાન્ડ રૂમમાંથી લવલીનને કસ્ટડી રૂમમાં લઈ જતી વખતે કંઈક બન્યું લાગે છે.. નારંગ આ યુવતીને બોડીને ઉથલાવી જોતો..!"
પોતાના હાથમાં રહેલી સ્ટીક વડે લવલીની ડેડબોડી ઉથલાવી દીધી.
ઈસ્પે. અભય દેસાઈ નારંગ અને કોન્સ્ટેબલોની આંખો એક જ દ્રશ્ય જોઈ પહોળી થઈ ગઈ. લવલીનની ગરદન પર ટાંકણી જેવી એક પીન ખૂપી ગઈ હતી.
"આ રહ્યું લવલીનના મોતનું કારણ..!!"
એટલામાં ત્યાં એમ્બ્યુલન્સ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની ટીમ આવી પહોંચી. એમ્બ્યુલન્સમાં આવેલા મેડીકલ સ્ટાફને ઈસ્પે.અભયે લવલીનની ગરદન પર ખૂપેલી ટાંકણી બતાવી. જે જગ્યાએ ટાંકણી ખૂપી ગઈ હતી એ જગ્યા પર રૂપિયાના સિક્કા જેવું લાલ ચકામું બાજી ગયુ હતું..
એમણે લવલીનની હાર્ટબીટ ચેક કરી.. "અને શી ઈઝ ડેડ કહી..!" એના મૌત પર મહોર મારી દીધી. ફિંગર પ્રિન્ટ એક્સપર્ટે ફટાફટ પોતાનું કામ પૂર્ણ કર્યું ત્યાં સુધીમાં ઇસ્પેક્ટર સોનિયારાવ આવી પહોંચી. ઇસ્પેક્ટર અભય દેસાઈ સોનિયાને બધી વાત કરી. વાત સાંભળી ઈસ્પે. સોનિયા એ કહ્યું કે આપણે ખૂની જોડેથી કંઈ વધારે માહિતી કઢાવીયે એ પહેલાં એ આપણી સાથે ગેમ રમી ગયો. છેલ્લે-છેલ્લે લવલીનને પણ મોતને ઘાટ ઉતારતો ગયો છે. જરૂર છે ક્યાંક ગેટની બહાર ટાંપીને ઉભો હશે.. જેવો મોકો મળે એ સાથે જ એણે પોતાનુ કસબ અજમાવી લીધું.
"લવલીનની હત્યા થઈ છે, જે આપણી સુરક્ષા વ્યવસ્થા પર મોટો ધબ્બો છે સર..!" સોનિયાએ કહ્યું.
જ્યારે લવલીનને કસ્ટડી રૂમમાં લઈ જવાતી હતી એ વખતની બહારની ચહલ-પહલ જોવા સીસીટીવીનો ડેટા ચેક કરી જુઓને..?"
અભયે તરતજ કોમ્યુટર સ્ક્રીન પર બહારના કેમેરાને ઓપન કરી ટાઈમ સેટ કર્યો. ઇસ્પેક્ટર સોનિયાના આવ્યા પહેલાં મોઢા પર માસ્ક લગાવી એક વ્યક્તિ પોલીસ હેડકવાર્ટરની સામે પાર્કિંગમાં પડેલી કારની પાછળ દેખાયો. તરતજ અભયે દ્રશ્યોને ભગાવ્યાં.
ઈસ્પે. અભય અવાચક બની જોતો રહ્યો. માસ્કમેનના હાથમાં એક પિસ્ટલ હતી. અને એના નિશાના પર પોલિસ ચોકીનો ગેટ હતો. એણે બન્ને હાથે પિસ્ટલ પકડી ટ્રીગર દબાવ્યું. ત્યાર બાદ તરત જ એણે હરણફાળ ભરી ડાબી બાજુના રસ્તે દોટ મૂકી..
"જોયુ સર...?" ઈસ્પે સોનિયાએ કહ્યુ. ગલીના સીસીટીવી કૂટેજ પણ ચેક કરી લેવાં.. જરુર કંઈક વિષેશ મળશે..
"યસ અફકોર્સ..!" અભયે સ્વિકાર્યુ.
ફિંગર પ્રિંટ એક્સપર્ટે પોતાનુ કામ પતાવ્યું એટલે લવલીનની ડેડબોડીને પોસ્ટમોટમ માટે મોકલી દેવાઈ..