param ane pihu - 3 books and stories free download online pdf in Gujarati

પરમ અને પિહુ - યસ, આઇ અન્ડરસ્ટેન્ડ ડિઅર - 3

...(૧)...

' હલ્લો!
હા ઓકે, હું આવું છું'.

એટલું કહી ફોન મૂકી પરમ પોતાની ગાડી માં બેસી ઑફિસેથી નીકળી ગયો. ઉતાવળે પગલે ચાલતો ચાલતો એ કાફે માં ગયો અને તેના ટેબલ પર જઈને ઊભા ઊભા જ પૂછવા લાગ્યો.

' શું થયું, કેમ મને અચાનક ફોન કરી ને બોલાવ્યો? '
' અરે તું પહેલા બેસ તો ખરા, હું કહું છું બધું નિરાંતે.'
' હા, બેસી ગયો. લે ચાલ, શું થયું મને કહે.'

...(૨)...

(ડોરબેલ વાગ્યો એટલે પરમ તેના રૂમ માંથી બારણું ખોલવા ગયો).
"સર, આ તમારું કુરિયર."
"થેંક્યું.." એટલું કહી પરમ એ કુરિયર ખોલ્યું.
હા, એ પિહુ ના લગ્ન ની કંકોત્રી જ હતી. અને સાથે હતો એક પત્ર. એમાં લખ્યું હતું - ' તને મે ફોન તો કરી જ દિધો હતો, આ કંકોત્રી પણ મોકલી આપી છે. હવે મોડું ન કરતો, જલ્દી આવજે. હું તારી રાહ જોઇશ.'

લગ્ન ના આગલા દિવસે પરમ પહોંચી ગયો પિહુ ના ઘરે. પિહુ ના ચહેરા પર એક અલગ જ ચમક આવી ગઈ. ઘરે પહોંચી ને પરમ પિહુ ના ફેમિલી મેમ્બર્સ ને મળ્યો અને પછી તરત જ લગ્ન ની તૈયારી માં લાગી ગયો.

"તારો કેમેરા ક્યાં છે? મારા લગ્ન ની ફોટોગ્રાફી તું નહી કરે?" પિહુ એ પરમ ને કુતૂહલ વશ પૂછ્યું.
તું ચિંતા ન કરીશ, મારા આસિસ્ટન્ટ કાલે વહેલા આવી જશે." પરમ એ શાંતિ થી જવાબ આપ્યો.
આ સાંભળી ને પિહુ ને રાહત થઈ.

જમવાનું પતાવ્યા બાદ રાત્રે પરમ અને પિહુ બન્ને ટેરેસ પર ગયા. ત્યાં બેઠા બેઠા બન્ને એ બહુ મોડે સુધી વાતો કરી.

" હે, ફાઈનલી યુ આર ગેટિંગ મેરીડ હ્મમમમ!!"
"યસ, આઇ એમ સો એકસાઈટેડ."
"હેપ્પી ફોર યુ." એટલું બોલી પરમ એ હલકી સ્માઈલ આપી. પરમ ની હાલત પિહુ સમજી ગઈ. એણે પરમ ને પૂછ્યું, " શું વાત છે? તું કેમ ઉદાસ થઈ ગયો?"
પરમ એ ભૂતકાળ ની બન્ને ઘટનાઓ કહી એને હસી કાઢવાનો એક નિરર્થક પ્રયાસ કર્યો.
" યાર, તું મને પ્રેમ કરતો હતો તો તે શા માટે મને મળવાનો કે મારો સંપર્ક કરવાનો પ્રયત્ન ન કર્યો?"

" કેવી રીતે કરું? ચલ છોડ એ બધું, તું ખુશ તો હું પણ ખુશ. આમ પણ મેં તને પ્રેમ કર્યો છે અને તું આજે પણ મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને હજુ પણ રહીશ." પરમ એ વાત બદલતા પિહુ ને કહ્યું.

" સોરી યાર, બટ આઇ હેવ નો ઓપ્શન નાઉ. હું બસ એટલું કહેવા માંગુ છું કે તું એક માત્ર વ્યક્તિ છે જે મને ઓળખે છે અને સમજે પણ છે. આમ જ મારી સાથે રહેજે."

" ફાઈન, ચલ હવે રાત બહુ થઈ ગઈ છે, તું સુઈ જા. સવારે વહેલું પણ ઊઠવાનું છે ને."

"અને તું? તું નહી સુવે?" પિહુ એ પૂછ્યું.
" આજની રાત મને જાગી લેવા દે. છેલ્લે બન્ને વખત મે મન ને મનાવી લીધું હતું. આજે હું આખી રાત એ દિવસો ને ફરી વાર જીવી લેવા માંગુ છું. કાલ થી તો એ ફક્ત નિર્જીવ યાદો બની જવાના છે. ઓકે, ગુડ નાઈટ."

"સારું, ઊંઘ આવે તો સુઈ જજે, ગુડ નાઈટ". આટલું કહી બન્ને છુટ્ટા પડ્યા.

...(૩)...
લગ્ન ના બન્ને દિવસો પરમ એના ભૂતકાળ ને વાગોળી, એને ફરી વખત જીવી લઈ, એને પોતાના જીવન માંથી હંમેશ ને માટે દૂર કરી દેવાના બનતા પ્રયત્નો કર્યા. પિહુ ની વિદાય સાથે એ દરેક સપનાઓ જે પરમ એ જોયા હતા, એ દફન થઈ ગયા. યાદો નું એ તોફાન જાણે પોતાની સ્માઈલ પાછળ છુપાવી રાખ્યું અને આંસુઓનો આખેઆખો દરિયો ગળા હેઠે ઉતારી હસતા મોઢે પિહુ‌ને વિદાય કરી.

જતા જતા એણે ગાડી ઉભી રખાવી. હિરેન પાસે ગયો અને એને ભલામણ કરી. પિહુ નુ ધ્યાન રાખજે અને એને ખૂબ પ્રેમ આપજે.
પિહુ ને પણ કહ્યું કે તારા માટે મારા ઘરના દરવાજા કાયમ માટે ખુલ્લા છે. ગમે ત્યારે મારી જરૂર પડે તો મને યાદ કરજે.

આટલું કહી પરમ ત્યાંથી નીકળી ગયો અને પોતાના ઘરે આવી ગયો. થોડા દિવસો સુધી દરરોજ હિરેન ને ફોન કરી ને પિહુ ના ખબર અંતર પૂછી લેતો. ત્યારબાદ દરેક પોતપોતાના કામ માં વ્યસ્ત થઈ ગયા અને ફોન પણ બંધ થઈ ગયા.

...(૪)...
એક દિવસ પરમ ના ફોન ની રીંગ વાગી.
' હલ્લો, હા ઓકે હું આવું છું' એટલું કહી પરમ ફોન મૂકી ઓફીસેથી ગાડી લઈને નીકળી ગયો.
કાફે માં પોતાની જગ્યા એ જઈને ઉભો રહી ને પૂછવા લાગ્યો. સામે હિરેન હતો. એણે એને શાંત થઈ બેસવા કહ્યું અને બધી જ વાત વિસ્તાર થી કહી.

હિરેન અને પિહુ તલાક લઈ રહ્યા હતા. પિહુ ના બેદરકારી ભરેલા સ્વભાવથી હિરેન કંટાળી ગયો હતો. હજુ બન્ને વાત કરે એટલા માં એક યુવાન સ્ત્રી તેમના ટેબલ પાસે આવીને ઊભી રહી.
' મે આઇ સીટ હિયર?'
હિરેન એની સામે જોઈ રહ્યો. પરમ એ એની ઓળખાણ કરાવી.
' મીટ માય વાઇફ, ખ્યાતી' .
હિરેન એ હાથ લાંબો કરી કહ્યું, "હાય! આઇ એમ હિરેન". હાથ મિલાવતા ખ્યાતિ એ કહ્યું,"આઇ નો, ઈન ફેકટ મને એ પણ ખબર છે કે તમે બન્ને તલાક લઈ રહ્યા છો."

હિરેન હજુ મુંઝવણ માં હતો. ખ્યાતિ ને આ કેવી રીતે ખબર અને એને અહી કોણે બોલાવી?. પરમ એ કહ્યુ - "મેં જ એને બોલાવી છે અને આ બહુ લાંબી સ્ટોરી છે."
હિરેન એ બહુ આગ્રહ કર્યો એટલે પરમ એ બધું વિસ્તાર થી કહ્યું.
"તમારા લગ્ન પછી આપણો સંપર્ક ઓછો થઈ ગયો હતો. પણ મારી નજર સતત પિહુ પર રહેતી. એની ઓફીસે જઇ ને જ્યારે પણ મોકો મળે ત્યારે એને જોઈ આવતો. એ દરમ્યાન માં મારી મુલાકાત ખ્યાતિ સાથે થઈ. ખ્યાતિ એની જ ઓફિસ માં કામ કરે છે અને બન્ને બહુ જ પાક્કી બહેનપણીઓ છે. તારા અને પિહુ ના દરેક ઝઘડા અને તમારી દરેક વાતો પિહુ ખ્યાતિ ને કરતી. અને મેં પણ ખ્યાતિ ને ના કહેલી અમારા સંબંધ વિશે પિહુ‌ને કંઇ કહેવાની."

એટલા માં ખ્યાતિ એ બન્ને ને અટકાવ્યા. 'આમ વાતો જ કર્યા કરશો કે હવે આગળ કંઇ વિચારીશું?'. પરમ એ પણ એ વાત માં સહમતી દર્શાવી અને હિરેન ના હાથ માં એક કવર મૂકી દીધું. "આ કવર મારે તને લગ્ન ના દિવસે જ આપવું હતું. મને ખબર હતી પિહુ‌ના સ્વભાવ મુજબ ક્યારેક આ પ્રશ્ન ઉપસ્થિત થશે જ. પણ એ વખતે આ કવર તને આપ્યું હોત તો કદાચ તું આ વાત ભૂલી જઈને એનાથી અલગ થઈ જાય એ વાતની મને બીક હતી.
કંઇ નહિ, લંચ પતાવી લે અને પછી તું આ કવર ખોલી ને આરામ થી વાંચ, અમે નીકળીએ. અને હા સાંજે અમે આવીએ છીએ તારા ઘરે, ત્યાં સુધી તું પિહુ સાથે કંઇજ વાત ન કરીશ. ચલ મળીએ સાંજે.બબાય"

...(૫)...
હિરેન એ ઘરે જઈને શાંતિ થી પત્ર વાંચવાનું નક્કી કર્યું. ઓફિસ એ હાફ લીવ લઈ તે ઘરે જતો રહ્યો.

હિરેન એ પિહુ ને સોરી કહ્યું અને ઘરમાં પડેલા તલાક ના પેપર્સ ફાડી નાખ્યાં. પિહુ કંઇ સમજી નહી અને હિરેન પર ખૂબ જ ગુસ્સે થઈ. હિરેન એ એને પત્ર આપ્યો અને એ લઈને પિહુ એના રૂમ માં જતી રહી.

" હિરેન, મને નથી ખબર આ પત્રની તારે જરૂર પડશે કે નહિ. દુઆ કરીશ કે તારે આની જરૂર ન પડે, પણ જો ક્યારેય આની જરૂર પડે તો હું ઇચ્છું છું કે આ પત્ર સમયસર તારા હાથમાં આવે.
પિહુ ને હું જેટલા સમયથી અને જેટલું નજીકથી ઓળખું છું એટલું કદાચ તું નહી ઓળખી શકે.
દિલની ખૂબ ભોળી અને ચોખ્ખી છે. નાની નાની વાતો માં રિસાઈ જાય છે, પણ પ્રેમ થી મનાવો તો માની પણ જાય છે. ગુસ્સે ખૂબ થઈ જાય છે, પણ થોડી વાર પછી સામે થી જ સોરી કહી જાય છે. હર્ટ થાય છે તો એના રીએકશન માં સામેવાળા ને તરત ગમે તેવું બોલીને હર્ટ કરી પણ દે છે પણ પછી થોડી જ વાર માં એક સ્માઈલ આપીને બધું જ ભૂલી જાય અને ભુલવાડી દે છે. એ ક્યારેય પોતાનો લવ એક્સપ્રેસ નથી કરી શકતી, અને તમે જો એક્સપ્રેસ ન કરી શકો તો એને ખોટું ય લાગી જાય છે. તમે એના પર હક કરો એ તેને ગમે છે પણ ગુસ્સો કરો તો નારાજ પણ થઈ જાય છે. એ પઝેસિવ નથી, પણ એના હિસ્સાનું કઈ જ એ બીજા સાથે વહેંચી નથી શકતી. પ્રોટેક્ટીવ કહી શકાય એને. એ બેદરકાર નથી પણ જ્યાં એ પોતાનો હક સમજે છે ત્યાં એ વધારે લાડ કરે છે. પણ તું એને પ્રેમ થી સમજાવી ને કહી દઈશ તો બીજી વખત ક્યારેય એ ફરિયાદ નો મોકો નહી આપે. એને હું જેટલી સમજુ છું એના પર થી એટલું જ કહું છું કે ભવિષ્ય માં ક્યારેય એવો સમય આવે કે તું એની કોઈ વાત થી કંટાળી જાય અથવા એને છૂટાછેડા આપવાનું વિચારે ત્યારે આ પત્ર તને કામ લાગશે. ત્યારે હું માત્ર એક જ સલાહ આપીશ કે તારો કોઈ જ વાંક ન હોય તો પણ એને પ્રેમ થી ગળે લગાડી ને એને સોરી કહી જોજે. આઇ એમ સ્યોર, એ બધું જ ભૂલી ને તને સામે સોરી કહી દેશે. અને છતાં પણ એવું ન થાય તો એક વખત મારો સંપર્ક કરજે.
હેપ્પી મેરીડ લાઈફ એન્ડ બેસ્ટ વિશિસ."

હિરેન ને પત્ર વાંચ્યા પછી પોતાની ભૂલ સમજાઈ. નાની એવી ગેરસમજણ અને સહન શક્તિ ના અભાવે એ બહુ મોટી ભૂલ કરવા જઇ રહ્યો હતો. પિહુ ને પણ સમજાઈ ગયું કે સંબંધો માં મોકળા મને વાત કરવી અને એક બીજા પર વિશ્વાસ રાખવો તેમજ બન્ને ને એક સરખી રીતે ટ્રીટ કરવા જરૂરી છે.

એટલા માં ડોર બેલ વાગ્યો. પરમ અને ખ્યાતિ એના ઘરે આવીને ઊભા રહ્યા. હિરેન એ બન્ને ને પાણી આપ્યું.પિહુ એના રૂમ માંથી બહાર આવી અને હિરેન ની પાસે જઈ કહ્યું, " મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, વાંક મારો....." એટલું બોલી ત્યાં જ હિરેન એ એને અટકાવી. પ્રેમ થી ગળે લગાડી અને એટલું જ કહ્યું, "આઇ એમ સોરી ટુ. એન્ડ આઈ વિલ ટેક કેર ઓફ યુ ફોર ધ રેસ્ટ ઓફ માય લાઇફ"

પરમ અને ખ્યાતિ કંઇ સમજે એ પહેલા બન્ને એ આવીને પરમ ને થેંક્યું કહ્યું. અને પિહુ એ પરમ નો પત્ર દેખાડી એને કહ્યું, " યસ, યુ અન્ડરસ્ટેન્ડ મી વેરી વેલ".

-------------------------------------------------------------------------

-> તમે દિવસ માં કેટલી વાર તમારા પાર્ટનર ને લવ યુ કહો છો એ જરૂરી નથી, પણ નાની એવી ભૂલ માટે પણ સોરી કહી દો છો એ અગત્યનું છે. અને સોરી કહેવું પણ એટલું જરૂરી નથી જેટલા તમારા સંબંધો જરૂરી છે. કદાચ પાર્ટનર સોરી ન પણ કહે તો તમે એને સોરી કહી દેજો.

-> સંબંધો ને ગુલાબ, ચોકલેટ કે ટેડી બિયર થી માપવાના બદલે પ્રેમ, વિશ્વાસ અને સમજણ થી સજાવશો તો ક્યારેય આ પ્રશ્ન ઉપસ્થિત નહી થાય.

-> યસ, આઇ અન્ડરસ્ટેન્ડ ડિઅર! માં હાલ આટલું જ.
ક્યારેક તમે પણ કહી જોજો તમારા પાર્ટનર ને, જિંદગી આસાન લાગશે.