bevkuf kon?? - 2 books and stories free download online pdf in Gujarati

બેવકુફ કોણ?? - ૨

નિરવા એના સર સાથે ચોપાટી પર જાય છે,જયાં અજાણતા જ એના હાથનો સ્પર્શ એનાં સરને થાય છે. ચોપાટીનું વાતાવરણ ઘણું સુંદર અને મનને રોમાંચિત કરનારું હોય છે, એટલે નિરવાને ત્યાં શાંતિ મળે છે. આખા દિવસનાં થાકના કારણે નિરવાને ખબર જ ના રહી કે ડુબતા સુર્યને જોતા-જોતા ક્યારે એનું માથું એનાં સરનાં ખભે ઢળી પડયુ. અચાનક એને આ વાતનું ભાન થતાં એ શરમ અનુભવવા લાગી અને મિ. ઠાકુરથી થોડી દુર થવા ગઈ.આ વાત મિ. ઠાકુરે નોટીશ કરી એટલે તરત જ એને હળવેકથી નિરવાનો હાથ પકડ્યો,અને કહ્યુ,
"don't worry, જો!માનું છુ કે હુ તારો બોસ છુ,પણ અહીં નહીં,માત્ર ઑફિસમાં. And I think તારી અને મારી ઉમરમાં વધારે તફાવત નથી. હું 31નો છું અને તારા resume અનુસાર તું 24ની. am l right?? "
નિરવા, " હા સર "
મિ. ઠાકુર, "જો તને કોઇ વાંધો ન હોય તો શું આપણે મિત્ર બની શકીયે?? "
નિરવા, " હા સર "
મિ. ઠાકુર વિચારે છે કે માછલી એની જાળમાં ધીરે ધીરે ફસાઇ રહી છે.
તો આ તરફ નિરવા વિચારે છે કે એનાં પાસા સીધા પડી રહ્યા છે. હકિકતમાં નિરવા મિ. ઠાકૂરની સચ્ચાઈ પેલાથી જ જાણતી હોય છે,અને જ્યારે એને મિ. ઠાકુર સાથે મુમ્બઈ આવવાનું થાય છે,ત્યારે જ એ નક્કિ કરે છે કે મુમ્બઈમાં એ કંઈક એવુ કરશે કે એ પોતાની સાથે સાથે એ કંપનીમાં આવનારી બીજી છોકરીઓને પણ બચાવી લેશે,અને એટલે જ એ એક એવી યોજના વિચારે છે જેનાથી ઠાકુર જેવાં લબાડને જીવન ભરનો પાઠ ભણાવી શકાય.
અચાનક નિરવા મિ. ઠાકુરના હાથમાં પોતાનો હાથ ભરાવે છે અને એની નજીક જાય છે અને કહે છે, " સર! "
ત્યાં જ મિ. ઠાકુર કહે છે કે સર ઑફિસમાં,અહીં નહીં. અહીં તો તુ મને અવિનાશ કહીને બોલાવી શકે છે.
નિરવા, " ઓકે! "
એમ કહીને એ અવિનાશની વધુ નજીક આવે છે,અને હળવેકથી અવિનાશનો હાથ ચુમી લે છે.
કુદરત પણ નિરવાનો સાથ આપતો હોય એમ ધીમી ધારનો વરસાદ શરું થઈ જાય છે. નિરવા ત્યાથી ઉઠીને થોડી દૂર જાય છે અને જેમ નાનુ બાળક વરસાદમાં પલળવાની મજા માને એમ નિરવા પણ વરસાદને માનવા લાગે છે.
અચાનક એના મનમાં કંઈક વિચાર આવતા એ અવિનાશની નજીક જઈને એને એની આંખો બંધ કરવાનું કહે છે,તો અવિનાશ એની વાત માનતો નથી અને આનાકાની કરવા લાગે છે. તેથી નિરવા એના ગાલ પર કિસ કરીને કહે છે કે " તમે મારી આટલી વાત નહી માનો?? પ્લીઝ!! "
અવિનાશ, " ઑકે! પણ એક શરતે!! "
નિરવા, " કંઈ શરત?? "
અવિનાશ, " એ જ કે તુ મને તમે નહીં પરંતુ તુ કહીંશ!! "😉😉
નિરવા, " ઑકે "😀😀
પછી નિરવા અવિનાશની આંખો બંધ કરીને નજીકની ફ્લાવર શોપમાં જઇને એક લાલ ગુલાબ લઈ આવે છે અને અવિનાશને આંખો ખોલવા કહે છે.
જેવો અવિનાશ પોતાની આંખો ખોલે છે ત્યાં જ નિરવા અવિનાશની નજીક જાય છે અને કહે છે, " I Love You Avinash!! જયારે મે પહેલી વાર તને જોયો ત્યારથી જ હું તને પસંદ કરવા લાગી છુ. આજસુધી મે ઘણા છોકરા જોયા પણ તારા જેવો એક પણ નહી.I Love You So Much More Then Anything in the World. Do you love me?? "
શૉક્ડ થવાનો વારો હવે અવિનાશનો હતો,કારણકે એને ક્યારેય નહોતુ વિચાર્યુ કે જેનો શિકાર કરવા માટે એ આટલો બધો ઉતાવળો બનતો હતો એ તો all ready એના પ્રેમમાં પાગલ બની ચુકી છે.
અવિનાશ કંઈ બોલતો નથી એટલે નિરવા બીજો દાવ રમે છે અને એવું જતાવે છે કે એને આવું નહોતું કરવુ જોઈતું. અને કહે છે કે," I am sorry. It's OK. No Problem. I Can Understand. મારે જ મારી Feeling ને Control કરવી જોઇતી હતી. હું માનુ છું કે હું તને પ્રેમ કરું છું એટલે જરૂરી નથી કે તુ પણ મને પ્રેમ કરે જ. સૉરી. "
આમ કહી નિરવા ત્યાથી જવા લાગે છે,એ જોઇ અવિનાશને લાગે છે કે એનો શિકાર એનાં હાથમાંથી છટકી રહ્યો છે એટલે તરત જ નિરવાનો હાથ પકડી લે છે અને કહે છે, "I Am sorry to Hurt you. But trust me, I don't want to do it. In sort I also love you. "
નિરવા વિચારે છે કે એનુ તીર નિશાના પર જ લાગ્યુ છે. એ અવિનાશની નજીક જાય છે અને એના કાનમાં કહે છે, " હું મનથી તો તારી જ હતી તનથી પણ તારી બનવા માગુ છુ, મને તારામાં શમાવી લે. "
આટલુ કહી અવિનાશ કંઈ કહે એ પહેલા જ નિરવા પોતાના કોમળ હોઠ અવિનાશના હોઠ પર મુકી દે છે અને અવિનાશને વિટળાઈ પડે છે. અવિનાશ પણ નિરવાને સાથ આપતો હોય એમ પોતાના હાથ નિરવાની કમર ફરતે વિટાળે છે.
નિરવા અવિનાશને તડપાવવા માંગતી હોય છે,એટલે એ અવિનાશની પકડને છોડાવીને એનાથી દુર થઈને ભાગવા લાગે છે. ભાગીને ગાડીમાં આવીને બેસી જાય છે. અવિનાશ હવે વધુ રાહ જોઈ શકે એમ નથી એ જાણ્યા પછી તો નીરવાને વધુ મજા આવે છે એને તડપાવવામાં.
તો આ તરફ નિરવાના આવા વર્તનથી અવિનાશ પણ એની પાછળ દોડીને કાર સુધી આવી જાય છે. તેને જોઈ નિરવા પોતાના નિચલા હોઠને પોતાના બે દાતની વચ્ચે દબાવે છે અને પછી એક મસ્ત મુસ્કાન કરે છે.😄😄 અવિનાશ નિરવાની આવી હરકત જોઈને તરત જ કારમાં આવી જાય છે.
નિરવા અવિનાશનો હાથ પકડીને પોતાનું માથું એના ખભા પર ઢાળી દે છે અને એની સાથે મસ્તી કરવા માટે કહે છે, " તારું નામ બહું મોટુ છે,એટલે બેટર જ છે કે હું તને સર જ કહું, શોર્ટ એન્ડ સ્વિટ. "😉😉
અવિનાશ, "તો તુ જ મને કોઈ નામ આપને!!
એવું કંઇક જે માત્ર તારા જ માટે હોય!! "
નિરવા, " હમ્મ🤔🤔
ઠિક છે, તો આજથી હું તને અવિ કહીને બોલાવીશ. ચાલશે ને?? "
અવિનાશ, " ચાલશે નહીં પણ દોડશે. "😘😘
એમ કહી અવિનાશ નિરવાના ગાલ પર હળવી કિસ કરે છે.
અવિનાશની આવી હરકતથી નિરવા એનાથી રિસાવાનું નાટક કરે છે અને કહે છે, " આ શું?? આવી કિસ તો નાના બાળકો કરે,મોટા નહીં. "
એમ કહી એ અવિનાશની નજીક જઈને અવિનાશના હોઠ પર એક દિર્ધ ચુંબન કરે છે. અને પછી અવિનાશના કાનની નજીક પોતાના હોઠ લઈ જઈને માદક અવાજમાં કહે છે કે મોટા તો આમ કિસ કરે. એમ કહીને અવિનાશને ઉક્શાવવા માટે થઈને એના કાનની બુટ પર એક લવ બાઇટ આપે છે. અને પછી પોતાની સીટ પર આવીને પોતાની સીટને પાછળની તરફ ધકેલે છે. અવિનાશ તો હજુ પણ એ જ વિચારમાં હોય છે કે શું કરવુ??
અવિનાશને વિચારતો જોઈ નિરવાને લાગે છે કે એ હજુ પણ શાયદ અવિનાશને કનવૅન્શ નથી કરી શકી કે એ ખરેખર એને પ્રેમ કરે છે અને એના માટે કંઈ પણ કરી શકે છે એટલે એ અવિનાશની નજીક જાય છે અને એના શર્ટના ઉપરના એક બે બટન ખોલી નાખે છે અને એની છાતીમા પહેલા હાથ ફેરવે છે અને પછી હળવેકથી કિસ કરે છે અને પછી એની ટાઈ પકડીને એને પોતાની તરફ ખેચે છે અને પોતાની સીટ પર લઈ આવે છે. હવે નિરવા સીટ પર સુતેલી હોય છે અને અવિનાશ એની ઉપર. નિરવા આટલું બધુ કરે છે અવિનાશને ઉક્શાવવા માટે,પણ અવિનાશ કંઈ કરતો નથી. એટલે નિરવા છણકો કરીને કહે છે, " અવિ!!લાગે છે કે તમને મારામાં કોઇ રસ જ નથી. "😞😞
આ સાંભળીને અવિનાશ કહે છે, " અરે એવુ કંઈ જ નથી જાન!! "
અવિનાશના આમ કહેતા જ નિરવા અવિનાશને પોતાની તરફ વધુ ખેંચે છે એટલે અવિનાશ પોતાના હોઠ નિરવાના હોઠ પર મુકી દે છે અને મંડી પડે છે પોતાના અધરોની તરસ છિપાવવા!!અવિનાશનાં હોઠ નિરવાના આખા ચહેરા પર ફરી વળે છે,ક્યારેક ગાલ પર તો ક્યારેક આંખો પર તો ક્યારેક કપાળ પર. નિરવા પણ અવિનાશનો સાથ આપતી હોય એમ થોડી થોડી વારે અવિનાશના આખા ચહેરાને ચુમી લેતી હોય છે.
ધીરે ધીરે અવિનાશ નિરવાના ગળાને ચુમવા લાગે છે અને બીજી તરફ એના હાથ નિરવાના દરેક અંગ પર ફરતા હોય છે. હવે અવિનાશનાં હોઠ નિરવાના વક્ષઃસ્થળ પાસે આવી જાય છે અને એ નિરવાના કપડા ઉતારવા લાગે છે, નિરવાને એમ પણ આ બધુ નથી ગમતુ હોતુ એટલે અવિનાશને રોકવા માટે થઈને એને કહે છેે," અહીં નહીં, રુમ પર જઇને. અવિ!! તે આટલો સમય રાહ જોઈ જ છે મારી તો એક દિવસ વધુ રાહ જોઈ લે!! "
અવિનાશ," કેમ એક દિવસ??આજે કેમ નહીં?? "
નિરવા, " કારણકે મને નહોતી ખબર કે તુ આજે જ મારી મહોબ્બતને સ્વીકારી લઈશ. અને મે કંઇ તૈયારી પણ નથી કરી. "
અવિનાશ, " શેની તૈયારી?? "
નિરવા, " હું ઈચ્છુ છુ કે મારું અને મારા પ્રિન્સ ચાર્મિંગનુ મિલન બહું જ ખાસ હોય. અને આજે તો રાત થઇ ગઈ છે એટલે હું કંઈ કરી શકુ એમ નથી. I'm Helpless. So please Avi!! "
અવિનાશ તો અત્યારે નિરવાઘેલો થઈ ચુક્યો છે એટલે એ એની હા માં હા મિલાવે છે.
નિરવા કંઇક વિચારે છે અને અવિનાશને પુછે છે, " અવિ, તુ તો અહિંયા ઘણી વાર આવ્યો છુ ને?? "
અવિ, " હા!! કેમ?? "
નિરવા, " શું તુ મને કોઈ એવી શૉપ પર લઈ જઇશ, જ્યા હું મારા માટે કંઈ ખરીદી શકું!! "
અવિ, " તારે કેવા કપડા લેવા છે?? "
નિરવા, " જે મારા અવિને ગમે!! "😉😉
અવિ, " ઠિક છે,તો પછી તારે મારી પસંદનુ જ કંઇક ખરીદવુ પડશે. By the way, તુ શુ ખરીદવા માંગે છે એ તો કે મને. "
નિરવા, " એક નાઇટવિયર,જેમા હું હોટ અને સેક્સી લાગુ. "
અવિ, " મતલબ કે મેડમ પુરા મુડમા છે એમને??
લાગે છે કે તુ કોઈ કસર બાકી નહી રાખુ?? "
નિરવા, " જો મારા અવિનો સાથ મળતો હોય તો હું શું કામ કોઈ કસર બાકી રાખુ?? "
આમ વાતો કરતા કરતા બંને એક મૉલ પાસે પહોચે છે અને અવિનાશ નિરવાને એક શોપમાં લઈ જાય છે જ્યા નિરવા અવિનાશની પસંદની એક નાઈટી લે છે જેમાં નિરવા ખરેખર હૉટ ઍન્ડ સેક્સી લાગે છે. ખરીદી પુરી કરીને બંને કાર પાસે આવે છે. નિરવા અવિનાશને કહે છે, " અવિ!! બહું જ ભુખ લાગી છે, ચાલને!! ક્યાંક એવી જગ્યાએ જઈએ જ્યા માત્ર હું અને તું જ હોઈએ"
અવિ, " તુ કારમાં બેસ,હું કંઇક કરું છું. "
આમ કહીને અવિનાશ કોઇને ફોન કરીને કેટલીક સુચના આપે છે અને ફોન કટ કરીને કારમાં આવીને કાર મારી મુકે છે. આખા રસ્તે નિરવા અવિનાશને કિસ અને લવબાઈટ કરતી રહે છે. બંને હોટેલ પહોચે છે અને અવિનાશ ચાવી લઈને નિરવાની સાથે પોતાના રુમ તરફ જાય છે. રુમનો દરવાજો ખોલતા જ નિરવા શોક્ડ થઈ જાય છે. કારણકે અવિનાશે એક કૅન્ડલ લાઈટ ડિનર પ્લાન કર્યુ હોય છે. આખો રુમ કૅન્ડલ્સથી ભરેલો હોય છે. આ જોઇને નિરવા અવિનાશને ભેટી પડે છે.
બંને ડિનર કરીને બાલ્કનીમાં બેસે છે,અલકમલકની વાતો કરે છે. અહીં પણ નિરવા અવિનાશને લપાઈને જ બેઠી હોય છે. રાત બહુ થઈ ગઈ હોય છે એટલે અવિનાશ નિરવાને સુઈ જવાનુ કહે છે અને પોતે સૉફા પર સુવા જાય છે,આ જોઈ નિરવા અવિનાશનો હાથ પકડી લે છે અને પોતાની ડોક હલાવી ના પાડે છે અને એને પોતાની સાથે જ સુઈ જવા કહે છે.
અવિનાશ એની વાત માની લે છે અને ત્યા જ સુઈ જાય છે. જેમ કોઇ વેલ ઝાડને વિટળાઇ જાય એમ નિરવા અવિનાશને વિટળાઈને સુઈ જાય છે.

(( વધુ આવતા અંકે ))