bevkuf kon?? - 3 books and stories free download online pdf in Gujarati

બેવકુફ કોણ?? - 3

નિરવાનું આવુ વર્તન જોયા પછી પણ અવિનાશને વિશ્ર્વાસ નથી થતો કે નિરવા એને ખરેખર પ્રેમ કરે છે!! અને એટલે જ હકિકત શું છે એ જાનવા માટે એક દાવ રમવાનું વીચારે છે અને સવાર પડવાની રાહ જોતા જોતા સૂઈ જાય છે.
સવારે નિરવા જ પહેલી ઉઠે છે. અવિનાશતો હજુ સુતો હોય છે,એટલે નિરવા એને એમ જ સુવા દઈ સ્નાન કરવા માટે જતી રહે છે. સ્નાન કરીને આવે છે ત્યારે પણ અવીનાશ શાંતીથી સુતો હોય છે એટલે નિરવા એને ઉઠાડવા માટે થઈને એની નજીક જાય છે અને એના ભીના વાળ એની આંખો પર ફેરવે છે. નિરવાનાં આમ કરવા છતા પણ અવિનાશ ઉઠતો નથી એટલે નિરવા એની વધુ નજીક જઈ એનાં હોઠને ધીમે રહીને એવી રીતે ચુમે છે જેવી રીતે કોઈ નવી પરણેલી નવોઢા એના પતિને પહેલીવાર પોતાની શરારત અને નટખટ અદાઓથી ઉંઘમાંથી જગાડતી હોય!!
નિરવાના આમ કરવાથી અવિનાશ ઉઠી જાય છે,આ જોઈ નિરવા અવિનાશની આંખો પર હળવેકથી ફૂંક મારે છે અને પોતાના એ જ મધુર અવાજમાં કહે છે, " Good Morning My Love . "😘😘
અવિનાશ, " Very Good Morning My Sweetheart. "😘😘
નિરવા, " અવિ!! તું જલદીથી ફ્રેશ થઈ જા,નહીતર આપને લેટ થઈ જઈશું. અને હા!! તારે આજે મારી પસંદના કપડા પહેરવા પડશે. "
અવિ, " જો હુકુમ બેગમ સાહિબા!!😂😂 "
નિરવા પોતાના બીજા કામ પતાવવા માટે અવિનાશથી દુર જવા ઊભી થાય છે, ત્યાં તો અવિનાશ નિરવાનો હાથ પકડીને પોતાની તરફ ખેંચે છે. અવિનાશનાં આમ કરવાથી નિરવા એની ઉપર પડે છે. નિરવા છણકો કરીને કહે છે, " આ શું કરે છે અવિ??ચાલ!! છોડ હવે મને. અને તુ પણ જલદી કર, નહીતર આપણે લૅટ થઇ જઇશુ. "
અવિ, " કંઇ લૅટ નહી થાય!! હું હમણા જ ફૉન કરીને મિટીંગ થોડી ડિલૅ કરાવી દઉં છું. "
નિરવા, " પણ!! એની જરૂરત જ શું છે?? "
અવિ, " જરુર છે. કારણકે જો!! તે તો મારી Morning Good કરી દિધી!! હવે મારી પણ ફરજ છે ને કે હું તારી પણ Morning Good કરું??😉😉 "
નિરવા, " પણ!!...."
અવિ નિરવા વધુ કઇ ન બોલે એટલા માટે એના હોઠો પર આંગળી મુકી દે છે અને નિરવાના ચહેરા પર એ જ આંગળી ફેરવવા લાગે છે. થોડીવાર પછી અવિ નિરવાને પોતાની નીચે લઈ આવે છે અને પોતે નિરવાની ઉપર આવી જાય છે. અવિ નિરવાનાં ચહેરા પર હળવેથી ફુંક મારે છે. નિરવા તો પોતાની આંખો બંધ કરી લે છે અને એવુ જતાવે છે કે એને પણ આ બધામાં મજા આવે છે. અવિ ધીમે રહીને એના કાનની બૂ્ટ પર લવબાઈટ કરે છે પછી એના કપાળને ચુમે છે અને ત્યારબાદ એના ગાલ પર પણ વારાફરતી ચુંબન કરે છે. બાદમાં એની બંને આંખો પર એક પછી એક કિસ કરે છે અને અંતમાં નિરવાના હોઠ પર એક દિર્ધ ચુંબન એવી રિતે આપે છે જાણે નિરવાનાં અધરોનો સ્વાદ ચાખવા માટે એ જનમોથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હોય!!
અવિનાશ વધુ કંઇ કરે એ પહેલા નિરવા એને પોતાનાથી અળગો કરીને કહે છે, "બસ જનાબ!! અત્યાર માટે આટલુ જ. થોડું રાત માટે પણ બાકી રાખ. "
અવિ, " કેમ તુ આજે આમ કરે છે?? હવે તો મને શંકા થાય છે તારી પર!! "
નિરવા, " એવુ કંઈ જ નથી અવિ!! હું તો એટલા માટે કહુ છું કે જો આપણે જલદી જઈશું,તો કામ પણ જલદી પુરૂ થશે અને આપણે એકબીજા સાથે વધુ સમય વિતાવી શકીશું. "
અવિ, " હમ્મ. "
આમ કહી નિરવા અવિને નહાવા માટે મોકલે છે અને પોતે પણ તૈયાર થવા લાગે છે.
તો આ તરફ અવિનાશ સ્વગત જ બોલે છે કે ક્યા સુધી તુ મને તડપાવીશ નિરવા રાની??આજે રાત્રે તો હું તને મારી બનાવીને જ રહીશ!! જો તે કઇં રમત રમવાનો પ્રયત્ન પણ કર્યોને તો પણ તું એમા હારીશ,કારણકે " તે જે શાળામાં પ્રવેશ લીધો છે ને,એ શાળાનો હું વર્ષોથી પ્રીન્સીપલ રહી ચુક્યો છું. " આમ વિચારી એ કોઈને ફૉન કરીને કઈંક કામ સોપે છે,અને નહાવા માટે ચાલ્યો જાય છે.
આ તરફ નિરવા પણ તૈયાર થતા થતા વિચારે છે કે કદાચ અવિનાશને એની પર શંકા ગઈ છે એટલે એને હવે દરેક કદમ બહું જ સમજી વિચારીને ઉઠાવવો પડશે એટલે એ એવા કપડાની પસંદગી કરે છે જેમાથી એના શરીરના દરેક અંગ અને વળાંક દેખાય અને એ અવિનાશની શંકા દૂર કરી શકે. અવિનાશ સ્નાન કરીને આવે છે ત્યા સુધીમાં નિરવા પણ તૈયાર થઈ જાય છે.
નિરવાએ આજે ડાર્ક બ્લ્યુ કલરનું ફ્રોક પહેર્યુ હોય છે,જે ખભાથી એક વેંત નીચુ હોય છે અને ઘૂટણથી એક વેંત ઉપર!!આ ડ્રેશમાં એનો માશલ દેહ અને એના વળાંકો સ્પષ્ટ રીતે દેખાતા હોય છે. હાથમાં ઍઝ ઓલવૅઝ એ જ વૉચ પહેરેલી હોય છે. પગમાં હિલ્સનાં બદલે ફૅન્સી ફ્લેટ્સ પહેર્યા હોય છે. અહીં માટે થઈને હાથે કરીને એને એવા કપડા લીધા હોય છે કે જે કપડામાં એ અવિનાશને પોતાની તરફ આકર્ષીત કરીને પોતાની નજીક લાવી શકે. અને અવિનાશ જ્યારે એની એકદમ નજીક આવી જાય ત્યારે એને એક એવો ઝટકો આપીને એટલો દૂર કરી દે કે પછી એ અન્ય કોઈ સ્ત્રી તો શું,પણ પોતાની પત્નીની નજીક જતા પણ ડરે!!
અવિનાશને આવેલો જોઈ નિરવા લટકાતી ચાલે અવિનાશની નજીક જાય છે અને એની ડોકમાં પોતાના હાથ વિટળાવીને એના કાનમાં કહે છે કે આજે પહેલીવાર આવા કપડા પહેર્યા છે માત્ર તારા માટે,કહે તો જરા કે હું કેવી લાગુ છું??
અવિનાશ, " હૉટ અને સેક્સી શબ્દ પણ ઓછા કહેવાય તારા આવા રૂપ માટે ડાર્લિંગ!! I have no words to describe you. I'm Speechless Dear. મારી પાસે વધુ એક Good News છે તને આપવા માટે. "
" What?? "
" તારા માટે અલગ રૂમની વ્યવસ્થા થઈ ગઈ છે. તુ ત્યા શિફ્ટ થઈ શકે છે. "
હકિકતમાં તો નિરવાની પરીક્ષા લેવા માટે થઈને જ અવિનાશે આ દાવ રમ્યો હોય છે જેથી કરીને એ જાણી શકે કે આ માછલી ખરેખર એની જાળમા ફસાવા માટે આવી છે કે પછી અન્ય શિકારની જેમ આનો શિકાર પણ એને જાતે જ કરવો પડશે??અવિનાશની આ વાત સાંભળીને નિરવાને એ વાતનો વિશ્વાસ થઈ જાય છે કે અવિનાશને હજુ પણ એની પર શંકા છે!!
અને અવિનાશનો શક દૂર કરવા માટે થઈને નિરવા એનાથી રિસાવાનું નાટક કરે છે અને કહે છે," મારો શક સાચો જ હતો અવિ!! You don't love me. એટલ જ તું મને તારાથી દૂર કરવા માંગે છે!!"
અવિ," એવું નથી જાન!! "
નિરવા, " તો કેવુ છે?? મને પણ તો સમજાવ. હું તારી નજીક આવવા માંગુ છુ અને તુ મને દૂર કરી રહ્યો છે. હું આપણા મિલનને ખાસ બનાવવાની તૈયારીઓ કરી રહી છુ અને તુ મને બીજા રૂમમાં શિફ્ટ થવાનું કહીને મુડની પથારી ફેરવી રહ્યો છે. જો તારી આ જ મરજી હોય તો હું ડૅકોરેશનવાળાને ના કહી દઉં છું. તુ તારું કામ પતાવીને આવ હું નીચે તારી રાહ જોઉ છું અને પાછા આવીને હું મારા રુમમાં શિફ્ટ થઈ જઇશ. "
આમ કહીને નિરવા અવિનાશથી દુર થઈને પોતાનું પર્સ અને સ્કાફ્ લઈને રૂમની બહાર નીકળી જાય છે,પણ જતા જતા એક નજર અવિનાશ તરફ કરે છે ત્યારે અવિનાશને એની આંખોમાં આઁસુ દેખાય છે, આ જોઈને અવિનાશને અફસોસ થાય છે અને એ નિરવાને રોકવાનો પ્રયત્ન કરે છે. પણ એનો એ પ્રયત્ન વ્યર્થ જાય છે. નિરવાને મનાવવા માટે એની પાછળ જવા માંગે છે પણ એ જઈ શકતો નથી કારણકે એને તૈયાર થવાનું બાકી હોય છે.
નિરવા બહાર નિકળીને એના એક મિત્રને ફૉન કરે છે,જે અહીં મુંબઈમાં જ રહેતો હોય છે અને બંને એકબીજાને સ્કુલ ટાઈમથી જ જાણતા હોય છે. નિરવા એને પોતાનો પ્લાન સમજાવે છે અને એના રુમ પર આવીને એ કામ પતાવવાનું કહે છે અને ત્યારબાદ હૉટેલના રિસૅપ્શન પર આવે છે અને ત્યા આગળ કહે છે કે બપોરના સમયે એનો એક ફ્રૅંડ આવશે, તો એને એના રૂમની ચાવી આપીને એને જે મદદની જરૂર હોય એ મદદ કરજો. મે મારા સર પાસેથી પરમિશન લઈ લીધી છે. આમ કહી એ હૉટેલની બહાર નીકળી જાય છે અને અવિનાશની રાહ જોવે છે જેથી કરીને એ એનો આગળનો દાવ રમી શકે અને અવિનાશને પોતાની જાળમાં ફસાવી શકે.
આ તરફ અવિનાશ નિરવાને મનાવવા માટે થઈને જલદીથી તૈયાર થઈને રૂમ લૉક કરીને નીકળે છે અને કાર પાસે આવે છે. અવિનાશને આવતો જોઈ નિરવા કોઈની સાથે ફૉન પર વાતો કરવાનું નાટક કરે છે. અવિનાશને સંભળાય એમ એ બોલે છે કે મે જે ઑર્ડર આપ્યો હતો એ કૅન્સલ કરી દે જો. I'm sorry to bother you.
આ સાંભળી અવિનાશ નિરવાને મનાવવા માટે થઈને એને કારમાં બેસવાનું કહે છે. નિરવા જેવી કારમાં બેસે છે ત્યા જ તે તેનો હાથ પકડે છે અને કહે છે, " I'm sorry Sweetheart. I don't want to hurt you. Because I love you so much. Please Forgive me!! And Please don't Cancel anythings. Please 🙏🙏🙏🙏 "
નિરવા, " ઓકે. પણ જો હવે મને જરાક પણ એવુ લાગ્યુ કે તને મારી પર વિશ્વાસ નથી તો એ જ ક્ષણે હું તને છોડીને જતી રહીશ. "
અવિનાશ, " OK. And you don't need to sift anywhere. I love you Sweetheart. Smile?? "
નિરવા, " I love you to more than anything in the world dear Avi!! તો હું મેનેજરને કહીને આવુ છુ કે ડેકોરેશનવાળા ને આપણા રૂમમાં જવા દે. અને એ લોકોને પણ ફોન કરીને કહી દઉ છુ કે સમરસર આવી જાય અને કામ કરી દે."
અવિનાશ, " તુ અહી બેસ. I go there and inform them. "
નિરવા, " હમ્મમ. "
નીરવા જાનતી હોય છે કે જયા સુધી અવિનાશ હોટેલવાળાઓને નહી કહે ત્યા સુધી એ લોકો કોઈને પણ એના રુમમાં નહી જવા દે,એટલે એ અવિનાશને જ ત્યાં જવા દે છે.
અવિનાશ હૉટેલ મૅનૅજરને જણાવીને પાછો આવે છે અને બંને જણ પોતાના કામ માટે નીકળી પડે છે. આખા રસ્તે નિરવા અવિનાશનો હાથ પકડી રાખે છે,કારણકે નિરવા અવિનાશને એની પર શક કરવાનું એક પણ કારણ આપવા નથી માંગતી.
અવિનાશ એનું કામ આજે જ પતી જાય એટલા માટે ક્લાઈંટ સાથે મોડે સુધી કામ કરે છે. એની આ ટ્રીપ તો અઠવાડિયાની હોય છે પણ એ વિચારે છે કે જો કામ આજે જ પતી જાય તો એ નિરવાની સાથે મહાબળેશ્વર જઈ શકે અને ત્યાં એ નિરવાની સાથે એ બધુ જ કરી શકે,જે કરવા માટે એ આવ્યો છે. એ નિરવાને આ વાત નથી જણાવતો કારણકે સવારની ઘટના માટે એ નિરવાની માફી માંગવા માંગતો હોય છે અને એને સરપ્રાઇસ આપવા માંગે છે. પણ એને તો એ ખબર જ નથી હોતી કે આવતીકાલનો સુરજ એના જીવનમાં રોશની નહીં પરંતુ અંધકાર લઈને આવશે.
બધુ કામ આજે જ પતાવવાનું હોવાથી કામ પતાવતા પતાવતા 8:00વાગી જાય છે. બંને ત્યાથી નિકળીને બહાર જમવા માટે જાય છે. અને પછી હૉટેલ પર જવા નીકળે છે. રસ્તામાં નિરવા પોતાની અદાઓનાં બાણ અવિનાશ પર ચલાવતી રહે છે.
નિરવા, " આજે આપણે બંને એક થઈ જઈશું!!આખરે એ રાત આવી જ ગઈ જેની હું રાહ જોતી હતી અવિ!! "
અવિ, " હું તો એ વિચારું છું કે જો આ કપડામાં તુ આટલી હૉટ લાગે છે તો તું નાઈટીમાં કેટલી હૉટ લાગીશ??નક્કિ આજે તો તું મને ઘાયલ જ કરી દઇશ. "
નિરવા, " એ તો જોઈશુંને કે કોણ કોણે ઘાયલ કરે છે?? "😘😘
આમ વાતો કરતા કરતા બંને હોટેલ પર પહોચે છે અને એમના રૂમ માં જાય છે, રુમમાં જતા પહેલા નિરવા અવિનાશની આંખો બંધ કરે છે અને એને રૂમની મધ્યમાં લઈ જાય છે અને એની આંખો પરથી હાથ હટાવે છે અને રૂમની લાઇટ્સ ઑન કરે છે. રુમની સજાવટ જોઈને અવિનાશ દંગ રહી જાય છે. આખા રુમને એવી રિતે સજાવવામાં આવ્યો હોય છે કે જાણે કોઈની સુહાગરાત ના હોય!!આખો રૂમ ફ્લાવર્સ અને કૅન્ડલ્સથી ભરેલો હોય છે.
" મને નહોતી ખબર કે તું મને આટલો બધો પ્રેમ કરે છે અને આપણા મિલનની રાતને તું આવી રીતે ખાસ બનાવી દઈશ!! "
નિરવા, " ચાલ!! એને વધારે ખાસ બનાવિએ!! "
અવિ, " મતલબ?? "
નિરવા એનો હાથ પકડીને બાથરૂમમાં લઈ જાય છે અને શાવર ચાલુ કરી દે છે. નિરવા અવિનાશનો હાથ પકડીને પોતાની તરફ ખેચે છે અને પોતાના હોઠ અવિનાશના હોઠ પર મુકી દે છે અને હાથથી અવિનાશના કપડા કાઢે છે. અવિનાશ પણ નિરવાનો સાથ આપતો હોય એમ પોતાના હાથને નિરવાના શરિર પ્રત્યે વિટાળે છે અને એના શરીર પર પોતાના હાથની પકડ જરા વધારે મજબૂત કરે છે. એના આમ કરવાથી નિરવાનુ શરીર દબાય છે અને એના મુખમાંથી શિશકારી નિકળી જાય છે. અવિનાશ પોતે તો માત્ર પેન્ટભર હોય છે પણ નિરવાના વસ્ત્રો હજુ પણ એમ જ હોય છે. એનાથી નીરવાનાં કપડાનુ આવરણ સહન થતું નથી અને એ નિરવાના કપડા દૂર કરવા માટે થઈને એના ફ્રોકની ચેન હળવેક થી ખોલે છે.પણ નિરવા એને તડપાવવા માટે થઈને એને ધક્કો મારીને દૂર કરે છે અને બાથરુમની બહાર જતી રહે છે.અવિનાશ પણ એની પાછળ બહાર આવે છે તો નિરવા રુમમાં નથી હોતી. અચાનક એની નજર બાલ્કનીમા જાય છે,નિરવા ત્યા ઉભી હોય છે. અવિનાશ પણ બાલ્કનીમાં જાય છે અને નિરવાને પોતાની બાંહોમાં ઉઠાવીને બૅડ પર લઈ આવે છે અને નિરવાનાં પગને ચુમવા લાગે છે. પગ પછી એના નિતંબ,ત્યાથી એ નિરવાના ચહેરાને ચુમવા લાગે છે.એ નિરવાનાં ચહેરાને ચુમતો હોય છે અને એનો હાથ નિરવાનાં નાજુક અંગો પર ફરતો હોય છે. અવિનાશને કઈંક યાદ આવતા એ નિરવાથી દૂર થઈને એની બાજુમાં આવી જાય છે.
આ જોઈને નિરવા અવિનાશને પુછે છે, " શું થયું?? કેમ રોકાઈ ગયો?? "
અવિ, " કંઈ નહીં. એ તો હું એ વિચારતો હતો કે તું નાઈટી ક્યારે પહેરીશ?? "
નિરવા, " બહુ ઉતાવળો તું તો!! થોડી શાંતિ રાખ. અને તુ ટ્રેલરની મજા લે ને અત્યારે, પિક્ચરને શરૂ થવામાં વાર છે હજું. 😉😉 "
આમ કહી નિરવા અવિનાશની ઉપર આવી જાય છે અને એના હોઠ પર હોઠ મુકી દે છે. અવિ પણ એના શરીર પર પોતાની ભિંસ વધારે છે. એ હવે વધુ રાહ નથી જોઈ શકતો એટલે એ નિરવાના ફ્રોકની ચેઈન ખોલે છે અને એની પીઠ પર હાથ ફેરવે છે. નિરવાને લાગે છે કે એ પુરી રીતે એના કાબુમાં આવી ગયો છે એટલે એ એનુ કામ કરી શકે છે,પણ એના માટે એ વાતનુ ધ્યાન રાખવુ જરુરી છે કે અવિને ખબર ના પડે. એટલે જ નિરવા અવિના હોઠ પર દિર્ધ ચુંબન કરે છે અને એ સમય દરમિયાન જ એ કોઈને ફોન કરે છે અને વાત કર્યા વગર જ કટ કરી દે છે. કામ પતી ગયા પછી એ બાથરુમમા જતી રહે છે, પણ જતા પહેલા એ પોતાના કપડા ઉતારી દે છે અને અવિનાશની તરફ જોઇને એક આંખ મિચકારે છે 😉😉 અને એક કાતિલ સ્માઈલ કરે છે.😆😆
એના ગયા પછી એનો ફોન ફ્લેશ થાય છે. અવિનાશ નિરવાનો ફોન જોવે છે તો એમાં કોઈના What's up Messages આવ્યા હોય છે અને લખ્યુ હોય છે કે " Check it and Call me Immediately. "
અવિનાશ એ ઓપન કરીને જોવે છે તો એમાં reports હોય છે અને એમાં નિરવાનુ નામ લખેલુ હોય છે. એ Reports વાંચીને અવિનાશ શોક્ડ થઈ જાય છે. અને કંઇક વિચારે છે તથા ભગવાનનો પાડ માને છે કે એને સમય રહેતા ખબર પડી ગઇ અને એની જીંદગી બરબાદ થતા બચી ગઇ. એ ફટાફટ એ Reports ને પોતાના Mobileમાં લઈ લે છે અને નિરવાનાં Mobileમાંથી Delete કરી દે છે. ત્યા તો બાથરૂમનો દરવાજો ખૂલે છે અને નિરવા બહાર આવે છે. એને નાઈટી પહેરેલી હોય છે,તેમ છતા એના આંતરવસ્ત્રો સાફ દેખાતા હોય છે. નિરવાને જોઈ એક ક્ષણ માટે તો અવિનાશ બધુ ભૂલી જાય છે અને નિરવાની એ કાતીલ અદાઓમાં ખોવાઈ જાય છે. પરંતુ બીજી જ ક્ષણે એ ભાનમાં આવી જાય છે.
એ નિરવાની નજીક જાય છે અને કહે છે, " I am sorry. પણ આપણે એક નહીં થઈ શકીયે. કારણકે મને હજુ હમણા જ ડૉક્ટરનો ફોન આવ્યો હતો અને એમને મને જણાવ્યુ કે મને AIDS છે. એટલે આપણુ મિલન શક્ય નથી. કારણકે હું સાચા હ્રદયથી તને પ્રેમ કરૂ છુ અને હું નથી ઈચ્છતો કે મારા કારણે તારું જીવન ખરાબ થાય. "
નિરવા, " અવિ!! ભલે મારુ જે થવાનુ હોય એ થાય. મને એની ચિંતા નથી,કારણકે તારા વગર આ જીવન કશા કામનું નથી. હુ તો તારી બનવા માંગુ છુ. મને તારી બનાવી લે. મને તારામાં સમાવી લે. મને સંપુર્ણ બનાવી દે. હું તારા વિના અધુરી છુ અવિ. "
અવિ, " સમજવાનો પ્રયત્ન કર. તૂ જે ઈચ્છે છે શક્ય નથી. "
નિરવા આ સાંભળીને કપડા બદલી નાખે છે અને રૂમની બહાર નિકળી જાય છે. નિરવાના ગયા પછી અવિનાશ વિચારે છે કે કેટલી સરળતાથી મે એને "બેવકૂફ" બનાવી લીધી. એના Reportsને પોતાના બતાવીને મારી જાન બચી ગઈ. જો મે એને આ Reports બતાવ્યા હોત તો એ એમ કહેત કે આ ખોટુ છે. આ કોઈએ મજાક કરી છે એની સાથે.
તો આ તરફ નિરવા એના મિત્રને ફોન કરીને એનો આભાર માને છે કે એણે યોગ્ય સમયે એનુ કામ કરી દિધુ.પરંતુ એને એક વાત નથી સમજમાં આવતી કે અવિનાશે એના Reportsને પોતાના કેમ કહ્યા??પછી એ વિચારે છે કે જે થાય છે એ સારા માટે જ થાય છે. આખી રાત એ બહાર જ વિતાવે છે અને બીજે દિવસે કોઈ કામ હોતુ નથી અને મહાબલેશ્વર જવાનો પણ કોઈ મતલબ નથી એટલે અવિનાશ બંનેની ટિકીટ કરાવી દે છે અને એ જ દિવસે બંને અમદાવાદ પાછા આવી જાય છે.

(( વધુ આવતા અંકે ))