BAAGHI - 3 books and stories free download online pdf in Gujarati

BAAGHI - 3

BAAGHI 3 : ટાઇગર હૈ તો સબ કુછ મુમકીન હૈ

આમ તો ટાઇગર શ્રોફ ફિલ્મમાં હોય એટલે આપણે ફાઇટિંગ જોવા જતા હોય એવું જ લાગે. એ પણ દરેક ફિલ્મમાં એક- બે નવી સ્ટાઇલ લઈને આવી જાય. નવી નવી એક્શન જોવી ગમે, પરંતુ ફિલ્મમાં બીજું કઈક તો હોવું જોઇએ ને!!

આમ તો કોઈ ફિલ્મનો ત્રીજો ભાગ ભાગ્યે જ સારો હોય છે. હોલીવુડની જેમ આપણે અહીં કોઈ ફ્રેન્ચાઇઝ લાંબી ચાલતી નથી કારણ કે એકને એક એકડો ઘૂંટાવ્યા રાખે છે. બાગી 3નું ટ્રેલર જોયું ત્યારે જ એવું લાગ્યું કે, જાણે આખું ફિલ્મ જોવાય ગયું. કેમ કે, સ્ટોરી સામે જ હતી. એના મોટા ભાઈને કોઈ હેરાન કરે એટલે રોની એને ખેદાનમેદાન કરે.

હવે સ્ટોરી થોડી વધુ જ ફિલ્મી બની ગઈ તો પછી રોનીને સિરિયા સામે લડાવવામાં શું ખોટું? વિક્રમ(રિતેશ દેશમુખ)ને કરડે મચ્છર ને રોની હાથીને ઉછાળે. ચલો માની લઈએ કે, એક માણસમાં અનંતગણી શક્તિ હોય છે. પણ એનો ઉપયોગ સાવ આમ કરવાનો યાર..!! વાત નાની હોય પણ સ્લો મોશન ઇફેક્ટ અને હાઈ લેવલ એક્શન એવી બતાવી કે જાણે એ કર્યા વિના છૂટકો જ નહોતો.

અહેમદ ખાન અને સાજીદ નડિયાદવાલા બંને જણાની મહેનત સારી છે. મોટાભાગના ફાઇટિંગ સીન રિયલ સેટ બનાવીને શૂટ કર્યા છે. Vfx ઇફેકટનો ઉપયોગ ઓછો થયો છે. સ્પેશ્યલ કારનો મોતનો કૂવો બનાવી, ટાઇગર જે રીતે દોડે છે... એ સીન પણ રિયલ છે. એટલે ખરેખર એક્શન ક્રિએટ કરવામાં બહુ જ મહેનત કરી. પરંતુ વિચાર એ આવે કે, એક સામાન્ય ટપોરીને મારવા એ કારમાં આડુ દોડવા કેમ લાગે. સામે ખુંખાર વિલન હોય તો મજા પણ આવે. હવે ઝિમ્બાબ્વે સામે મેચ હોય તો કઈ 24 કલાક થોડી લાગે રણનીતિ બનાવવામાં??

સ્ટોરી સિમ્પલ છે. ભાઈનો અનહદ પ્રેમ અને સિરિયા દેશનો ખાતમો. શ્રદ્ધા કપૂરની બેધડક ચાલતી જીભ મજા કરાવે છે. શ્રદ્ધા કપૂરનું પાત્ર ગમ્યું એનું એક ખાસ કારણ એ છે કે, "એ જયારે સ્ક્રીન પર હોય ત્યારે એવું નથી લાગતું કે એ એક્ટિંગ કરે છે..." બાકી તમે સમજદાર છો. રિતેશ દેશમુખ સ્ટાર કાસ્ટિંગમાં ક્યાંય ફિટ થતો નથી. એમની અને રોનીની કેમેસ્ટ્રી ખાસ જામતી નથી. જેકી દાદા ફિલ્મ અને સ્ટોરી શરૂ કરાવીને વિદાય લઈ લે છે અને પછી રોની જે ધમપછાડા કરે છે આખા ફિલ્મમાં.... માત્ર ફાઈટિંગથી એક્શન સીન ગમે પરંતુ આખું ફિલ્મ તો ન ચાલે બકા...!!

મારધાડ અને નવી નવી એક્શન જોવી હોય તો સિનેમા સુધી જવાય બાકી ટીવીમાં આવે ત્યાં સુધીની રાહ જોવામાં કઈ ખોટું નહીં. જુના ગીતોને રી-મિક્સ કરી મૂક્યાં છે. પગને થનગનાવે એવો ડાન્સ પણ છે. હવે ટાઇગર હોય એટલે 2 વસ્તુ ફ્રીમાં હોય જ, ફાઇટિંગ ડાન્સ...બાકી ટાઈગરની એક્ટિંગ વિશે એની જ સ્ટાઇલમાં કહું તો..

"એક્ટિંગ આવડતી નથી ને ફાઇટિંગ સાલી જાતી જ નથી."
"એક્ટિંગ આતી નહિ ઔર ફાઇટિંગ જાતી નહિ"

હવે બસ હો... આ તો 500 શબ્દ લખવા પડે નહિ તો રીવ્યુ પ્રકાશિત જ ન થાય. સ્પેશિયલ તમારા માટે ખેંચી ખેંચીને આટલું રીવ્યુ લખ્યું...

બાકી મારે તો એક જ બહુ જ અઘરો સવાલ પૂછવો તો તમને....

ત્રણ હેલિકોપ્ટર અને સામે રોની છે. બોલો કોણ બચશે છેલ્લે????

જવાબ આવડી ગયો તો તમે સ્માર્ટ...

એલાવ હવે બસ હો બાગી વિશે...

હવે કિઆરા અડવાણીની "guilty"નો રિવ્યુ પણ કહી જ દઉં..👇👇


Guilty : अब फ़ैसला म्यूज़िक शो में होगा..

कुछ ख़ास नहीं,
स्टोरी about रेप
ज़्यादा फ़िल्मो में Man ही गुनेगार क्यू बताते है??
kiara_adavni क़ातिल लुक.... अभिनय एक नंबर😘
जो कहेना चाहते है वो ठीक से दिखा नही पाए..
बहुत खास नही..

- જયદેવ પુરોહિત
Www.jaydevpurohit.com