Dhyey di jan - 2 books and stories free download online pdf in Gujarati

ધ્યેય દિ જાન - 2


ધ્યેય અને જાન નો પ્રેમ સાચો હતો પણ સમય ખોટો હતો,

બંનેની ઉમર પ્રમાણે વિચારો નાના હતા આગળ શું થશે કે શું કરશુ એ વિચાર્યા વગરજ પ્રેમમાં લીન રહેતા સ્વાભાવિક છે નાની ઉમર માં આગળના વિચારો ના કરતા હોય ખાલી એકબીજા નામાંજ મશગુલ હોય છે,


અને આ વાત જયારે જાને મને કરી એના સાથે એમ પણ મને કીધું કે હવે મારી સગાઇ થઇ ગય છે મેં એને અભિનંદન પાઠવ્યા બંનેની સગાઇ થઇ ગય એટલે પણ ત્યાંજ એને ધીમા અવાજે નારાજ થઈને બોલી એની સાથે નય બીજા છોકરા સાથે જેનું નામ ઋષિ છે, એક અધ્યાય માં બીજો અધ્યાય પણ જોડાતો ગ્યો એના વિશે પૂછવાનું ચાલુ કર્યું ધ્યેય ને નજર અંદાજ કરીને,


ઉદાસ થઇ ને કેવા લાગી કે ઋષિ છે સીધો છોકરો મારા ફેમિલી એજ નકી કર્યું અમારાજ ગામમાં રહે છે ઘરનોજ બિઝનેશ છે સ્વભાવ શાંત છે ઓછું બોલે છે એની સાથે ઓછી વાતો કરતો એજ એને ના ગમતું એને પોતાનાપણું મહેસુસ નોતું થતું ઋષિ થી એટલે જાન ને ધ્યેય ની યાદ આવ્યા કરતી, ધ્યેય એની બધી વાત સાંભળતો અને પાલન કરતો હિમ્મત આપતો અમુક ખુદના નિર્યણ લેવાની,


મારા મનમાં વિચારો ગતિ પકડી લીધી કે જાન ને ધ્યેય કરતા ઋષિ માં વધારે મશગુલ કેમ રાખવી કે જેનાથી ધ્યેય ને ભૂલીને ઋષિ ને બધું સમર્પણ કરીદે જેથી કરીને તેનું લગ્નજીવન સારું જાય ને ક્યારેય ઋષિ તરફથી એનું ધ્યાન ધ્યેય તરફ ના જાય પહેલાતો શાંતિ થી જાન ને સાંભળી લીધી એટલે એના મનમાં જે વિચારો ભરાઈ ગ્યાતા એ મારી પાસે ઠલવી નાખે, કેમકે જાનને ધ્યેય સાથે વાત નો થતી ક્યારેક કરતી વાતો અને ઋષિ એની સાથે ઓછી વાતો કરતો એટલે એને સાંભળવા વાળું કોઈ નોતું કે સમજવા વાળું કોઈ નોતું એમાં હું એની જિંદગી માં અજાણ બનીને આવ્યો મારી સાથે વધારે વાતો થતી એટલે હું પણ વાતો કરતોજ એને એની જિંદગી મહેસુસ કરાવવા,


જયારે નવા દિવસે વાત ની શરૂઆત કરતા ત્યારે પેલો સવાલ એજ કરતો મજાક માં કે શું કરે મારો ભાઈ ઋષિ એટલે એના મનને ઋષિ તરફ ખેંચવા એટલે એનો એકજ જવાબ આવતો

' એ ખડ્ડુશ ઓફિસે હશે કે મિત્રો સાથે રખડવા ગયો હશે '

પ્રેમ માં એને મારી સામે તુંકારે બોલાવતી પણ એની સામે માનથી બોલતી એના સ્વભાવ ને લીધે એને ખડ્ડુશ જ કેતી વાતો કરતી એની સાથે વધારે જાન જ બોલતી ઋષિ સાંભળ્યા કરતો વધારે હા કે ના માંજ જવાબ આપતો જાન પૂછી ને થાકતી ત્યારે ક્યારેક સરખા જવાબ આપવા હોય તો આપતો કેમકે એનો નેચર જ એવો હતો એમાં જાન ને ગમતું નય એટલે ધ્યેય ની યાદ આવ્યા કરતી,


જાન ની આ બધી વાતો સાંભળીને કે સમજીને મને મનમાં એ વિચાર આવ્યો કે મારી સાથે સંભંધ કેમ થયો હશે,પછી ઊંડું વિચારીને જવાબ મળ્યો કે ભગવાન કોઈ સાથે સંબંધ અચાનક બનાવે તો એની જિંદગી માં નવા ફેરફાર કરવા આપને નિમિત્ત બનાવવા માંગતા હોય એટલે ભગવાન જે આપને વિચારો મગજમાં આપે એવું એના જિંદગી માં આગળ કરાવવું , એટલે પહેલાતો જાન જે પ્રેમનેજ નફરત કરવા લાગી હતી એને બદલવા ની કોસીસ હાથ માં લીધી,


એના માટે પેલા પ્રેમ કર્યો અને એ પળો કેવી રીતે જીવતી એ યાદ કરાવીને ખુશ જોવાની કોસીસ કરતો, દુઃખના સમયે જો આપણે દુઃખ દૂર કરવું હોયતો, આપણી વીતેલી જિંદગી ની ખુશી યાદ કરીયે એટલે દુઃખ હળવું થઇ જાય અને નવી જિંદગી જીવવાના રસ્તા મળી જાય,