Dhyey di jan - 5 books and stories free download online pdf in Gujarati

ધ્યેય દિ જાન - 5

જેમ જેમ લગ્ન નો સમય નજીક આવતો જાય એમ જાન ની નિરાશા વધવા લાગી એને લગ્ન કરવાની ઈચ્છા વિરુદ્ધ નોતી પણ જેની સાથેથવાના એ સમજી શકતો નોતો કે જાન એને સમજાવી શકતી નોતી એની ચિંતા માં ગૂંચવાયેલી રહેતી અને એવા સમયે ધ્યેય ની યાદ એનામનમાં ઘર કરી ગય હતી, મહત્વ નો સમય એના કામ કાજ માં જતો પણ એકલી પડે એટલે વિચારો આવવાના ચાલુ કરીને માહોલનેગમગીન કરી બેસતી છતાં એના પરિવાર માંથી એને ખુશ રાખવાના નવા નવા નુસખા મળ્યા કરતા જેથી લગ્ન ની ખુશી મહેસુસ કરી શકે, મારી પાસે એને સમજાવવાનું કે એને એ માહોલ માણવા તૈયાર કરવાનું એકજ હથિયાર હતું મારા શબ્દો ભલે એ શબ્દો ની જોડણી બંધબેસતી ના થતી હોય પણ એ સમજી જતી અને એના મગજમાં ઉતરે એવી રીતેજ એને લખીને મોકલતો જેથી એના આગલા પળ સારાજાય, અને એમજ એની નિરાશામાં એના વિશે લખી નાખતો.


એના ચિત્રો ના સ્પર્શ માં મેં જોઈ છે,

અજાણી પીંછીના રંગો માં જોઈ છે,

વાતોથી સમજી જનારીને જોઈ છે,

કલમ ની વાણીમાં એને જોઈ છે,

દિલ થી સચ્ચાઈની મુરતી ને જોઈ છે,

સપનાઓ ને સેવનારી ને જોઈ છે,

ચંદન જેવા ભીના વાન વાળી જોઈ છે,

તીખી આંખોમાં પ્રેમની નજર જોઈ છે,

પ્રેમની પૂજારણ ને જોઈ છે,

વાદળોની વચ્ચે વીજળીની જેમ જોઈ છે,

દરિયાના મોજા જેમ ઉછળતી જોઈ છે,

નદીના શાંત નીર ની જેમ સૂતી જોઈ છે,

પ્રેમ માં ગુસ્સો બતાવનારી જોઈ છે,

જિંદગી માં ઉંચે ઉડનારી ને જોઈ છે,

નિર્ણયોમાં નાદાની રાખતી જોઈ છે,

ગીર ના કેસરી જેમ હાલતી જોઈ છે,

એના મન ને મારનારી જોઈ છે,

સમસ્યાને સુલજનારી ને જોઈ છે,

ગુસ્સા માં પહાડો જેવી અડગ જોઈ છે,

પ્રેમમાં નખમાં સમાનારી ને જોઈ છે,

હાથની રેખાને બદલનારી ને જોઈ છે,

એની જિંદગી ની એક ઘડી મેં જોઈ છે,

યુવાનીનો શ્રીંગાર સજતી જોઈ છે,


થોડી પોતાના વિશે જાણીને ખુશી થતી જાન ને પણ થોડા સમય જ કેમકે ઋષિ એની સાથે મન ખોલીને વાત ના કરતો એના નેચર પ્રમાણેએટલે જાન ને એ પસંદ ના આવતું, પણ જે થવાનું છે એ થતું જ હતું એટલે એ ભાવ મનમાં પેદા કરીને ખુશી ગોતવામાં તત્પર બનવાલાગી હતી,

મનમાં નવી આશા રાખીને લગ્નસબંધ સારી રીતે સમાપન કર્યો ને જેવી આશા હતી એનાથી સારી રીતે એનું ફળ મળ્યું, એક નવી ઉમંગનવા સપના જોવા લાગી જાણે બધું એજ છે એવો ભાવ મનમાં આવી ગયો, જેટલું સમર્પણ બાકી હતું ઋષિને આપવાનું આજે બધુંસમર્પણ ઋષિને આપીને નવી જિંદગી જીવવાની ચાલુ કરી દીધી.


એ બને એકબીજા માટે ફૂલ ખુલી ગયા અને એના પ્રત્યેની લાગણી રાખવામાં મારો જે સહારો મળ્યો એ સમયાંતરે ઋષિ ને જણાવી દીધુંબને ને મારી સાથે સારા સબંધ ને આદર્શ ભાવ હતા. જાન ને શહેરમાં રહેવાનું હોવાથી ઋષિ ના મોટા ભાઈ સાથેજ પરિવાર માં રહેતા, ઘરેસમય ના નીકળતા શિક્ષિકા ની જાણીતા નિશાળ માં નોકરી ગોતી લીધી, સમસ્યા હંમેશા નવી નવી જન્મ લેતીજ હોય છે અને એનુંનિવારણ પણ સાથેજ જન્મ લેતી હોય છે, ઘર માં બને ભાયું ભેગા રહેતા હોવાથી બને સ્ત્રીમાં નિજી મામલા બનતાજ હોય છે તેના લીધેજનોકરી કરવાનું જાને વિચાર્યુંતું અને એ સમસ્યા સાથે વિચારીને નિવારણ નો એક સ્ત્રોત ગોતી લીધો હતો. એક દિવસ મારે તેના શહેર માંજવાનું થયું ત્યારે સાંજના સમયે ઋષિ અને જાન ને હું મળ્યો એ અમારી પહેલી જ મુલાકાત હતી બને ને મળવાની આશા વધારે હતી એટલેસામેથી મને મળવા આવ્યા થોડો ટાઈમ મળ્યા પણ જિંદગી ની બેસ્ટ ક્ષણ મારા અને એમના માં છપાઈ ગય...