Thar Marusthal - 27 books and stories free download online pdf in Gujarati

થાર મરૂસ્થળ (ભાગ-૨૭)


દૂર સુધી કોઈ ગામ નથી દેખાય રહયું.મિલન આપડે રસ્તો બદલવો જોઈએ. મને નથી લાગતું કે આ તરફ કોઈ ગામ હશે.ત્રણ દિવસથી આ ભયાનક જેવી જગ્યામાં આપડે છીયે પણ હજુ કોઈ ગામ મળ્યું નથી અને આપડા બે મિત્રો પણ ખોયા.આજે આપણે બીજો રસ્તો પસંદ કરવો જોઈએ.

*****************************************
ચાલવા માટેનો આજ છેલ્લો દિવસ છે.કાલ પાણી અને કઈ ખાવા ન મળ્યું તો કોઈ આગળ ચાલી શકવાનું નથી માટે રસ્તો બદલો જરૂર છે.રસ્તો બદલીયે તો કોઈ ગામ આવી પણ જાય.

તમારા માંથી કોઈએ રેગીસ્તાનમાં કઇ બાજુ અને ક્યાં ગામ છે,તમે જોઈયું છે?

નહીં..!!!

તો પછી આપડે આ જ તરફ ચાલવું જોઈએ.કેમકે કે એ તરફ પણ કોઈ ગામ આવી શકે છે.તો આ તરફ પણ કોઈ ગામ આવી શકે છે.મિલન આગળ કઈ હોઈ એવું મને લાગે છે.મને દેખાય રહયું છે.મિલન થોડો આગળ ગયો.અહીંથી આપડે રસ્તો બદલવો પડશે.આગળ બાજ એકસાથે ઝુંડમાં આપણી રાહ જોઈ રહ્યા છે.માટે રસ્તો આપડે બદલીશું.

સોનલનું શરીર રડી રડીને હવે સાવ પડી ગયું હતું.શરીરમાં પણ હવે કઈ રહ્યું ન હતું.મરતા મરતા તે આગળ ચાલી રહી હતી.થોડીજવારમાં બધાએ ચાલવાની દિશા બદલી ત્યાં જ અચાનક પવન ફૂંકાયો સિસકારા મારતી રેતીના અવાજ આવવા લાગ્યા.આજ કોઈને ખબર પણ પડી નહિ અને રેતીની આંધી પાસે આવી ગઈ.રેતીની આંધી ભયાનક આવી રહી હતી.બધા જ જલ્દી એકબીજાનો હાથ પકડીને ઉભા રહી ગયા.આંધી જોઈને એવું લાગી રહ્યું હતું કે આજ એકબીજાના હાથનો સાથ આ રેગીસ્તાની આંધી નહીં આપે.

થોડીજવારમાં રેતીની આંધી એ તરફ આવી.આજુબાજુ દિવસમાં પણ ઘનઘોર અંધારું લાગી રહ્યું હતું.ફટફ્ટ કરતી રેતી બધાના ચહેરા પર વાગી રહી હતી.પવનનું ઝોર એટલું હતું કે જરા પણ આંખો ખોલય તેમ ન હતી.જાણે કોઈ મધપૂડામાંથી છૂટી પડેલ મધમાખીના ફરર ફરર અવાજ આવે તેવા રેતીના ચારેય બાજુથી અવાજ આવી રહ્યા હતા.ત્યાં જ કવિતા પર ઝેરી સાપ પડયો.કવિતાની આંખો ખુલી ગઈ.કવિતા એ જિગરનો હાથ સાપના ડરથી છોડી દીધો પણ જીગરે કવિતાનો પગ એક હાથે પકડી રાખ્યો.

સાપ હજુ પણ કવિતાના શરીર પર જ હતો.કવિતા ડરી રહી હતી.બધા જ કવિતાની બાજુ ફરી ગયા.કિશન કવિતાની નજીક ગયો મિલનો હાથ પકડી કવિતાના શરીર પરથી સાપ પકડીને તેણે ફેંકી દીધો.
હજુ પણ રેગીસ્તાનમાં આંધી પહેલા જેવી જ હતી જરા પણ ઓછી થઈ ન હતી.બધા જ ડરી રહ્યા હતા.
શરીરમાં હવે કઈ પણ શક્તિ રહી નોહતી.

થોડીવારમાં આંધી શાંત પડી પણ આંધીમાં જ દિવસના ત્રણ વાગી ગયા ઉપર ધમધમતો તાપ હતો.
હવે કોઈની આવા કાળઝાળ તાપમાં આગળ જવાની શક્તિ રહી નોહતી.કોઈ જગ્યાએ બેસી રહેવાય એવી પણ જગ્યા આ થારના વિસ્તારમાં જોવા મળતી ન હતી.આગળ ચાલવું હવે મુશ્કેલ હતું.

મિલન મને લાગે છે કે આપડે એકસાથે જ હવે મરી જવું જોઈએ.મને નથી લાગતું કે આપડે હવે જીવીત રહી શકીયે.મારી એક જ ઇચ્છા છે કે મારા મુત્યું પછી આ બાજ અને સમડી મારા શરીરનો સ્પર્શનો કરે.કોઈ એવી સારી જગ્યા શોધી આપડે એકસાથે જ મુત્યું પામીએ.

કિશન તું ગાંડો તો નથી થઈ ગયો ને આપડામાં જ્યાં સુધી જીવ છે.ત્યાં સુધી આપડે આગળ વધીશું.હજુ પણ આપડે થોડું ચાલી શકીશું.તું મનથી હારી ન જા.
તું મનથી હારીશ તો તારું આ શરીર પણ કામ નહીં આપે અને તારું અહીં જ મત્યું થશે.આપણે થોડું આગળ ચાલયે ને ગામ પણ આવી જાય એવું પણ બને.

નહીં મિલન હવે હું અહીંથી આગળ કઈ જવા માંગતો નથી.ભલે મારુ મુત્યું અહીં જ થાય.મારા શરીરમાં જેટલી પણ શક્તિ હતી તેનો મેં ઉપયોગ કરી લીધો છે.હવે આગળ ચાલવું મુશ્કેલ છે,મારાથી.

હા,મિલન હું પણ હવે આ ધમધમતા તાપમાં આગળ ચાલવા માટે જરા પણ સક્ષમ નથી.મારે પાણી જોઈએ છે.પાણી વગર હું જરા પણ આગળ હવે નહિ ચાલી શકું.આજ સાંજ સુધીમાં મને પાણી ન મળ્યું તો મારું મુત્યું નિશ્રિત છે.

સોનલ તું આવું ન બોલ આપણે જેટલું આગળ ચલાય તેટલું આગળ ચાલવું પડશે તો જ કોઈ ગામ આવશે.તું તારા શરીરની પરવા ન કર.તું તારા સગા વહાલાને યાદ કર.તું તારા પપ્પા અને મમ્મીને મળવા નથી માંગતી.જો તેને તું મળવા માંગે છો તો તારે આગળ ચાલવું પડશે ગમે તેવી પરિસ્થિતિમાં પણ.

હા,મિલન હું મારા પપ્પાને અને મમ્મી ખૂબ પ્રેમ કરું છું.તેને મળવા પણ માંગુ છું.પણ તું મારા શરીર સામે એકવાર નજર તો કર.હું આગળ ચાલી જ શકું તેમ નથી.શરીરમાં હવે શકિત જ નથી.મારે તો હજુ ઘણું ચાલવું છે,મિલન.

આગળ ચાલવામાં હવે કોઈ માની રહ્યું ન હતું.ધમધમતા તાપમાં આગળ જવા માટે કોઈ ત્યાર થયું નહિ.અંતે મિલન થાકી નીચે બેસી રેગીસ્તાની રેતી સામે જોઇ રહ્યો.જીવનમાં જેટલી પણ તાકાત અનુભવો એટલી તાકાત આ રેગીસ્તાનમાં ઓછી પડે.આ બળબળતા રેગીસ્તાનમાં પાણી માટે બધા જ તરફડતા હતા.હજુ પણ ઉપર સમડી અને બાજ વાટ જોઈ રહ્યા હતા.

મિલન તેની જગ્યા પરથી ઉભો થયો.બધાને સંભળાય તે રીતે જોરથી બોલ્યો હું અહીંથી હવે એકલો જ આગળ જઈ રહ્યો છું.કોઈ મારી સાથે આવવા ત્યાર છે.જો હોઈ તો "હા" કહે.બધા જ મિલન સામે ઘુવડની જેમ તાકી રહ્યા પણ કોઈ કઈ બોલ્યું નહિ અંતે માધવી બોલી શું મિલન તું મને પણ એકલી આ રેગીસ્તાનમાં મૂકીને વહી જશ.મને તારું વચન યાદ છે હજુ પણ,તે મને કહ્યું હતું કે ગમે તેવી પરિસ્થિતિમાં હું તારો સાથ માધવી નહિ છોડું.આજ આ રીતે મૃત્યુનાં મો માં મને એકલી છોડીને તું કેવી રીતે જઈ શકે?

***********ક્રમશ**************

રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup