Kasoti Prem ni in Gujarati Love Stories by Het Bhatt Mahek books and stories PDF | કસોટી પ્રેમ ની

Featured Books
Categories
Share

કસોટી પ્રેમ ની

પ્રેમ એક એવી વસ્તુ છે કે જે જીવનમાં ક્યારેય પણ સમજી વિચારીને નથી થતો. ક્યારેય પણ કોઈ નાતજાત જોઇને થતો નથી. ક્યારેય પણ ઉંમર જોઇને નથી થતો કે ક્યારેય પણ પૈસા જોઇને નથી થતો. હા પ્રેમ એક એવો અહેસાસ છે કે જે કહ્યા વગર પણ ઘણું બધું કહી જાય છે. વ્યક્તિ પ્રેમમાં એટલો પાગલ થઇ જાય છે કે એને પોતાના પ્રેમ સિવાય બીજું કઈ પણ દેખાતું જ નથી.
એટલા માટે જ તો લોકો કહે છે કે પ્રેમ આંધળો હોય છે. કારણકે વ્યક્તિ પ્રેમમાં પોતાનું બધું જ જતુ કરી દેતા હોય છે. જેમાં એક છોકરો અને છોકરી એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા, પરતું કોઈ કારણોસર એમના લગ્ન થઇ શક્યા નહિ.
હાઈસ્કુલ મા ભણતા માત્ર 17 વર્ષનો એક છોકરો કે જેનું નામ કિશન છે. તે એક છોકરી રાધા ને ખુબ જ પ્રેમ કરવા લાગ્યો હતો. કિશન રાધા ને એટલો બધો પ્રેમ કરતો હતો કે એના માટે તે બધું જ કરવા તૈયાર હતો, પરતું સૌથી મોટી મુશ્કેલી એક વાતની હતી કે કિશન રાધાને પસંદ કરતો હોવા છતાં પણ એમની કહી શકતો ન હતો.
કારણ એ હતું કે કિશન ના પપ્પા રાધાના પપ્પા ની કંપનીમાં ફક્ત એક નાના કર્મચારી તરીકે નોકરી કરતા હતા. કિશન એ વાત જાણતો હતા કે તે ખુબ જ ગરીબ ઘરમાંથી આવે છે જયારે રાધા ખુબ જ અમીર ઘરની છોકરી છે. કિશન એક સરકારી હાઈસ્કૂલ માં પોતાનો અભ્યાસ કરી રહ્યો હતો જયારે રાધા શહેર ની એક પ્રાઇવેટ હાઈસ્કૂલ માં અભ્યાસ કરતી હતી.
પરતું શું કરે એક ને એક દિવસ તો પ્રેમ થવાનો જ હતો અને ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત નો દોર શરુ થઈ ગયો. કિશન રાધાને કહેતો હતો કે તું મહેરબાની કરીને ક્યારેય પણ મારાથી દુર જતી નહિ. આમ તો ક્યારેય પણ મારાથી દુર જવાનો વિચાર જ ના કરતી.કારણકે હું તારા વગર જીવી શકું એમ નથી. આ વાતનો જવાબ આપતા રાધાએ કહ્યું કે હું પણ તારા વગર નથી જ રહી શકતી. પરતું મને એ વાતનો હમેશા ડર છે કે આપણા ઘરના લોકો આપણને ક્યારેય પણ એક નહિ થવા દે.
જયારે કિશન થોડું વિચારે છે અને પછી પૂછે છે કે તું આવું શા માટે કહે છે, ત્યારે રાધા જવાબ આપે છે કે શું તને નથી ખબર કે આપણો સમાજ આપણને ક્યારેય એક નહિ થવા દે. કારણકે આપણી જાતી અલગ છે આપણી વચ્ચે ઘણી વિભિન્નતા છે.ત્યારબાદ કિશન કહે છે કે તો ચાલ આપણે આ દુનિયાને જ છોડીને ક્યાંક દુર જતા રહીએ, પરતું એ પછી રાધા એમનો જવાબ આપતા કિશન ને કહે છે કે હું આ પગલું જીવનમાં ક્યારેય નહિ ભરી શકું. હું મારા પરિવારના લોકોને ક્યારેય પણ નીચું નહિ જ જોવા દવ.એ પછી કિશને કહ્યું કે તો પછી મારો ઇન્તજાર કરજે કે જયારે હું તારા લાયક થઇ જાઉં. જયારે હું તારા જેટલો અમીર થઇ જાવ ત્યારે જરૂર હું તારા પપ્પા પાસેથી તારો હાથ માંગવા આવીશ.
રાધા હસીને જવાબ આપે છે કે જો ક્યારેય એવું બન્યું કે આપણે બંને એકબીજા સાથે નહિ રહી શકીએ તો તને કેવું લાગશે. રાધા ની આ વાત સાંભળીને કિશન જાણે તૂટીને બેબાકળો જ બની ગયો હતો. તે ખુબ ઉદાસ થઈને એક દમ ખિન્ન થઈ ને બોલે છે કે શું તું મને છોડી બીજા કોઈની સાથે જતી રહીશ, શું તું મને ભૂલી જઈશ.
રાધા કહે છે કે હું એવું ક્યારેય મારા સપનામાં પણ નથી વિચારી શકતી. ત્યારે કિશન કહે છે કે તો શા માટે આવી દુખ લાગે એવી વાત વારંવાર કર્યા કરે છે. સમય ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યો હતો. કિશન દિવસ અને રાત મહેનત કરી રહ્યો હતો, સાથે સાથે અભ્યાસ પર પણ ધ્યાન લગાવી રહ્યો હતો. જેથી તે રાધા ના પરિવારના સભ્યોની સામે જઈને રાધા નો હાથ માંગી શકે.
આ બાજુ કિશન ને વ્યસ્ત જોઇને રાધા પણ વિચાર કરવા લાગે છે કે કિશન મારી અમીરીના ચક્કરમાં મારાથી દુર થઇ ગયો. ધીમે ધીમે રાધા મોટી થઇ ગઈ અને તેમના ઘરના લોકોએ રાધા માટે છોકરો જોવાનું ચાલુ કરી દીધું હતું. બસ એક દિવસ એવો આવ્યો કે જયારે એના પરિવારના લોકોએ રાધા ના લગ્ન નક્કી કરી દીધા.

જયારે આ વાતની કિશન ને ખબર પડી ત્યારે તે રાધા ની ખુશી માટે ચુપ જ રહ્યો. કારણકે તે જાણતો હતો કે રાધા ના લગ્ન એક ખુબ જ મોટી કંપનીના માલિક સાથે થઇ રહ્યા છે.
આ બધું જાણ્યા બાદ કિશન રાધા ને ભૂલવાની કોશિશ કરવા લાગ્યો, પરતું આ શક્ય ન હતું, કારણકે પ્રેમ છે જ એવી વસ્તુ કે જેને વ્યક્તિ ક્યારેય પણ ભૂલી નથી શકતા. આ બાજુ કિશન ના પ્રેમમાં પાગલ થયેલી રાધા મનમાં ખુબ જ બેચેન હતી, કારણકે રાધા કિશનને ખુબ જ પ્રેમ કરતી હતી.
જે દિવસે રાધા ના લગ્ન હતા, તે જ દિવસે કિશને એક સુસાઈડ નોટ લખી અને ઝેરી દવા ખાઈ લીઘી.એ જ સમયે રાધા એ પણ એક સુસાઈડ નોટ લખી અને પોતાને પણ ઝેરી દવા ખાયને આપઘાત કરી લીધો. એક મોટી ગેરસમજના કારણે બે પરિવારની વચ્ચે ખુબ જ દુ:ખનું વાતાવરણ ફેલાઈ ગયું.
કોઈ પણ સબંધમાં વિશ્વાસ હોવો એક ખુબ જ મોટી વાત છે પરંતુ જો તમે તમારા પર અને તમારા સબંધી પર વિશ્વાસ કરતા હોય તો ક્યારેય પણ ગેરસમજ નો શિકાર ન થાવ. પ્રેમ તો એક એવી વસ્તુ છે, જે વ્યક્તિને જીવન જીવવાનું સાચું કારણ બતાવે છે, કારણકે પ્રેમ એક એવો અહેસાસ છે જે ન તો ક્યારેય ગરીબી જોવે છે અને ન ક્યારેય અમીરી જોવે છે.પ્રેમમાં તાકાત હોય છે. એટલે સાચો પ્રેમ ક્યારેય અલગ થતો નથી. પ્રેમ તો પ્રેમ છે. પ્રેમ તો બસ થઇ જાય છે.
✍️હેત