કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિનો દશકો હોય છે. તે સારો પણ હોય શકે અને ખરાબ પણ હોઈ શકે... પરંતુ આ સમય જે જીરવી શકે તે મહાન ને બુદ્ધિશાળી વ્યક્તિમા ગણના થાઈ.
મેહુલ અને રુચિકા નો કોલેજમા પ્રથમ દિવસ હતો. રીશેષ મા રુચિકા નાસ્તા ની પ્લેટ મા સમોસા સાથે ચટણી ને ચા નો કપ લઇ જતી હોય છે ત્યારે ધ્યાન ન રહેતા મેહુલ સાથે અથડાય છે. મેહુલના લાઈટ પિન્ક કલર નો શર્ટ ખરાબ થાય છે... રુચિકા આઈ એમ સોરી.... મેહુલે સ્માઈલ સાથે ઓકે કઈ વાંધો નહિ... એમ કહી વોશ રૂમ માં જાય શર્ટ ને સાફ કરીને આવે છે....
ત્યાં સુધીમા રુચિકા ફરી બે પ્લેટ સમોસા ને ચા લઇ ટેબલ પાસે આવે છે અને કહે છે ઓ મિસ્ટર અહીં આવો. મેહુલ ત્યાં જાય છે... ટેબલ પાસે સામસામે બન્ને ની ખુરશી રાખીને ઓળખાણ કરે છે... હેલો.. મારું નામ રુચિકા છું.. હું અમદાવાદ જ રહુ છું..., પછી... હેલો હું મેહુલ પટેલ હું બરોડા રહુ છું પણ કોલેજ કરવા અહીં આવ્યો છું.. બધા મિત્રો રૂમ ભાડે રાખીને રહેવાના છીએ...
ટૂંકો પરિચય ને નાસ્તો પૂરો કરી બન્ને વર્ગમાં જાય છે. બીજા દિવસે પણે એક બીજાને હાય હેલો કરે છે.... બ્રેક સમયે કેન્ટીંગ મા ભેગા થાય છે... આમે રોજ નો નિત્ય ક્રમ બની ગયો.. રુચિકા ને મેહુલ સારો મિત્રો બની ગયા... કોલેજ પુરી થાય એટલે બંને બહાર ફરવા જાય. રવિવારના દિવસે પિક્ચર જોવા જાય.. બગીચા મા કલાકો સુધી વાતો કરે... આમ ધીમે ધીમે એકબીજાની ખુબ નજીક આવી ગયા ને દોસ્તી પ્રેમ મા રૂપાંતરિત થઈ ગઇ...
મેહુલે રૂચિકાને કહ્યં મારી સાથે મેરેજ કરીશ ને?
રૂચિકાએ કહ્યું.. હા.. મારે મમ્મી પપ્પા ને મનાવવા
પડશે... કારણ કે તે લવ મેરેજ થી વિરુદ્ધ છે. મારાં
પરિવાર મા હું એક જ સન્તાન છું...
મેહુલ ને રુચિકા એટલા નજીક આવી ગયા કે એક મિનિટ એક બીજા વગર એકલા રહેવું કઠણ બની ગયું... કોલેજમાં રોજ મળતા પણ રજાના દિવસોમાં કોઈ પણ કારણ બતાવીને રુચિકા મેહુલને મળતી.. મેહુલ પણ રજા મા બરોડા જતો નહીં...
આમને આમને કોલેજ ના 2 વર્ષ પુરા થયાં...
રુચિકા ના મમ્મી પપ્પા સારો મુરતિયા ની શોધ કરતા હતા.. એમાં એક અમદાવાદ માંથી જ રુચિકા નું માંગુ આવ્યું... મમ્મીએ મુરતિયા વિશે રુચિકાને વાત કરી... ત્યારે રુચિકા એ દિલ ખોલી તેના મમ્મીને હક્કીત જણાવીને મેહુલ ની વાત કરી... ત્યારે એના મમ્મી એ રૂચિકાને કહ્યું.. રુચિ તારા પપ્પાની વિરુદ્ધ વાત છે, પણ હું તારા પપ્પાને વાત જણાવીશ ને તારી ખુશી માટે મનાવવાની કોશિશ કરીશ...
તે જ રાતે જમતા જમતા રુચિકા ના મમ્મીએ રુચિના લગ્ન ની વાત કહી કે એય.. આપણી રુચિ ને તેની સાથે કોલેજ મા ભણતો મેહુલ પસંદ છે તો આપણે છોકરાને ઘરે બોલાવી જોઈ લેવો છે.... કિશોરભાઈ એક શબ્દ બોલ્યા વગર જમીને રૂમમાં સુવા જતાં રહ્યા... પંદર દિવસ પછી કિશોરભાઈએ રુચિને પૂછ્યા વગર એક નામાંકિત ડોક્ટરના દીકરા સાથે એનું સગપણ નક્કી કરી નાખ્યું.. રુચિકાએ ખુબ જ આજીજી કરી પણ કિશોરભાઈ એકના બે ના થયાં...
આ બધી રૂચિકાએ મેહુલ ને જણાવી.. મેહુલે કહ્યું, રુચિ તારા પપ્પાથી વિરુદ્ધ મા આપણે એક પણ ખોટું કામ ન કરી શકાય... આપનો પ્રેમ સાચો છે તો ભગવાને પણ નમવું પડશે... એમ જણાવીને મેહુલ ત્યાંથી રૂમ પર આવ્યો.. ચિંતા કરવા લાગ્યો.. શું થાશે મારુને રુચિકા નું?.. કેવો છોકરો હશે? એને સાચવશે? ખુશી આપી શકશે?. આવાં અનેક સવાલ મગજ મારી ચકડોળ ની જેમ ગોળ ગોળ ફરવા લાગ્યા...
રુચિકાની સગાઈનો દિવસ પૂરો થયો એના બીજા જ દિવસે કિશોરભાઈએ એ જ મહિનામાં લગ્ન પણ ગોઠવી દીધા.. રુચિકા ને એના મમ્મી કઈ બોલી શકે નહીં... પણ રુચિકા મેહુલા શબ્દ મગજ મા રાખ્યા કે... આપણો પ્રેમ સાચો છે એટલે ભગવાને પણ નમવું પડશે... ઘરમાં લગ્નની તૈયારી ધામે ધૂમે સરુ થઈ ગઇ.. સાડી, ડ્રેસ, દાગીના,વગેરે.. કંકોત્રી છપાઈને આવી ગઇ.. સગા સબંધી, મહેમાનો ને આમંત્રણ અપાઈ ગયું... ઝડપથી સમય પસાર થઈ ગાયો.... રુચિકા નો લગ્નનો દિવસ આવ્યો.. દુલ્હનના રૂપ મા રુચિકા ખુબ સુંદર લગતી હતી.. રુચિકા અને વિરલે પવિત્ર અગ્નિની સાક્ષીએ ફેરા ફરી લગ્ન ગ્રન્થિ થઈ જોડાય ગયા... રૂચિકાને વિદાય દેવાનો સમય આવ્યો ત્યારે બાપના ખમ્ભા પર માથું નાખી રુચિ ખુબ રડે છે... કિશોરભાઈ ના આંખમાંથી અશ્રુધાર વહે છે.. દીકરી સામે બે હાથ જોડી ઉભા રહ્યા.. ફક્ત આંખો માંથી જવાબ આપ્યો બેટા મને માફ કરી દેજે... રુચિકા સાસરીમાં આવી.. લગ્ પછી ની વિધિ પુરી કરી વિરલ ને રુચિકા રૂમમાં ગયા..
રુચિકા નો ચહેરો વિરલે વાચી લીધો ને રુચિકા ને કહે છે.. તું કેમ ખુશ નથી.. હું નથી ગમતો... મમ્મી પપ્પાએ પરાણે લગ્ન કરાવ્યા છે.. જે હોય તે કહે રુચિકા.. ફેરા ફરવાથી પતિ પત્ની બની ગયા.. એ ખોટું છે એમાં માટે આત્માના સાચા પ્રેમની જરૂર છે... રુચિકા એ મનમાં વીચાયું વિરલ મને સમજી શકે એવો માણસ છે... એટલે જ સાચી વાત હતી એ કહી દીધી કે પપ્પાની મરજી થી મારા લગ્ન તમારી સાથે થયાં છે. હું મેહુલને મારું તન માન સોંપી દીધું છે... આ સાંભળી ને વિરલ રુચિકા સામે જોઈને કહે છે.. તારું તન મેહુલ નું રહેશે પણ મનથી મારા દોસ્ત બની શકશો.. વિરલે દોસ્તી માટે હાથ લાંબો કર્યો.. રુચિકા એ વિરલના હાથ ઉપર હાથ મૂકી દોસ્તી નો સ્વીકાર કર્યો...
બીજા દિવસે વિરલે રૂચિકાને કહ્યું... પરિવારની નજરમાં પતિ પત્ની પણ રહેવાનું દોસ્ત ની જેમ.... આમને આમ બે વર્ષ પુરા કર્યાં.... વિરલ માબાપ નું એક સન્તાન હોવાથી વિરલના માબાપે સમજાવ્યું બેટા ઘરમાં એક રમકડું રમતું હોય તો અમારો સમય સારો પસાર થાય...ત્યારે વિરલ હસતા હસતા જવાબ આપે ઘરમાં એક નઈ બે રમકડાં છે તમારા કરતા નાના.. બીજાની શુ જરૂર છે... દિકરી જેવી રુચિકા છે....
અમને વર્ષો પર વર્ષો પુરા થવા લાગ્યા.... વિરલ પરિવાર સાથે માઉન્ટ ફરવા ગાયો.. પાછા ફરતા વચ્ચે ગાડીનું એક્સિડન્ટ થયું. પરિવાર માંથી રુચિકા એક બચ્ચી બાકી બધા ઘટના સ્થળે જ પ્રાણપંખેળું ઉડી ગયા... રુચિકા પર આભ ફાટ્યું....
રુચિકા ફરી માબાપના ઘરે રહેવા લાગી....ખુબ જ બીમાર પડી એટલે હોસ્પિટલ લઇ ગયા.. ત્યાં ડૉક્ટર ને મળવાનું થયું... જોયું તો ર્ડા. મેહુલ. નામ સાંભળીને રુચિકા ને ભૂતકાળ યાદ આવ્યો.... ર્ડા. મેહુલે રુચિકા ની ખુબ સારવાર કરી સાંજી કરી દીધી... રૂચિકાએ ર્ડા. મેહુલ સાથે પહેરાની વાત કરી... ફેમેલી વિશે પૂછ્યું... ત્યારે ર્ડા. મેહુલે જવાબ આપ્યો કે મે લગ્ન કર્યાં નથી... મે આજથી 10 વર્ષ પહેલા મનથી લગ્ન કર્યાં હતા... આ સાંભળીને રુચિકા રડવા લાગી અને મહેશની પોતાની વાત કહી અને અંતે રુચિકા બોલી મેહુલ તેજ કીધું હતુંને કે આપણો સાચો પ્રેમ હશે તો ભગવાને પણ નમવું પડશે.. એ સાચું થયું... વિરલ મને છોડી ને આ દુનિયા છોડીને જતો રહ્યો છે....
આઠ દિવસ પછી મેહુલ રુચિકા ના ઘરે જઈ, રુચિકા ના મમ્મી પપ્પા પાસે એનો હાથ માંગે છે, જિંદગી ની જીદ થી હારી ગયેલા કિશોરભાઈએ રુચિકા નો હાથ મેહુલ ના હાથ મા સોંપીને ને પોતાની જીદને ઓગાળી નાખી... મેહુલ અને રુચિકા ના સાચા પ્રેમ સામે ભગવાન પણ નમી ગયા..
✍️હેત