ANGREZI MEDIUM books and stories free download online pdf in Gujarati

अंग्रेज़ी મીડીયમ : મુવી રીવ્યુ

Angrezi Medium : સપનાઓનો ભાર અને સમયનો માર

Hai जो crazy crazy सपने मेरे
सारे चुनके में बुन आऊँगी

હમણાં જ તાજી તાજી પાંખો ફૂટી(૧૮ ઉંમર) હોય એવી છોકરી તારીકા બંસલ(રાધિકા મદાન) અને એ પાંખોના શમણાં પૂરા કરવા માટે પગના તળિયા છોલાવવા તૈયાર થઈ જાય એવા પિતા ચંપક બંસલ(ઇરફાન ખાન). અને ચંપક બંસલનો એક ભાઈ ઘસીટેરામ બંસલ(દિપક ડોબરીયા). આ ત્રણની એક્ટિંગ સાથે જબરદસ્ત કેમેસ્ટ્રી એટલે અંગ્રેજી મીડીયમ.

નામ સાંભળીને સ્કૂલ વિશેની સ્ટોરી લાગે પણ એવું કશું નથી. બાપ અને દીકરીના લાગણી ભીની હૂંફને સ્ક્રીપ્ટમાં વર્ણવો એટલે અંગ્રેજી મીડીયમ ફિલ્મ બની જશે. લાગણીઓને અહીં ધબકાવી છે. મિડલ કલાસ લોકોને સૌથી વધુ સપનાઓનો ભાર હોય છે. પરિસ્થિતિનો માર અને સંતાનોના સપનાઓનો ભાર અહીં કેન્દ્ર સ્થાને છે. એમ માનો ને કે, રોજિંદી જિંદગીને ફિલ્મનું નામ આપ્યું છે. ચલો થોડા ઉર્દુ શેર સાથે તમને આગળ વાત કરું...

बहुत से दर्द तो हम बाँट भी नहीं सकते
बहुत से बोझ अकेले उठाने पड़ते हैं - मुईन शादाब

તારીકા અને ચંપક બન્ને બાપ-દીકરી ઘરમાં રહેતા હોય છે. તારુની મમ્મી દીવાલમાં બેઠી આ બધું જોયા કરે. ચંપક હવે માત્ર તારીકાના સપનાઓ પૂરા કઈ રીતે કરવા એજ વ્યથામાં હોય છે. કેમ કે, બાળકને રોજના નવા સપનાઓ... તારું હજી નાની જ હતી. પરંતુ એક સપનું મોટું થઈ ગયું હતું. બાળકો મોટા પણ થવાના હોય છે એ આપણે ભૂલી જતા હોઈએ જયારે એને મનાવવા માટે આપણે હા કહ્યા કરીએ. તારીકાનું એક જ સપનું લંડનમાં ભણવા જવું. વિદેશ જઈને ભણવું બસ...

દિપક ડોબરીયા પણ ચંપકને પગલે પગલે સાથ આપે છે. એ બનેંની કેમેસ્ટ્રી આ ફિલ્મની પકડ છે. એમાંય દારૂ વાળો જે સીન બતાવ્યો છે. એ તો એક નંબર. બીજી ઘણી નાની નાની સ્ટોરી સાઈડમાં શરૂ હોય છે. હવે ચંપક એટલે ઈંગ્લીશમાં ઢ. ને તારીકા ઇંગ્લીશમાં માસ્ટર. વર્તમાન સમયની આ સ્થિતિ છે. એક પેઢી જે ઈંગ્લીશ સમજી અને બોલી શકે છે. અને એક એ પેઢી જેને આ સમય સાવ અજાણ્યો લાગે. માણસાઈને પ્રાથમિકતા આપતી આ ફિલ્મ છે. ઈમાનદારી માટે ઘણી કિંમત ચૂકવવી પડે. સ્ટોરી જેમ તેમ કરી લંડન પહોંચે છે. કઈ રીતે પહોંચી એના માટે ફિલ્મ જુઓ..

अब समझेंगे दुख मेरा
अब उन की भी बेटी है - बिलक़ीस खान

દીકરીના બાપ હોવું એટલે હજારો જવાબદારી. બાપ-દીકરીના સંવાદો રમુજી રાખ્યા છે પરંતુ હળવાશથી વાત સમજાવી છે. છોકરીને "cool" બનવું હોય છે. જલ્દી ફ્રીડમ જોતી હોય છે. બાપની રોકટોકમાંથી છૂટવું હોય છે. અને બીજી બાજુ બાપ આ દુનિયાથી વાકેફ હોય છે. એક સરસ ડાયલોગ ચંપક બોલે છે કે, “ ભારત કો અંગ્રેજો સે આઝાદી લેને મે 200 સાલ લગે થે... તું 18 તક તો રુક હી શકતી હૈ... ”

તારીકા વિદેશ પહોંચીને બદલાય જાય છે. જાણે એને જ આખી દુનિયા જોયેલી હોય. જીવનમાં એક સમય એવો હોય છે જ્યારે માતાપિતા અને બાળકો વચ્ચેની આત્મીયતા તૂટતી લાગે.

एक बेटा मिला था मिन्नत से
मर गया था वही जवानी में - असद रज़ा सहर

અને હા, સાથે વિદેશનું કલચર પણ બતાવ્યું છે જ્યાં પરિવારનું કોઈ મહત્ત્વ નથી. " તુમ્હારા બાપ કોન હૈ.. ઉસસે યહાં કોઈ મતલબ નહિ... " જે લોકો વિદેશ જવા માટે તરફડતાં હોય છે એમને આ ફિલ્મ ખાસ જોવું.... આમ વિચારો તો ભગવાને વિચારીને આપણને જે તે દેશમાં જન્મ આપ્યો હશે... લંડનમાં કરીના કપૂર પોલીસમાં હોય છે અને એમની એક નાની સ્ટોરી પણ ઈમોશનલ છે. બધાની નાની સ્ટોરી છે અને છેલ્લે બધાની સ્ટોરી સારી એવી જોડી છે.

चलो बाँट लेते हैं अपनी सज़ाएँ
न तुम याद आओ न हम याद आएँ - सरदार अंजुम

દીકરીને પાંખો ફૂટી અને એ ઉડવા લાગી. એવી ઉડવા લાગી કે હવે એને પાંખો આપનારની પણ જરૂર નથી. હકીકતે આપણને ખબર નથી હોતી કે આપણા માટે આપણા માબાપે કેટલા રોટલાં ઘડયાં છે. ફિલ્મમાંથી આ બાબત જાણવા જેવી છે અને માંબાપને એમનો હક આપવા જેવો છે. વાત ટૂંકમાં કહી દઉં તો ફિલ્મ જોવા જવું જ. માણસાઈ, બાપ, દીકરી, ભાઈ, ઈમાનદારી, કરકસર, સામાન્ય માણસોની લાઈફ, સપનાનો ભાર, આઝાદી કોને કહેવાય, દેશ કે વિદેશ, માતૃભાષા કે અંગ્રેજી કલચર, વારસામાં મળતો ધંધો, મિત્રતા અઢળક લાગણીઓનો દરિયો... અને તમે ફિલ્મ જોતા હોય ત્યારે આ બધાનો ભાર ન લાગે એટલે રમૂજી ડાયલોગ્સ. જીવનનો મર્મ અહીં હસાવતા હસાવતા કહ્યો છે.. બાપ અને દીકરી બંને પાત્રોને આબેહૂબ વર્ણવતી આ ફિલ્મ જોવા જેવી જ છે.. ઘણા ડાયલોગ્સ સીધા આપણી લાઈફમાં ટચ કરશે... અને એમાંય ઈરફાન ખાન ફિલ્મના છેલ્લા સીનમાં કારમાંથી મોઢું બાર કાઢી જે ડાયલોગ્સ બોલે છે... એ ડાયલોગ્સ આખી ફિલ્મને રજૂ કરી દે છે. હવે જોઈ આવો...

આદમી કા સપના તૂટ જાતા હૈ ના
તો આદમી ખતમ હો જાત હૈ...

લાગણીનો ધોધ એટલે અંગ્રેજી મીડીયમ, બાપ-દીકરીનો પ્રેમ એટલે અંગ્રેજી મીડીયમ. સપનાઓનો ભાર અને સમયનો માર એટલે...

- જયદેવ પુરોહિત