Parthiv sharir rachnao - 2 books and stories free download online pdf in Gujarati

પાર્થિવ શરીર રચનાઓ - 2

એ કાળું કાકા તમે અહીંયા કેમ આજે .? (કાળું કાકા મારા ઘરની બાજુમાં રહે છે..એમની બટેટા ભૂંગળા અને સમોસા ની લારી છે,)

આમ તો રોજ એ પેલા બેઠલા પૂલ ની નીચે ના ચાર રસ્તે જ હોય પણ આજે કેમ એ અહીંયા આ રેલ્વે ફાટક ના 4 રસ્તા એ આવેલ એ વટામણ ચોકડી એ એમની લારી પાસે ઉભા હતા અને જાણે કે ક્યાંક જવાની,કોઈને પાણી આપવાની ઉતાવળ હોય એમ પાણી ભરતા હતાં..એટલે મેં થોડાક આશ્ચર્ય સાથે એમને પૂછી લીધું...)

કાળું કાકા ના ઉદાસ ચહેરા પરની એ ગમગીન રેખાઓ અને આંખ માં સુકાયેલા એ આંસુઓ થી એવું લાગતું હતું જાણે કે એ થોડીક વાર પેહલા રડ્યા હતા...

હજુ તો હું એમને પૂછી રહ્યો હતો... ને સામે એક એમ્બ્યુલન્સ આવી. ને કાલૂકાકા ને પૂછવા લાગી ફોન તમે જ કરેલો ?

એમને એમ્બ્યુલન્સ વાળાને કહ્યું હા મેં જ ફોન કરેલો કારણ કે અકસ્માત થયો અહીંયા અને એ મારા દીકરા જેવો છે...કોઈએ ફોન કર્યો નહિ હું જ્યારે પોચ્યો ને જોયું તો એ જાણે કે પાંખ તોડી નાખીએ અને પંખીડું તરફડે એમ તરફડી રહ્યો હતો...જોઈ કોઈએ થોડીક પણ વિચાર કરી ને એમ્બ્યુલન્સ અથવા પોલીસ ને અગાઉ ફોન કર્યો હોય તો કદાચ એ એટલું તરફડી ના રહ્યો હોત આટલા સમય સુધી .... મે જોઉ અને ફોન કર્યો.હતો 5 મિનિટ પેહલા .

આ પાછલા રસ્તે જમણી બાજુ વળતા રસ્તે એક ટ્રક એક આગળ જતી બાઈક ને ટક્કર મરી ને જતું રહ્યું... તો એ અકસ્માત માં ઘાયલ થયેલ વ્યક્તિ હજુ ત્યાં જ છે.. મારી જ સોસાયટી માં રહે છે.. આટલું કહ્યું ત્યાં કળુકાકા ના આંખ માં જળજલિયા આવી ગયા હું બાજુમાં સ્તબ્ધ થઈ ને જોતો તો.. મે કાલુકાકા ને કહ્યું શાંત થાવ...આંખ લૂછો અને આ પાણી પી લો સ્વસ્થ થઈ જાવ..અને મે એક બીજો પ્રશ પૂછી લીધો...?
"કોણ આપણી સોસાયટી નું ? કોનો અકસ્માત થયો કાકા ?"

પણ કાકા એ સાંભળ્યું નહી એમ કઈ જવાબ ના આપ્યો મને લાગ્યું એ થોડું ઓછું સાંભળે છે એટલે કદાચ સાંભળ્યું નહિ હોય. અને મે એમને પૂછવાનું માંડી વાળ્યું કારણ કે અત્યારે એ ઠીક નહોતા .મને થયું ચાલ હું જ ત્યાં જઈ ને રૂબરૂ માં જોઈ આવું,કારણ આપણી સોસાયટી નો માણસ છે અને એ એક ઘર માનતા તો એ પરિવારનો એક સદસ્ય જ કહેવાય અને હું એ તરફ વળું ત્યાં.
પપ્પા ને સામે જોયા મે..એકલા જ હતા પણ ખબર નહી કેમ આજે એ હસી મજાક વાળા છે હંમેશા હસતા હોય મોઢા પર એક સ્મિત તો હોય જ એવા. મારા પપ્પા આજે ખબર નહી કેમ હસતા નહોતા એમના મોં પર ચેહરા પર એ સ્મિત અને તેજ દેખાતું ન્હોતું જાણે કે એ જલ્દી માં ઉત્રી ને સીધા ભાગવા લાગ્યા એમના ચેહરા પર ની એ ક્રચલીઓમા ગંભીરતા સ્પષ્ટ દેખાતી હતી..હું એમને બૂમ પાળી ને બોલાવતો હતો કે શું થયું કેમ આટલા ચિંતા માં છો પપ્પા શું થયું? પણ આટલી ભીડ અને શોરમાં એ મને સાંભળી નહોતા શકતા એટલે જવાબ નહિ આપ્યો હોય..

મને લાગ્યું કદાચ સોસાયટી નું સભ્ય છે અને પાછા પાપા સોસાયટી ના ઇન્ચાર્જ તો એમને કહ્યું હસે કોઈએ એટલે આવ્યા હશે હું એમને સાદ પાળતો પાળતો એમની તરફ ભાગ્યો... પણ એ ટોળા માં અંદર જતા રહ્યાં..હું એમને ગોટતો હતો..
અંદર જવાની કોશિશ કરતો હતો પણ આ ભીડ માં હું જઈ જ નોટો શકતો કે પછી કોઈ રોકતું હતું ત્યાં જવા માટે ખબર નહિ...મને પાપા ના રડવાનો અવાજ આવ્યો મારા કાને જાણે કે એ અવાજ ને પકડી લીધો પણ મારું મન જાણે કે એમ કહેતું હતું ના પાપા ક્યારેય ના રડી સકે અને હું અંદર જવા માટે ફરી પ્રયત્ન કરવા લાગ્યો.. પાછળ કાળુકાકા પણ પાણી લઈ ને આવ્યા 4 એમને જોરથી બૂમ પાળી દૂર ખસો અને એમ્બ્લ્યુલાંસ માં આવેલ ઇન્ચાર્જ અને ડોક્ટર ની ટીમ આવી ત્યાં એ લોકો અંદર ગયા .. અને એવા જ બહાર આવ્યા અને કાકા ને કહ્યું બસ 10 મિનીટ પેહલા ફોન કર્યો હોત તો કદાચ અમે બચાવી સકત સોરી... એ નથી રહ્યા...

કલૂકાકા એકદમ અવાક્ થઈ ગયા જાણે કે એક એમના માટે આ બધુ સ્થિર થઈ ગયું એમની આંખો વેહવા લાગી...અને એમને સોસાયટી માં કોઈ ને ફોન લગાવ્યો...

પપ્પા હજુ અંદર જ હતા એમનો અવાજ પણ હવે બંધ થઈ ગયો હતો બધે એકદમ સન્નાટો...બધા ચુપ જાણે કે એ મોત ના સન્નાટા ના લીધે સોક માં ડૂબી ગયા.હતા... એ સન્નાટામાં કલુકાકા બોલ્યા

"અમિતભાઈ, સાગર ડૂબી ગયો...આપનો સાગર આ દુનિયામાંથી જઈ ચૂક્યો અસ્ત થઈ ગયો આપણો, સૂરજ બધા ને એકલા મૂકી ને જતો રહ્યો..એક કાળમુખા રાક્ષશી ટ્રક આપણા સાગર નો જીવ લઈ ને ગયો..અને આ તમાશો જોનાર દુનિયા, સાગર ને જોઈ રહી વિડિયો ઉતરતા રહ્યા પણ કોઈથી હોસ્પિટલ ફોન ના થયા.અને એમને વચ્ચે આપણો સાગર તરફડતો રહ્યો 10 મિનિટ અને અંતે એ હારી ગયો..અને છોડી ને જતો રહ્યો..."

કલુકકા હવે ચુપ થઈ ગયા સામેથી બધા ના રડવાનો અવાજ આ કાળ સમાં સન્નાટા સ્પષ્ટ સંભળાતો હતો...

. હા હું જ સાગર અને અમિત મારા મોટા ભાઈ....હું અંદર ગયો અને એ મારું જ પાર્થિવ શરીર હતું.....હું મારા એ પાર્થિવ શરીર ને મારી આંસુ વિના રડતી આંખો થી જોઈ રહ્યો અને મારા પાર્થિવ પાસે જઈ ને બેસી ગયો...........