Ghost park - 6 books and stories free download online pdf in Gujarati

ભૂતિયો બગીચો ભાગ - ૬

(આગળ જોયું કે કરણ ને નાથુ કાકા બગીચે થી બાહર જવા પ્રયત્ન કરે છે પણ તેઓ જઈ સકતા નથી....પરબ ની પાછળ કોઈ છોકરી નો રડવાનો અવાજ સંભળાય છે ને પોતાને રેખા કહી ગાયબ થઈ જાય છે)

"કાકા કોણ છે આ રેખા? તમે ઓળખો છો એને?"

"હા, કરણ મે એને જોઈ છે... એ અહીંયા બગીચે આવતી હતી..... મે એને ઘણી વાર અહીંયા બેઠેલી જોઈ છે."

"પણ કાકા એ ચુડેલ કેવી રીતે બની ગઈ તો ?"

"આ સવાલ નો જવાબ તો ફક્ત એ જ આપી સકે છે કરણ."

"આપણે સુ કરીશું હવે .. એ આપણે ને બાહર જવા દેતી નથી... હરેશ ને પણ સારવાર ની જરૂર છે..." કઈક વિચારો કાકા... એણે આપણી પર હુમલો નથી કર્યો....એનું પણ કઈક કારણ જરૂર હસે કાકા.... એ જરૂર કઈક કહેવા માંગતી હસે..."

" તે વાત તો સાચી કરી છે કરણ પણ આપણે રસ્તો શોધીએ પણ કેવી રીતે?"

બીજી તરફ દવાખાના માં મુકેશ ની સારવાર થઇ રહી હતી... સમર એની પાસે બેઠો હતો... એણે ઘરે દવાખાના માં કામ કરતા રમણ ભાઈ જોડે સમાચાર મોકલાવી દીધો હતો.

રાત ના ૧૨:૩૦ થઈ રહ્યા હતાં...સમર પણ ચિંતા માં હતો... કે કરણ ઘરે પોહોંચી ગયો હસે કે નઈ.....

મુકેશ ને હોશ આવી ગયો...પણ એ સરખું બોલી સકે એવી સ્થિતિ માં હતો નઈ...

સમર ને હાશ કારો થયો....

મુકેશ કઈક કહેવા માંગતો હતો ...

" હા બોલ મુકેશ, તારી આ દશા કોણે કરી?.. સુ થયું હતું?"

"સમર, એ રેખા બેન છે...તને યાદ છે આપણે નાના હતા ત્યારે આપણા ઘર પાસેના છાપરા પાસે આપણે રમવા જતા ત્યાં એક છોકરી રહેતી હતી.....આપણે રમીને ત્યાં પાણી પીવા જતા... એનો ભાઈ સુરેશ આપણી જોડે રમતો આ એની જ મોટી બેન રેખા છે..."

"પણ , એણે તારી પર હમલો કેમ કર્યો?"

" હુ પાણી ભરતો હતો.. તો મને કોઈ એ બોલાવ્યો હોય એવો આભાસ થયો.... હુ પરબ ની પાછળ ગયો...તો ત્યાં એક છોકરી બેઠી હતી...હુ એની પાસે ગયો તો એને મને કીધું કે તું મને ઓળખે છે?...

" મને યાદ આવી ગયું કે એ રેખા બેન છે....મે ખુશી થી કીધુ કે હા યાદ છે ને બેન.. તમને કઈ ભુલાય... પણ તમે અહી સુ કરો છો?"

"એમણે કીધુ કે મારી મદદ કરીશ?.. મે કીધુ કે હા બેન કહો ને તમ તમારે....

"ને ત્યાં પરબ એ પાણી ભરવા માટે કોઈ આયુ.. ને એ અવાજ સાથે રેખા બેન એકદમ થી ગાયબ થઈ ગયા....ને એ જોઈ ને હુ ડરી ગયો ને ભાગ્યો... ને ત્યાં પથ્થર સાથે અથડાતા હુ પડ્યો ને ત્યાં બાજુમાં રહેલી બેઠક સાથે મારું માથું ભટકાતાં હુ બેભાન થઈ ગયો...."

સમર - " એનો મતલબ એ થયો કે એ ચુડેલ નથી રેખા બેન છે.. જેમને કઈ થયું હસે ને એની આત્મા ત્યાં છે... જેને આપણી મદદ જોઈ એ છે.....

એટલા માં મુકેશ ના પપ્પા ને મમ્મી આવી ગયા...

" સુ થયું મારા મુકેશ ને?"

મુકેશ કાકા ના પપ્પા અવિનાશ કાકા એ ચિંતા માં હતા પણ વધારે કઈ હતું નઈ એટલે એમને રાહત થઈ...

"અવિનાશ કાકા( મુકેશ ના પપ્પા) કરણ ને હરેશ ઘરે આવી ગયા?"

"ના , તારા ઘરે અમે જઈને આયા... તારા પપ્પા પણ ચિંતા કરતા હતા.. અમે કીધુ કે મુકેશ ને વાગ્યું છે... તો અમે જઈએ છીએ ને બધા ને અમે જોડે લેતા આવસુ..."

સમર ચિંતા માં આવી ગયો... અવિનાશ કાકા જેવા બાહર ગયા એટલે તરત એણે મુકેશ ને કહ્યું" ભાઈ, લાગે છે રેખા બેન એ હજી કરણ ને હરેશ ને ઘરે નથી જવા દીધા... એ હજી બગીચા માં જ હસે... એ કઈક કહેવા માંગતી હતી.... આપણે એની મદદ કરવી પડશે... નઈ તો એ કોઈ ને બાહર જવા નઈ દે..."

મુકેશ - " મે મમ્મી પપ્પા ને કઈ કીધુ નથી કે સુ થયું છે.. એમ કીધુ છે કે હુ પડી ગયો છું....આનો એક જ રસ્તો છે.... તુ રમણ ભાઈ ને વાત કર.... ને એમને લઈને રેખા બેન ના ઘરે જા...કદાચ કઈક રસ્તો મળી જાય... તુ જા અત્યારે ઘરે....."

સમર - " અવિનાશ કાકા હું ઘરે જાઉં છું...ને કરણ ને હરેશ ને શોધતો જાઉં છું... તમે મુકેશ પાસે રેજો..."

સમર સીધો દોડતો પોહોચ્યો રમણ ભાઈ ના ઘરે...એમને ઉઠાડ્યા ને બધી વાત કરી...

રમણ ભાઈ માનવા તૈયાર નતા... એમને હતું કે છોકરો મજાક કરે છે....

રમણ ભાઈ - " જો સમર આમાં કંઈ ખોટું નીકળું ને તો હુ આખા દિવસ નો થાકેલો સૂતો છું... મજાક હસે ને તો પેહલા તો તને હું મારીસ ને તારા બાપા ને કહી ને માર ખવડાવીસ, એ અલગ..."

સમર - " હુ કઈ ખોટું નથી કહેતો રમણ ભાઈ... તમે હાલો એ રેખા બેન ના ઘરે...તમને પણ ખબર જ છે ને કે એ ક્યાં રેતી તી".

રમણ ભાઈ - " એનો ભાઈ એની માં શાંતા બેન ને એ સોડી રેખા એમને હુ ઓળખું.. પણ એ લોકો ના ઘરે હુ વરસો થી નથી ગયો......પણ હાલ તુ કેહ છે તો આપણે જઈ આવીએ ..."

સમર અને રમણ ભાઈ બંને રેખા ના ઘરે ગયા...રાત ના ૧:૪૫ આસપાસ સમય થતો તો.... બઉ દરવાજો ખખડાવ્યો ત્યારે છેક શાંતા માસી એ દરવાજો ખોલ્યો ને જેવી લાઇટ ચાલુ કરી તો સામે દીવાલ પર જોતા જ રમણ ભાઈ ના હોશ કોષ ઊડી ગયા....

( રમણ ભાઈ એ સુ જોયું? .. કરણ ને નાથુ કાકા નું સુ થયું હસે?...... એ આવતા ભાગ માં)