Meetno sacho prem books and stories free download online pdf in Gujarati

મિતનો સાચો પ્રેમ

દિવ્યાના મામા મામીનો સ્વભાવ ખુબ સરસ હતો.. તેમને કોઇ સંતાન ન હતું તેથી તે દિવ્યાને સગી દિકરી કરતા વધારે રાખતા હતા.

ઋષિને ગીત ગાવાનો ખુબ જ શોખ હતો.. બચપણથી ઋષિના પિતા ન હતા.. માતા હતા. ઋષિ ખુબ જ ધનવાન હતો.. ખુબ મોટો બંગલો એમાં નોકર ચાકર કામ કરે. ખુબ જ લાડકોડ થી ઋષિનો ઉછેર કરવામાં આવ્યો હતો..

દિવ્યા ને ઋષિ એક જ કોલેજ માં સાથે ભણતા હતા. ઋષિને દિવ્યા ખુબ જ ગમતી હતી.. એ તેને પોતાના જીવ કરતા વધારે પ્રેમ કરતો હતો... દિવ્યા ઋષિના ગીત પર ફિદા હતી. પણ એક બીજાને 3 વર્ષ માં કઈ જ ન કહી શક્યા. કોલેજ પૂર્ણ થતા વિદાય દિવસ આવ્યો. ઋષિએ એક સુંદર ગીત રજુ કર્યું. કાર્યક્રમ પૂરો થયા ની સાથે જ દિવ્યા ઋષિ પાસે જઈને પોતાનો પ્રેમ જાહેર કરે છે. ઋષિ દિવ્યા ને બાહોમાં લઇ આઈ લવ યુ ટુ કહે છે.
ઋષિ પોતાની માતા ને આ વાતની જાણ કરે છે.. દિવ્યા ના મામા મામીને ઋષિના ઘરે બોલાવવામાં આવે છે અને લગ્નની તારીખ નક્કી કરવામાં આવી. એક મહિના પછી ઋષિ અને દિવ્યા ના લગ્ન ધામેધૂમે કરવામાં આવ્યા. દિવ્યાને બંગલા માં વિધિવત પ્રવેશ કરાવવામાં આવ્યો. ઋષિ અને દિવ્યા ની જોડી જાણે કે લક્ષ્મી નારાયણ. બંન્ને ખુબ જ એક બીજાને પ્રેમ કરતા.

ઋષિ અને દિવ્યા હનીમૂન માટે જાય છે... ખુબ જ એન્જોય કરે છે. ઋષિ અને દિવ્યા શરીર જુદું આત્મા એક, એકમેક માં ખોવાયેલા રહેતા. 10 દિવસ પછી હનીમૂન પૂર્ણ કરી ઘર તરફ રવાના થયાં ત્યાં જ રસ્તા માં એક ટ્રક સાથે એની ગાડી અથડાની ને ઘટના સ્થળે ઋષિ ના પ્રાણ પંખેળું ઉડી જાય છે. દિવ્યા એકલી પોતાના બંગલે આવે છે અને સાસુમાં ના ખોળા માં પોતાનું માથું નાખીને હૈયાફાટ રુદન કરે છે. હાથ માંથી હજી મહેંદી નો રંગ ઉતર્યો નથી ત્યાં શરીર પરનો રંગ સફેદ બની ગયો.

દિવ્યા સુનમુન રહેવા લાગી. કોઇ સાથે ન બોલવાનું, ઢીંગલી જેવી લગતી નાજુક અને માસુમ દિવ્યા પોતાના વિચારો માં રહેવા લાગી.. ઋષિના માતાએ દિવ્યાના મામા મામીને બોલાવી થોડાં દિવસ તેના ઘરે લઇ જવા કહ્યું. પણ દિવ્યા ત્યાં જવા તૈયાર નથી. મારે અહી તમારી પાસે જ રહેવું છે. ઋષિની યાદ સાથે જીવવું છે. મામા એ વધારે આગ્રહ ન કરતા દિવ્યાને ત્યાંજ રહેવા દીધી.

થોડાં દિવસ પાછી દિવ્યા અને એના સાસુમાં મંદિરે ગરીબ લોકોને જમવાનું દેવા જતા હતા, ત્યાં એક ગાડી વાળાએ દિવ્યાના સાસુમાને ઠોકર મારી. તે નીચે પડી ગયાં.. ગાડી ચલાવનાર વ્યક્તિ એ ગાડી ને બ્રેક મારી ત્યાંજ ઉભો રહ્યો. દિવ્યાએ તે વ્યક્તિને ગાડી માંથી બહાર કાઢી ને શર્ટ નો કોલર જાલી એક ગ઼ાલ પર લાફો મારે છે.. એને એની સાથે ઝઘડો કરે છે. સાસુમાં ના કહેવાથી દિવ્યા શાંત પડે છે. બન્ને જાણ બંગલે પાછા ફરે છે.

પણ.... ગાડી વાળાનું નામ હતું મિત. મિતને દિવ્યા જોતા ની સાથે જ ખુબ ગમી ગઈ. દિવ્યા ના ઘરનું સરનામું ગોત્યું.. દિવ્યા જ્યાં જાય એનો પીછો કરે..મિત દિવ્યા ના પ્રેમના રાત દિવસ ખોવાયેલો રહેતો.. મીતના મમ્મીએ મિતને પૂછયું કે, બેટા તને શુ થયું છે? કેમ એકલો ખોવાયેલો રહે છે. મીતે એના મમ્મીને પોતાના પ્રેમની વાત કરી. આથી મિતના કપાળે કિસ કરી કહે છે તારા પપ્પાને વાત કરીશ..

દિવ્યાના સાસુમાં ખુબ જ સમજાવે છે કે બેટા તુ ક્યાં સુધી ઋષિની યાદમાં જીવીશ હું છું ત્યાં સુધી પછી કોણ સાથ આપશે.. આ બંગલો એકલો તને વીંછીની જેમ કરડશે.. બેટા મારી વાત માન તુ લગ્ન કરી લે. દિવ્યા સાસુમાં ના ખોળા માં માથું નાખીને ખુબ રડે છે.. મા મારે ક્યાય જાવું નથી તમને અને મારા ઋષિની યાદ ને છોડીને. બેટા તુ મારી દિકરી છો ક્યાં સુધી તને આવાં રંગ વગરના સફેદ કપડામાં જોઈ ને મારા આત્મા ને દુઃખી કરું, બેટા મારી ખુશી માટે મારા ઋષિ ના આત્માની શાંતિ માટે બેટા હાથ જોડું છું માની જા લગ્ન કરી લે.

એક દિવસ દિવ્યા બજારે વસ્તુ લેવા ગઈ અને પાછા ફરતા મિત દિવ્યા નો પીછો કરતો એના બંગલે આવે છે.. દિવ્યાને આ વાતની જરાં પણ જાણ નથી. મિત દિવ્યાના સાસુમાને નમસ્કાર કરી પોતાનો પરિચય આપે છે.. અને કહે છે કે હું દિવ્યાને ખુબજ પ્રેમ કરું છું એની સાથે મારી જિંદગી જોડવી છે.. દિવ્યાના સાસુમાએ મિતને સાચી હકીકત જણાવી કે દિવ્યા વિધવા છે. એ મારા દીકરાની વહુ છે. અકસ્માત માં ઋષિ ગુજરી ગયો છે. માતાજીના હોઠ પર મિત હાથ મૂકીને આગળ બોલતા અટકાવે છે.. માતાજી મારે દિવ્યા નો ભૂતકાળ નથી જાણવો મારે દિવ્યા જોતી છે. એમ બોલી ત્યા થી પોતાના ઘરે આવીને દિવ્યાની વાત એની મમ્મીને કહે છે..મીતની મમ્મી મિતને રોકે છે કે આપણા કુટુંબ મા એક વિધવા ને વહુ કેમ બનાવાય... તારા પપ્પા આ વાત માનવા તૈયાર નહિ થાય. તુ મારો એકનો એક દિકરો છે. આપનો આટલો મોટો બિઝનેસ છે. બેટા ખોટી જીદ ના કર તને સારા ઘરની દિવ્યા કરતા પણ વધારે સુંદર છોકરી સાથે લગ્ન નક્કી કરીશું. પણ મિત એની જીદ પર મક્કમ રહે છે. પોતાનું ઘર છોડીને ચાલ્યો જાય છે.

દિવ્યા ને ઘરે આવીને દિવ્યાની સાસુમાં પાસે જઈ દિવ્યાનો હાથ માંગે છે અને કહે છે મા હું મારો પરિવાર છોડીને તમારો દિકરો બનવા માંગુ છું મને અપનાવી લો. કોમળ હૃદય ની માતાએ મિતને પોતાના પરિવારમાં સમાવી લીધો. અને દિવ્યાને સમજાવી મિત સાથે સાદાય મા લગ્ન કર્યાં. પણ દિવ્યા નું મન મિત તરફ જરાય ન હતું. મિત સામે ઉંચી નજર કરીને પણ જોતી નહીં. તેને ઋષિ ની જ યાદ આવ્યા કરે છે.. થોડાં દિવસ પછી મિત દિવ્યા અને માતા સાથે મંદિરે જાય છે. દિવ્યાનો ત્યાં પગ પગથિયાં થી લપસી જાય છે એને તેને માથામાં વાગે છે.. મિત હોસ્પિટલ લઈ જાય છે. માથામાં સર્જરી આવે છે મિત દિવ્યાની ખુબ સેવા કરે છે..દિવ્યાને એટલો સાથ અને પ્રેમ આપે છે કે ઋષિ ની યાદ 10 દિવસ મા દિવ્યાને ભુલાવી આપે છે. દિવ્યા મિતને હોસ્પિટલ મા જ ભેટી જાય છે. અને બન્ને એક મેક મા ખોવાઈ જાય છે.
✍️હેત