Chhappak books and stories free download online pdf in Gujarati

છપાક - ફિલ્મ રિવ્યૂ

ફિલ્મ રિવ્યૂ - છપાક

મિત્રો,

આજે એક સુંદર ફિલ્મ જોઈ...

૨૦૨૦ ની January માં જ રિલીઝ થયેલી એક સુંદર અને સંવેદનશીલ વિષય વાર્તા ધરાવતી ફિલ્મ એટલે Chaapak... ફિલ્મ એટલી સુંદર રીતે ફિલવાઈ છે, કે ઘણી વાર હું મારા આંસુઓ રોકી ના શકી.

મેઘના ગુલઝાર દ્વારા બનાવાયેલી ફિલ્મ છપાક, એસિડ હુમલા નો ભોગ બનનારી લક્ષ્મી નામની સ્ત્રી અને બીજી એવી સ્ત્રી ઓ ની વેદના દર્શાવે છે.લગ્ન માટે ના પડવી,કે પછી વધુ ભણી ગણી ને આગળ વધવાની કોશિશ કરનારી સ્ત્રી ઓને સમાજ ના અમુક અપરાધિક માનસિકતા વાળા લોકો સાંખી નથી શકતા,અને ના ચહેરા પર તેજાબ ફેંકી ને એમના શરીર,આત્મા અને મન પર વાર કરે છે,એમનું જીવન બગડી નાખે છે.એમને સામાજિક, શારીરિક,ભાવનાત્મક નુકસાન પહોંચાડે છે...એમના આત્મવિશવાસ ને હચમચાવી નાખે છે.

સ્ત્રી જ્યારે એના ચહેરા પર એક નાની ફોડલી પણ જુએ તો એ પોતાના સૌન્દર્ય ને લઈને,દેખાવ ને લઈને ચિંતિત થઈ જાય છે.ચહેરો જે દરેક વ્યક્તિ ની ઓળખાણ છે,અને સ્ત્રી ઓ વિશેષ પોતાના દેખાવ ને લઈને સભાન હોય છે એવામાં આવા હુમલા એના અસ્તિત્વ ને છિન્નભિન્ન કરી નાખે છે.કોઈ ને પણ હક્ક નથી કે એની મરજી મુજબ તમે ના કરો તો તમારા જીવન નો નિર્ણય એ પોતાના હાથ માં લે.ફિલ્મ માં લક્ષ્મી પર આવો જ એનો કૌટુંબિક મિત્ર,જેને એ ભાઈ બોલાવતી હોય છે,એની સાથે લગ્ન કરવા માંગે છે,અને ના પાડવા પર બીજી એક સ્ત્રી સાથે મળીને લક્ષ્મી પર તેજાબ ફેંકે છે.અસહ્ય પીડા,અને પારાવાર તકલીફ વચ્ચે લક્ષ્મી ઘણી બધી શસ્ત્રક્રિયા ઓ માં થી પસાર થતી, આર્થિક,સામાજિક,કાયદાકીય લડાઈઓ લડતી લડતી મજબૂત બનતી જીવતી જાય છે.અરીસા માં ચહેરો જોતા જ છળી પડે છે,નાના બાળકો એને જોઈને ડરી જાય છે.દાગીના પહેરવા કે સજાવટ કરવી એ હવે એના જીવન નો ભાગ નથી.લોકો એને અલગ જ રીતે જુએ છે.એ હસવાનું ભૂલી જ ગઈ છે.એને સતત ઘરમાં જ રહવું પડે છે,પણ એના ઘરના એની હિંમત બને છે,એનો સાથ આપે છે.ધીરે ધીરે સમય પસાર થાય છે.લક્ષ્મી ને પોતાના ગાયક બનવાના સપના હોય છે,ઘણું કરવું હોય છે જીવન માં.

લક્ષ્મી આ કડવી વાસ્તવિતાનો સ્વીકાર કરીને હિંમત થી ભણવાનું પૂરું કરે છે,એક બાજુ કોર્ટ માં એનો કેસ ચાલે છે,એના પપ્પા જ્યાં કામ કરતા હોય છે એ સન્નારી અને લક્ષ્મી ની વકીલ એને ખૂબ હિંમત આપે છે.વર્ષો સુધી કેસ ચાલે છે,આરોપી ને ૧૦ વર્ષ ની કેદ થાય છે,અને લક્ષ્મી બીજી લડત ચલાવે છે તેજાબ ના ખુલ્લેઆમ વેચાણ ને બંદ કરાવવા માટે..બીજી એના જેવી એસિડ એટેક પીડિતાએ ની સાથે મળીને એનજીઓ માં કામ કરે છે,પોતાની જાત ને પ્રેમ થી સ્વીકારીને હિંમત થી જીવે છે.પોતાના નવા અને અલગ ચહેરા અને જીવન ને સ્વીકારીને જીવે છે.

એને પણ જીવન માં સાચો પ્રેમ મળે છે,ન્યાય મળે છે અને કોઈ પણ મુશ્કેલી માં હિંમત ન કરવી એ સંદેશ આપણને મળે છે.દરેક ને પોતાનું જીવન પોતાની મરજી મુજબ જીવવાનો હક છે જ,તમે માણસ ને હંમેશા તમારું ધાર્યું ન કરવી સકો.અને જો તમારું ધાર્યું ન થાય તો તમે કાયદો હાથ માં ના લઇ સકો,આવા લોકો માટે સમાજ વધુ ને વધુ વિરોધ કરે,કાયદો કડક માં કડક વલણ અપનાવે તો લોકો ધીરે ધીરે અપરાધો કરતા જ ડરશે.

દીપિકા પાદુકોણ નો સુંદર અને લાગણીસભર અભિનય જોવા અને એ દર્દ ને અનુભવવા માટે એક વાર આ ફિલ્મ જોવી જ રહી.

કેવું લાગે નઈ ? આપનો પોતાનો ચહેરો હવે કઈ અલગ હોય ? લોકો સુ કેશે ? કેવી રીતે જોશે ? આપને સુ ફીલ કરીશું ? એકાએક તારી ઓળખાણ બદલાઈ જાય તો....?