Ratsasan books and stories free download online pdf in Gujarati

Ratsasan

હેલ્લો મિત્રો, કેમ છો? મજામાં. લોકડાઉનમાં જોવા જેવી વધુ એક ફિલ્મનો રિવ્યૂ હાજર છે.

ફિલ્મ :- રત્તસસન
કાસ્ટ :- વિષ્ણુ વિશાલ, અમાલા પોલ, સરાવનવ,
સુઝેન જ્યોર્જ, નિઝલગલ રવિ, કાલી વેંકટ,
રાધા રવિ
ડિરેક્ટર :- રામ કુમાર
IMDB રેટિંગ :- 8.7/10

રતસસન એ 2018 માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મનું હિન્દી વર્જન છે. રતસસન એક તમિલ શબ્દ છે, જેનો અર્થ ડેવિલ થાય છે. આ એક સાયકો-કિલર થ્રિલર મૂવી છે.

ફિલ્મની શરૂઆત થાય છે, જ્યારે બે ટહેલવાં નિકળેલા લોકોને પ્લાસ્ટિકમાં લપેટેલી 15-16 વર્ષની છોકરીની લાશ મળે છે.

અરૂણ કુમાર (વિષ્ણુ વિશાલ ) એક ટેલન્ટેડ યુવાન છે, જે સાયકોપેથ લોકો પર ફિલ્મ બનાવવા ઇચ્છે છે. પરંતુ કોઈને કોઈ કારણોસર તેનુ આ સ્વપ્ન પૂર્ણ થતું નથી. આ સમય દરમિયાન જ તેના પિતાનું મૃત્યુ થઈ જાય છે.

ઘરની જવાબદારી અરૂણ પર આવી પડતા તે તેના જીજાજીની મદદથી પોલીસમાં સબ ઇન્સ્પેક્ટરની નોકરી સ્વીકારે છે. પોલીસમાં અરૂણના ભાગમાં કઈ ખાસ કામ નથી આવતું. અરૂણ તેની બહેન સાથે રહે છે. તેની બહેનના પરિવારમાં તેની બહેન, જીજાજી તેમજ તેમની પુત્રી અમ્મુ હોય છે.

અમ્મુની થોડી ગડબડના કારણે અરૂણ અને વીજી(અમાલા પોલ )ની મુલાકાત થાય છે, જે અમ્મુની ક્લાસટીચર છે,અને પોતાની મૃત બહેનની પુત્રી કાયલ સાથે રહે છે, જે જન્મથી જ મૂંગી હોય છે. અરૂણ અને વીજી વચ્ચે પ્રેમ થાય છે.

પરંતુ એક દિવસ અચાનક અમુધા નામની સ્કૂલમાં અભ્યાસ કરતી છોકરી તેના ઘર પાસેથી કિડનેપ થાય છે. તેના કૂતરાના ગળામાં એક બોક્સ બાંધેલું મળે છે,જેમાં એક ઢીંગલીનુ માથું મળી આવે છે. જેને ખુબ જ ખરાબ રીતે ક્ષપ્ત-વિક્ષિપ્ત કરેલુ હોય છે. ઢીંગલીની આંખને ડ્રિલ કરેલી હોય છે, તથા તેના માથાના આગળના વાળ ખેંચી લેવામાં આવેલા હોય છે, અને તેના ચેહરા પર ચાકુના ઘાવના અનેક નિશાન જોવા મળે છે.

આ ઘટનાના બીજા જ દિવસે અમુધાની લાશ મળી આવે છે,અને જેવી સ્થિતિ ઢીંગલીના માથાની હોય તેવી જ અમુધાની લાશની હોય છે. સાથે જ પોસ્ટમોર્ટમ કરતાં ખબર પડે છે કે અમુધા જ્યારે જીવિત હતી, ત્યારે જ તેની સાથે આવી ક્રૂરતા આચરવામાં આવી હતી.

અરૂણની જાણમાં આવે છે કે થોડા દિવસો પહેલા આવી જ રીતે સમ્યુક્તા નામની એક છોકરીનું ખુન થયું હતું . અરૂણ તેના ઉપરી અધિકારીઓને સમજાવે છે કે આ કામ કોઈ સાયકો-કિલરનું છે, પરંતુ તેના ઉપરી અધિકારીઓ તેને આ દિશામાં તપાસ કરવાની પરવાનગી આપતા નથી. પરંતુ આ કિસ્સો જાહેર ન કરવાની અરૂણની વાત માની જાય છે અને અમુધાની બોડીને ડો.નંદનની સિક્રેટ લેબમાં રાખવામાં આવે છે.

આજ સમયમાં મીરા નામની વધુ એક છોકરીનું અપહરણ થાય છે અને આગળની જેમજ તેની લાશ મળી આવી છે.

આ બધી ઘટનાઓ પરથી અરૂણને ઇન્બરાજ નામના એક સ્કૂલટીચર પર શક થાય છે,જે સ્કૂલમાં અભ્યાસ કરતી છોકરીઓને સેક્સ્યુઅલી હેરેસ કરે છે. તે અમ્મુને પણ હેરેસ કરવાની કોશિશ કરે છે. પરંતુ એ સફળ થાય એ પહેલાં જ અરૂણ તેને રોકી લે છે. પરંતુ આ દરમિયાન એક એન્કાઉન્ટરમાં અરૂણ દ્વારા ઇન્બરાજનુ મર્ડર થઈ જાય છે,અને આ કારણે તેને તેની ડ્યુટી પરથી ડિસમિસ કરવામાં આવે છે.

અરૂણને પણ થાય છે કે બધું સારું થઈ ગયું છે અને કિલર મૃત્યુ પામ્યો છે.

પરંતુ ત્યારબાદ અમ્મુનુ જ કિડનેપ થઈ જાય છે અને તેના પિતાની કારમાંથી જ તેની લાશ મળે છે.

તો શું કિલર મર્યો નથી? કે કિલર કોઈ બીજી વ્યક્તિ છે? જાણવા માટે ફિલ્મ જોવી રહી.

એક્ટિંગની વાત કરીએ તો પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં વિષ્ણુ વિશાલ ખૂબજ ઉત્કૃષ્ટ અભિનય કરે છે. તેના કરીઅરનો આ બેસ્ટ રોલ છે. અમાલા પોલનો અભિનય વખાણવા લાયક છે. આ સાથે જ વિલનના રોલમાં સરાવનવ ચાર ચાંદ લગાવી દે છે.

ફિલ્મના ડિરેક્શનની વાત કરીએ તો ડિરેક્ટર તરીકે રામ કુમારનું કામ સારૂ છે. એમાં પણ ફિલ્મના ફર્સ્ટ હાફમાં તો ફિલ્મ પૂરી રીતે દર્શકોને જકડી રાખે છે.

ફિલ્મના સ્ટોરી રાઈટર પણ રામ કુમાર પોતે જ છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો તે અત્યાર સુધી જોયેલી સાયકો-કિલર પરની મૂવીજનું મિશ્રણ લાગે છે. છતાં પણ ફિલ્મમાં ક્યાંય કંટાળો નથી આવતો અને છેલ્લે સુધી રસ જાળવી રાખે છે.

ફિલ્મના અંત સુધી દર્શકો વિલનને શોધે છે અને આવું પણ થશે એ વિચારવા મજબૂર કરી દે છે,એ સ્ટોરી અને ફિલ્મ સૌથી મોટી સફળતા છે.

મિત્રો, આ ફિલ્મ જરૂર જોજો. અને આ ફિલ્મ કેવી લાગી તથા મારો આ ફિલ્મ સમીક્ષાનો પ્રયાસ કેવો લાગ્યો જરૂર જણાવશો.
તથા કોઈ ક્ષતિ અથવા ભૂલ હોય તો તે પ્રત્યે ધ્યાન દોરવા નમ્ર વિનંતી.

Wh no. :- 9265991971

મૂવી youtube પર અવેલેબલ છે.

લિંક નીચે આપવામા આવી છે.

https://youtu.be/tAvZ0RBJJ-A

"BE SAFE FROM CORONA, STAY AT HOME AND TAKE CARE OF YOURS AND YOUR FAMILY. "

જય હિન્દ.