Love Secrets - 3 in Gujarati Novel Episodes by Hitesh Parmar books and stories PDF | Love Secrets - 3

Love Secrets - 3


"રાજ, યાદ છે આપનું કિડનેપિંગ કરવામાં આવ્યું હતું... ત્યારે નીલમ એ એમ કહેલું ને કે એને તારી માટે મને મારવા કહેલું... એ એકચુએલી તો ચંદ્રિકા ને લીધે જ થયું હતું... એક તો એ પ્રિન્સિપાલ ની રીલેટિવ થાય છે... અને માલદાર પણ એટલી જ... મારો તો ચણો પણ ના આવે..." એને લખ્યું.

"ઓ પ્યાર માટે પૈસા જરૂરી નથી... દિલ જોઈએ દિલ..." રાજ એ લખ્યું.

"જો મારી પાસે પૈસા પણ નથી અને નથી મે એવી લાગતી ... તું પછતાઈશ..." ગૌરી એ લખ્યું.

"ચાલ હવે ઊંઘી જા... પાગલ એને એક ખાસ વાત ... આઇ લવ યુ!!!" રાજ એ લખ્યું.

"હમમ... ગુડ નાઈ ટ!!!" બંને ઊંઘી ગયા.

♥❤️❤️❤️❤️

સવારે બધા કોલેજ માં હતા... રાજ એકલો જ બાંકડા પર બેઠો હતો... એને એની સો કોલ્ડ ફ્રેન્ડ જ્યોત્સના ના ખોળામાં એનું માથું હતું...

"યાર મે શું કરું... જાગુ એને કહ્યું..."

"રાજ... મે છું ને ..." એને એના માથે હાથ ફેરવવાનું જારી કરી દીધું.

એટલા માં ત્યાંથી ગૌરી પસાર થઈ એને એને એક નજર રાજ તરફ અને એક નજર જ્યોત્સના તરફ કરી અને મો બનાવીને ચાલી ગઈ. રાજ તુરંત જ જાગુંને છોડી ને ચાલ્યો ગયો જાગું ક્લાસ માં જઈ ને રડવા લાગી.

એફ.વાઈ. ના ક્લાસમાં જઈ ને રાજ એ ગૌરી ને કહ્યું... "દેખ ... વી આર જસ્ટ બેસ્ટ ફ્રેન્ડ સ ઓકે..."

"વૉટ એવર!" ગૌરી એ આંખો જીની કરી.

"અરે રાજ, કેમ જ્યોત્સના રડે છે???" હિનાએ આવતા જ કહ્યું.

રાજ ભાગીને ક્લાસમાં પહોંચ્યો...

"સોરી યાર ... જાગું... માફ કરી દે જે..." રાજ એ રડમસ રીતે કહ્યું.

"ના... મે ઠીક છું... મને કહ્યું બધા એ કે તું ગૌરી ને લવ કરું છું એમ... મે કોણ છું... તું કેમ ભાગીને આવ્યો... પાગલ ... જા એને સમજાય ખોટું ના લગાવે..." જ્યોત્સના ના આંસુ રોકાતા જ નહોતા.

"રાજ," ચંદ્રિકા એ રીતસર એનું કોટીયું પકડ્યું. "શું છે તારે... કોણ છે એ ગૌરી... તું મારો છું... ઓકે... કોઈ ની પણ તાકાત નથી તને મારાથી જુદો કરી શકે..." એને કહ્યું.

"ઓય એટલે તું દાદાગીરી કેમ કરું છું..." અક્ષય થી ના રહેવાયું...

"અક્ષય, આજે તો પેક મારવો જ પડશે... નહિ ચાલે હવે..." રાજે કહ્યું.

બંને જણા એક બાજુ જઈ ને પી ને આવ્યા.

"ઓય ગૌરી... ક્યાં છું તું..." એ પારાવાર નશામાં હતો.

આખા લેક્ચર સુધી બંને છેલ્લી બેન્ચ પર જ હતા... ઘણી વાર હસતા તો રાજ અમુક વાર સેડ થઈ જતો.

કોલેજ છૂટી તો બંને બધા સાથે ચાલતા થયા...

હિના, નીરાલી એમ અમુક ગયા આઇ.ટી.આઇ. પણ આજે ગૌરી નો મૂડ નહોતો.

"ના કહેલું ને મે તને ... તો કેમ પીધું...???" ગૌરી એ કહ્યું.

"મુજે પીને કા શોખ નહિ... પિતા હું ગમ ભુલાને કો..." એને અજીબ રીતે ગાયું.

"ઓય કોઈ દાદાગીરી છે ...???" અક્ષય એ ઉપરાળું લીધું.

"ગૌરી... જો યાર તારા સિવાય મારી લાઇફ માં બીજું કોઈ જ નથી... ના પારુલ... ના ચંદ્રિકા... ના જયશ્રો ..." એને પીધેલા ની જેમ કહ્યું.

બધા એમના એમના સાધનનો રહે ત્યાં ગયા પણ ... અક્ષય અને રાજ કાલોલ ના બસ સ્ટેશન એ આવેલા... ત્યાં થી જ ગૌરી ની બસ આવતી.

ગૌરી રાજ ને ગુસ્સા થી જોતી... પણ રાજ હસી દેતો ...

"કેટલો સિન્સિયર હતો તું ... અને આજે તો જો ... તારી સાથે તો મે વાત જ નથી કરવાની!!!" ગૌરી એ કહ્યું.

"ઓય શું છે તારે, રાજને કઈ કહેવાનું નહિ..." અક્ષય બોલ્યો.

"તમે મારી સાથે ના લમણા લેશો... દારૂડિયાઓ!!!" ગૌરી એ ધિક્કરીને કહ્યું.

રાજ એ તો ખાલી એના ટેન્શન ને ઓછું કરવા ડ્રિંક કરેલી ... પણ એને નહોતી ખબર કે ગૌરી આટલી બધી રીસાશે કે એને મનવવામાં જ એનાં પેચ ઢીલા થવાના હતા... (ક્રમશ:)

Rate & Review

yogesh dubal

yogesh dubal 2 years ago

Pratik amin

Pratik amin 2 years ago

Dharmistha PAIJA

Dharmistha PAIJA 2 years ago

Lajj Tanwani

Lajj Tanwani 2 years ago

Vasu Patel

Vasu Patel 2 years ago