Maro dost lockdown - 2 books and stories free download online pdf in Gujarati

મારો દોસ્ત લોક ડાઉન - 2

આપને મારા પરિવારની માહિતી મળી ગય હશે. ખેર તમે તો વાંચીને જતા રહ્યા પણ એ દિવસ પછી પપ્પા એ મને એક ગીફ્ટ આપી અને એ ગીફ્ટ હતું દિકરી વહાલનો દરિયો બુક હું ને મમ્મી તો જોતા રહી ગયા કે આ શું થયું આટલો મોટો બદલાવ. આસ્થા કે આ આપણા જ પપ્પા છે ને, આ સાંભળી આખું ઘર ખડખડાટ હંસવા લાગ્યું. મને તો થયું કે પપ્પા હવે મને બધીજ હા પાડશે. હું આઝાદ પંખી બની જાઈશ. મે તો એ પણ નક્કી કરી લીધું કે હેત્વી ,પ્રિયા ની જેમ હું પણ પાર્ટી કરીશ , મિત્રો બનાવીશ અને પાર્થ ને પણ હું દોસ્ત બનાવીશ. અરે વા ગમતી લાઈફ થઈ જાશે, જાણે હું પોતાની જાતને માણવા લાગી છું. અને ત્યાં જ મારા મોબાઈલ નો એલાર્મ વાગ્યો ને તમારી જેમ હું પણ હંસવા લાગી કે હવે તો સપનાં પણ એમના તરફ થઈ ગયા. અને વિચાર આવ્યો મમ્મી પપ્પા ક્યારે ઉઠશે પોતાના વિચારોની ઊંઘમાંથી. હા મને ખબર છે એમને ચિંતા હોય,પણ હું હવે કોલેજ માં આવી થોડી તો છૂટ આપવી જોઈએ એમાઈ હું તો સંસ્કારી છુટ છાંટ માગું છું. પણ ના આ સમાજ સમાજ અને તફાવત નામનો રાક્ષસ દેખાતો નથી પણ હોય જ છે. આ બધા વિચારો કરતાં કરતાં મેં જોયું હેત્વી હા સખીતો હવે ડોક્ટર બનવા ચાલી પપ્પા ને પણ ખુબ ઈચ્છા હતી કે હું ડોક્ટર બનુ. પણ મને લાગ્યું કે હું આર્ટ્સ માં બરાબર છું. કેમકે આપણે બોલવા,લખવા, અભિવ્યક્ત થવાવાળા માણસ. એટલે મેં ને મમ્મી ખુબ જીદ કરી ને રાખ્યું .હા તો હેત્વી એ મારો ફોન નંબર રાહુલ ને આપીયો એવો મેસેજ હતો. હવે રાહુલ એ અમારા મનોવિજ્ઞાન વિભાગ ના સિનિયર એટલે રાહુલભાઈ આમ પણ મારે તો કોલેજ માં બધા ભાઈઓ જ હતા કારણ તો તમને ખબર છે. રાહુલભાઈ એ મને મેસેજ કરીયા વગર જ મને ફોન કરી દિધો અને હું તૈયાર થતી હતી અને મને ફોનની રીંગ સંભળાઈ અને હું ઉપાડુ એ પેહલા પપ્પા એ ફોન ઉંચકીયો ને સામે તો રાહુલ બોલીયો. મારા માટે એ રાહુલ હતો પણ પપ્પા માટે તો એ એક છોકરો હતો ને પછી તો તમે જે વિચારીયુ એજ નથી થયું. પપ્પા એ પેહલા રાહુલ સાથે વાત કરી પછી ફોન મને આપીયો રાહુલ એ મને પ્રોજેક્ટ ની વાત કરી. પછી પપ્પા કે તારો નંબર આ છોકરા જોડે આવીયો કેવીરીતે. મે કિધુ કે કદાચ વોટ્સએપ ગ્રુપમાં થી મળીયો હશે ? હવે હું હેત્વી નું નામ આપત તો એની દોસ્તી ત્યાં જ પુરી કરવી પડત. તો પપ્પા કે મેડમ ખુદ ફોન ના કરી શકે અને હા તારો ફોન લાવ, મિત્રો પપ્પા એ મારા કોલેજ ના બધા ગ્રુપ ડિલીટ કરી નાખ્યા. એમાં મારી દાદી રહી ગયાતા તે બોલીયા ઈ છોકરા એ ફોન કેમ કરીયો હશે , દિપક આમ પણ તારી છોકરી આંખો દિવસ ફોનમાં જ હોય છે‌. હું તો કવ છું આ ફોનજ બગાડે છે. ત્યાં સારું થયું મમ્મી બોલી બસ હવે શાંતિ રાખો. આશા ના પપ્પા તમને કવ છું હવે નહીં આવે ફોન છોકરાંવ છે જવા દો. પપ્પા જવા દઈશ પણ પછી મને ના કેતી તારા ભાઈની છોકરી ની જેમ આ પણ ભાગી જાય તો. ઓ સાભળ આશા આજ પછી કોઈ છોકરાનો ફોન આવીયો ને તો હું ફોન પાછો નહીં આપું.
તો આવી ધટના બની ગઈ અને મારા બધાજ વોટ્સએપ ગ્રુપ ગયા. ભસ્મીભૂત થઈ ગયા રાહુલ ના એક ફોન થી , પણ પપ્પા મમ્મી અને પરિવાર ના ચાપલાઓ ના ડરથી મેં બીજા નામથી ફેશબુક અને ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવેલ હતા. કોઈને નોતી ખબર પણ આ ધટના ના ડરથી મને ખુબ ડર લાગ્યો, હું મારા રૂમમાં ભાગતી ગઈ અને આંખે આંસુ સાથે આ બંન્ને એપ્લિકેશન ડિલીટ કરી નાખી. મે બારી ની બહાર જોયુ ને મને થયું કે આ નાનકડી બારી જ મારો સહારો છે.
મને લાગ્યું કે દેશ તો ૨૧ દિવસ માટે લોકડાઉન છે પણ ધણી છોકરીઓ તો..................

કલમ:- કિશન કલ્યાણી
૩ ભાગ ટુંક સમયમાં...........