Divorce - 1 books and stories free download online pdf in Gujarati

છૂટાં છેડાં - ભાગ ૧

છૂટાં છેડાં ...

(વાચક મિત્રો કોઈપણ વાત, વિચાર અને પરિસ્થિતિ સ્ત્રી અને પુરુષ બન્ને લોકો ને લાગુ પડે છે.)


શબ્દ કેટલો નાનો છે નહીં! છૂટાં છેડાં પણ આ શબ્દ ની સાથે કેટલાં લોકો ની લાગણીઓ જોડાયેલી છે. કેટલાં લોકો ના સપનાં જોડાયેલાં છે. કેટલાં સબંધો દ્રાક્ષ ની વેલ ની જેમ એકબીજા સાથે જોડાયેલાં છે.

હવે પ્રશ્ન એમ છે, કે છૂટાં છેડાં લેવાનો પ્રશ્ન આવ્યો કઈ રીતે? અને બીજું કે ક્યારે બે લોકો સાથે નાં રહી શકે. ! આજના યુગ માં બહુજ કોમન વાત થઈ ગઈ છે, કે નાનો એવો પ્રશ્ન ઊભો થયો જીવન માં, કે પછી પોતાનાં હિસાબે બધું જ નથી થઈ રહ્યું એવું લાગવા માંડે ત્યારે આવે છે છૂટાં છેડાં.....!

કઈ પરિસ્થિતિ માં તમે છૂટાં છેડાં નો નિર્ણય તરત લઈ શકો.

૧. કોઈ પણ સાસરી પક્ષ તમને અપનાવી નથી શક્યું, એનાં જોડે તમારો પતિ પણ આવી જાય.

૨. સાસરી માં માનસિક અને શારિરીક રીતે તમારાં ઉપર અત્યાચાર થતો હોય.

૩. તમારા જીવન સાથી ને તમે નથી જોતા હવે.

૪. ઘરમાં એક બીજાના વિચારો મળતાં ના આવે અને સતત એક જ માણસ ને બધી રીતે પરિસ્થિતિ જોડે સમાધાન કરવાં પડતાં હોય.

૫. સતત તમારું માન સન્માન પર વાર થતાં હોય, અને તમારો સાથી તમને કોઈ પણ રીતે સાથે આપી નાં શકતો હોય, અથવા સાથ આપવાં નાં માગતો હોય.

બીજી અનેક મેજર પરિસ્થિતિ હોઈ શકે છે.....

ઉપર પ્રમાણે ની પરિસ્થિતિ ક્યારે નિર્માણ થઈ શકે એનાં વિશે વાત કરીએ.

🔸જે પણ વ્યક્તિ લગ્ન કરવાં માગે છે, એ માનસિક રીતે લગ્ન કરવાં માટે તૈયાર હોવો જોઈએ. જ્યારે સ્ત્રી અને પુરુષ એક બીજાને લગ્ન માટે મળે છે. ત્યારે એમણે મળતાં પહેલાં ક્યારે પણ એ ભાવના મન માં નાં લાવવી જોઈએ કે સામેવાળો માણસ મારા લાયક નથી. આ ભાવના જન્મ લેશે ત્યારે તમે સામેવાળા માણસ જોડે સરખું વર્તણુક નહિ કરી શકો. ક્યાંક ને ક્યાંક તમે એણે અજાણતાં થી નીચું બતાવી દેશો.

🔸સબંધો જ્યારે મિડલ ક્લાસ પરિવાર ના સ્ત્રી અને પુરુષ જોડે બાંધવાના હોય છે, ત્યારે ...પરિવાર થી લઈને સ્ત્રી કે પુરુષ અને એનાં પરિવારજનો ને અગર લાગે છે કે છોકરી આપણાં ઘર ના લાયક તો નથી, પણ હવે સમાજ માં દીકરીઓ છે નહિ, અને છોકરો કુંવારો રહે એનાં કરતાં ચાલશે.
✨ પરિવારજન ને એમ લાગે છે, આ માંગુ મારા દીકરા કે પછી દીકરીની યોગ્ય નથી. પછી પણ તમે એ માંગા ને હા પાડી ને લગ્ન કરાવો છો! તો ઉપર લખેલી સ્થિતિ પ્રમાણે અહીંયા લાગુ પડે છે. પરિવારજન માં કોઈ એક નો પણ અણગમો હોત તો એ વસ્તુ આગળ જતાં નાં ચાહવા જેવી પરિસ્થિતિ ઓ નિર્માણ કરી દેતી હોય છે.

જ્યાં તમે માનો છો, કે સામેવાળી દીકરી તમારા દીકરા કે તમારા ઘરનાં લાયક નથી. કે એ કાળી છે, થોડી જાડી છે, અોછુ ભણેલી છે, થોડી લાંબી છે. બાહરી દેખાવ થી તમને એ તમારા દીકરા અને ઘર ને લાયક નથી લાગતી. એનાં અંદર નાં ગુણો શું છે, કેટલી સભ્ય છે, સંસ્કાર કેટલાં સારા છે.માણસ જ્યારે સ્ત્રી માં બાહરી દેખાવ ને મહત્વ આપીને એણે અપવાની નથી શકતા. ત્યારે લગ્ન થઈ ગયા પછી પણ તમે એ સ્ત્રી ને પોતાની માની નહિ શકો. કે મારા ઘરની વહુ છે કે પછી મારા દીકરા ની પત્ની છે.અને પછી માણસ નાં મન માં તિરસ્કાર ની ભાવના જન્મ લે છે.અને બધાં મળીને એ સ્ત્રી નો તિરસ્કાર કરે છે.અને આશા એવી હોય કે એ સ્ત્રી તો મિડલ ક્લાસ પરિવાર ની છે એટલે એણે સહન કરવાનું હોય.જે માણસ તમને ગમતું નથી એણે તમે સહન નહિ કરી શકો એ આપણો મનુષ્ય સ્વભાવ છે. નાં ગમતાં માણસ માં સતત ભૂલો શોધવી, એણે સતત એ અહેસાસ કરાવો કે તું અમારા માથી એક નથી. તારું અસ્તિત્વ અમારા ચપ્પલ ની બરાબર પણ નથી.જે નથી ગમતા એ લોકો ને જોડે કંઇક આવું વર્તન કરતાં હોઈએ છે.

🔹 વાત લઈએ માનસિક અને શરીરિક ત્રાસ ની ...
આવો ત્રાસ ક્યારે નિર્માણ થાય છે. જ્યારે તમને માણસો નહીં પરંતુ જાનવર પનારે પડે છે.માણસ નાં રૂપ માં જાનવર જેના માં કોઈ લઘણી નથી હોતી.મનુષ્ય તો દયા, લાગણી નું પ્રતીક છે.જ્યારે આવા જાનવરો પનારે પડે છે. ત્યારે ત્રાસ જેવી
પરિસ્થિતિ નું નિર્માણ થતું હોય છે.

🔸હવે વાત છે તમારાં જીવન સાથી ને તમે નથી જોતાં. જેવી રીતે પરિવારજન સ્ત્રી ને અપનાવી નાં શકે એવી જ રીતે એક સ્ત્રી સાસરી પક્ષ ને અપનાવી નાં શકી હોય. અને બની પણ શકે કે તે એનાં પતિ ને પણ નાં અપનાવી શકી હોય.અને આ પરિસ્થિતિ નું નિર્માણ થવાનું કારણ શું? એક પતિ એ બસ એટલાં માટે લગ્ન કર્યા કે એની પાસે કોઈ બીજા વિકલ્પો હતા નહિ.

🔹 ઘરમાં આવેલી વહુ અને પરિવારજન નો વિચાર મળતાં નાં હોય અને અણગમતાં માણસ ને તો ઘરમાં કોઈ હક પણ આપવામાં આવતો નથી, કે એ કોઈપણ પ્રકરણનો બદલાવ લાવી શકે ઘરમાં કે પોતાની મરજી થી ઘરમાં ખાઈ પી શકે, અને એની મરજી જુ વર્તન એ કરી શકે ઘરમાં. માણસ ક્યાં સુધી સમાધાન કરશે.

🔸જેની જોડે પરણ્યાં છો, એને તમારા હોવા ના હોવા થી ફરક નથી પડતો. એ ફક્ત પોતાની પત્ની ને જરૂરત નું સાધન સમજે છે. જ્યારે એણે સેક્સ ની જરૂર છે એ પત્ની છે. એનાં માટે એની જરૂરત ને સંતોષવાનું સાધન છે.અને બીજી કોઈ પણ પરિસથિતિમાં પતિ ને પત્ની નો સાથ આપવો નથી. નાં એની જરા પણ દરકાર કરવી છે. તો જ્યારે પોતાનો પતિ સ્ત્રી ને માન સન્માન નઈ આપી શકે ત્યારે એનાં પરિવાર પણ એને માન સન્માન નઈ આપે અને બહારથી બીજું કોઈ પણ વ્યક્તિ એણે માન નઈ આપે . જેને પોતાનાં તિરસ્કાર કરે છે,એણે કોઈ સ્વીકારતું નથી.

જ્યારે તમે કોઈ પરિવાર ની દીકરી ને તમે પોતાની ઘર ની વહુ પોતાનાં દીકરાની પત્ની બનવવા માંગો છો. ત્યારે તમે એણે પહેલાં બરાબર પરખો છો. પછી કોઈ પણ સબંધ માં બંધાઓ છો.દીકરો હોય કેં પછી દીકરી આજના જમાના પ્રમાણે હોય તો એ એમ માની લે છે કે માતાપિતા જે નિર્ણય કરે એ ખરો. એમાં કંઈ ખોટું નથી. પરંતુ જ્યારે તમે તમારા ભાવિ થનારા પતિ કે પત્ની જોડે સમય પસાર કરો છો, ત્યારે તમને સમજાઈ જવું જોઈએ કે આ માણસ ને મારામાં રસ છે, શું આ માણસ મને એવી જ રીતે પસંદ કરે છે જેવી રીતે હું એણે પસંદ કરું છું. માણસ ની વાણી અને વર્તન આ સવાલો ના જવાબ તમને આપી દેશે.તમે એમનાં માટે શું ખરેખર ખાસ વ્યક્તિ છો કે પછી નથી.

સગાઈ શા માટે કરવામાં આવે છે કે બે માણસ એક બીજાને મળે સમજે, પારખે! અને લગ્ન કરતાં પહેલાં એકબીજા નાં મન મળી જાય એટલે આગળ જઈને કોઈ છૂટાં છેડાં જેવી શક્યતાં આવે નઈ.

"લાગણીઓ ને ક્યાં કોઈ દ્વાર હોય છે, જ્યાં મન મળે ત્યાંજ હરિદ્વાર હોય છે."

બે વ્યક્તિ નાં મન મળતાં નથી. તો બને ક્યારેપણ એકબીજાને પોતાનાં માની નહીં શકે.
.............