Kismat Connection - 27 books and stories free download online pdf in Gujarati

કિસ્મત કનેકશન, પ્રકરણ ૨૭

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૨૭
નીકીની મમ્મીએ તેના હોઠ પર આંગળી મુકી અને ધીમા સ્વરે પુછ્યું, "બેટા, આર યુ ઓકે? "
નીકીએ ગળુ ખંખેરીને કહ્યુ, "યા .. આઇ એમ ઓકે."
"બેટા, તારે જમવાનુ છે કે તુ વિશ્વાસ સાથે..."
મમ્મીની વાત અટકાવતા નીકી પોતાના બેડરુમ તરફ ઉતાવળા પગલે જતા જતા બોલી,"હું બહુજ થાકી ગઇ છુ અને મને ભુખ નથી."
નીકીની મમ્મી તેની દરેક વાત જાણતી હતી અને તેના મુડને પણ પારખતી હતી. તેમને મનોમન લાગતુ જ હતુ કે નીકી અને વિશ્વાસ વચ્ચે કંઇક અનબન થયુ હશે.
થોડીવાર પછી નીકીની મમ્મી દુધનો ગ્લાસ અને નાસ્તાનો ડબ્બો લઇને નીકીના બેડરુમમાં જાય છે અને તેના સ્ટડી ટેબલ પર મુકે છે. બેડ પર સુતેલી નીકીના માથે વ્હાલથી હાથ ફેરવતા ફેરવતા પ્રેમથી બોલે છે, "ગુડનાઇટ બેટા. ભુખ લાગે દુધ અને નાસ્તો ટેબલ પર છે. બેટા, કાલની સવાર કંઇક નવુ લઇને આવશે."
નીકીએ બંધ આંખે મમ્મીની વાત સાંભળી પણ કોઇ રીસપોન્સ ન આપ્યો .
સવાર પડતાંની સાથે નીકીની મમ્મી તેના બેડરુમમાં જાય છે અને ટેબલ પર ખાલી પડેલો દુધનો ગ્લાસ જુએ છે અને મનોમન હસે છે. નીકીને નિરાંતે સુતી જોઇ વગર ઉઠાડે બહાર નીકળી જાય છે.
વહેલી સવારે ઉઠેલા આકુળવ્યાકુળ વિશ્વાસને જોઇને તેની મમ્મીએ આશ્ચર્ય સાથે બોલે છે, "ગુડ મોર્નિંગ બેટા, આટલો વહેલો ઉઠીને શું વિચારે છે?"
"બસ! કંઇ ખાસ નહીં મમ્મી."
"અને કાલે તારે અને નીકી વચ્ચે શું .."
"મમ્મી ..મમ્મી, નીકીએ કાલે .. અમારી ફ્રેન્ડશીપ તોડી નાંખી અને .." ઉતાવળા સ્વરે વિશ્વાસ તેની મમ્મીની વાત અટકાવીને બોલી ગયો.
"અને શું? "
"તે મારી વાત સમજવા નહોતી માંગતી અને આનાથી વધુ હું... તને કંઇ કહી નહીં શકું. મમ્મી હું હવે, મારી આગળની સ્ટડીઝ પર ફોકસ કરવા માંગુ છું એટલે નીકી ની કોઇજ વાત મારી સાથે ન કરતી પ્લીઝ મમ્મી."
નીકી આળસ મરોડતા મરોડતા બોલે છે, "મમ્મી ઓ મમ્મી ."
તેનો અવાજ સાંભળી તરતજ તેની મમ્મી તેના બેડ પાસે આવીને તેના માથે હાથ ફેરવે છે.
"ગુડ મોર્નિંગ મમ્મી ."
"બેટા, ગુડ આફટરનુન." હસીને તેની મમ્મી બોલી.
નીકી તરતજ બેડમાંથી ઉભી થઇ વિન્ડો બહાર જુએ છે અને બોલે છે, "ઓહ! શીટ. આ તો બપોર થઇ ગઇ અને મને..."
"હા બેટા. બપોર થઇ ગઇ પણ તું નિરાંતે સુતી હતી એટલે તને ઉઠાડી ડિસ્ટર્બ ના કરી."
"ઓહ! મમ્મી. બહુ લેટ થઇ ગયું. હું ફટાફટ તૈયાર થઇને આવુ છુ."
નીકી ફ્રેશ થઇને આવે એ પહેલા તેના માટે તેની મમ્મી એ બ્રેક ફાસ્ટ રેડી કરી દીધો અને કાલે વિશ્વાસ સાથે શું વાત થઇ તે પુછવા માટેની પણ મનોમન તૈયારીઓ કરી લીધી.
નીકીને મનોમન ખબર જ હતી કે મમ્મી કાલની વાત ખોલશે જ અને તેણે તેના જવાબ પણ વિચારી જ લીધા હતા.
નીકી જેવી ડાઇનીંગ ટેબલ પર આવી તરત જ નીચુ જોઇને બ્રેકફાસ્ટ કરવા માંડી ,તેની મમ્મી સામેની ચેરમાં બેઠી પણ તેણે તેમની તરફ ધ્યાન જ ના આપ્યું. તેની મમ્મી તેની તરફ સ્મિત નજરે જોતી જ રહી. નીકીએ થોડીવાર પછી ત્રાંસી નજરે જોયુ તો તેની મમ્મી તેની તરફ જોઇ રહી હતી.
છેવટે નીકીએ ધીમા સ્વરે તેની મમ્મીને કહ્યુ,"કેમ મમ્મી, મને આમ ટગરટગર જોઇ રહી છે? "
"બસ! બેટા કંઈ ખાસ નહીં પણ ..."
"શું પણ ...જો મમ્મી મેં લંચ ટાઇમે હેવી બ્રેક ફાસ્ટ કર્યો છે એટલે મારે હવે લંચ સ્કીપ કરવુ પડશે." નીકી તેની મમ્મી નું ધ્યાન બદલવા બોલતી હતી.
"અને બેટા, કાલે શું થયું હતું? "
"કંઇ નહીં મમ્મી."
"બેટા આમ વાત બદલ નહીં અને મારી સામે જોઇને વાત કર, કાલે તારી અને ..."
"તું પણ શું મમ્મી, કાલની વાત પર જ અટકી છે."
"બેટા તું પણ મનથી કાલની વાત પર જ અટકી છે ને.કહી દે મને જે કંઇ ..." નીકીની પાસે આવીને તેની મમ્મીએ વ્હાલથી કહ્યુ.
નીકી તેની મમ્મીની વાત સાંભળીને રડવા માંડી. તેની મમ્મીએ તેની સાડીના પાલવથી નીકીના આંસુ લુછતા બોલી, "બેટા રડી લે, તારુ મન હળવુ થઇ જશે. પછી નિરાંતે મને વાત કર."
નીકી રડમસ અવાજે બોલી, "મમ્મી, બધી વાત કરુ તને. કાલની અને તે પહેલાની પણ વાત મારે તને કરવી છે. "
નીકી રડીને થોડી સ્વસ્થ થઇ ધીમા સ્વરે બોલી,"મમ્મી કાલે હું અને વિશ્વાસ ગાર્ડન માં મળ્યા અને અમારી વચ્ચે ........
વધુ આવતા અંકે
પ્રકરણ ૨૭ પુર્ણ
પ્રકરણ ૨૮ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.