safar swapnthi hakikat sudhini - 2 books and stories free download online pdf in Gujarati

સફર સ્વપ્નથી હકીકત સુધીની ભાગ - 2

*સફર,સ્વપ્ન થી હકીકત સુધીની* *ભાગ 2*
કૃતાર્થ અને પરમ ઘરે આવ્યાં, રસ્તામાં બેમાંથી કોઈ જ બોલ્યું નહોતું.ઘરે આવ્યા પછી બંને એ એકબીજાનેગળેલગાડ્યાઆંખોમાં પાણી ભરાઈ આવ્યા. કૃતાર્થ બોલ્યો," યાર શું ધાર્યુ'તું ને શું થઈ ગયું આપણે નામના કમાવા આવ્યા'તા ને ...." એ આગળ બોલી ન શકયો ડૂમો બાઝી ગયો.પરમ બોલ્યો," નામના તો ના જ મળી યાર પણ સાલું કહેવાય નહિ ને સહેવાય નહિ એવી સ્થિતિ થઈ ગઈ છે."
આજે વીસ હજાર પણ એ લોકોને કરડતાં હતાં.રેન્ટ તો અપાઈ જશે એમ બોલી પરમ ફિક્કું હસ્યો.
હવે ધીમે ધીમે એ લોકોને આ લાઈફ કોઠે પડી ગઈ હતી.
2 -3 મહિનામાં તો રૂપિયામાં રમતાં થઈ ગયા.હવે વિરાર છોડી અંધેરીમાં મોટા ફલેટમાં રેન્ટ પર આવી ગયા.
એક દિવસ કૃતાર્થ માટે મિસિસ ખંભાતાનો કૉલ આવ્યો. ક્લાયન્ટનાં ઘરે જ 2 દિવસ રોકાવાનું હતું.પરમ સાથે જ જવાનું હતું અને 1 લાખ જેવી રકમ નક્કી થઈ હતી.એ બંને ગયાં એ મિસિસ પરેરાનું ઘર હતું ઘરમાં કોઈ નોકર ચાકર નહોતાં બસ એ અને એમની દીકરી જ હતાં. આલિશાન બંગલો હતો.પણ રહેવા વાળા 3 જ વ્યક્તિ હતાં. મિ.પરેરા મોટેભાગે આઉટ સિટી કે ફોરિન ની ટૂર પર જ હોય.દીકરી પરણેલી પણ એનો પતિ 3 વર્ષ થી દુબઇ હતો.
એ બંને એ કે.કે.અને પરમ ને આવકાર્યા બંનેને જુદા રૂમ આપ્યાં. વારાફરતી દિવસ રાત મા-દીકરી સાથે ટાઇમ સ્પેન્ડ કરવાનો છે એમ નક્કી થયું.રૂપ તો બંનેને ઠાંસી ઠાંસી ને આપ્યું છે ભગવાને !એમ વિચારતા હતાં કે.કે.અને પરમ.મા દીકરી ઓછા ને બેનો વધારે લાગતી હતી.દોઢ દિવસ ખુશ રાખવામાં પુરા થયો.આજે રાતે ઘરે જવાનું જ હતું.ત્યાં સાંજે મિસિસ પરેરા ની દીકરીએ કે. કે. ને બોલાવ્યો.ટ્રાન્સપરન્ટ લેમન ટૉપ ને બ્લેક શોર્ટમાં એ કયામત લાગતી હતી. કે. કે. એના રૂમમાં ગયો.પરમ પોતાના રૂમમાં જ હતો ત્યાં જ મિ. પરેરા આવ્યાં... મિસિસ પરેરા ગભરાઈ ગયા.પરમ ને કૉલ કર્યો જલ્દી બહાર જા ને કે. કે. ને પણ બોલાવી લે.પરમ પાછળના રસ્તે બહાર ગયો.આવું આટલા વખતમાંપહેલીવાર થયું હતું.એ રિંગ કરતો રહ્યો કે. કે ને પણ એ ખોવાયો હતો રૂપજાળમાં તો ધ્યાન જ ન રહ્યું.હવે ...મિસિસ પરેરા રોકતાં રહ્યાં પણ મિ.પરેરા "સરપ્રાઈઝ માય પ્રિન્સેસ યોર પાપા ઈઝ હિયર" બોલતાં સીધા એના રૂમ સુધી પહોંચી ગયાં. કોઈ નો ડર ન હોવાથી દરવાજો પણ લોક નહોતો.ખોલતાં જ બરાડ્યા.."યુ બાસ્ટર્ડ હુ આર યુ?" એને જોઈ એમની દીકરી પણ ડરી ગઈ અને પાસે પડેલી ચાદર ઓઢી લઈ ,બાજુમાં પડેલો ફ્લાવર વૉઝ કૃતાર્થ નાં માથામાં ઝીંકી દીધો.એ બેહોશ.જ્યારે હોશ આવ્યો તો પોલીસ એને જેલમાં લઈ ગયા હતાં એની કોઈ જ વાત સાંભળવામાં નહોતી આવી.રેપ નો કેસ થયો હતો.
શિવાની એ કૃતાર્થની બધી વાતો શાંતિથી સાંભળી ને થોડો લાગણીઓને ઝાટકો પણ લાગ્યો.એ પરમ સાથે ઘરે ગઈ બીજે દિવસે સવારે સીધી મિસિસ ખંભાતા પાસે ગઈ એમને જણાવ્યું કે. કે. કઇ રીતે ફસાયો છે એ .એમને પણ આ જાણી ખૂબ દુઃખ થયું.શિવાની એ એ વાતનો પોતાના પક્ષ માટે ફાયદો લેવાનાં આશય થી પૂછ્યું," મેમ તમે આ વાત કોર્ટ માં કહી શકશો? કે પછી મિસિસ પરેરાને જ મળી લઈએ ?"આગળ બોલી," જો મિસિસ ને મિ. પરેરા માની જાય કેસ પાછો લેવા તો બધાની જ ઈજ્જત બચી જાય એમ છે.મેમ એક ટ્રાય કરી જોવી છે ?"મિસિસ ખંભાતાને પણ શિવાની ની વાત વિચારવા લાયક લાગી ને એ મિસિસ પરેરાને ત્યાં જવા તૈયાર થયાં.
મિસિસ પરેરા ગેટ પર ખંભાતાને જોઈ ગભરાયા એ રોકવા જ જતાં હતાં ત્યાં મિ. પરેરા આવ્યા એટલે રોકાઈ ગયાં. મિસિસ ખંભાતા એ પોતાની ઓળખાણ મિસિસ પરેરાની ફ્રેન્ડ તરીકે કરાવી અને ઘરની અંદર ગયા.
એમણે વાત શરૂ કરતાં પહેલાં જ શિવાની ની ઓળખાણ કે.કે.ની લોયર તરીકે કરાવી અને કહ્યું," મિ. પરેરા ધ્યાનથી સાંભળજો અને પછી શું કરવું એ નક્કી કરજો." એમણે આખી વાત માંડીને કહી .મિ. પરેરા નો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો મિસિસ પરેરા ની સામે જોઈ બોલ્યા," બેવફા ઔરત આ કેસ બંધ કરી ડિવોર્સ નો કેસ ફાઇલ કરાવું જો તું." મિસિસ પરેરાએ વળતો જવાબ આપ્યો," ઓકે એ કેસ કરાવો ત્યારે કોર્ટમાં હું બેવફા સાબિત થઈશ તો તું યે ક્યાં દૂધે ધોયેલો છે?" "સ્ટોપ ઓલ ધિસ."..મિ. પરેરા બરાડ્યા ...હવે શિવાની વચ્ચે પડી.બોલી," વેઈટ અંકલ , તમે શું સમજો છો કે એક સ્ત્રી ફક્ત રૂપિયાના ઢગલાંઓથી ખુશ રહી શકે છે ? એની બીજી કોઈ જરૂરિયાત નથી હોતી ? વ્હાલ, હૂંફ,વિશ્વાસ ,તમારો ટાઈમ અને શારીરિક ઈચ્છાઓ એ બધું રૂપિયો પુરૂ નથી કરી શકતો.તમે તમારી જરૂરિયાતો બહાર પુરી કરો છો બિઝનેસ ટ્રીપ દરમિયાન પણ.એમાં વફા છે ? રૂપિયા કમાવવા એનું કારણ ફેમિલીની ખુશીઓ ગણાવો છો પણ એ ભૂલી જાઓ છો કે એ કમાવામાં મેઈન પ્રાયોરિટી જ છૂટી જાય છે.સુખ મેળવવાનો જેટલો હક્ક તમારો એટલો જ તમારી પત્નીનો નથી ?" મિ. પરેરા તો અવાચક બની સાંભળી જ રહ્યાં આ 25 વર્ષની છોકરીની વાત! ત્યાં એમની દીકરી આવી એ બોલી," ડેડા, સાચું કહું તો તે દિવસે હું ગભરાઈ ગઈ હતી ને અજાણતા જ મેં એ નિર્દોષને ફસાવ્યો .સો,પ્લીઝ આ કેસ પાછો ખેંચી લો મારી લાઈફ પણ દાવ પર છે.અહીં વફાદારીની આશા ફક્ત લૅડીઝ માટે જ રખાય છે મારો હબી ત્યાં જાણશે આ બધું તો મારા ડિવોર્સ પાક્કા સમજો.એ ત્યાં શું કરતો હશે અને ક્યાં જતો હશે એ રૂપિયાની ચમક પાછળ ધરબાઈ જશે. એ ફેમિલી માટે કમાવા ગયો છે એવું સમજી બધાની સાથે હું પણ એવું સમજી જીવ્યે રાખું છું.પણ હું એની પાછળ શું કરું છું કેવી રીતે જીવું છું ત્યાં બધાની નજર હશે."
મિ. પરેરા દીકરી ની આ વાતો સાંભળી સ્તબ્ધ થઈ ગયા સત્ય અને એ પણ કડવું ને ઉપર વાસ્તવિકતા નો મસાલો, તો ગળે ઉતારવું જ રહ્યું.એ બોલ્યા," યુ આર રાઈટ માય બચ્ચાં પણ દરેક વખતે આમ નથી હોતું.અમુક અપવાદ ને કારણે લોકો લૅડીઝ ને આમ જજ કરતાં થઈ ગયાં છે. ઓકે જે થયું એ થયું હું કેસ પાછો લઉં છું."
સૌ સાથે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યાં.ત્યાં જ એક પોલીસ અધિકારી એ ધડાકો કર્યો."અરે ! સાંભળો આ કે.કે. તો એક *ગિગોલો* છે.આવાઓને તો બરાબર ફટકારવા જોઈએ." હવે શિવાની ભડકી," હા એ છે તો શું પ્રોબ્લેમ તમને ? એ લોકો અજાણતા એ ધંધામાં ખૂંપી ગયા છે ,જરૂરિયાત એ લોકોને એ ચાલુ રાખવા મજબૂર કરે છે.અને તો પણ એ લોકોએ ઘણી સ્ત્રીઓ ને થોડો સમય માટે ખુશી આપી છે.સાહેબ જેને આસાનીથી બધુ મળી ગયું હોય એવા લોકોને આવી સોજજી સોજજી વાતો કરવાની મજા આવે છે બાકી તો જે આવી પરિસ્થિતિમાંથી પસાર થાય એને ખબર પડે." મિ. પરેરા વચ્ચે પડ્યા," પ્લીઝ,સ્ટોપ ઇટ શિવાની બેટા.સાહેબ મેં કૅસ પાછો ખેંચ્યો છે સો પ્લીઝ , કે.કે.ને છોડી દો.અને બીજી વાત એ *ગિગોલો* છે એ તો વિટનેસ મળે ત્યારે જોઈ લેશું."
કૃતાર્થ ને છોડયો.એ શિવાનીને ભેટી પડ્યો એની આંખમાંથી અવિરત આંસુ વહી રહ્યાં હતાં," શિવુ આજે તું ના હોત તો હું કદાચ જેલમાં જ સુસાઈડ કરી લેત. થેન્કયુ સો મચ ડિયર, મેં તારા પ્રેમ ને સમજવા છતાં મારા કેરિયર માટે ઇગ્નોર કર્યો હતો એ પસ્તાવો આજીવન રહેશે." શિવાની બોલી,"ડોબા, હજીયે મારા તરફથી એ જ છે નહિ તો શું હું છેક વડોદરાથી રાતોરાત અહીં આવી જાત કે? અને તું હવે આ દલદલમાંથી બહાર આવી જા.. અને મારી પ્રેમકેદ માં આજીવન કેદ થઈ જા ,અબ સુન ઑયે,આઈ વોન્ટ ટુ મેરી યુ અને ના સાંભળવાની મને આદત નથી."
સૌ ખડખડાટ હસી પડયાં.
*કુંતલ ભટ્ટ"કુલ"*