Taras premni - 13 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૧૩


વિચારો કરતા કરતા મેહાની આંખોમાંથી ફરી દડ દડ કરતા આંસુ ટપકવા લાગ્યા. મેહાને મમતાબહેનનો અવાજ સંભળાયો.

મમતાબહેન:- "મેહા શું કરે છે? આજે ચા પીવા માટે નીચે પણ ન આવી."

મેહા:- "હવે આવવાની જ હતી."

મમતાબહેન રસોડામાં જઈ પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. મેહા ચૂપચાપ ચા પી રહી છે. ચા પીને પછી મેહા ક્યાંય સુધી વિચારોમાં ખોવાયેલી રહી.
મમતાબહેને નોટીસ કર્યું કે મેહા આજે કંઈક વધારે જ ઉદાસ છે. મમતાબહેન મેહા પાસે આવે છે.

મમતાબહેન:- "શું થયું મેહા? સ્કૂલમાં કંઈ થયું કે?"

મેહા:- "ના મમ્મી કંઈ થયું નથી."

મમતાબહેન:- "તો આટલી ઉદાસ કેમ છે?"

મેહા:- "હું ક્યાં ઉદાસ છું. એ તો શરીરમાં થોડી વીકનેસ છે એટલે. થોડો આરામ કરીશ એટલે ઠીક થઈ જશે."

મેહા પોતાના રૂમમાં જતી હતી કે મમતાબહેને કહ્યું
"મેહા રૂમમાં શું કરવા જાય છે? બહાર સરસ વાતાવરણ છે. બહાર જઈશ તો આપોઆપ થાક દૂર થઈ જશે. જા હીંચકા પર જઈને આરામ કર."

મેહા બહાર જઈ હીંચકા પર બેસે છે. મેહા ખીલેલાં ફૂલોને જોઈ રહી. ફૂલોની આસપાસ પતંગિયા ફરતા હતા. પતંગિયાને લીધે ફૂલો હસતા હતા. શ્રેયસ એની લાઈફમાં હતો ત્યારે મેહા આ ફૂલોની જેમ ખુશ રહેતી હતી. પણ હવે તો શ્રેયસે એના મનને કચડી નાખ્યું હતું. શ્રેયસે એના સપના એકઝટકામા તોડી નાખ્યાં. મેહાની આંખોમાં ઝળઝળીયા આવી ગયા. ફૂલો પરથી મેહાની નજર આકાશ તરફ ગઈ. ધોધમાર વરસાદ વરસ્યા પછીનું આકાશ સ્વચ્છ દેખાયું.

મમતાબહેન બહાર મેહાને બોલાવવા ગયા. મમતાબહેને મેહાને ધ્યાનથી જોયું તો મેહા ઉદાસ હતી.

મમતાબહેન:- "મેહા ચાલ તો ગરમ ગરમ જમી લઈએ."

મેહાએ ચૂપચાપ જમી લીધું. નિખિલને પણ મેહા ઉદાસ લાગી. મેહા જમીને પોતાના રૂમમાં ગઈ. નિખિલ મેહાના રૂમમાં આવ્યો.

નિખિલ:- "શું થયું છે તને? ગઈકાલે સાંજથી ઉદાસ લાગે છે."

મેહા:- "ભાઈ હું બીજી છોકરીઓ જેવી કેમ નથી? બીજી છોકરીઓ કેટલી સુંદર દેખાય છે અને હું તો સુંદર પણ નથી અને સ્માર્ટ પણ નથી."

નિખિલ:- "ઑહ તો તું એટલે ઉદાસ છે. અને તને કોણે કહ્યું કે તું સુંદર નથી અને સ્માર્ટ નથી. તું સુંદર પણ છે અને સ્માર્ટ પણ."

મેહા:- "તું મારો ભાઈ છે એટલે તને હું સુંદર અને સ્માર્ટ લાગું છું. પણ બીજાને તો હું પસંદ નથી."

નિખિલ:- "મેહા બીજાની વાતને ધ્યાનમાં ન લેવાય. શું ખબર બીજા તને ચીડવવા પણ એમ કહેતા હોય. તારા મનને ઠેસ પહોંચાડવા પણ આવું કહેતા હોય. તો હંમેશાં ખુશ રહે. Ok?"

નિખિલ પોતાના ફ્રેન્ડસ સાથે બહાર ફરવા નીકળી ગયો. નિખિલ અને એના ફ્રેન્ડસ મુવી જોવા ગયા.
નિખિલ બાઈક પાર્ક કરીને જલ્દીથી એના ફ્રેન્ડ તરફ જઈ રહ્યો હતો. ક્રીના પણ એના ફ્રેન્ડસ પાસે જઈ રહી હતી. નિખિલ અને ક્રીના બંન્ને સામસામે આવીને ભટકાય છે.

ક્રીનાથી તરત સૉરી બોલી જવાય છે.

નિખિલ પણ જલ્દીમા હતો એટલે "It's ok...સૉરી બોલવાની જરૂર નથી." એવું કહે છે.

પછી બંનેની નજર એકબીજા પર જાય છે.

ક્રીના:- "તું અહીં?"

નિખિલ:- "એક જ શહેરમાં રહીએ છે તો એકબીજાની સામે તો આવીશું જ ને રાઈટ?
એમાં આટલું શોક્ડ થવાની શી જરુર છે?"

ક્રીના મનોમન કહે છે "આની સાથે તો વાત કરવી જ બેકાર છે."

નિખિલ:- "મને પણ તારી સાથે વાત કરવાનો કોઈ શોખ નથી. સમજી?"

ક્રીના નિખિલને આશ્ચર્યથી જોઈ રહે છે.

નિખિલ:- "આવી રીતના મારી સામે આટલું આશ્ચર્યથી જોવાની જરૂર નથી. હું કોઈ અંતર્યામી નથી કે તારા મનની વાત જાણી જાઉં. એ તો તારા ચહેરાના એક્સપ્રેસન જ એવા હતા કે તારા મનમાં મારા વિશે શું ચાલે છે તે મને ખબર પડી ગઈ."

ક્રીના સ્વગત જ બોલે છે "પોતાની જાતને બહું સ્માર્ટ સમજે છે."

"સમજતો નથી હું તો પહેલેથી જ સ્માર્ટ છું.
હવે અહીં જ ઉભા રહીને વાત કર્યાં કરીશું તો અહીં આપણી લવસ્ટોરી સ્ટાર્ટ થઈ જશે. તેના કરતા બેટર છે કે અંદર જઈ હીરોહીરોઈનની લવ સ્ટોરી જોઈએ." એમ કહી નિખિલ ગોગલ્સ પહેરી ચાલવા લાગે છે.

ક્રીના પણ એની સાથે કદમ થી કદમ મિલાવે છે અને કહે છે "ઑ હેલો મિસ્ટર તારી અને મારી લવ સ્ટોરી..! તે એવું વિચારી પણ કેવી રીતે લીધું? તું ક્યાં ને હું ક્યાં? અને હા આ રોમેન્ટીક મુવી નથી ઑકે? આ તો હોરર મુવી છે."

નિખિલ:- "ખબર છે કે હોરર મુવી છે. મેં આ મુવી નું ટ્રેલર જોયેલું. એમાં લવ કપલ પણ છે તો થઈ ને રોમેન્ટીક મુવી. અને મને લાગે છે કે તે મારી વાતને બહુ સીરીયસલી લઈ લીધી. Just chill ok? હું તો મજાક કરી રહ્યો હતો. મને અને તારી સાથે લવ થાય? આ તો બહું મોટો જોક થઈ જશે."

ક્રીના:- "મારી સાથે તો કોઈપણ છોકરાને લવ થઈ જાય સમજ્યો? અને Tell me કે એવી તે શું ખામી છે મારામાં કે મારી સાથે લવ ન થાય. હું બ્યુટીફુલ પણ છું અને સ્માર્ટ પણ. તને ખબર નથી બચ્ચું કે સ્કૂલમાં કેટલા બધા Boys મારી પર ફિદા છે."

નિખિલ:- "ઘણાં બધા boys ફિદા છે એમ? તો કેટલા boysએ તને પ્રપોઝ કર્યું. I am sure કે એકાદને બોયફ્રેન્ડ પણ બનાવી લીધો હશે."

ક્રીના:- "ના નથી બનાવ્યો."

નિખિલ:- "તો એવું શું કામ કહ્યું કે તારી સાથે તો કોઈને પણ લવ થઈ જાય. અને આટલા બધા ફિદા છે તો કોઈને તો બોયફ્રેન્ડ બનાવી લેવો જોઈએ ને? કે પછી ખોટું તો નથી બોલતી ને કે તારી પાછળ ઘણાં ફિદા છે."

ક્રીના:- "હું શું કામ ખોટું બોલવાની? જેને તેને થોડો બોયફ્રેન્ડ બનાવી લેવાય? એ છોકરો મારા ટાઈપનો તો હોવો જોઈએ ને. એમ કંઈ હાલતા ચાલતા છોકરાને થોડો બોયફ્રેન્ડ બનાવી લેવાય. અને મને શું કહ્યા કરે છે તારી પણ ગર્લફ્રેન્ડ તો નથી જ ને?"

નિખિલ:- "ઑહ શું વાત છે? મારા વિશે તું આટલું બધું જાણે છે. મારા વિશે રિસર્ચ કરીને આવી છે. ક્યાંક તારા મનમાં મારા પ્રત્યે..."

ક્રીના:- "એવું કંઈ નથી. એ તો આપણે ક્લાસમેટ છે એટલે ઉડતી ઉડતી આમતેમ તારા વિશે વાતો સાંભળેલી."

મીતા:- "Hi Nik...તમારે બંનેએ અહીં જ વાતો કરવી છે કે મુવી પણ જોવી છે?"

નિખીલ:- "હા ચાલો. આકાશ ને કૌશિક ચાલોને યાર. શું કરો છો?"

કૌશિક:- "અમે શું કરતા હતા એ વાત જવા દે તું શું કરતો હતો ક્રીના સાથે?"

નિખિલ:- "કંઈ નહીં બસ એમજ વાતો કરતા હતા. હવે ક્રીનાને છોડ ને મુવી જોવા જઈએ."

આકાશ:- "ક્રીનાને તે જ તો પકડી રાખી છે."

નિખિલ:- "તમારું થઈ ગયું હોય તો હવે જઈએ?"

બધા પોતપોતાની સીટ પર બેસી જાય છે.

ક્રીના સીટ પર બેસી જાય છે. તેની બાજુની સીટ પર નિખિલ બેસે છે. બધા મુવી જોવામાં વ્યસ્ત થઈ ગયા.

નિખિલના હાથ ઉપર ક્રીનાનો હાથ મૂકાય છે. નિખિલે ક્રીના તરફ નજર કરી. ક્રીના હોરર મુવી જોતા જોતા ડરી રહી હતી. નિખિલના હાથમાં ક્રીનાના હાથના નખ વાગતાં હતા.

નિખિલ:- "ક્રીના શું કરે છે? તારા નખને કારણે મારા હાથની હાલત તો જો."

ક્રીનાએ હાથ હટાવી લીધો.

મુવી જોઈને આવ્યા પછી ક્રીના,મીતા અને ટીના નાસ્તો કરવા જવાના હતા.

ટીના:- "આકાશ તમે લોકો પણ ચાલોને નાસ્તો કરવા."

આકાશ:- "let's go guys."

બધા નાસ્તો કરવા ગયા. ક્રીનાની નજર Nik ના હાથ પર પડી. ક્રીના મનોમન બોલી "મારા નખને લીધે આના હાથની ચામડી પણ છોલાઈ ગઈ છે."

નાસ્તો કરી બધા છૂટાં પડ્યા. નિખિલ ઘરે ગયો. મેહા સોફા પર બેઠી હતી.

નિખિલ:- "મમ્મી ચા પીવી છે."

મમતાબહેન:- "ચા મૂકી દીધી છે."

નિખિલ મેહા પાસે બેઠો હતો.

નિખિલ:- "હજી સુધી એ જ વિચારોમાં ખોવાયેલી છે."

મેહા:- "કંઈ નહીં ભાઈ. હું તો ખાલી એમ જ વિચારી રહી હતી."

નિખિલ:- "અન્યને જોઈને પોતાનાપણું ખોઈ દેવું એ તો પોતાની જાત સાથે અન્યાય થયો કહેવાય ને?"

મેહાને નિખિલની વાત સાચી લાગી. મેહાની નજર નિખિલના હાથ પર જાય છે.

મેહા:- "ભાઈ હાથમાં શું થયું છે?"

નિખિલ:- "અરે મારી ક્લાસમેટ મારી બાજુમાં જ બેઠી હતી. અમે હોરર મુવી જોવા ગયા હતા. એને એટલો ડર લાગતો હતો કે ડરના માર્યાં એણે મારા હાથ પર હાથ મૂક્યો. એણે ખબર નહીં મારા હાથને શું સમજી લીધું. મારો હાથ એટલો જોરથી પકડતી કે એના નખ મારી ચામડીમાં ભરાઈ ગયા."

મેહા:- "તો તે એ છોકરીને કંઈ ન કહ્યું."

નિખિલ:- "એકવાર તો કહ્યું ખરું. પણ..."

મેહા:- "પણ શું?"

નિખિલ:- " પણ કંઈ નહીં. પછી એણે હાથ હટાવી લીધો હતો."

મેહા:- "ભાઈ કેવી છે એ છોકરી? ક્યૂટ ને?"

નિખિલ:- "ખબર નહીં. મેં એના તરફ વધારે ધ્યાન નથી આપ્યું."

નિખિલ સાથે વાત કરવાથી મેહા થોડા સમય માટે શ્રેયસને ભૂલી ગઈ.

મેહા:- "ભાઈ તારી લાઈફમાં કોઈ છોકરી છે જેને તું પ્રેમ કરે છે."

નિખિલ:- "એવી તો કોઈ છોકરી નથી."

મેહા:- "તારી ડ્રીમગર્લ વિશે તે કંઈક તો વિચાર્યું હશે ને? મને જણાવને કે તારી ડ્રીમગર્લ કેવી હશે."

નિખિલ:- "નટખટ અને ક્યૂટ."

મેહા વિચારી રહી હતી કે એ છોકરી લકી હશે જે ભાઈની લાઈફમાં આવશે. ભાઈ એ છોકરીને ક્યારેય હર્ટ નહીં કરે. કમસેકમ મારો ભાઈ શ્રેયસ જેવો તો નથી કે કોઈ છોકરીને છોડીને જતો રહે.

મેહાને ફરી શ્રેયસ યાદ આવી ગયો.

મેહા ઉઠીને પોતાના રૂમમાં ગઈ. રૂમમાં જતાં જ એની આંખોમાંથી આંસુ સરવા લાગ્યા. મેહા નું મન વારંવાર શ્રેયસને બોલાવી રહ્યું હતું. પ્લીઝ શ્રેયસ પાછો આવી જા. હું તારા વગર નહીં રહી શકું.

એટલામાં જ નેહા,મિષા અને પ્રિયંકા આવે છે.

નેહા:- "આંટી મેહા ક્યાં છે?"

મમતાબહેન:- "એ પોતાના રુમમાં છે."

Nik:- "hey girls what's up?"

પ્રિયંકા:- "Hi Nik."

મિષા:- "કેવી ચાલે છે પ્રેક્ટીસ?"

નિખિલ:- "ફર્સ્ટ ક્લાસ. તમારી કેવી પ્રેક્ટીસ ચાલે છે. અરે હા યાદ આવ્યું. તમે લોકોએ ડાન્સ શૉ માં ભાગ લીધો હતો ને?"

નેહા:- "હા પહેલાં નંબરે આવ્યા."

નિખિલ:- "તમને ત્રણેયને Congrats..."

નેહા:- "Thank you."

મિષા:- "હું મેહાને બોલાવી લાવું છું."

મિષા મેહાના રૂમમાં જઈને દરવાજો ખટખટાવે છે.

મિષા:- "મેહા..."

મિષાનો અવાજ સાંભળી મેહા પોતાની જાતને સ્વસ્થ કરતા કહે છે "એક મિનીટ હું દરવાજો ખોલું છું."

મેહાએ ફટાફટ ચહેરો ધોઈ લીધો. મેહાએ દરવાજો ખોલ્યો.

મિષા:- "ચાલ અમે તને લેવા આવ્યા છે."

મેહા મિષા જોડે બેઠક રૂમમાં ગઈ.

નેહા:- "આંટી અમે બહાર ફરવા જઈએ છીએ."

મમતાબહેન:- "સારું. સંભાળીને જજો."

મેહા:- "તમે લોકો ફરી આવો. મારે નથી આવવું."

મેહાએ કહ્યું એટલે બધા મેહાને આશ્ચર્યથી જોઈ રહ્યા.

ફ્રેન્ડસ બહાર ફરવા બોલાવે અને મેહા ન જાય એવું પહેલી વખત બન્યું હતું.

મેહા:- "પ્લીઝ તમે લોકો મને આમ ન જુઓ. હું ઠીક છું. શું હું કોઈ દિવસ ફરવા જવાની ના ન પાડી શકું."

નેહા:- "હા તું પણ ના પાડી શકે પણ અમારી સાથે આવવામાં શું વાંધો છે?"

મિષા:- "કાલે અમારી સાથે પાર્ટીમાં પણ ન આવી. અમે હોઈએ ત્યાં તું ન હોય એવું બને જ નહીં. કંઈક તો થયું છે‌."

મેહા:- "guys તમે વધારે પડતું વિચારો છો. મારે સાચ્ચે નથી આવવું. કંઈ થયુ નથી હું ઠીક છું. તમે એન્જોય કરો."

નેહા,મિષા અને પ્રિયંકા ત્રણેય તો નીકળી ગયા. એક જગ્યાએ વ્હીકલ પાર્ક કરીને ત્રણેય બેઠાં.

મિષા:- "કંઈક તો થયું છે મેહાની લાઈફમાં જે આપણને ખબર નથી."

નેહા:- "તમે લોકોએ નોટીસ કર્યું એની આંખો કેટલી ઉદાસ હતી."

પ્રિયંકા:- "હા એનો ચહેરો કેટલો ઉદાસ હતો."

મિષા:- "આવતીકાલે સ્કૂલે આવશે ત્યારે પૂછી લઈશું."

મેહા શ્રેયસને યાદ કરતા કરતા સૂઈ ગઈ. સવારે ઉઠતાં જ મેહાને શ્રેયસની યાદ આવી. મેહાને તો હવે સવાર પણ ઉદાસીનતા ભરી લાગતી. મમતાબહેને ચા નાસ્તો તૈયાર રાખ્યો હતો. મેહા ચા પીવા લાગી.

મમતાબહેન:- "અરે નાસ્તો તો કરી લે."

મેહા:- "ભૂખ નથી."

મમતાબહેને નાસ્તો પેક કરી આપતા કહ્યું "કેન્ટીનમા બપોરે ખાઈ લેજે."

ચા પીને મેહા સ્કૂલે પહોંચે છે. ક્લાસમાં મિષા,નેહા અને પ્રિયંકા મેહાની જ રાહ જોઈ રહ્યા હતા. મેહા તો પોતાના જ વિચારોમાં ખોવાયેલી હતી. મેહા ચૂપચાપ પોતાની જગ્યાએ બેસી ગઈ.

મિષા:- "Hi મેહા."

મેહા:- "Hi મિષા."

નેહા:- "મેહા કંઈ થયું છે?"

પ્રિયંકા:- "શું થયું છે તું આટલી ઉદાસ કેમ છે?"

નેહા અને પ્રિયંકાના સવાલથી મેહા પોતાની જાતને કંટ્રોલ ન કરી શકી અને એની આંખમાં ઝળઝળીયાં આવી ગયા.

મેહાની આંખમાંથી આંસુ ટપકે એ પહેલાં તો ક્લાસમાં ટીચર આવી ગયા.

બપોરે મિષાએ મેહાને પૂછ્યું "મેહા શું થયું અમને કહે."

એટલામાં જ RR મેહા પાસે આવે છે.

RR:- "શું વાત છે girls. આજે તમારા સાઈડનુ વાતાવરણ કંઈક વધારે જ સીરીયસ લાગે છે."

મેહાની આંખોમાંથી આંસુ સરી પડે છે. RRએ મેહા તરફ નજર કરી.

નેહા:- "મેહા શ્રેયસે કંઈ કર્યું."

શ્રેયસ નું નામ સાંભળતા જ મેહા નેહાને ગળે વળગી રડવા લાગી.

આ બધો ડ્રામા જોઈ તનિષા નેહાના ગ્રુપ પાસે આવે છે.

પ્રિયંકા:- "મેહાને શું થયું છે? કંઈ કહેતી પણ નથી. બસ રડ્યે જ જાય છે."

તનિષા:- "Come on guys મેહાનો પ્રથમ પ્રેમ અધુરો રહી ગયો તો રડવું તો આવશે જ ને?"

મિષા:- "મતલબ શું છે તારી વાતનો?"

તનિષા:- "શ્રેયસે બ્રેક અપ કરી લીધું છે. મારી વાત પર વિશ્વાસ ન આવતો હોય તો મેહાને પૂછી લેજે. Bye..."

રૉકી:- "RR શું ચાલે છે અહીં?"

RR:- "ખબર નહીં આ ડ્રામા ક્યારે પૂરો થશે? ચલ રૉકી કેન્ટીનમા જઈ કંઈ ખાઈ આવીએ."

RRનુ ગ્રુપ કેન્ટીનમા ગયું. થોડી મિનીટો પછી મેહા,નેહા,મિષા અને પ્રિયંકા પણ આવ્યા.
RRએ મેહા તરફ નજર કરી તો મેહાની આંખોમાં ઉદાસી છલકતી હતી. આંખો પરથી RRને ખ્યાલ આવ્યો કે મેહા ખૂબ રડી છે. મેહાએ થોડો નાસ્તો કર્યો.

છેલ્લો લેક્ચર ફ્રી હતો. અમુક વિધાર્થીઓ લાઈબ્રેરી તરફ તો અમુક વિધાર્થીઓ બગીચા તરફ તો અમુક વિધાર્થીઓ ગ્રાઉન્ડ તરફ જઈ રહ્યા હતા.

નેહા:- "ચાલો આપણે પણ બહાર જઈએ."

નેહા,મિષા,અને પ્રિયંકા પણ વાતો કરતા કરતા ક્લાસમાંથી બહાર નીકળ્યા.

પ્રિયંકાનું ધ્યાન ગયું તો મેહા નહોતી. પ્રિયંકાએ જોયું તો મેહા પોતાની જગ્યા પરથી ઉઠી જ નહોતી.

પ્રિયંકા:- "મેહા ત્યાં શું કરે છે? ચલ અમારી સાથે."

મેહા:- "તમે જાઓ. મારી આવવાની ઈચ્છા નથી."

ત્રણેયે મેહાને બહાર લાવવા થોડી કોશિશ કરી પણ મેહા ન આવી.

મેહા:- "પ્લીઝ મારે થોડીવાર એકલાં રહેવું છે."

મિષા,પ્રિયંકા અને નેહા ત્રણેય સમજીને બહાર નીકળી ગયા.

ક્રમશઃ