Tina - 1 books and stories free download online pdf in Gujarati

ટીના - 1

મને નથી ખબર કે હુ આ પ્રેમકથા સારી રીતે લખી શકીશ કે નહિ, કેમ કે આ મારી પહેલી વાર્તા છે. બસ, આજે લખવાનું મન થયું અને શરૂઆત કરુ છું. મને આશા છે કે તમને આ જરૂર પસંદ આવશે.

ચાલો, ઓળખાણ કરાવું વાર્તાના મુખ્ય પાત્રની: નામ છે એનું ટીના. એક ખૂબ જ ઉત્સાહી અને ચંચળ છોકરી, જેના પરિવાર મા માતા- પિતા અને એક મોટી બહેન છેે. જે નાનપણથી ભણવામાં ખૂબ જ હોશિયાર છે. હંમેશાં કંઈ ને કંંઈ નવુ શિખતી રહે અને કાયમ પહેલો નંબર લાવતી એ પછી ભણવામાં હોય કે કોઈ પ્રવૃત્તિ માં. ઘર હમેશા એના બોલકા સ્વભાવને લીધે જીવંત રહે. મમ્મી ની સૈાથી લાડકી ટીના.

એના મમ્મી શિક્ષક હતા એટલે એ કયારેય ટ્યૂશન ગઇ ન હતી. પણ આ વર્ષ બોર્ડ હોવાથી તેને ટ્યૂશન માં જવાનું શરૂ કર્યુ.

આજે પહેલો દિવસ હતો ૧૦માં ધોરણ નો અને ટ્યુસન નો પણ જેથી આજે ટીના ઘણી ઉત્સાહી હતી કેમ કે તે પહેલી વાર ટ્યુસન જવાની હતી. સાંજે ૫ વાગ્યા ને બદલે તે તો ૪:૪૫ એ જ ટ્યુસન પહોંચી ગઈ અને થોડી જ વારમાં બધા આવવા લાગ્યા. એક છોકરા ને જોઈ ને ટીના ની નજર એના પર જ અટકી ગઈ એ બસ જોતી જ રહી ગઈ. કેવાય ને કે પહેલી નજર નો પ્રેમ બસ એવું જ કંઈક ટીના અનુભવી રહી હતી. આજ પેલા તો કયારેય કોઇ છોકરા સામે આંખ ઊંચી કરી ને પણ જોયું નોતું. સર એ આવી ને ઇન્ટ્રો કરાવી બધા ની અને એનું નામ હતું રવિ. ટીના તો ખુશ ખુશાલ થઈ ગઈ .

બસ પછી તો રવિ ને રોજ જોયા કરવો એ જ કામ બની ગયું ટીના નું. રોજ એના આવવા ની રાહ જોવી અને જો ક્યારેક કોઈ કારણ થી રવિ નો આવ્યો હોય તો ટીના બેચેન થઇ જતી. હા સાથે સાથે પોતાના ભણવા પર પણ એટલું જ ધ્યાન આપતી. રવિ ભણવા માં ઠીક હતો પણ એનું વ્યકિતત્વ કંઇક અલગ જ હતું જે ટીના ને આકર્ષી રહ્યું હતું.

ધીમે ધીમે રવિ ના પણ ધ્યાન માં આવ્યું કે ટીના કાયમ એની સામે જોયા કરે છે પણ એને કોઈ પ્રતિભાવ નો આપ્યો. થોડા સમય પછી ટ્યુશન ના એક મેમ એ ટીના ને બોલાવી અને કહ્યું કે તારી ફરિયાદ આવી છે કે તું કોઈ છોકરા સામે જોયા રાખે છે અને એમને સમજવાની કોશિશ કરી કે આ બોર્ડ નું વર્ષ છે ભણવા માં વધારે ધ્યાન આપ. એ પછી થોડા દિવસ ટીના એ રવિ ની સામે નો જોયું પણ એ ઉદાસ રેવા લાગી અને એને મન થયું કે રવિ સાથે વાત કરું પણ હિંમત નોતી થતી એની.

એવા માં એક વાર ટીના ના હાથ માં ટ્યુશન નું રજિસ્ટર આવી ગયું જેમા બધા ના નામ, મોબાઈલ નંબર લખેલા હતા. પછી તો શું ટીના એ જલ્દી થી રવિ નો નંબર જોઈ ને યાદ રાખી લીધો. થોડા સમય માં ટીના ને ખબર પડી કે રવિ પાસે એનો પર્સનલ મોબાઈલ અત્યાર થી છે એટલે ટીના ની ખુશી નો પર નો રહ્યો અને એક વાર તે ઘરે એકલી હતી ત્યારે બસ ડાયલ કરી દિધો રવિ નો નંબર ઘર ના ફોન માંથી પણ સામે કોઈએ ફોન નો ઉપાડતા તે નિરાશ થઈ ગઈ. હવે થયું એવું કે રવિ એ અજાણ્યા નંબર પરથી મિસ કોલ જોઈ ને સામે કોલ કર્યો, આ બાજુ ટીના ના ઘરે મમ્મી અને દીદી આવી ગયા હતા એટલે ફોન ટીના ની મમ્મી એ ઉપાડ્યો, ટીના ને ખ્યાલ તો આવી ગયો કે રવિ નો ફોન છે એટલે પછી એ બવ ડરી ગઈ કે ઘરે શું કેવું કેમ કે રવિ એ સામે થી એમ કીધું કે આપનો મિસ કોલ હતો આ નંબર પર. એટલે મમ્મી એ ફોન મૂકી ને તરત હિસ્ટરી ચેક કરી પણ ટીના એ નંબર ડિલીટ કરી દિધો હતો અને મમ્મી એ પૂછ્યું કે તે કોઈ ને ફોન કર્યો તો ટીના એ ના પાડી દીધી. પછી ટીના ની હિંમત ના થઈ બીજી વાર ફોન કરવાની. ખાલી ટ્યુશન માં રવિ ને જોઈ ને સંતોષ માની લેતી.

ટીના ને આજ લગી રવિ સાથે વાત કરવાનો મોકો ન મળ્યો હતો, પણ એ દિવસે સર નો બર્થ ડે હતો અને બધા એ સર ને સરપ્રાઇઝ આપવાનું કરવાનું નક્કી કર્યું. બધો આઈડિયા રવિ નો હતો બધા એ મળી ને એક ક્લાસ ડેકોરેટ કર્યો. એવા માં ટીના ને સર ને ગિફ્ટ દેવાનો વિચાર આવ્યો અને રવિ સાથે વાત કરવાનો મોકો પણ મળી ગયો. એને રવિ ને કીધું કે આપણે સર ને ગિફ્ટ દેવી જોઈએ તો રવિ કે તમે ગર્લ્સ જઈ ને લઇ આવો અમે અહીંયા કરીએ છીએ. હા, બે મિનિટ પણ વાત નો થઈ પણ ટીના બવ ખુશ હતી. તો ગિફ્ટ, કેક બધું જ આવી ગયું ક્લાસ પણ બવ સારી રીતે ડેકોરેટ થઈ ગયો અને એ દિવસે બવ મજા આવી. હવે વારો આવ્યો બધા ને કેક દેવાનો તો રવિ પીસ કરવા બેઠો અને ટીના અને બીજી ૧-૨ ગર્લ્સ બધા ને આપવા લાગી અને ત્યાં જ રવિ થી એક પીસ પડ્યો જેને ટીના અને રવિ એ સાથે પકડી લીધો અને એ પોતાના પ્રેમ નો પહેલો સ્પર્શ ટીના નો હાથ રવિ ના હાથ માં હતો. ટીના ની ખુશી નો કોઈ પાર ના રહ્યો. સૈાથી યાદગાર હતો ટીના માટે એ દિવસ.

હવે તો બધા ને ખબર પડી ગઈ હતી કે ટીના ને રવિ ગમે છે. ઘણી વાર બીજા છોકરાઓ રવિ ને પણ ચિડવી લેતા ટીના ના નામ થી. આમ ને આમ દિવસો જતા રહ્યા. રવિ પણ હવે ક્યારેક ક્યારેક જોઈ લેતો ટીના સામે પણ નજર ટકરાઈ જતા બને મોઢું ફેરવી લેતા.

એ પછી ટીના એ ફરી કયારેય મોકો ના મળ્યો રવિ સાથે વાત કરવાનો. હવે તો બોર્ડ ની પરીક્ષા ને ત્રણ જ મહિના બાકી રહ્યા હતા. એવા માં એક વાર રવિ એ ટીના સામે આંખ થી કંઇક ઈશારો કર્યો અને ટીના પણ સમજી ગઈ કે રવિ પણ એને પસંદ કરે છે. જેથી ટીના માં હિંમત આવી રવિ સાથે વાત કરવાની પણ હજી એટલી હિંમત પણ નોતી કે સામે જઈ ને વાત કરે.

તો શું થયું હસે, ટીના એ રવિ સાથે વાત કરી હસે?કરી હસે તો કઈ રીતે કરી હસે, શું કરી હશે, રવિ એ શું કીધું હશે? આ જોઈશું આવતા પાર્ટ માં.

મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે અને હજી આગળ તો ઘણું રહસ્ય ખુલવાનું છે, તો વાચતા રહો મારી પહેલી વાર્તા, ટીના.

વાચક મિત્રો, તમારા ratings and reviews જરૂર થી આપજો. જે મારા માટે ઘણા મહ્ત્વ ના છે આગળ ના ભાગ લખવા માટે.