Tina - 4 books and stories free download online pdf in Gujarati

ટીના - 4


(અત્યાર સુધીમાં જોયું કે ટીના એક નટખટ છોકરી હોય છે અને તે તેની સાથે ટ્યુશન માં આવતા રવિ ને ચાહવા લાગે છે. ટીના પેલી વાર રવિ સાથે ફોન પર વાત કરવા ટ્રાય કરે છે પણ થતી નથી. એટલે તે ચિઠ્ઠી દેવાનું વિચારે છે અને આમ ટીના અને રવિ ની પહેલી મુલકાત થાય છે પણ એમાં બવ કઈ વાત પણ નથી થતી, એટલે રવિ ટીના ને બીજી વાર મળવા કહે છે એટલે ટીના ને આજે રવિવાર ના બપોરે એક કલાક વહેલા જવાનું હોય છે ટ્યુશન રવિ ને મળવા પણ એ 10 મિનિટ લેટ પહોંચે છે પણ મુલાકાત બવ સારી રહે છે. ટીના ના બર્થ ડે પર રવિ એને એક ડ્રોઈંગ, એક કાર્ડ અને ગિફ્ટ આપે છે. ટીના નું ધ્યાન ભણવા માં ન લાગતું હોવાથી તે એના વિશે રવિ સાથે વાત કરવાનું વિચારે છે. હવે આગળ.....)

ટીના : જ્યાર થી તારી સાથે મિત્રતા થઈ છે, ત્યાર થી મારું ધ્યાન ભણવા માં ઓછું લાગે છે. હું સમજી નથી શકતી કે કેમ આમ થાય છે ? આ બોર્ડ નું વર્ષ છે, એટલે ભણવું પણ એટલું જ અગત્યનું છે.

રવિ : તો પછી અહીંયા જ પૂરી કરીએ આપણી મિત્રતા. આજ થી તું તારા રસ્તે અને હું મારા રસ્તે. એટલે તને ભણવા માં પણ વાંધો નહિ આવે.
ટીના : ના, હું તને પણ ખોવા નથી માગતી.
રવિ : ઓકે, તો પછી તું ભણવા માં પણ સરખું ધ્યાન આપ.
ટીના : હા, હું પ્રયત્ન કરીશ.

તો આમ ટીના રવિ સાથે ની મિત્રતા તોડતી નથી અને એક નિશ્ચય કરે છે કે આજ થી હું ભણવા માં પણ એટલું ધ્યાન આપીશ, જેટલું રવિ માં આપુ છું. ટીના રવિ ને પણ ભણવા માં ધ્યાન આપવા કહે છે, પણ રવિ ને તો બસ ખાલી પાસ થવું હોય છે, ટીના ની જેમ સારા માર્ક્સ ની પડી નથી હોતી. તો આમ રવિ અને ટીના ની મિત્રતા વધતી જાય છે. હવે તો બને ફોન પર પણ વાતો કરવા લાગ્યા. ટીના ઘરે એકલી હોય ત્યારે ઘર નાં નંબર માંથી રવિ ને ફોન કરતી, રવિ પાસે તો પેલે થી પર્સનલ મોબાઈલ હતો જ એટલે એને કોઈ પ્રોબ્લેમ ના થાય.

બસ, હવે તો બોર્ડ ની એક્ઝામ ને દોઢ મહિનો જ બાકી હતો. મિત્રતા થયા પછી આજ લગી ટીના કે રવિ એ એકબીજા ને સ્પર્શ નોતો કર્યો, અને I love you પણ નોતું કીધું. એટલે રવિ એ ટીના ને I love you કેવાનું વિચાર્યું. આના માટે રવિ મોકો ગોતવા લાગ્યો. રવિવારે મોટા ભાગે ટ્યુશન બપોર નું હોય એટલે શાંતિ હોય એટલે રવિવારે જ રવિ એ આ કેવાનું વિચાર્યું.

તો આજે પણ રવિ અને ટીના એક કલાક વહેલા આવી ગયા હતા, પણ આજે રવિ બવ ગભરાતો હતો. આવી ગભરાટ થવી સ્વાભાવિક છે, જ્યારે લાઈફ માં પહેલી વાર કોઈ ને પોતાની લાગણી વિશે જણાવવું હોય, સામે વાળા શું કેશે એમ થતું હોય મન માં ત્યારે આ થવું સામાન્ય છે.
રવિ : ટીના હું તને કંઇક કેવા માંગુ છું.
ટીના : હા, બોલ ને રવિ.
રવિ : હા.
થોડી વાર લગી કોઈ કઈ નથી બોલતું.
ટીના : બોલ ને રવિ શું વાત છે ? કેમ અચાનક ચૂપ થઇ ગયો ?
રવિ : તું ખોટું નહિ લગાડે ને ?
ટીના : ના ના તું બોલ.
રવિ : I love you ,ટીના
ટીના : I love you too, રવિ. હું બવ ખુશ છું આજે, ઘણા સમયથી આ શબ્દો સાંભળવા માટે તરસી રહી હતી. મે તો તને પેલી વાર જોયો ને ત્યાર થી પ્રેમ કરું છું.
અને બસ ટીના બોલતી જ રહી અને રવિ તેને જોતો રહ્યો, અને રવિ પોતાની જગ્યા એ થી ઊભો થઈ ને ટીના પાસે આવ્યો અને ટીના ની નજીક ગયો ને એનો હાથ પકડ્યો અને મોઢા પર આંગળી મૂકી દીધી. ટીના તો સમજી જ નાં શકી કે શું થઈ રહ્યું છે, એ તો બસ એમ જ સ્થિર થઈ ગઈ. રવિ તેનું મોઢું ટીના ની સાવ નજીક લઈ ગયો, ત્યાં ટીના તો શરમાઈ ને બાર ભાગી ગઈ અને રવિ ને અફસોસ થયો કે એને એવું નોતું કરવું જોઈતું, ટીના ને ખોટું તો નહિ લાગ્યું હોય ને. એની ટીના પાછળ જવાની પણ હિંમત ન ચાલી, એટલે એ અંદર જ બેઠો રહ્યો.

આ બાજુ તો ટીના ને બવ ગમ્યું હતું પણ અચાનક આમ રવિ ના નજીક આવવાથી શરમાઈ ગઈ હતી. એની પણ રવિ સામે જવાની હિંમત ના ચાલી હવે. આજે તો ટીના રવિ ની સામે જોવાનું પણ ટાળતી હતી, એના આવા વર્તન થી રવિ ઊંધું સમજી બેઠો કે નક્કી ટીના ને આજે મે આવું કર્યું એ નથી ગમતું, એટલે હવે તેને કઈ રીતે મનાવવી એ જ વિચારવા લાગ્યો.

બીજા દિવસે રવિ વિચારતો હતો કે આજે ટીના આવશે કે નહિ, મારી સાથે વાત કરશે કે નહિ, ત્યાં ટીના આવી અને રવિ ને શાંતિ થઈ કે હાશ આવી તો ખરી, હવે હું એને મનાવી લઈશ.
રવિ : હાઈ, ટીના
ટીના : હાઈ
રવિ : કાલ માટે સોરી મારે આવું નોતું કરવું જોઈતું. પ્લીઝ, માફ કરી દે.
ટીના : ઇટ્સ ઓકે.
રવિ : હવે થી એવું નહિ થાય પાક્કું.
ટીના : બસ હવે મને ખોટું નથી લાગ્યું, પણ અચાનક તારા નજીક આવવાથી મને કઈ સુઝ્યું નહિ એટલે હું બાર ચાલી ગઈ.
આ સાંભળી ને રવિ ને શાંતિ થઈ. અને ફરી થી બને પેલા ની જેમ વાતો કરવા લાગ્યા.

આ બાજુ ટીના ને પણ મન હતું કે રવિ ની નજીક જાય પણ હવે કેવું કેમ રવિ ને કે તું મારી નજીક આવે તો મને વાંધો નથી. એટલે ફરી થી એને ચિઠ્ઠી લખી રવિ ને કે, ' તું મને કિસ કરવા માગતો હતો ને તો કાલે કરી શકે છે. ' રવિ ને તો જોઈતું મળી ગયું.

આમ પણ કાલ થી ફ્રેબુઆરી મહિનો શરૂ થતો હતો, પ્રેમી યુગલો નો મહિનો, રોમાન્સ થી ભરપૂર. તો આજે રવિ અને ટીના બેય એક્સાઈટેડ હતા, પેલી વાર કોઈ ની નજીક જો જવાનું હતું.

આજ ની સવાર રોજ કરતા કંઇક અલગ જ હતી. એક નવો જ રોમાંચ અનુભવી રહી હતી ટીના. આ વખતે પણ દર વખત ની જેમ ટ્યુશન જાવાની જ ઉતાવળ હતી. અને સમય આવી પણ ગયો. ટીના ટ્યુશન આવી પહોંચી, એને બાર રવિ ની સાઈકલ જોઈ, એટલે સમજી ગઈ કે રવિ આવી ગયો છે. પણ એ અંદર ગઈ તો રવિ ક્યાંય દેખાતો ન હતો. એટલે ટીના શોધવા લાગી, રવિ , રવિ ક્યાં છે તું હું આવી ગઈ છું. પણ કોઈ જવાબ ન મળ્યો, એટલે ટીના ને થયું ક્યાં જતો રહ્યો હશે આ. પછી એ ઉપર જોવા ગઈ તો રવિ ત્યાં જ ઊભો હતો, એટલે એને રવિ ને બોલાવ્યો અને બને નીચે આવ્યા.

તો શું થયું હશે આગળ ? શું રવિ એ ટીના ને કિસ કરી હશે ? કે પછી કોઈ વિઘ્ન આવી ગયું હશે ? એ જોઈશું આગળ ના ભાગ માં.

વાચક મિત્રો, તમને કેવી લાગી રહી છે આ પ્રેમ કહાની, એ જરૂર થી જણાવજો. કોઈ suggestions હોય તો જરૂર જણાવજો અને હા, તમારા ratings and reviews આપવાના ના ભૂલતાં.