Ek sundar stree - 1 books and stories free download online pdf in Gujarati

એક સુંદર સ્ત્રી - 1

કોઈ પણ વ્યક્તિ હોય તે જે કામ કરી રહ્યા છે તે નાં કરવું હોય છતાં કરવું પડે છે. તે કામ કરવા માં તેને ખુશી મળે કે નાં મળે પણ શાયદ મજબૂરી પણ કહી શકાય છે. પેટ નો ખાડો પુરવા પણ ગમે તે કામ હોય તો વ્યક્તિ તૈયાર થઈ જાય છે.
મનીષા એક સામાન્ય કુટુંબ માં મોટી થયેલી તેને તો નાં સારા એવા કપડા પહેરવા મળતાં કે નાં સારુ જમવાનું અને આ એને નાનપણ થી લઇ તે સોળ વર્ષ ની થઈ ત્યાં સુધી તેની આં જ પરિસ્થિતિ રહી છે. તેને નાં કોઈ ભાઈ હતો કે નાં બહેન બસ માતા પિતા સાથે તે મોટી થઈ હતી. માતા પિતા પણ ભણેલા નહોતાં તેઓ ભીખ માંગતા અને એમાં જે મળતું તેનાં થી તેઓ પોતાનુ ગુજરાન ચલાવતા. અને એમણે પણ મનીષા ને ભણાવી નહીં.

પહેલાં તેનાં માતા પિતા એક હોટેલ માં સફાઇ નું કામ કરતા તો ત્યાં થી અમને જે કોઈ કાંઇ ખાવાનું પીવાનું આપતાં તે ઘરે લાવી ત્રણેય જણાં જમી લેતાં.ધીરે ધીરે તેમને ત્યાં આવતાં લોકો પૈસા આપીને જતાં રેહતા. અને ધીરે ધીરે તમને ભીખ માંગવા ની ટેવ પડી ગઈ હતી.
અને ક્યારેક ક્યારેક મનીષા ને પણ સાથે લઈ જતાં તેઓ અને મનીષા આં બધું જોતી રેહતી હતી. અને લોકો તેને પણ બિચારી સમજી હાથ માં પૈસા મુકી જતાં રેહતા.અને તેના માતા પિતા ખુશ થઇ જતાં કે આજે તો મનીષા ને પૈસા આપ્યાં. તો હવે રોજ સાથે લઇ જાશું આપણે જેથી કરીને વધારે પૈસા આવે.
બસ આવી રીતે બધું જોતાં જોતાં મનીષા મોટી થઈ ગઈ. પણ તેને ખબર નહોતી કે તેનું જીવન કઇ તરફ જઈ રહ્યું છેઃ થોડો સમય જતાં તેનાં માતા પિતા નું અચાનક મુત્યુ થઈ જાય છે. હવે તેની આગળ પાછળ કોઈ હતું નહીં. અને કામ તો તેનાં માતા પિતા ભીખ માંગતા તે જોઇ તે મોટી થઈ હોય અટલે અની સિવાય એને કાંઇ આવડતું પણ નહોતું.

અટલે એ પણ ભીખ માંગવા અલગ અલગ જગ્યા એ જઈ ને ભીખ માંગતી. બધાં તેની સામે ખરાબ નજરે જોતાં કેમ કે તે એકલી જ હતી. એક વાર તે રસ્તા પર જતી હતી અને તેની ઉપર એક વ્યક્તિ ની નજર પડે છે અને તે મનીષા ની સામે જોતો હોય મનીષા ને આ વાત જાણ નહોતી. મનીષા ને દરરોજ નો રસ્તો હતો.

બીજા દિવસે તે જ જગ્યાએ મનીષા જતી હોય છે ફરી પાછો એ વ્યક્તિ ત્યાં આવી મનીષા સામે જોય રહે છે. બે થી ત્રણ દિવસ આમ ચાલ્યા કરે છે ચોથા દિવસે તે વ્યક્તિ મનીષા પાસે જઈ ને મનીષા નાં હાથ થોડા પૈસા મુકે છે અને મનીષા તેની સામે જોઇ રહે છે. તેને વિચાર આવી જાય છે કે તેનાં હાથ માં ધરવામાં આવેલા પૈસા નું કારણ તે પોતે જ છે. તે સામે વાળા વ્યક્તિ ની સામે જોઇ રહી છે અને તે વ્યક્તિ તેનો હાથ પકડી લઈ જાય છે.
પછી આ રોજ નું થઈ જાય છે રોજ આવી મનીષા નાં હાથ માં પૈસા મુકી તેનો ઉપયોગ કરતો હોય છે તે વ્યક્તિ મનીષા પાસે બીજો કોઈ રસ્તો નહોતો જેથી તે બધું સહન કરી લેતી હતી.
એક દિવસ મનીષાને કંટાળો આવી ગયો હોય છે, આં બધાં થી પણ તેની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. તેને સમજાતુ નહોતું કે તેને શું કરવું જોઈએ ને શું નો કરવું જોઇએ. પણ એની એટલી ખબર હતી કે જે થાય છે તેની સાથે તે બરોબર નથી થાતું.


ક્રમશ....😊😊😊