Outbreak of Witchcraft - 4 books and stories free download online pdf in Gujarati

ડાકણનો પ્રકોપ - 4

અગાઉ આપણે ડાકણનો પ્રકોપ પ્રકરણ ૪ માં જોઈ ગયા કે હોનતા ડાકણના વાવાઝોડાનો નિરાકરણ લાવવા માટે ગામના લોકો વોણ બાબાને ધુણાવીને લુંક બાવજીના થાનકે શ્રીફળ અને સુખડી ચડાવવા માટે માનતા લીધી જેના લીધે હોનતા ડાકણનો પ્રકોપ ધીરે-ધીરે શાંત થવા લાગ્યો હતો. એટલે ગામના લોકો એ રાહતનો દમ લીધો હોય તેમ લાગી રહ્યું હતું. પણ બીજી બાજુ હોનતાનું વર્તુળ આકારનું ડાકણ ચક્ર નાશ પામ્યું. એટલે તે વધારે ક્રોધિત થઈ ગઈ,
એટલામાં તેની શિષ્ય દાનીએ કહ્યું " ગુરુમાં તમે જરા પણ ચિંતા ના કરો, એનો બીજો ઉપાય અવશ્ય મળી જશે "
અત્યંત ક્રોધની જ્વાળામાં બળી રહેલી હોનતા એ કહ્યુંઃ " પણ હું.. ક્યાં સુધી એનો પ્રત્યુત્તર આપ્યા વગર આમ ચૂપચાપ બેસી રહું . "
" ગુરુ મા.. તમને કોઈ આફત ના હોય તો એક ઉપયોગી વાત કહું " કેમ નહિ અવશ્ય દાની ? "
દાની એ કહ્યું " જો ગામના લોકો કાળુની લાશનો અગ્નિદાહ કરવા માટે લુંક બાવજી થાનકને ચઢાવા માટે કોઈ બલિ કે પ્રસાદ આપીને પ્રસન્ન કરતા હોય તો આપણે પણ પ્રશ્નનો પ્રત્યુત્તર આપવા માટે કોઈ નક્કર ઉપાય જરૂર શોધવો પડશે નહિંતર આપણે જીતેલી બાજી તરત જ હારી જઈએ તે સમસ્ત ડાકણ સમુદાય માટે હાર ગણાય. "
" ના ..ના..ગુરુમાં એવું જરા પણ ના બની શકે ? કારણે અમને તમારી વિદ્યા પર પૂર્ણ વિશ્વાસ છે. "
દાની આવી વાત સાંભળીને હોનતા એ મનમાં લાગ્યું કે હવે મારે જ કોઈ જલ્દી ઉપાય શોધવો પડશે નહિતર આમને આમ વિચાર કરતી રહીશ તો ગામના લોકો ડર્યા વગર કાળુનો અગ્નિદાહ કરી નાખશે.?
બીજી તરફ ગામના લોકો કાળુની લાશ લઈને અંતિમ વિધિ કરવા માટે ઉતાવળે પગે હેડવા લાગ્યા હતા કારણ કે દન ડૂબવા માટે કેવળ બે પ્રહર બાકી હતા. એટલે સમયસર અંતિમ ક્રિયાની તૈયારી થઈ જાય એમ બધા ઈચ્છા હતા. પણ હોનતા ડાકણ આમ હાર માની જાય તેવું મનાતું ન હતું , એટલે તેના હ્રદયમાં બદલાની ભાવના પ્રબળ બનીને અંદર સળગી ઉઠી હતી. જાણે વરસોની અગ્નિમાં જીવન વ્યતીત કરી રહી હોય એવું તેને વારંવાર મનમાં લાગી રહ્યું હતું, એટલામાં તેની શિષ્યા ધૂલી એ કહ્યું " ગુરુ માં આમને આમ ક્યાં સુધી વિચારોમાં ડૂબેલા રહશો ? જરા જલદી કોઈ નિર્ણય લો નહિતર ગામના લોકો કાળુનો અગ્નિસંસ્કાર કરી નાખશે તો આપણો બદલો લેવાની ભાવના પર સત્યની અગ્નિ સળગી જશે ? "
" ધૂલી જ્યાં સુધી હું જીવતી છું. ત્યાં સુધી ડાકણનો કોઈ જરા વાળ પણ વાંકો ના કરી શકે . "
" અવશ્ય ગુરુમાં.. તમારી એક નજરથી પશુ-પંખીના શ્વાસ થંભી જાય, હવાની ગતિ મંદ પડે કે વધી જાય, પહાડો તૂટી પડે, પાણીનુ વહેણ ફંટાઈ જાય, માણસની દિશા અને દશા બદલાઈ જાય " એવી જોરદાર વાતોથી દાનીએ ગુરુમાં ના ભરપૂર વખાણ કર્યા." કારણ કે ગુરુમાં ક્રોધિત ના થાય અને પોતાની કૃપા દૃષ્ટિ બનાવી રાખે એવી ઈચ્છા મનમાં સેવાઈ રહી હતી.
એટલામાં ધૂલીએ ઉત્સાહ પૂર્વક કહ્યુંઃ " બધા જરા પણ ચિંતા કરશો નહીં કારણ કે મને એક ઉપાય જડી ગયો છે."
ગુરુમાં હોનતા એ ભારપૂર્વક પૂછ્યું " ધૂલી શેની વાત કરે છે અને શેનો ઉપાય તને મળી ગયો છે જરા પૂરી વાત ખોલીને કર ત્યારે અમને સમજણ પડે ?"
" ગુરુમાં હું.. કહેવા માંગું છું કે કાળુની લાશને ફરીથી પડકાર ફેંકવો હોય તો આપણે લુંક બાવજીની બહેન ધરતી માતાની માનતા લેવી પડશે ત્યારે જ આપણી કાળી શક્તિ સફેદ શક્તિ પર વિજય મેળવશે ત્યારે જ ડાકણનો બદલો પૂરો થશે નહિતર આમને આમ કોઈ નિર્ણય લીધા વગર આપણા ફાંફાં પડી જશે હો.."
" વાહ..ધૂલી વાહ.. તારી બુદ્ધિનો કોઈ જવાબ નહિ , એ પણ સચોટ ઉપાય બતાવીને તે ડાકણ સમુદાયને ઋણી બનાવી દીધો. "
"ના..ગુરુમાં ના.. આ તો તમારી પાસે ગ્રહણ કરેલી ડાકણ વિદ્યાનો ચમત્કાર છે. જેના પ્રતાપે હું.. આટલી વિચારી શકું નહિંતર મારી શું ઔકાત તમારી સામે ?"
" હા..ભલે પણ તું મારી એક શિષ્યા તરીકે સફળ નીવડી તેની મને ઘણી પ્રસન્નતા છે. "
એટલામાં દાની એ કહ્યુંઃ " પેલા ડુંગરા પર ધરતી માં બિરાજમાન છે તેના વિશે ઘણી માનતા કે બાધા વિશે વાતો સાંભળી છે. "
" દાની કેવી વાતોની વાત કરે છે જરા બતાવ નેં..(ધૂલી એ પૂછ્યું ?")
" હા..જરૂર દાની.. કહેવાય છે કે ધરતી માતાની માનતા લીધી હોય તે વ્યક્તિની ઈચ્છા અવશ્ય પૂરી થાય છે, તેમજ જે પશુની માનતા લીધી હોય તે નીચેથી પકડ્યા વગર આપોઆપ ડુંગર પર ચઢી જાય તેવી પ્રબળ માન્યતા રહેલી છે તે પણ વગર અડચણ વગર પ્રત્યેક કાર્ય પૂર્ણ થાય છે. " આવી પ્રેરણા દાયક વાત સાંભળીને હોનતા ડાકણ ફરીથી વર્તુળ ચક્ર અર્થાત ડાકણ ચક્ર બનાવા માટે તૈયારી કરવા લાગી. કારણ કે તેને ધરતી માં ના નામનું નવું આશાનું કિરણ મળી ગયું હતું. જેના લીધે તે વળતો હુમલો કરવા માટે પૂરી તાકાત સાથે સજ્જ થવાના તમામ પ્રયત્ન કરવા લાગી હતી.. ( ક્રમશઃ

---©✍ શેખર ખરાડી ઈડરિયા


( Please wait & woche next chapter- 5 )