nandita - 1 books and stories free download online pdf in Gujarati

નંદિતા ભાગ-૧

" નંદિતા " ભાગ-૧ આજે મન બેચેની અનુભવતું હતું... રાત્રી નું વાતાવરણ કોઈ ધીમું તોફાન લાવે તેવું લાગતું હતું.અચાનક પવન ફૂંકાયો... મેં બારી ઓ બંધ કરી.સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો.પણ બેચેની ના લીધે ઉંઘ આવતી નહોતી. પત્ની અને બે વર્ષ ની નાની બેબી સુતી હતી. હું ઉભો થયો .બીજી રૂમ માં ગયો . કબાટમાં થી મારી લખેલી જુની ડાયરી કાઢી... વાંચવા માંડી.. અનુરાગ ની કલમે....." નંદિતા " હા..મારુ નામ અનુરાગ..મારા જીવન ની અંગત વાતો મારી ડાયરી માં......................ડાયરી નું બીજું પાનું કાઢ્યું. અને વાંચવા માંડ્યો.. જુની યાદો માં હું ખોવાઈ ગયો.. જ્યારે હું દસ વર્ષ નો હતો.નાનકડા ગામડામાં પપ્પા મમ્મી સાથે રહેતો હતો.એ વેકેશન હતું હું મારા ચાર મિત્રો સાથે થપ્પો રમતો હતો. મારા એક મિત્ર નો દાવ હતો. હું એક જગ્યાએ સંતાયો હતો.મિત્ર એ બધા નો થપ્પો કર્યો હતો.મને શોધતો હતો એ વખતે જ એક નાની આઠ નવ વર્ષ ની માસુમ સુંદર છોકરી મારી પાસે આવી.બોલી..વાહ.તુ તો બહુ સરસ દેખાય છે ને!. અમારા શહેરમાં તો આવા છોકરા તો ના હોય!. મારી મિત્રતા કરીશ!" મેં એને ચુપ રહેવા કહ્યું.એ ટગર ટગર મારી સામે જોવા લાગી..અચાનક એક પથ્થર એ છોકરી તરફ આવતા જોયો. હું દોડ્યો .એ છોકરી ને જોરથી ધક્કો મારી ને હટાવી દીધી.પણ પથ્થર મારા માથા પર જોર થી વાગ્યો. હું ચક્કર ખાઈ ને પડ્યો. ચીસ પાડી... માં..... હું બેભાન જેવો થઇ ગયો. જ્યારે ભાન માં આવ્યો ત્યારે હું પથારીમાં હતો.માથા પર પાટો બાંધ્યો હતો. મારા પપ્પા નો અવાજ સંભળાયો" આ અનુરાગ અહીં છોકરાઓ સાથે તોફાની થયો છે..નવા સત્રથી એને અમદાવાદ હોસ્ટેલ માં દાખલ કરી સારી સ્કુલમાં અભ્યાસ માટે મુકી આવું..આ રોજ રોજ વગાડી લાવે..તો..?". મને લાગ્યું..ખલાસ..રમવાના દિવસો ગયા. એટલામાં ઘર માં કોઈ મહેમાન આવ્યું હોય એવું લાગ્યું. પપ્પા સાથે પપ્પા ના મિત્ર છે ગામમાં રહેતા હતા એ આવ્યા. પપ્પા બોલ્યા અલ્યા તને ખબર કેવી રીતે પડી કે અનુરાગ ને વાગ્યું છે? ખાસ કંઈ નથી કારણ તો સારું થ ઇ જશે ચિંતા નહીં." પપ્પા ના મિત્ર બોલ્યા ," આ મારી નાની ભાણી એ કહ્યું. એ શહેર માં રહે છે.વેકેશન માં આવી છે." પપ્પા ના મિત્ર ની પાછળ સંતાઈને જોતી એ છોકરી આગળ આવી. એને જોઈ ને મને નવાઈ લાગી..અરે..આ તો પેલી છોકરી... પપ્પા એ એ છોકરી ને પુછ્યુ તારૂં નામ શું છે દિકરી." એ છોકરી શરમાતી બોલી," નંદિતા ".. દિકરી તને કેવી રીતે ખબર પડી કે અનુરાગ ને લાગ્યું છે. તું અનુરાગ ને ઓળખે છે?.". " ના અંકલ..પણ એ રમતા હતા હું જોતી હતી ને એક પથ્થર મારા પર આવતો જોઈ ને અનુરાગે મને ધક્કો મારી ને વચ્ચે આવ્યો.. પથ્થર અનુરાગ ને લાગ્યો.એનો તો વાંક જ નથી.તોફાન એણે નથી કર્યું." .... બસ એ દિવસે મને લાગ્યું કોઈ અજાણી વ્યક્તિ પણ મારી ફેવર કરે છે... મને એનું વર્તન સારુ લાગ્યું........... એટલામાં બેબી નો રડવાનો અવાજ આવ્યો હોય એવું લાગ્યું. ડાયરી લઈ ને બેડ રૂમ માં ગયો.અરે..બેબી તો સુતી હતી...મારો ભ્રમ જ હતો.. બેબી ના માથા પર વ્હાલ થી હાથ ફેરવ્યો.મારી પત્ની જાગી ગઈ .બોલી હવે સુઈ જાવ.બહુ મોડી રાત થઈ છે. હું બોલ્યો," તું થાકી ગઈ છે. તું ઉંઘી જા.મને ઉંઘ આવતી નથી.. પત્ની સુઈ ગઈ.. હું ભૂતકાળ માં થી પાછો આવી ગયો હતો....ડાયરી બાજુ માં મુકી ને સુવા નો પ્રયત્ન કરવા લાગ્યો.... ઉંઘ આવતી નહોતી... ઉચાટમાં પડખા ફેરવવા લાગ્યો..... * આ નંદિતા કોણ છે? એની મુલાકાત થશે?. અનુરાગ ની પત્ની નું નામ શું છે? આ બધા સવાલો થતાં જ હશે.સુખદ અંત કે પછી?. ..વધુ ભાગ -૨ માં .. અનુરાગ ની વાત ..આપની સાથે... @કૌશિક દવે