Nandita - 4 books and stories free download online pdf in Gujarati

નંદિતા ભાગ - ૪

" નંદિતા" ભાગ-૪ અનુરાગ અને નંદિતા ની વાત... અનુરાગ ની ડાયરી માં થી....... અનુરાગ એના અતીત ની યાદ કરે છે.... મધરાત થઇ ગઈ હતી..પણ અનુરાગ ને ઉંઘ આવતી નહોતી.કાલે નંદિતા ની પુણ્યતિથી છે..એ યાદ છે... અનુરાગ ની નજર એની નાની બેબી પર પડી એને પણ નંદિતા ની જેમ ગાલે ખંજન પડતા હતા... પછી નજર પત્ની નંદીની તરફ ગઈ.... કેટલી સમજદાર છે.... બેબી ના ગાલ પર પણ નંદીની ની જેમ તલ છે.. બેબી નંદિતા અને નંદીની ની જેમ જ દેખાતી હતી....... અનુરાગ ને હવે કોલેજ ના દિવસો યાદ આવ્યા..પાછો અતીત માં ગયો... અનુરાગ, અનિતા અને રેહાના ત્રણેય કોલેજ માં આવ્યા..એમની મિત્રતા જળવાઈ રહી. ધીરે ધીરે અનિતા ના હ્રદય માં અનુરાગ તરફ પ્રેમ ના અંકુર ફુટવા માંડ્યા...એક દિવસ એણે અનુરાગ ને કહી જ દીધું. " અનુરાગ આપણે કેટલા ક વર્ષો થી સાથે છીએ..આપણી મિત્રતા ને નવું રૂપ આપી શકું!. મને તારા પ્રત્યે પ્રેમ ભાવ થયો છે..ખબર નથી પડતી..પણ ..મને તું બહુ ગમે છે. ' તું જ્યારે સામે હોય છે, ત્યારે મારા હ્રદયમાં તારા પ્રત્યે એક જુદા જ પ્રકારની ફીલીગ આવે છે." અનુરાગ આ સાંભળી ને ચોંક્યો બોલ્યો," અનિતા , આપણે ફક્ત મિત્ર છીએ.. મને તારા પ્રત્યે લાગણી ઓ છે..પણ પ્રેમ ભાવ થયો હોય એવું લાગતું નથી.ફ્રેન્ડ શીપ સચવાઈ રહેલી જોઈએ." "તો અનુરાગ તું કોઈ ને પ્રેમ કરે છે?" " જો અનિતા ,હા..પણ.....ચોક્કસ કહી પણ ના શકું..આને પ્રેમ કહેવાય એ ખબર નથી..પણ બાળપણ માં એક મુલાકાતમાં જ મને ગમતી હતી.". કોણ છે એ ખુશનસીબ ? અનુરાગ ને પણ પ્રેમ થયો લાગે છે.". " એનું નામ નંદિતા છે...પણ પછી મુલાકાત થઈ નથી." આ સાંભળી ને અનિતા નિરાશ થઈ.. બોલી.. ઓકે.ત્યારે... એક વર્ષ તો ત્રણેય ની મિત્રતા અકબંધ રહી.. કોલેજ નું બીજું વર્ષ આવ્યું... એક દિવસ અનિતા બોલી," અનુરાગ હું હવે મારા ભાઈ પાસે US જવાની છું...ભાઈ એ બધા પેપરો રેડી કરી રાખ્યા છે.. કદાચ થોડા દિવસો માં જ....આપણી ફ્રેન્ડ શીપ સાચવી રાખીશ." એક અઠવાડિયા માં તો અનિતા એના ભાઈ પાસે US ગઈ... થોડા દિવસો પછી રેહાના ની શાદી થઈ ગઈ..એ બરોડા રહેવા ગઈ.. અનુરાગ એકલો પડી ગયો.... આ વાત ને પાંચ વર્ષ થયા..અનુરાગ MBA થયો..અને અમદાવાદ માં જ એક કંપની માં જોબ મલી. એક દિવસ અનુરાગ ના મોબાઈલ પર એક અજાણ્યો કોલ આવ્યો.જનરલી કોઈ અજાણ્યો નંબર નો કોલ અનુરાગ ઉપાડે નહીં..પણ ... મોબાઇલ ઉપાડી ને બોલ્યો," હેલ્લો,કોણ?" સામેથી ગભરાઈ ગયેલી વ્યક્તિ નો અવાજ હતો.. " હેલ્લો, અનુરાગ, હું રેહાના.." " રેહાના બહુ દિવસ પછી?" " ભાઈ જાન.. ..હું તકલીફ માં છું.. બીજી બધી વાત પછી..પણ હું અમદાવાદ માં જ ફસાઈ છું." "પણ..પણ તું ક્યાં છે? શું થયું?" "ભાઈ પુછ નહીં.. મને અહીં કેદ કરી છે.. હું રીવરફ્રન્ટ પાસે ના એક અવાવરું મકાન માં કેદ છું. મને તું જલદી બચાવ તો તારો ઉપકાર." " પણ થયું શું?" "બરોડા માં મને કોઈ બદમાશ ટોળકી એ કિડનેપ કરી છે..અને બે દિવસ માં મને ગલ્ફ કંટ્રી માં વેચી દેશે.. તું જલદી પોલીસ લઈ ને આવ.. સરનામું આ ****મુજબ છે. કોઈ આવતું હોય એવું લાગે છે." ફોન ડીસકનેક્ટ થયો.. અનુરાગ ને થયું જો પોલીસ લઈ ને જઈશ તો મોડું થશે.. એ એકલો રેહાના ને બચાવવા ગયો. રસ્તા માં જતા જતા એણે પોલીસ સ્ટેશનમાં ફોન કરી ફરિયાદ નોંધાવી... અડધો કલાક માં અનુરાગ એ સ્થળ પર પહોંચ્યો.. ત્યારે થોડા ગોળી બાર ના અવાજ આવ્યા.. અનુરાગ થોડી વાર બહાર રોકાયો.પોલીસ ની રાહ જોવા રહ્યો.. એટલામાં એ મકાનમાં થી...રેહાના સાથે કોઈ લેડીઝ પોલીસ બહાર આવતી હતી... અનુરાગ ને જોઈ ને રેહાના દોડતી આવી અને અનુરાગ ના ખભે માથું નાખી રડી પડી. "રેહાના શાંત રહે.. સારાવાના થશે.. પોલીસે તને બચાવી લીધી ને." અનુરાગ બોલ્યો. રેહાના થોડી શાંત થઈ.બની ગયેલા બનાવો અનુરાગ ને કહ્યા. એટલામાં એ મહિલા પોલીસ નજીક આવી. રેહાના બોલી," અનુરાગ આ psi બરોડા ના છે.એ આવ્યા ના હોત તો મારી જીંદગી ખલાસ થઇ જતી.આમ નું નામ નંદિતા છે." નંદિતા નામ સાંભળીને અનુરાગ ચોંક્યો.એની નજર એ પી.એસ.આઈ. નંદિતા તરફ ગઈ.. ખૂબસૂરત દેખાતી હતી. લાગ્યું કે કદાચ જોઈ પણ હોય. નંદિતા બોલી," આ તારો ફ્રેન્ડ છે એમ ને રેહાના.. શું નામ કહ્યું અનુરાગ..એમ." ......પછી અનુરાગ તરફ જોઈ ને બોલી," જો અનુરાગ તારી ફ્રેન્ડ ને બચાવી તો લીધી છે..પણ હમણાં એણે સાવચેતી રાખવા જેવી છે.. અહીં ની લોકલ પોલીસ ને જાણ કરવી પડશે." બોલત બોલતાં નંદિતા ના ગાલે ખંજન પડતા હતા. પછી નંદિતા બોલી.." અનુરાગ અંકલ આન્ટી મજા માં છે ને? ના પડી ને ઓળખાણ? તારા માથે તો હવે સારું જ હશે?" " ઓહ્, નંદિતા તું! આશ્ચર્યજનક! યુવા નંદિતા સાથે આ પહેલી મુલાકાત..એ પણ કેવી.!. નંદિતા હું બહુ જ હેપી છું. પપ્પા મમ્મી મજા માં.પણ તું મને કેવીરીતે ઓળખી શકી?" " અનુરાગ અમે પોલીસ ખાતામાં છીએ.. ભલભલા કેસ સોલ્વ કરીએ છીએ." નંદિતા હસતી હસતી બોલી. એટલામાં લોકલ પોલીસ ની ગાડી સ્થળ પર આવી. નંદિતા એ એ ગાડી ના ઓફિસર સાથે બનાવ ની વાત કરી.નંદિતા એ પોલીસ ઓફિસર ને કહ્યું," એ મકાન માં બે ગુંડા ઓ ઘાયલ પડ્યા છે એમને arrest કરો..બીજા બે ભાગી ગયા છે.જલ્દી પકડી પાડીશું." યુવા નંદિતા સાથે ની પહેલી મુલાકાત અનુરાગ ને હજુ યાદ છે. અનુરાગ એના અતીત ની યાદો માં હતો.. એજ વખતે નંદીની જાગી ગઈ.. જોયું તો અનુરાગ તો જાગૃત અવસ્થામાં પડી રહ્યો છે.. નંદીની ધીમે થી સરકી ને અનુરાગ પાસે આવી. બોલી." ઉંઘ નથી આવતી?. થાકી જશો..ખબર છે ને કાલે બેબી નો બર્થ-ડે પણ છે.. મેં એના માટે ચોકલેટ કેક બનાવી છે.બેબી ને બહુ ભાવે છે.અને નંદિતા ને પણ..." હમમ.. અનુરાગ હજુ પણ વિચારો માં હતો. નંદીની થોડી નજીક આવી બોલી," દીદી બહુ યાદ આવે છે? દીદી નો સ્વભાવ જ એવો સરસ હતો કે યાદ આવેજ.એના સારા સ્વભાવ ના કારણે જ આજે હું તમારી પત્ની છું." નંદીની અનુરાગ ના ભાલ પાસે આવી અને અનુરાગ ના ભાલ પર એક મીઠું ચુંબન કર્યું.. પછી બોલી." આ દીદી તરફ થી.મને પણ સ્વપ્ન માં કહેતી કે અનુરાગ ના ભાલ પર મારા વતી એક ચુંબન કરજે." અનુરાગ હસ્યો. નંદીની થોડી વધુ નજીક આવી અને અનુરાગ ના બંને ગાલ પર ચુંબન કર્યા. બોલી," આ મારા તરફથી તમારું ટેન્શન દૂર થશે." અનુરાગ નંદીની માં નંદિતા જ જોતો હતો.. નંદિતા પ્રત્યે નો પ્રેમ અને નંદીની નો પ્રેમ ભાવ જોઈ ને અનુરાગ પણ.. પ્રેમ વિભોર થઇ ને નંદીની ના ગાલે ચુંબન કર્યું.. બંને એ રાત્રે પ્રેમ વિભોર થઇ ગયા.. ****** અનુરાગ અને નંદિતા નોપ્રેમ અને જીવન માં આવેલો નવો વળાંક.કયા સંજોગોમાં નંદિતા એ એની નાની બહેન નંદીની ને અનુરાગ સાથે લગ્ન કરાવવા મનાવી..*****
અનુરાગ અને નંદિતા ની વાત... અનુરાગ ની ડાયરી માં થી.......અતીત ની યાદો....વધુ નવા ભાગ માં.......@ કૌશિક દવે