taras premni - 17 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૧૭


મેહા:- "RR મને છોડ."

"નહીં છોડું. પહેલાં મારો મૂડ તો બનાવી લઉં." એમ કહી RR મેહાની એકદમ નજીક જાય છે.

મેહાને એમ લાગે છે કે RR મને કિસ કરીને જ રહેશે.

મેહા:- "RR ખબરદાર જો મને કિસ કરી તો?"

RR:- "નહીં તો શું કરી લઈશ?"

મેહા:- "તું એકવાર મારો હાથ તો છોડ. પછી જોઈ લેજે હું શું કરી શકું છું અને શું નહીં."

"જોઈએ તું શું કરી શકે છે. લે છોડી દીધા તારા બંન્ને હાથ." આટલું કહેતા RR એ મેહાના હાથ છોડી દીધા.

હાથ છોડતા જ મેહાએ કહ્યું "તારી હિંમત જ કેમ થઈ મને ટચ કરવાની?"

મેહા RR ને એક થપ્પડ મારવા જતી હતી કે RRએ મેહાનો હાથ પકડી લીધો. પોતાની તરફ ખેંચી મેહાનો હાથ સ્હેજ મરડ્યો.

RR:- "તારી આટલી હિમંત કે તું મને થપ્પડ લગાવીશ."

મેહા:- "RR છોડ મને. તું મને હર્ટ કરે છે."

RR:- "મારી સાથે સીધી રીતના વાત ન કરી અને મને થપ્પડ મારવાની કોશિશ પણ કરી. તો પહેલા મને સૉરી બોલ. પછી જ તને છોડીશ."

મેહા:- "સૉરી RR. મને છોડી દે."

RR:- "પ્લીઝ જેવો પણ કોઈ Word હોય છે."

મેહા:- "પ્લીઝ RR મને છોડી દે."

RR:- "Good girl. હવે બોલ કે હું RR ને ક્યારેય હેરાન નહીં કરું."

મેહા:- "હું આજ પછી તને ક્યારેય હેરાન નહીં કરું. પ્લીઝ RR મને છોડી દે."

RR મેહાને છોડી દે છે. મેહા સીધી એના ફ્રેન્ડસ પાસે જઈ ને એમની પાસે બેસી ગઈ.

મિષા:- "મેહા આ તારા હાથમાં શાના નિશાન છે?"

મેહા નું ધ્યાન પોતાના હાથ પર ગયું. મેહાના હાથમાં RR ની આંગળીઓના નિશાન હતા. મેહા મનોમન વિચારે છે "કેટલી જોરથી મારા હાથોને પકડી રાખ્યા હતા. હાથ કેવા લાલ થઈ ગયા છે. હજી પણ મને પીડા થાય છે. અને અહીં મને ચચરે કેમ છે? RR એ મારા હાથને કેટલી જોરથી દાબ્યો કે એના નખના નિશાન પણ લાગી ગયા."

મેહા પોતાના હાથ ઉપર હળવે હળવે ફૂંક મારવા લાગી.

મેહા સાંજે ઘરે ગઈ. ઘરે જઈને મેહા મુવી જોઈ રહી હતી. મુવી માં હીરો હીરોઈનને દિવાલ પાસે ઉભી રખાડીને બંન્ને હાથ પકડી કિસ કરે છે.

આ સીન જોતાં જ મેહાને RR યાદ આવે છે. મને પણ RR એ આવી રીતના કિસ કરવાની કોશિશ કરી હતી. બિલકુલ આ મુવીના હીરો હીરોઈનની જેમ જ. Oh God તો શું હું RR ની હીરોઈન છું અને RR મારો હીરો. તો RRએ મને કિસ કરવાની કોશિશ શું કામ કરી. માત્ર કોશિશ જ કરી તેના કરતા મને કિસ કરી લેતે તો શું લૂંટાઈ જવાનું હતું. બીજી છોકરીઓને તો કિસ કરી જ લે છે. તો RRએ મને શું કામ કિસ ન કરી? મેહા તું પણ શું વિચારી રહી છે. તું તો શ્રેયસને ચાહે છે ને? તો RR વિશે તું આવું વિચારી પણ કેવી રીતે શકે? RR ફક્ત ને ફક્ત તારો દુશ્મન છે.

બીજા દિવસે મેહા કેન્ટીનમા ફ્રેન્ડસ સાથે નાસ્તો કરી રહી હતી. ત્યાં જ મેહા પાસે શ્રેયસ આવે છે.

શ્રેયસ:- "Hi."

મેહા:- "Hi."

શ્રેયસને આ તરફ આવતા જોયો એટલે જીયા પણ શ્રેયસ પાસે આવે છે.

જીયા:- "શ્રેયસ તું અહીં શું કરે છે? અને તું અહીં કોને મળવા આવ્યો?"

મેહા:- "Hi જીયા. શું થયું? શ્રેયસને મારી સાથે જોતા જેલીસી થઈ."

તનિષા:- "જીયા અને તારાથી જેલીસ થવાની? તું એમ નહીં માને."

તનિષા એક ગ્લાસ મેહાના ચહેરા પર પાણી ફેંકે છે. તનિષાને એમ કે મેહા હજી પણ એવી જ છે.

જેવું તનિષાએ પાણી ફેંક્યું કે મેહા તરત તનિષા પાસે આવી. ટેબલ પરથી પાણી ભરેલો એક ગ્લાસ લીધો અને તનિષા પર ફેંક્યું. અને સાથે સાથે એક થપ્પડ પણ ગાલ પર જડી દીધી.

મેહા:- "હું કંઈ બોલતી નથી એનો મતલબ એમ નથી કે હું કંઈ ન કરી શકું. બીજી વખત મારી સાથે આ પ્રકારનું વર્તન કર્યું છે તો આનાથી પણ ખરાબ હાલત કરીશ સમજી?"

RR ના ગ્રુપવાળા પણ મેહાને જોઈ રહ્યા. RR તનિષા પાસે આવ્યો.

મેહા:- "તારી ફ્રેન્ડને બરાબર સમજાવી દેજે."

RR:- "તનિષા શું કરે છે? ચાલ. અને હાં મેહા તું તો તનિષાથી દૂર જ રહેજે સમજી?"

મેહા:- "આ વાત તું તારી ફ્રેન્ડને સમજાવ.મને નહીં."

RR તનિષાને લઈ પોતાના ફ્રેન્ડસ પાસે ગયો.

RR:- "જોયું તમે બધાએ. બીકણ સસલી કેવી સિંહણ બની ગઈ છે તે."

મિષા,પ્રિયંકા અને નેહા તો મેહા નું આ રૂપ જોઈ દંગ જ રહી ગયા. ત્રણેય તનિષા તરફ જોયું.

મિષાથી તો રહેવાયું નહીં. મિષા તો તનિષા પાસે ગઈ.

તનિષાનો હાથ હજી પણ ગાલ પર જ હતો.

મિષા:- "તનિષા કેવી લાગી થપ્પડ. જરા બતાવ તો ખરી કે આંગળાના પાંચે પાંચ નિશાન છપાયા છે કે નહીં?"

રૉકી:- "મિષ તું અત્યારે જાને યાર. પ્લીઝ."

"જસ્ટ ડાન્સ" માં મેહાના લુક્સ અને ડાન્સને જોયા પછી સ્કૂલના ઘણાં છોકરાઓ મેહાની આસપાસ
ફરકવા લાગ્યા હતા. મેહા સાથે દોસ્તી કરવા લાગ્યા હતા.

મેહા અને શ્રેયસની ફરી મુલાકાત થવા લાગી.
શ્રેયસની વાતો પરથી મેહાને ખ્યાલ આવી ગયો હતો કે શ્રેયસ મને ચાહવા લાગ્યો છે. શ્રેયસ પોતાને ચાહે છે એ ખ્યાલ આવતાં જ મેહા ખુશ થઈ ગઈ.

બપોર પછી મેહા અને એના ફ્રેન્ડસ રિહર્સલ હોલમાં પ્રેક્ટીસ કરી રહ્યા હતા. સ્કૂલનો છૂટવાનો ટાઈમ થયો. મેહા અને એના ફ્રેન્ડસ બહાર નીકળ્યા. મેહા અને એના ફ્રેન્ડસ ગેટની બહાર નીકળવાના હતા. ત્યાં જ શ્રેયસ મેહાની સામે આવીને ઉભો રહી જાય છે. શ્રેયસે મેહાની સામે ગુલાબનો ગુલદસ્તો ધરીને મેહાને પ્રપોઝ કરી. મેહા તો ખૂબ ખુશ થઈ ગઈ.

આખી સ્કૂલ છૂટી ગઈ હતી. બધાની નજર મેહા અને શ્રેયસ તરફ જ હતી.

રૉકી:-"Hey guys જુઓને ત્યાં શું થઈ રહ્યું છે."

RRની નજર પણ મેહા પર પડે છે. RR એ નોટીસ કર્યું કે મેહા ખુશ છે.

શ્રેયસ:- "મેહા તું ચૂપ કેમ છે? બધા આપણી તરફ જ જોઈ રહ્યા છે. આમ તો મને ખબર છે કે તું પણ મને ચાહે છે. છતા પણ તારે જવાબ આપવો પડશે. મારે તારા મોઢેથી સાંભળવું છે."

મેહા નું આ જ તો ડ્રીમ હતું કે શ્રેયસ મને ચાહે. અને આજે આખી સ્કૂલ સામે પ્રપોઝ કર્યું. શ્રેયસે પ્રપોઝ કર્યું તો મેહાને શરૂઆતમાં ખુશી તો થઈ. પણ પછી થોડી કન્ફ્યુઝ થઈ ગઈ.

મેહા:- "મારો જવાબ સાંભળવાની આટલી જલ્દી શું છે? જવાબ તો આપીશ પણ મારી એક શરત છે."

શ્રેયસ:- "તારી દરેક શરત માનવા તૈયાર છું."

મેહા:- "મારા ફ્રેન્ડસ સાથે એક ડાન્સ જોવો પડશે. એના પછી હું જવાબ આપીશ. તે મને આટલો Wait કરાવ્યો તો તું પણ જવાબ માટે થોડી મીનીટ તો Wait કરી શકીશ ને?"

શ્રેયસ:- "તું જેટલો ટાઈમ Wait કરવા કહીશ તેટલો ટાઈમ Wait કરીશ."

મેહાએ એક બે છોકરાને મ્યુઝિક સિસ્ટમ સેટ કરવા કહ્યું. મેહાએ એના ફ્રેન્ડસને સમજાવી દીધું.

Song સ્ટાર્ટ કર્યું.
મેહા અને એના ફ્રેન્ડસે ડાન્સ કર્યો.

आँख सुरमे से भरके तैयार की
खींच-खींच के निशाने हूँ मैं मारतीआँख सुरमे से भरके तैयार की
खींच-खींच के निशाने हूँ मैं मारती
खुद ज्यादा तू उम्मीद मत रख सोनेया
ज्यादा तू उम्मीद मत रख सोनेया
तेरा लेवल नहीं मेरे यार वर्गा

मुंडेया नु सूली उत्ते तंगी रखदा वे
मेरा नखरा ए तीखी तलवार वर्गा
मुंडेया नु सूली उत्ते तंगी रखदा वे
मेरा नखरा ए तीखी तलवार वर्गा

मेरी गलबात एंड जट्टी लिट हानिया
मैं जावा 2 टाइम जीम पूरी फिट हानिया

ओ जिद्रों वि लांघ मेरे होण चाचे
मेरी नेचुरल ब्यूटी करे हिट हानिया

try न मुझपे तू मार सोनेया
try ना मुझपे तू मार सोनेया
तू ज़रा सी भी नहीं मेरे यार वर्गा

મેહાનો ડાન્સ જોતાં જ RR એ કહ્યું "શ્રેયસનો તો આખી સ્કૂલ સામે પોપટ બની જશે."

પ્રિતેશ:- "કેમ?"

RR:- "મેહાને બહું સારી રીતે જાણી ગયો છું. I am sure કે મેહા શ્રેયસને ના પાડી દેશે."

શ્રેયસ:- "ડાન્સ પૂરો થઈ ગયો. હવે તો તારે હા પાડવી જ પડશે. તો તારો જવાબ શું છે?"

શ્રેયસે ઘુંટણ પર બેસી ગુલાબનો ગુલદસ્તો મેહાની સામે ધર્યો.

મેહાએ વિચાર કરતા કરતા ગુલદસ્તો તો લઈ લીધો.

રૉકી:- "RR કદાચ મેહા હા પાડી દેશે."

મેહાએ શ્રેયસ સામે જોઈ કહ્યું "Sorry SR. પણ હું આ પ્રપોઝલ એકસેપ્ટ નહીં કરી શકું. હું તને નથી ચાહતી. Bye."

શ્રેયસ મેહાની પાછળ બૂમ પાડતો રહ્યો. પણ મેહાને કંઈ ફર્ક ન પડ્યો.

મેહાની પાછળ પાછળ નેહા,પ્રિયંકા અને મિષા પણ ચાલ્યા ગયા.

ગેટની બહાર નીકળી મિષાએ કહ્યું "મેહા તને કંઈ થયું છે કે? દિવસે દિવસે તું બદલાતી જાય છે."

મેહા:- "કેમ તને એવું લાગ્યું? શું મેં શ્રેયસ સાથે ઠીક નથી કર્યું? તમને ઠીક ન લાગ્યું હોય પણ શ્રેયસને ના પાડીને મેં ઠીક કર્યું છે. શ્રેયસ કોઈને લવ નથી કરતો. લુક્સ અને કપડાં જોઈને જેનો પ્રેમ બદલાતો રહે તે છોકરાને કોઈ પ્રેમ કેવી રીતે કરી શકે?"

નેહા:- "મેહા તે ઠીક કર્યું. શ્રેયસ જેવા છોકરાંને તો સબક મળવો જોઈએ."

મેહા ઘરે જઈને વિચારે છે કે "આજે મને શું થઈ ગયું હતું? મને પોતાને જ આશ્ચર્ય થાય છે કે મેં શ્રેયસને કેમ ના પાડી દીધી. હું પહેલાં આવી તો નહોતી."

RR મેહા વિશે વિચારી રહ્યો હતો. મેહા તું તો દિવસે દિવસે બદલાતી જાય છે. મેહા શું થઈ ગયું છે તને?
મને જૂની મેહા જોઈએ છીએ. અને હું જૂની મેહાને મારી લાઈફમાં લાવીને જ રહીશ. પછી જ હું તને મારા મનની વાત કહીશ.

બીજા દિવસે મેહા સ્કૂલે પહોંચે છે.
બીજા ક્લાસમાંથી મેહાને કેટલાંક છોકરાઓ જોવાં પણ આવતા. કેટલાંક છોકરાઓએ તો મેહાને ડીનર પર પણ ઈન્વાઈટ કરી. પણ મેહાએ કોઈને ખોટું ન લાગે એ રીતે ના પાડી દીધી.

મેહાને ખ્યાલ આવ્યો કે પોતાની અંદર કશુંક બદલાઈ ગયું છે. ઘરે જઈને પણ મેહા વિચાર્યા કરતી. સ્કૂલમાં પણ મેહા વિચારોમાં ખોવાઈ જતી. મેહાને સ્કૂલમાં પણ ચેન નહોતું અને ઘરે પણ ચેન નથી મળતું. દરરોજ દરરોજના મમ્મી પપ્પાના લડાઈ ઝઘડાથી મેહા કંટાળી ગઈ હતી. મેહા સવારે ઘરેથી વહેલી નીકળી જતી. અને સાંજે મોડી ઘરે આવતી.

RR મેહા સાથે વાત કરવાની કોશિશ કરતો. પણ મેહા હા ના માં જ જવાબ આપતી. મેહા તો પોતાનામાં જ ખોવાયેલી રહેતી. એના ફ્રેન્ડસ સાથે પણ હા ના માં જવાબ આપતી.

મેહાને દરરોજ ચાર પાંચ છોકરાંઓ તો ડીનર માટે ઈન્વાઈટ કરતાં. મેહાએ એક દિવસે એક છોકરાને ડીનર માટે હા કહી. RR ને આ વાતની ખબર પડી.

RR:- "મેહા મને રિહર્સલ હોલમાં મળ. મારે તારી સાથે વાત કરવી છે."

મેહા:- "શું વાત કરવી છે? જે વાત કરવી હોય તે અહીં જ કર."

RR:- "એકલામાં વાત કરવી છે."

મેહાએ થોડું વિચાર્યું.

મેહા:- "ઑકે ચાલ."

RR અને મેહાના જતા જ રૉકીએ કહ્યું "મિષ તને શું લાગે છે? આ બે વચ્ચે શું ચાલે છે?"

મિષા:- "ખબર નહીં. પણ I am sure કે એ બે વચ્ચે કંઈક તો થયું છે."

નેહા:- "છોડોને યાર જે થયું હોય તે. એ બે વચ્ચે જે કંઈપણ પ્રોબ્લેમ છે તે એ લોકો સોલ્વ કરી દેશે. એ લોકોની મરજી હશે તો એ લોકો પ્રોબ્લેમ આપણી સાથે શેર કરશે. પણ એ વાતનું ધ્યાન રહે કે આપણે એ લોકોને જબરજસ્તીથી નથી પૂછવાનું. એ લોકોનું કહેવાનું મન થશે ત્યારે કહેશે."

પ્રિતેશ:- "હા અમે ત્રણેયે RR ને આ વિશે કેટલી વાર વાત કરવાની કોશિશ કરી પણ રજત હંમેશાં ટાળતો રહ્યો."

પ્રિયંકા:- "અમે પણ મેહાને આ વિશે પૂછવાની કેટલીયે વાર કોશિશ કરી પણ સરખો જવાબ જ ન મળતો. ખબર નહીં આ બેનાં મનમાં શું છે?"

RR અને મેહા રિહર્સલ રૂમમાં ગયા. RR એ સ્ટોપર મારી દીધી.

મેહાને ખબર નહીં કેમ પણ મનમાં એક ક્ષણ માટે વિચાર આવ્યો કે ક્યાંક RR મને કિસ તો નહીં કરે.
મેહા દિવાલ પાસે ઉભી ઉભી વિચાર કરતી હતી.

RR મેહા પાસે આવ્યો. RRએ મેહાની આંખોમાં જોઈ કહ્યું "મેહા તું એ છોકરા સાથે ડીનર કરવા નહીં જાય સમજી?"

RRએ શું કહ્યું તેમાં તો મેહા નું ધ્યાન જ નહોતું. મેહા નું ધ્યાન તો RRના હોંઠ પર હતું. મેહા ઈચ્છતી હતી કે RR પણ મને કિસ કરે.

RRએ મેહાને હલાવી.

RR:- "મેહા ક્યાં ખોવાઈ ગઈ? મેં શું કહ્યું તે સાંભળ્યું?"

મેહા:- "Sorry મારું ધ્યાન બીજે હતું."

RR:- "તું એ છોકરા સાથે ડીનર પર નહીં જાય સમજી?"

મેહા:- "કેમ તું એની સાથે જવા ના પાડે છે. તું જેલીસ તો નથી ફીલ કરતો ને કે હું એ છોકરા સાથે જાઉં છું અને તારી સાથે નહીં."

RR:- "તે વિચારી પણ કેવી રીતે લીધું હું તારા જેવી છોકરી સાથે ડીનર પર જઈશ."

મેહા:- "તારા કહેવાનો મતલબ શું છે? મારા જેવી મતલબ?"

RR:- "Sorry મેહા મારો કહેવાનો એ મતલબ નહોતો. તું છોકરાઓ સાથે ફર્લ્ટ કરે છે એટલે મારાથી થોડું ગુસ્સામાં બોલાઈ ગયું."

મેહા:- "તું છોકરી સાથે ફર્લ્ટ કરી શકે અને હું છોકરાઓ સાથે ફર્લ્ટ પણ ન કરી શકું? કેમ કારણ કે હું એક છોકરી છું એટલે."

RR:- "મેહા હું તો તારા ભલા માટે કહું છું."

મેહા:- "ભલા માટે? પણ તું મારા ભલા માટે શું કામ વિચારે છે? તું મારો બોયફ્રેન્ડ છે? નથી ને? તો પ્લીઝ મારા ભલા માટે વિચારવાની જરૂર નથી. મારા ભલા માટે વિચારવાવાળા મારા ફ્રેન્ડ છે. ઑકે? તો હું જાઉં છું. Bye."

RR મેહાનો હાથ પકડી લે છે.

મેહા:- "છોડ મને."

RR:- "છોડી દઈશ. પણ તું એ છોકરા સાથે ડીનર કરવા નહીં જાય સમજી?"

મેહા:- "RR તું તો મને એવી રીતના ટ્રીટ કરે છે કે જાણે હું તારી ગર્લફ્રેન્ડ છું. છોડ મને."

RR:- "હા તો માની લે કે હું તારો બોયફ્રેન્ડ છું. પણ તું એ છોકરા સાથે ડીનર પર નહીં જાય."

મેહા:- "તને હું મારો બોયફ્રેન્ડ બનાવવાનું વિચારું પણ નહીં. હું એ કેવી રીતે ભૂલી શકું કે તારે લીધે મારું દિલ કેટલું દુભાયુ છે તે. તારે લીધે શ્રેયસ મારાથી દૂર થયો."

RR:- "તારી પ્રોબ્લેમ શું છે હા? શ્રેયસે પ્રપોઝ કર્યું ને તને. તો પછી ના કેમ પાડી. તો તને કોઈ હક્ક નથી મારા પર Blame કરવાનો સમજી?"

મેહા:- "તો તને પણ કોઈ હક્ક નથી મને રોકવાનો. હું કોના સાથે ડીનર પર જઈશ એ હું ડીસાઈડ કરીશ, તું નહીં."

RR:- "તને હું એ છોકરા સાથે તો શું કોઈપણ છોકરા સાથે ડીનર કરવા નહીં જવા દઉં."

મેહા:- "પણ કેમ? તું મને શું કરવા રોકે છે?"

RR:- "તારે છોકરા સાથે ડીનર પર જ જઉ છે ને? તો હું તને ડીનર કરવા લઈ જઈશ ઑકે?"

મેહા:- "અને ડીનર પર લઈ જઈને શું કરીશ? ભોળીભાળી છોકરીઓની ઈજ્જત સાથે રમીશ રાઈટ?"

આ સાંભળતા જ RR ખૂબ ગુસ્સે થયો અને ગુસ્સામાં 'મેહા' કહી હાથ ઉપાડ્યો. પણ RRએ પોતાની જાતને રોકી લીધી.

મેહાની આંખોમાંથી આંસુ ની બુંદ ટપકી.

મેહાએ આંસુ સાફ કરતા કહ્યું "શ્રેયસ જેવા છોકરાઓ છોકરીઓની ભાવના સાથે રમે છે અને તારા જેવા છોકરાઓ છોકરીઓની ઈજ્જત સાથે."

મેહા ફટાફટ ત્યાંથી નીકળી જાય છે. RRને મેહાના શબ્દો હ્દયમાં ખૂંચે છે.

સાંજે સ્કૂલ છૂટ્યા પછી તે છોકરો આવે છે અને મેહાને કહે છે "તો ડીનર પર જવાનું નક્કી છે ને?"

મેહા:- "હા આવીશ. એમ તો હું તને ઓળખું છું પણ ચહેરા પરથી. પણ તારું નામ નથી જાણતી."

પેલો છોકરો કહે છે "મારું નામ રોહિત છે."

રોહીત અને મેહાએ એકબીજાને મોબાઈલ નંબર આપ્યા.

મેહા સાંજે તે છોકરા સાથે ડીનર કરવા ગઈ.
ડીનર કરતા કરતા રોહીતની નજર મેહાના શરીર પર ફરી રહી હતી.

મેહા મનોમન કહે છે "સ્માર્ટ અને હેન્ડસમ છે પણ એની નજર કેવી છે. મને એમ કે રોહીત બધા છોકરાઓથી અલગ હશે. સ્વભાવથી તો સારો લાગ્યો. પણ આ રોહીત પણ બધાં છોકરાઓ જેવો જ નીકળ્યો. all boys are same. કેવી ગંદી નજરથી મને જોઈ રહ્યો છે. હું ક્યાં આ રોહીત સાથે ડીનર પર આવી ગઈ."

રોહીત:- "મેહા મારા ઘરે જઈએ?"

મેહા:- "આજે મોડું થઈ ગયું છે. ફરી કોઈક વખત. Ok bye."

મેહા તો ઝડપથી ત્યાંથી નીકળી જવા માંગતી હતી. મેહા ઉભી થઈને ચાલવા લાગી. મેહાને લાગ્યું કે કોઈ પાછળ પાછળ આવે છે. મેહાએ સ્હેજ પાછળ ફરી જોયું તો રોહીત પોતાની પાછળ પાછળ જ આવતો હતો. મેહા અંદરથી થોડી ગભરાઈ ગઈ. ક્યાંક હોટલની બહાર જઈ રોહીત મારી સાથે કંઈક કરશે તો? God please save me."

ક્રમશઃ