Opportunity books and stories free download online pdf in Gujarati

તક

“તક” કેટલો નાનો શબ્દ છે. પણ તે માણસના જીવનને બદલી નાખે છે. “તક” જીવનમાં વારંવાર આવતી નથી. માનવીને જીવનમાં આવતી યોગ્ય તકને ઝડપી લેવી જોઈએ. “તક” માટે કેટલાક લોકો જીવનભર રાહ જોતાં હોય છે. કેટલાકની તો આખી જિંદગી નીકળી જાય છે, પછી ફરિયાદ કરતાં હોય છે કે, ‘સાલું, મને જીવનમાં તક ના મળી બાકી આપણે ય બતાવી દેત કે આપણે કોણ છીએ.’

અહિયાં એક વાત કહેવાનું મન થાય છે વાત કઈક આવી છે.

જંગલમાં એકવાર એક સિંહને ખૂબ જ ભૂખ લાગી હતી. બે-ત્રણ દિવસ સિંહે આળસમાં કાઢી નાખ્યા અને ચાલોને ભૂખ લાગશે ત્યારે જોયું જશે નો Attitude રાખ્યો. તેના શરીરમાં ધીરે ધીરે ધ્રુજારી શરૂ થઈ ગઈ તો પણ તે ઊંઘતો રહ્યો. પછી તેને ખ્યાલ આવ્યો કે કઈક જંવુ જ પડશે, નહિતર મારા રામ રમી જશે. સિંહ શિકાર કરવા બોડની બહાર ગયો. તેના નસીબ સારા કે બોડની બહાર જ એક સસલું દેખાઈ ગયું. સિંહને ઝાઝી મથામન ન કરવી પડી, અને સસલું તેના હાથમાં આવી ગયું.

સિંહ સસલું ખાવાની તૈયારી કરે છે ત્યારે તેને એક હરણ દેખાયું, સિંહ વિચારે છે કે, “આ નાનકડા સસલા કરતાં હરણને મારૂ તો મારે ફરી પાંચ- છ દિવસ શાંતિ અને એય લહેરથી પાંચ-છ દિવસ ઊંઘીશું.” એટલે ને ઘડીભરમાં ફુરરર થઈ ગયું અને સિંહને ઝાડી-ઝાખરે સારી પેઠે દોડવ્યો. સિંહની બચેલી કુચેલી તાકાત પણ હણાઈ ગઈ અને આખરે તે બેહોશ થઈ ગયો. જો તેને સસલું ખાઈ લીધું હોત તો ફરી કલાકની ઊંઘ પણ લેવાત અને સાંજ સુધીમાં બીજા હરણને પણ મારી શકાત. પણ નહીં સિંહને opportunity કરતાં Grand Opportunity માં વધારે રસ હતો. હવે તમે જ કહો, આ વાત આપણાં જીવનમાં આવતી તકો જેવી નથી શું ?

આપણી જિંદગીમાં મોટે ભાગે તકને ઓળખવામાં બધા મોટી ભૂલ કરે છે. આવેલ તકને હજી મોટી સારી તક આવશે એમ માની આવેલ સારી તક ગુમાવી દે છે અને પછી પસ્તાવા સિવાય કઈ રહેતું નથી. આપણાં બધા પાસે ખૂબ સારું ઉન્નર પડેલું છે પરંતુ તેનો સદઉપયોગ થતો નથી કે પ્રયત્ન થતાં નથી. ખરેખર મને એક વાત સમજાતી નથી

જો લોકો મોબાઇલમા ગેમ રમતી વખતે હારી જાય તો જ્યાં સુધી જીતે નહીં ત્યાં સુધી ગેમ વારંવાર નિરાશ થયા વિના રમ્યા જ કરે છે. મોબાઈલ છોડતા ભી નથી અને કંટાળયા વગર જ્યાં સુધી થોડી કે વધુ સફળતા ના મળે ત્યાં સુધી રમ્યા જ કરે છે. જો આપણે એક સામાન્ય મોબાઈલ ગેમમાં આવું કરી શકીએ તો જીવનમાં કેમ નહીં ? આપણી જિંદગીમાં પ્રયત્ન કર્યા વિના તકની રાહ જોઈએ છીએ.

“બારીશકી બુંદે ભલે હી છોટી હો, લેકિન ઉનકા લગાતાર બરસના બડી બડી નદીયોકા બહાવ બન જતાં હે. ઐસે હી હમારે છોટે છોટે પ્રયાસ નિશ્ચિતહી જિંદગીમે બડા પરીવર્તન લાને મે સક્ષમ રહેતે હે.”

ભગવાને આપણને આ ધરતી પર એક ખાલી ચેકની માફક મોકલ્યા છે જેમાં ગુણ , યોગ્યતા અને પ્રયત્નના આધારથી સ્વયં આપણી કિમત તકની રાહ જોયા વિના ચેકમાં ભરવાની છે.

આપણે જીવનમાં મોટી તકોની રાહ જોવામાં નાની તકોને અવગણી કાઢીએ છીએ અને આખરે કશું જ પામ્યા વિનાના રહી જઇયે છીએ એના કરતાં જીવનમાં જે તક આવે તે ઝડપી આપણે આપણાં ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકીએ છીએ. એક્વાર આવેલી તક ફરી પાછી મળતી નથી. શું આપણે નાની તક ઝડપી લઈ તેને જીવનનો મોટો અવસર ન બનાવી શકીયે ?