sikret jindgi - 15 books and stories free download online pdf in Gujarati

સિક્રેટ જિંદગી - (ભાગ-૧૫)



અલિશાનુ મન નોહતુ માની રહ્યું આ બધુ મુકીને હું પ્રવાસે જાવ.પણ આ બધુ ઈશ્વર આપેલ ભેટ છે.આમાં મારી એક પણ વસ્તુ નથી.સવાર પડતા જ તેણે પ્રવાસની શરુવાત કરી.તે જાણતી હતી કે આ મારા જીવનનો મહત્વનો પ્રવાસ છે.તે જાણવા માંગતી હતી કે લોકોનું જીવન કેવું છે.ગરીબ લોકો તેનું જીવન કેવી રીતે વિતાવે છે.

સ્ત્રી –પુરુષના પ્રેમ લાગણીના અનુભવને જૉવા હતા.ઈશ્વર આપેલ પ્રાકૃતિક સૌંદર્યના દશઁન કરવા હતા,અલિશા ના ચહેરા પર એક અનોખો ઉત્સાહ આજ દેખાય રહ્યો હતો.લોકો જીવનમાં પૈસા કમાય છે.તે પૈસાથી તેને જીવનમાં ઈશ્વર આપેલ પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ પણ માણવો જોઇએ..

જ્યારે માણસનું મૃત્યુ નજીક આવે છે ત્યારે માણસને ખબર પડે છે કે હું શું કરવાનો હતો ને હું અત્યારે શું કરી રહ્યો છું.જ્યારે માનવીને ખબર પડે ત્યારે તેની પાસે દિવસો થૉડા હોય છે.પણ" જ્યારે તેને જિંદગી માણવાની હોય ત્યારે તે જિંદગીને માણતો નથી.અલિશા જાણતી હતી કે મારુ મૃત્યુ મારા હાથમાં નથી.

જયા સુધી મારા શરીરમાં જીવ છે ત્યાં સુધી હુ મારા જીવનમા પ્રાકૃતિક સૌંદર્યને માણવા માંગું છુ .
અલિશા આજ એકલી જ ભારત દેશની સફર કરવા માટે નીકળી પડી હતી.એક સ્ત્રીને એકલા ફરવું કંઠીન હોય છે.એમા પણ પગ વગર તેનાથી વધુ કઠીન હોય છે.
પણ સ્ત્રી જો લોકોના હાવભાવ કે વ્યક્તી સારી છે કે ખરાબ જાણતા શીખી જાય તો તેને ફરવું મુશ્કેલ નથી.દુનિયાની કોઇપણ જગ્યા પર.


અલિશા એ અરુણાચલપ્રદેશમાં ઉટાનગર જે ત્યાંની રાજધાની છે.તે જગ્યા પર નયનરમ્ય ટેકરીઓ પ્રાકુતિક સૌંદર્ય થી ભરપૂર છે ઈશ્વરની અનુભૃતિ કરાવે તેવી છે.ત્યાથી અલિશા એ તેની નવી જિદગીની શરૂવાત કરી.અલિશા અરુણાચલ પ્રદેશથી અસમ તરફ જવાનું પસંદ કરુ.અસમમાં બ્રહ્રમપૂત્ર નદીમાં આવેલો વિશ્વનો સૌથી મોટો બેટ છે ત્યાનુ વાતાવરણ અદભૂત છે.

તે રસ્તા પર જઇ રહી હતી.પાછળથી અલિશા ને કોયે સાદ પાડ્યો?અલિશા?અલિશાને થયું મને કોણ અહીં બોલાવે. હું કોયને અહીં જાણતી પણ નથી,ફરી વાર કૉયે સાદ પાડ્યો અલિશા!!!!
અલિશા પાછળ ફરી જોયું.

રોયપીન મેકસ...

તમે અહીં શું કરી રહ્યા છો?હું ભારતની યાત્રા કરી રહ્યો છુ.અલિશા.શું તમે એકલા જ ભારતના પ્રવાસ નીકળ્યા છો.

હા" રોયપીન મેકસ.હું પણ એકલો જ પ્રવાસ પર નીકળ્યો છુ.તમને ડર નથી લાગતો એકલા પ્રવાસ કરવાથી,"ના" જરા પણ નહી,કેમકે હું એક ઈશ્વરની પુત્રી છું .મને કોયનાથી ડર નથી,મારા મૃત્યુથી પણ નહી.

અલિશા હું તો હજી ભારતના પ્રવાસની શરુવાત કરી રહ્યો છુ અહીંયાથી જ,હા" તો તમે એમ કેહવા માંગો છો કે આપણે બંને ભારતની મુલાકાત સાથે લઇએ..

હા, અલિશા?હું પણ એક ઈશ્વરનું સંતાન છું અને ઈશ્વર બનાવેલ દુનિયાના દશઁન કરવા માંગું છુ.
હું તારી આવીશ તો મને ઘણું જાણવા મળશે.મે તારા વિશે ઘણી વાતો સાંભળી છે.તારામાં કોઈ જાદુઇ શકતી છે.તેનો ઉપયોગ કરી તું તારું કામ કરે છે.

અલિશા હસી રોયપિન એવી કોઈ મારી પાસે જાદુઇ શક્તિ નથી.તું મારી સાથે પ્રવાસ કર હું પણ તને જાદુઈ શક્તિની અનુભૂતિ કરાવીશ.

મને મંજુર છે તું મારી સાથે પ્રવાસ કર એ પણ એક શરત પર?તું મને ફક્ત અલિશા અને હું તને રોયપીન કહીને બોલાવીશ,મને મંજુર છે અલિશા.અલિશા અને રોયપીન આંધ્રપ્રદેશ આવ્યા.
અમરાવતી પાસે ગુટુર જિલ્લામાં કુષ્ણા નદીના કિનારે વસેલું આધ્યાત્મિક અને પોરાણીક શહેર છે.
અલિશા તું જાણે છે.


આ શહેરનું નામ ભગવાન અમરેશ્વરના નામ પરથી પડ્યું છે.હા, રોયપીન હુ જાણું છુ આશરે ૪૦૦ વર્ષ પહેલા હિન્દુ સંસ્કૃતિનું આ કેન્દ્ર હતું .ત્યાથી તિરૂપતી થઇ,અલિશા ઑડિશા,ઉતરપ્રદેશ,ઉત્તરાખંડ ,કણાઁટક,કેરળ,ગુજરાત,ગોવા,છતીસગઢ,જમ્મુકશ્મીર,ઝારખંડ,તેલગંણા,તમિલનાડુ,ત્રીપુરા,નાગાલેન્ડ,પક્ષિમબંગાળ,પંજાબ,બિહાર,મણિપુર,મધ્યપદ્શ,મિઝોરમ,મેઘાલય,રાજસ્થાન,સિકિકમ,હરિયાણા,હિમાચલપ્રદેશ,આ બધી જ જગ્યા પર અલિશા અને રોયપીન મેકસે એક વષઁની અંદર પરિભ્રમણ કયુઁ.


રોઇપીન તને તારા પાછલા જન્મ વિશે ક્યાં યાદ છે?

નહિ અલીશા..!!!


તને એ વાતની તો ખબર જ હશે કે તારો આત્મા છે તે અમર છે,પણ તારું શરીર જ ખાલી મરે છે.

હા,અલીશા એ હું જાણું છું.પણ હું તને મારી વાત આજ તને કહેવા માગું છું.અલીશા મારી પાસે ખૂબ પૈસા છે,પણ હું ખુશ નથી.હું મારા કામથી કયારેય ખુશ થતો નથી.મારા શરીરમાં અશાંતિ છે.મને લાગે છે કે મારું શરીર બળી રહ્યું છે.હું મારી જીંદગીથી હારી ગયો છું.હું શાંતિની શોધ માટે આ પ્રવાસ પર નીકળ્યો હતો.

રોયપીન આ દુનિયામાં કોઈ વસ્તુને પ્રાપ્ત કરવા માટે તારે તારા જીવનનો અર્થ શોધવા તારે જ પ્રયત્ન કરવો પડશે.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવસ્ટોરી,
ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ,અલિશા ,થાર મરુસ્થળસંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.



મો-8140732001(whtup)