dukhiyari maa - 1 books and stories free download online pdf in Gujarati

દુઃખિયારી માં. - 1

પ્રસ્તાવના
નમસ્કાર મિત્રો.
લખવાની શરૂઆત કરી અને આ મારી ત્રીજી વાર્તા છે. હુ આશા રાખું તમને પસંદ આવશે.આ નલકથામાં છે જે ધારાવાહિક રૂપે પ્રસ્તુત થશે.સાથે સાથે હુ એ બધા કવિવરો નો આભાર માનું છું જેમનાથી મને લખવાની પ્રેરણા મળી છે. તથા માતૃ ભારતી એપ નો પણ આભાર માનું છું કે જેમણે મને લખવાનુ પ્લેટફોર્મ પૂરું પાડ્યું. અને મારી લખવાની ઈચ્છા ને પુરી કરી.
આ નવલથામાં મારે એક એવી સ્ત્રી ની વાત કરવાની છે જેણે એના જીવન માં ખૂબ દુઃખ સહન કર્યું છે. પોતાના સંતાન ના ઉછેર માટે કેટ કેટલા દુઃખ સહન કરવા પડ્યા એની વાત કરવા ની છે.

################################

પંખી ના માળા જેવું નાનું પણ સુંદર ગામ. ગામના પાદર મા જ મોટું તળાવ તળાવ ની પાળે લીમડા. પીપળ ને પીલુડી ની જાર ના ઝાડ .ગામાં માં લગ ભગ બધી જાતિ ના લોકો રહે. ભરવાડ, ઠાકોર, વણકર, દેવીપૂજક, દરબાર, પટેલ, દરજી, લુહાર, બાર્બર, મુસ્લિમ પણ ખરા.
આજ ગામ માં એક સ્ત્રી પરણી ને આવી. ગોળ ચહેરો, મધ્યમ કદનું ઘવ વર્ણ શરીર. આંખો ભૂરી ને ગોળ ચમકતી. કપાળ નું તેજ જાણે કોઈ સિદ્ધ પુરુષ જેમ શોભતું હતું. હાથમાં ને ગળે ત્રાજવા ત્રોફ્લાવેલા . માણસો સાથે હળમળી જાય એવી માણસવલી બાઈ નામ એનું' રતન.'

મળતાવડા સ્વભાવ ને કારણે થોડાક જ સમયમાં માં ગામ ના માણસો સાથે ભળી ગઈ. પણ ઘરમાં દુઃખ નો પાર નહિ ઘરમાં સાસુ સસરા, જેઠ જેઠાણી ને દેર દેરાણી બધા સયુંકત કુટુંબ માં રહેતા. દેરાણી રતન કરતા પેહલા પરણી ને આવેલી એટલે રતન ઉપર દાબ રાખે. વાર વારે કામ માં ઝગડા કરે. રોજ બાજે અને જાત જાત નું ને ભાત ભાતનું સંભળાવે. રતન થોડી કામ માં ટાઢી એટલે દેરાણી જેમ ઝડપ થી કામ નો કરી શકે. એટલે સાસુ ને દેરાણી જેઠાણી બધા એની સાથે ઝગડા કરે.

રતન એના પતિ ને કહે છે કે સાસુ ને દેરાણી જેઠાણી મારી સાથે કાયમ ઝગડા કરે છે તમે ના હોવ ત્યારે મારી સાથે બાજે છે. મને ખરી ખોટી સંભળાવે છે. પણ રતન નો પતિ એનું બહુ માનતો નહિ . આમ કરતા કરતા દિવસો મહિના ને વરસ વિતે છે. રતન ને પેટ ઓધાન રહે છે . દિવસો જેમ તેમ પસાર થાય છે . એ વરસે વરસ પણ માઠું આવે છે. ગામ માં રાહતકાર્ય ચાલુ થાય છે . તળાવ માં ખાતા ગારવા સૌ ગામ લોકો જાય છે. રતન અને એનો પરિવાર પણ ખાતું ગારવા જાય છે. રતન બે જીવ હતી તો પણ ખાતા ગારવા લાઇજતા ઘરના. જેટલું કામ એની દેરાણી કરે એટલું કામ રતન પાસે કરવતા . ઓછું કરે તો તરત બાજે. રતન થી માટી બહુ નો ઉપડે તો પણ એ કામ કરતી.
થોડા દિવસો માં નવ માસ પૂરા થાય ને દીકરી નો જન્મ થયો.હવે તો ઘરમાં વધારે કામ કરવાનું થતું. છોકરી પણ રાખતું જવાનું ને ઘરનું કામ પણ કરતું જવાનું.ઘરમાં કંકાશ ખૂટે નહીં રોજ ઝગડા થાય. તોય તે બધું સહન કરતી જતી.

સમય જતાં રતન ને એક, બે ને એમ કરતાં ત્રીજી પણ દીકરી જન્મી . હવે તો સાસુ ને દેરાણી જેઠાણી બધા મેણા મારવા લાગ્યા.કે આને તો નકરી છોડિયું જ જનમ છે . અભાગણ છે. આનું છૂટું કરી નાખો બીજી લાવીસુ. એવું રોજ રોજ સંભળાવવા લાગ્યા. રતન તોય બધું મૂંગા મોઢે સહન કરે.

ક્રમશ......
###########################