Dukhyari Maa - 4 in Gujarati Novel Episodes by મુકેશ રાઠોડ books and stories PDF | દુઃખિયારી માં. - ૪

દુઃખિયારી માં. - ૪

થોડા સમય પછી બીજા દીકરા નું પણ માંગુ આવે છે. આ વખતે ધામ ધૂમ થી દીકરાના લગન કરે છે.દીકરા ની વહુ પરણીને આવે છે.રતન એની વહુ ને સારી રીતે રાખવાની કોશિશ કરે છે. પેહલી વહુ માં થઇ હોય એ ભૂલ સુધારવાની કોશિશ કરે છે . એ ઈચ્છે છે કે એની વહુ એની સાથે જ રહે.
પણ કરમ ની કઠણાઈ કહો કે વિધિ ના લેખ રતન ના દુઃખ ના દાડા એના એજ રહ્યા.દુઃખ જાણે કે જવાનું નામ જ નથી લેતું.રતન ના એ દિકરા ને જેવી તેવી સરકારી નોકરી મળી ગઈ ને એ પણ ત્યાં રહેવા વયો ગયો. હવે તો એક દીકરો ને માં બે જ વધ્યા ઘરમાં.
સૌ થી નાના દીકરા ને થોડું ધંધા નું જ્ઞાન થયું તો અને નાની એવી દુકાન નાખી. ધીરે ધીરે દુકાન પણ સારી ચાલવા લગી.માં ,દીકરો બન્ને સુખી થી રહેતા હતા. હવે નાનો દીકરો પણ પરણવા લાયક થઈ ગયો હતો. દુકાન ના લીધે એને પણ કન્યા મળવા માં વાર ના લાગી.ને એના પણ લગન ધામ ધુમ થી કર્યા.
રતન ની બધી આશા હવે આ નાની વહુ ઉપર હતી.એને એમ હતું કે આ વહુ તો એને સમજશે; રતન ને થયું કે હવે તો માથે થી કામ ઉતરી જસે .હવે તો ઘર માં જાજા માણસો પણ નથી તો એને બહુ કામ નહિ કરવું પડે. વહુ ને એ બંને નિરાતે રહેશે.
પણ એવું બન્યું નહિ. નાની વહુ સાથે પણ મન- મોટાવ થવા લાગ્યો .એની સાથે પણ ઓછું બનવા લાગ્યું.ને અંતે રોજ રોજ ના કંકાશ થી નાના દીકરા વહુ ને પણ અલગ કરી દીધા. હવે રતન સાવ અક્લી થય ગઈ.
એના નસીબ માં સુખ આવ્યું જ નહિ. ત્રણ ત્રણ દીકરા ને વહુ હોવા છતાં તે એકલી રહેતી. ઉંમર પણ વધતી જતી હતી.ક્યારેક તો કામ થતું પણ નહિ . પણ એ કામ કરતી રહેતી. એના ભાગ્ય ને સતત કોસતી રહેતી કે મે એવા તે કેવા અપરાધ કર્યા કે મારે જ આવા દાડા જોવાના આવ્યા.મારા ભાગ્ય માં સુખ કોઈ દિવસ ના આવ્યું.છતાં દીકરા સાવ નિરાધાર હોય એમ રહેતી હતી.
એમાં દીકરા ની વહુઓ નો પણ વાંક ન હતો . ઉંમર ના લીધે રતન નો સ્વભાવ જ એવો થઈ ગયો હતો કે એને કોઈ નું કામ ગમતું જ નહી.પોતે જાતે કરે એજ કામ સાચું બાકી વહુ સાવ ખોટી.એ કોઈ દિવસ સારું કામ કરતી જ નથી એવો વહેમ એના મનમાં ઠાશાઈ ગયો.ને એમ કરતા એક પણ વહુ સાથે બનતું નહિ. ને વહુઓ પણ એક પછી એક અલગ રહેવા જતી રહી.
હવે તો એના ત્રણે દીકરા ને પણ સારું હતું. પૈસે ટકે પણ સુખી હતા. પણ એની માં ને સાચવી નો શક્યા.કે ના સમજી શક્યા.અથવા તો રતન એનો સ્વભાવ નો બદલી શકી તેથી સુખ ની સહબી હોવા છતાં તેને એકલો રહેવાનો વારો આવ્યો.
પહેલે થી જ જીવન ના દુઃખ વેઠી ને સુખ ની શાયબી આવી તો પણ ના ભોગવી શકી. ને એકલું અટૂલું જીવન જીવતી રહી.આને આપણે વિધિ ના લેખ કહેવા કે એના કરમ ? .પૈસે ટકે સુખી હોવા છતાં તે હવે વહુ કે દીકરાનું સુખ ના પામી શકી. ના તો હવે એને દીકરા સારા લાગે છે કે ના વહુઓ. બસ એ ભલી ને એનું કામ ભલું.જીવન ના ઘણા ઉતાર ચડાવ જોઈને પણ એ હિંમત હાર્યા વગર એકલું જીવન જીવી રહી હતી.અને એના ભાગ્ય ને દોષ દેતી હતી.કે મારા જ કરમ ફૂટેલા છે તે મારે આવા દિવસો જોવા ના આવ્યા

સમાપ્ત.
આ ઉપરાંત તમે મારી વાર્તા" પિતૃ પ્રેમ"અને 'રોંગ નંબર" પણ માતૃ ભારતી એપ પર ફ્રી માં વાંચી શકો છો.આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો.

મુકેશ.
૧૧/૫/૨૦૨૦