Samarpan - 3 in Gujarati Fiction Stories by Nidhi_Nanhi_Kalam_ books and stories PDF | સમર્પણ - 3

Featured Books
 • पागल - भाग 44

  भाग –४४ मिहिर और जीजू ने खाना खाया । मैं अतीत में खोई उन दोन...

 • धरती-आकाश

  स्वरचित, मौलिक, मानवेतर लघुकथा=धरती-आकाशधरती भूक्का फाड़...

 • द्वारावती - 38

  38“केशव, कृष्ण का एक नाम केशव भी है ना?” गुल ने पूछा। केशव न...

 • डबल आमदनी

  दो गुना, दो गुना, दोगुना ...आइए सीखे की देश की इकॉनमी, मिनटो...

 • जेहादन - भाग 4

  भाग -4 वह ऐसे बोलती चली जा रही थी, जैसे बहुत दिन से भरी बैठी...

Categories
Share

સમર્પણ - 3


આગળના ભાગમાં આપણે જોયું કે કોલેજમાં ભણતી રુચિ અને દિશા બંને મા-દીકરી એકલવાયું જીવન વિતાવી રહ્યા છે. લાઇબ્રેરીમાં પુસ્તક ખોલતાં જ દિશા પોતાના ભૂતકાળમાં સરી પડે છે અને કોલેજના દિવસોમાં પહોંચી જાય છે, કોલેજના એક યુવક માટે પહેલી નજરમાં જ આકર્ષણ જન્મે છે, અને તેના જ વિચારોમાં તે ખોવાયેલી રહે છે, ક્લાસમાં તેની સારી મિત્રો પણ બની જાય છે, પરંતુ હજુ ગમતાં યુવક સાથે તેની મિત્રતા થઈ શકતી નથી, કોલેજના એન્યુઅલ ડેના દિવસે એ જ યુવકને ગીત ગાતો જોઈ દિશા મંત્રમુગ્ધ બની જાય છે, સ્પર્ધામાં તેનો પહેલો નંબર આવે છે, તે યુવકનું નામ રિતેષ અગ્રવાલ છે, દિશા તેની સાથે મિત્રતા કરવા માંગે છે પરંતુ કેવી રીતે આગળ વધવું તે તેને સમજાતું નથી, દિશાની બહેનપણીઓને પણ ખબર પડી જાય છે કે દિશા રિતેષ માટે કૂણી લાગણી ધરાવે છે. તેના કારણે જ એ લોકો એને વારેવારે ચીડવે છે. એક દિવસ કોલેજમાં રોઝ ડેના દિવસે જ રિતેષ, દિશા સામે આવીને ઉભો થઇ જાય છે અને પીળા રંગનું ગુલાબ આપીને મિત્રતાનો પ્રસ્તાવ મૂકે છે, દિશા એવી જ કોઈ ક્ષણની રાહ જોતી હોય તેમ એ પ્રસ્તાવને સ્વીકારી લે છે, રિતેષ દિશાને ચોકલેટના રેપર ઉપર "Thanks for being my friend" લખીને આપે છે. દિશા એ કાગળને સાચવી તેના પર્સમાં રાખી દે છે. સમય ધીમે-ધીમે પસાર થવા લાગે છે અને દિશા અને રિતેષ એકબીજાની નજીક આવવા લાગે છે, એકબીજાને ઓળખવા લાગે છે. રિતેષ, દિશા કરતાં એક વર્ષ આગળ હોવાથી કોલેજના છેલ્લા દિવસે પોતાના શર્ટમાં લાલ રંગનું ગુલાબ છુપાવીને દિશાને મળવા બોલાવે છે અને દિશાને પ્રપોઝ કરે છે. હવે જોઈએ આગળના ભાગમાં દિશા, રિતેષના પ્રપોઝલને સ્વીકારે છે કે નહિ...

સમર્પણ - 3

દિશા એકીટશે રીતેષને એના પ્રસ્તાવ સાથે આ રીતે જાહેરમાં ઘૂંટણે બેઠેલો જોઇ રહી, અને અવિરત ચાલતા એના એ મીઠા સ્વપ્ન-દરિયાના મોજાઓમાં ઉછળતી રહી. એ સમયે એને લાગ્યું કે દુનિયામાં આથી વધારે ખુશી મળવી શક્ય જ નથી. તરત જ લાલ ગુલાબ સાથે રીતેષના હાથ પણ એણે પકડી લીધા. અંતરના ઉભરાને પરાણે સાચવતી હોય એમ છલકાઈ ના જાય એવા પ્રયત્નો સાથે પાણી ભરેલી આંખોથી પ્રસ્તાવની સંમતિ આપી દીધી. દિશાના ગાલ ઉપરથી સરતું ખુશીનું એ પહેલું આંસુ જમીન પર પડતા પહેલા જ રીતેષે અધવચ્ચેથી પોતાની આંગળી ઉપર ઉઠાવી લીધું, સાથે જ આવનારા દરેક સુખ-દુઃખને સમજણનું શરબત બનાવી જોડે જ પીવાની તૈયારી સાથે પોતાના ભવિષ્ય માટેનો અભિમાની શ્વાસ લીધો અને દિશાને પોતાનામાં સમાવી લીધી. અચાનક તાળીઓના ગડગડાટથી બંનેની પ્રણયરંગી સ્વપ્ન દુનિયાનો ફુગ્ગો ફૂટી ગયો. બંનેની રોજની મુલાકાતના ગવાહ એવા કેન્ટીનના માલિકે નજીક આવી એક પેસ્ટ્રીની ગિફ્ટ આપી અને એમના સંબંધને આગળ વધારવા આશીર્વાદ સમી શુભેચ્છાઓ પણ આપી. આજુબાજુના બધાજ વિદ્યાર્થીઓએ પણ તાળીઓથી બંનેને વધાવી લીધા અને વારાફરતી શુભેચ્છાઓનો વરસાદ કરી દીધો અને એમના આ પ્રસ્તાવ સમારંભને યાદગાર બનાવી દીધો.
બંનેએ પોત-પોતાના ઘેર વાત કરી વડીલોની સંમતિ પણ લઇ લેવાનું નક્કી કર્યું. ત્યારે પણ રીતેષ ફરી ચોકલેટ કાઉન્ટર પાસે લઈ ગયો, ચોકલેટ ખોલી, અને રેપરની અંદરના સોનેરી કાગળ ઉપર લખ્યું, ''When dream comes true in life'' અને દિશાને આપી.. આ વખતે બંનેએ એકબીજાને ચોકલેટ ખવડાવી. દિશાએ ફરી એ સોનેરી કાગળ સાચવીને પર્સમાં મૂકી દીધું.
એજ દિવસે રીતેષે ઘેર જઈને રાતે જમતી વખતે પપ્પાને વાત કરી, '' પપ્પા, મને મારી કોલેજમાં જ ભણતી એક છોકરી ગમે છે. અમે છેલ્લા બે વર્ષથી સારા મિત્રો તરીકે સાથે છીએ. આજે જ મેં એને પ્રપોઝ કર્યું અને એણે પણ હા પાડી છે.'' હવે પપ્પાના જવાબની રાહ જોતો એ પપ્પા સામે જોઈ રહ્યો. રીતેષ શહેરના મોટા બીઝનેસમેન વિનોદ અગ્રવાલનો એકનો એક દીકરો હતો. પરંતુ પોતાના પિતાની વગનો એણે ક્યારેય પણ, ક્યાંય પણ ઉપયોગ કર્યો ના હતો. હંમેશા આપમેળે પોતાના જ ટેલેન્ટથી એ પિતાની જેમ જ પોતાની અલગ ઓળખાણ બનાવવા માંગતો હતો.એટલે જ પોતાના એકના એક દીકરા ની પસંદગી ઉપર વિનોદભાઈને વિશ્વાસ તો હતો જ કે દીકરા એ સમજી વિચારીને જ દિશાને પસંદ કરી હશે. પપ્પાએ જમતાં-જમતાં જ ઉભા થઇ દીકરાને ગળે લગાવી એના નિર્ણયનો સહર્ષ સ્વીકાર કર્યો. મમ્મીએ પણ રીતેષને આશીર્વાદ સાથે એક ભજિયું એના મોઢામાં મૂકી એની ખુશીને સ્વીકારની મહોર લગાવી દીધી.
દિશાએ પણ દીદી અને મમ્મીને પહેલાં બંનેની મિત્રતાની વાત તો કરી જ હતી. આજે પ્રેમના સ્વીકારની વાત પણ કોઇ ખચકાટ વગર કરી દીધી. દિશાની દીદી-ઈશાના લગ્ન ને ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા હતા. પપ્પાએ ઈશાની કોલેજ પુરી થયા પછી શહેરમા જ રહેતાં પોતાના જ એક મિત્રના દીકરા સાથે ઓળખાણ કરાવી બંનેના ધામધૂમથી લગ્ન કરાવી આપ્યા હતા. દિશાની મમ્મીએ એના પપ્પાને વાત કરતાં બંને પરિવારોએ રીતેષના ઘેર જ મળવાનું નક્કી કર્યું.
બીજા દિવસે ખુશખબરી આપવા અધીરી બનેલી દિશાએ કિંજલ અને મિત્તલને જોતાજ દોડતી જઈ ને ગળે લગાવી લીધી. એ બંને તો સમજી જ ગઈ કે નક્કી ''જીજુ''ના કંઈક પરાક્રમ જ હશે. સાચી વાત જાણવા માટે તો બંનેની આંખે પાણી લાવી દીધા દિશાએ. હસવાનું બંધ થાય તો કંઈક બોલી શકેને ? આખરે બેય કંટાળી ત્યારે શરમની એ પૂંછડીએ એક કાગળમાં લખીને એમની આગળ ધરી દીધો, ''He proposed me and I accepted''. ત્રણેય એ એક બીજા સામું વાર ફરતી જોયું, મોઢામાં દબાઇ ગયેલા અવાજને કાઢવા ત્રણેય સાથે જ ચીસ પાડી અને કૂદવા લાગ્યા.
થોડા જ દિવસોમાં, રીતેષના ઘરે નાસ્તા-પાણી સાથે એકબીજા કુટુંબી સભ્યોની ઓળખાણનો અવસર મળે એ હેતુથી નાનકડાં પ્રસંગ જેવું રાખ્યું. અસ્વીકાર કરવાનું કોઈ કારણ ના દેખાતાં, રાજીખુશી બંને પક્ષે સંબંધને આવકાર્યો. રીતેષને આગળ ભણવાનું હોવાથી બે વર્ષ પછી લગ્ન લેવાનું નક્કી કર્યું.
હવે બંને એકબીજાના ઘેર લગભગ રોજ આવતાં-જતાં. દરેક તહેવાર બંને પરિવાર સાથે મળીને ઉજવતા. તો ક્યારેક નાનું પીકનીક જેવું પણ ગોઠવતાં જેથી બંને પરિવારના સદસ્યો એકબીજાને વધુ સારી રીતે ઓળખી શકે.
જોત-જોતામાં બે વર્ષ વીતી ગયા. મિત્તલના લગ્ન એના સમાજના એક વ્યવસ્થિત યુવક સાથે ગોઠવાઈ ગયા. કિંજલને હજુ ભણવાની ઈચ્છા હોઈ એણે આગળનું ભણતર ચાલુ રાખ્યું અને બાકીના સમયમાં પપ્પાની ઓફીસનું કામ શીખતી. દિશાએ ઘરમાં રહી ઘરકામમાં ધ્યાન આપવાનું નક્કી કર્યું. ભણવાનું પૂરું કરી રીતેષ એક બેંકમાં સારા પગારથી નોકરીમાં જોડાઈ ગયો. પપ્પાના બિઝનેસને સંભાળતા પહેલા એ નોકરી કરીને સાચો અનુભવ મેળવવા માંગતો હતો.
એક સારા મુહૂર્તમાં બંનેના લગ્ન લેવાયા. બંને પક્ષે દિલ ખોલીને લગ્નપ્રસંગની ઉજવણી થઈ. ખૂબ-ખૂબ નાચ્યાં અને ખૂબ જ ધામધૂમથી દિશાની વિદાય થઈ.
લગ્નની પહેલી રાત્રે રીતેષે દિશાને ફરી નાનકડી પણ બહુમૂલ્ય ભેંટ આપી. ઓશિકા નીચે એ જ ''સોનેરી રેપર વાળી ચોકલેટ'', અને એમાં લખ્યું હતું, ''Welcome to my soul''.
એ રાત્રે ખરેખર જ બે આત્માઓ એકબીજામાં વિલીન થઈ હતી.
બે દિવસ પછી બંને ફેમિલી તરફથી મળેલી બાલીની હનીમૂન ટિકિટો લઈ રીતેષ અને દિશા પોતાના સપનાઓને વધુ રંગીન બનાવવા એકબીજાના હાથમાં હાથ નાખી હવાઇજહાજની સફરે ઉપડી ગયા.
દિવસ બે ગણી ઝડપથી પૂરો થતો અને રાત ચાર ગણી ઝડપથી, એમ કરતાં પાંચ વર્ષ વીતી ગયા.
રીતેષે બહારનો ઘણો અનુભવ લીધા પછી હવે પપ્પાનો બિઝનેસ સંભાળી લીધો હતો. એક શુભ દિવસે દિશાએ ખુશખબરી આપી. હસી-ખુશી એ દિવસ પણ આવી ગયો.એમના જીવનમાં એક નાનકડી પરીનું આગમન થયું. ખરેખર જિંદગીમાં હવે જાણે કઇ મેળવવાનું બાકી જ નહોતું રહેતું. દીકરીનું નામ બંને પરિવારોએ ભેગા મળીને નક્કી કર્યું, ''રુચિ''.
''રુચિ ? અરે હા રુચિ... આવી ગઈ હશે ઘેર... મને તો કઈ ધ્યાન જ ન રહ્યું...પણ કોલ તો કરવો જોઈએ ને એણે ? ના પણ મારો ફોન તો સાઇલેન્ટ છે..હે ભગવાન... જલ્દી જવું પડશે નહીં તો નકામી ચિંતા કરશે...'' સ્વગત બબડાટ કરતી દિશાએ ફટાફટ પુસ્તકને એની જગ્યાએ મૂક્યું અને ઘર તરફ ચાલી નીકળી. ''રસ્તામાંથી શાકભાજી લેવાનો પણ ટાઈમ ના રહ્યો... કોણ જાણે કેમ પણ રીતેષ બહુ જ યાદ આવે છે...'' વિચારો કરતી દિશા લગભગ દોડતી ઘેર આવી.
ડોરબેલ વાગ્યો. રુચિએ દરવાજો ખોલ્યો ત્યારે એ કંઈક ખાતી હતી. ચૂપચાપ ફરી પાછી ટીવી સામે સોફા પર બેસી ગઈ. ''રુચિ.. શુ ખાય છે ? મેગી ? અરે થોડી રાહ તો જોવી તી ? હું અહીં જ તો હતી. ચાલ ફટાફટ શાક રોટલી બનાવું છું...'' બોલતી તરત જ દિશા રસોડામાં પહોંચી ગઈ. ''મમ્મી.....તું તારું જ બનાવજે હવે હું નઇ જમુ...'' રુચીએ બુમ પાડી, અને મેગીનો ખાલી વાટકો લઇ રસોડામાં ગઈ. દિશા ફરી અકળાઈ, ''તું આવું જ ખાધા કર. ખાવા વાળા બે જણ અને તું આમ કરે તો મારે બનાવવું શુ ? અને ખાવું શુ ? બોલતા જ દિશાની આંખમાં પાણી આવી ગયા.
રુચિ એ મમ્મીનો મૂડ જોતાં જ એને હળવી બનાવવા દિશાને પાછળથી પકડીને ગાલે એક હળવી કિસ કરતાં કહ્યું, '' જો મમ્મી, આજે છે ને મારી ભૂલ થઈ ગઈ.. હવેથી હું આવી રીતે એકલી નઇ જમી લઉ... પ્રોમિસ બસ ??'' દિશા સવારથી જ અલગ મૂડમાં હતી એ બધી અકળામણ રુચિ ઉપર નીકળી એટલે એણે પણ મૂડ હળવો કરતાં રુચિને કહી દીધું, ''બસ હવે બઉ ડાહી ના થા, ને ચાલ ફટાફટ કાંઈક બનાવીને જમી લઈએ, મને તો બહુ ભૂખ લાગી છે..'' બંનેએ સાથે મળીને રસોઈ બનાવી, રુચિએ પણ ભૂખ ના હોવા છતાં દિશાને જમાડવા ફરી થોડું જમી લીધું. જમીને કામ પતાવી આખા દિવસની વાતો કરતાં સુઈ ગયા.
રુચિએ અનુભવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી મમ્મી આમ અકારણ ગુસ્સે થઇ જતી હતી અને વાત-વાતમાં ચિડાઈ જતી, એટલે જેમ બને એમ વધુ સમય દિશા સાથે પસાર કરી એના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાનો પ્રયત્ન કરતી રહેતી.
એક દિવસ રુચિએ મમ્મી સાથે આખો દિવસ બહાર ફરવાનો પ્રોગ્રામ બનાવ્યો. બંને ટાઈમ બહાર જ જમી લેવાનું નક્કી કર્યું. સવારથી જ બંને નીકળી ગયા. ત્રીસેક કિલોમીટર દૂર આવેલા મંદિરે ગયા. આમ તો દિશા કે રુચિમાંથી કોઈ અત્યંત ધાર્મિક ના હતું પરંતુ ત્યાનું શાંત અને ધાર્મિક વાતાવરણ મનને પ્રફુલ્લિત કરી ગયું. બપોરે બહાર હોટેલમાં જમવાને બદલે સાંજ સુધી સમય પસાર કરવા માટે અહીં જ સાત્વિક પ્રસાદ લઇ લેવાનું વિચાર્યું. ઘણા સમય પછી બંનેને ફક્ત અને ફક્ત એકબીજા માટેનો સમય મળ્યો હતો.

વધુ આવતા અંકે...