Beinthaa - 6 books and stories free download online pdf in Gujarati

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 6

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી

EPISODE :- 6

(આગળના ભાગમાં જોયું કે એક વ્યક્તિ કાયરા વિશે બધી માહિતી એકઠી કરી રહ્યો હોય છે અને હવે કાયરા તેના નિશાના પર હોય છે, બીજી તરફ આરવ અને રુદ્ર બંને અનાથ આશ્રમ માં જાય છે જયાં તે બંને મોટા થયા હતા, આરવ ત્યાં કોઈક છોકરી ને જુવે છે અને તેની પાછળ પાછળ જાય છે, શું તે આરવ ના હવસ નો શિકાર બનશે એ તો હવે ખબર પડશે)

તે છોકરી અંદર લોબી તરફ ગઈ, આરવ પણ તેની પાછળ પાછળ ગયો પણ ખબર નહીં તે અચાનક કયા ગાયબ થઈ ગઈ. આરવ આમતેમ નજર નાખતો નાખતો ફરી રહ્યો હતો, આરવ નું ધ્યાન તેને શોધવામાં હતું, ત્યાં અચાનક જ કોઈક તેની સાથે અથડાઈ ગયું અને તે વ્યક્તિના હાથમાંથી ફોન નીચે પડી ગયો. આરવ ને ગુસ્સો આવ્યો કારણ કે તે પેલી છોકરી ને શોધવામાં વ્યસ્ત હતો અને કોઈક એ તેમાં ખલેલ પાડયો.

“What the F*ck” કાયરા એ કહ્યું

તે છોકરી બીજું કોઈ નહીં કાયરા હતી, “f*ck off” આરવે એ ગુસ્સે થતાં કહ્યું

“તારે લીધે મારો ફોન તૂટી ગયો” કાયરા એ ફોન ઉઠાવતાં કહ્યું

“તો જોઈ ને ચાલવું જોઈએ ” આરવે કહ્યું પછી તેણે થોડું ધ્યાન થી જોયું તો તે જો છોકરી ને શોધી રહ્યો હતો તે આજ જ હતી.

“એક તો ભૂલ તારી છે અને તું મને કહી રહ્યો છે ” કાયરા એ ગુસ્સે થતાં કહ્યું

“તો તું શું મોબાઈલમાં ઘૂસીને ચાલતી હતી ” આરવે કહ્યું

“ભૂલ તારી છે” કાયરા એ કહ્યું

“તો તું કરી શું લઈ, એક ફાલતું મોબાઈલ માટે મને કહી રહી છે ” આરવે કહ્યું

“આ ફાલતું નથી સમજયો, 50,000 નો મોબાઈલ છે, આટલાં પૈસા તે એકસાથે કયારેય જોયા પણ નહીં હોય” કાયરા એ કહ્યું

“તારા જેવી 50 ને ખરીદું શકું છું તો આ મોબાઈલ શું છે ” આરવે કહ્યું

“Mind Your Language, એક છોકરી સાથે કંઈ રીતે વાત થાય એ ખબર નથી” કાયરા એ ગુસ્સે થતાં કહ્યું

“પૈસા થી ખરીદી શકાય તેની ઈજ્જત હું નથી કરતો” આરવે કહ્યું

“What u r mean?, છોકરીઓ કોઈ વસ્તુ નથી કે તું પૈસાથી ખરીદી લે” કાયરા એ કહ્યું

“પૈસા ફેંકવાથી બધું મળે છે, છોકરી હોય કે વસ્તુ ” આરવે કહ્યું

“તારા જેવા વિચારો છે ને એ પ્રમાણે તો તું કોઈ બગડેલ બાપની બગડેલી ઓલાદ છે” કાયરા એ ગુસ્સામાં કહ્યું

આ તરફ રુદ્ર કારમાંથી ગીફટના બોકસ લઈ રહ્યો હતો, તેણે માંડ માંડ બધા ગીફટ બંને હાથમાં સંભાળ્યા હતા અને ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. રુદ્ર ને ઠોકર લાગતાં તેનું બેલેન્સ બગડયું, તેનાં હાથમાંથી ગિફટનાં બોકસ પડવાના જ હતાં ત્યાં જ ત્રિશા એ આવીને તેને સપોર્ટ કર્યો અને રુદ્ર નું બેલેન્સ જાળવયું.

“થેન્કયું” રુદ્ર એ તેની સામે જોયા વગર કહ્યું

“એકલા કરવા તો કોઈની મદદ લેવાથી કામ સરળ થઈ જાય છે ” ત્રિશા એ કહ્યું

રુદ્ર એ સામે જોયું અને કહ્યું, “આપણે પહેલાં પણ મળેલા છીએ,…..ત્રિશા! રાઈટ” રુદ્ર એ કહ્યું

“હા, અને તમે રુદ્ર ” ત્રિશા એ કહ્યું

ત્રિશા એ થોડાં બોકસ લઈ લીધા અને બંને વાતો કરતાં કરતાં અંદર જવા લાગ્યા. વાતોવાતોમાં ત્રિશા ને જાણવા મળ્યું કે રુદ્ર અનાથ છે અને આજ અનાથ આશ્રમમાં તે પહેલાં હતો. તે બંને અંદર ગયા અને બંને એ બધા બાળકો ને ગીફટ આપ્યા, રુદ્ર એ આમતેમ નજર નાખી પણ આરવ દેખાયો નહીં, ત્રિશા પણ હવે કાયરા ને શોધી રહી હતી, તે બંને એ તેને શોધવાનું ચાલુ કરી દીધું અને જોયું તો આરવ અને કાયરા બંને ઝઘડો કરી રહ્યાં હતા અને હવે તે ઝઘડો ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યો હતો.

રુદ્ર એ આરવ ને જઈને રોકયો અને કહ્યું, “યાર, તું જયાં હોય ત્યાં ચાલુ થઈ જાય છે”

“કાયરા, અહીં ગુસ્સો ના કર” ત્રિશા એ કાયરા ને સંભાળતા કહ્યું

“તો આને કે પહેલાં મારી પાસે માફી માંગે ” કાયરા એ કહ્યું

“માફી અને હું માંગુ???? ” આરવે કહ્યું

“પહેલાં એ શીખીને આવ કે લોકો સાથે કંઈ રીતે વાત થાય ” કાયરા એ કહ્યું

“તું..... ” આરવ એ કહ્યું

“આરુ, બસ તું અહીં થી ચાલ” આટલું કહીને રુદ્ર આરવને ત્યાં થી લઈ ગયો.

ત્રિશા પણ કાયરાને શાંત પાડી, કાયરા પણ પછી ત્યાંથી જતી રહી.

કાયરા ઘરે પહોંચી, તેણે બેગમાંથી તેની બુક ની ઓરિજિનલ કોપી કાઢી અને તેને બેડ પર મૂકી. ત્યાં જ શાતાંબાઈ આવી અને તેણે કાયરા ને કહ્યું કે તે ઘરે હાજર ન હતી ત્યારે એક પાર્સલ આવ્યું હતું. કાયરા એ પાર્સલ લઈ ને બેડ પર મૂક્યું અને તે ફ્રેશ થવા જતી રહી. કાયરા અડધી કલાક પછી પાછી આવી અને તેની નજર ફરી પાર્સલ પર પડી એટલે તેણે તે ઉઠાવ્યું અને પાર્સલ ખોલ્યું. તેમાં એક બોકસ હતું તેણે તે ખોલ્યું તો અંદર એક ચીઠ્ઠી હતી, કાયરા એ તે ચીઠ્ઠી લઈ ને ખોલી નાખી અને વાંચવા લાગી,

“બેઈંતહા મહોબ્બત વ્યક્તિ ને કમજોર કરે છે,

બેઈંતહા નફરત વ્યક્તિ ને ખુંખાર બનાવે છે,

આ કહાની જ બેઈંતહા છે જે તને અને મને મળવા બોલાવે છે ”

કાયરા આ વાંચીને થોડી ચોંકી ઉઠી, કારણ કે આ તેની સ્ટોરી નો એક ડાયલોગ હતો, તેણે આજ સુધી આ સ્ટોરી બહાર પાડી ન હતી અને જે પ્રોડક્શન હાઉસમાં ગઈ ત્યાં ખાલી તેણે આનો કોન્સેપ્ટ જ કહ્યો, પણ આ વાત કોઈને ખબર કેમ પડી એ જાણી તે ચોંકી ગઈ હતી, તેણે બોકસ અને કવર પર પણ જોયું, ત્યાં કોઈનું નામ લખેલું ન હતું, તેણે શાતાંબાઈ ને પણ પૂછયું પણ આ પાર્સલ કોણ આપી ગયું એ પણ ખબર ન પડી.

અંધારા ઓરડામાં એ વ્યક્તિ હજી એજ બોર્ડ સામે ઉભો હતો, તેની નજર કાયરાનાં ફોટા પર હતી, તે બોર્ડ પર કેટલીક ફોટો પર લાલ મારકર થી ક્રોસનું નિશાન કરી રહ્યો હતો, એ ફોટો તે બધા પ્રોડક્શન હાઉસ ના હતા, જેમણે કાયરા ને તેની બુક પ્બલીશ કરવાની ના પાડી હતી. “હવે હું પણ જોવ છું કોણ તારી બૂક પ્બલીશ કરવામાં તને મદદ કરે છે ” એ વ્યક્તિ એ કહ્યું

કાયરા બેડ પર બેઠી હતી, તેની સામે એ બુક પડી હતી, તેના મગજમાં એક જ વિચાર હતો કે આખરે કોણ તેની બુક પ્બલીશ કરવામાં તેની મદદ કરશે. અચાનક તેને ત્રિશાની વાત યાદ આવી, રુદ્ર ઓબેરોય તેની મદદ કરી છે આ વાત યાદ આવતાં તેણે પોતાનું લેપટોપ લીધું અને રુદ્ર ના પ્રોડક્શન હાઉસ ની વેબસાઈટ ખોલી અને તેને એ વેબસાઈટ પરથી એક નંબર મળ્યો, તેણે એ નંબર પર કૉલ લગાવ્યો અને તે કૉલ રુદ્ર ના પ્રોડક્શન હાઉસમાં રિસેપ્શન પર લાગ્યો, કાયરા એ તેના સાથે વાત કરી અને રુદ્રને મળવાની એપોઇન્ટમેન્ટ માંગી અને કાયરા ને બીજા દિવસે સવારે મળવા માટે કહ્યું.

હવે કાયરા માટે આ મુલાકાત બહુ મહત્વની હતી, પણ કાયરા શાંત બેસવા માંગતી ન હતી એટલે તેણે બીજા અમુક પ્રોડક્શન હાઉસ ને મળવાનું પણ નક્કી કર્યું અને તે પોતાના કામ પર નીકળી ગઈ.

આરવ ભલે કાયરા સાથે ઝઘડો કર્યો પણ અત્યારે તેની આંખો સામે કાયરા જ આવી રહી હતી, તેનાં ચહેરા ને તે ભૂલી શકતો ન હતો, તેની આંખો, તેના હોઠ, એક એક કરતાં તે કાયરા ની માદક અદાઓમાં ખોવાઈ ગયો હતો, ત્યાં જ તેનાં ઓફિસની એ સ્ટાફ મેમ્બર તેનાં કેબીનમાં આવી.

“મે આઈ કમ ઈન સર ” એ છોકરી એ કહ્યું

વ્હાઈટ શર્ટ, બ્લૂ જીન્સ અને ખુલ્લા વાળ, વ્હાઈટ શર્ટમાંથી તેનાં આંત્રવસ્ત્રો સ્પષ્ટ દેખાઈ રહ્યાં હતાં, આરવ ભલે કાયરાની યાદમાં હતો પણ જયારે લસ્ટ કોઈ વ્યક્તિ પર સવાર હોય તો એને બસ એ આગ બુઝાવી હોય છે. આરવ ઉભો થયો અને ઓફિસનો દરવાજો બંધ કર્યો, તેણે એ છોકરીને સોફા પર ધકકો માર્યા અને પોતે પણ તેના પર..... થોડાંક સમય પછી એ છોકરી પોતાના શર્ટનાં બટન બંધ કરતી કરતી ઓફિસની બહાર નીકળી. આરવ પણ હવે તેનાં કપડાં સરખાં કરી રહ્યો હતો. આ તરફ કાયરા એ બાકી રહેલા બધા પ્રોડક્શન હાઉસ ની મુલાકાત લીધી પણ અફસોસ બધી જગ્યાએ થી તેને એકજ જવાબ મળ્યો હતો અને એ હતો, “ના”. હવે આવતીકાલની સવાર નો સૂરજ તેનાં જીવનમાં એક નવી આશાની કિરણ લઈ ને આવે તે આશા સાથે તે સૂઈ ગઈ.

સવારના નવ વાગ્યા હતા અને કાયરા તૈયાર થઈ ચૂકી હતી, તે જલ્દી થી રુદ્ર ની ઓફિસ પર પહોંચવા માંગતી હતી પણ ટ્રાફિક ને કારણે તેને ત્યાં પહોંચતા દસ વાગી ગયા, તે તરત જ અંદર ગઈ અને નીચે રિસેપ્શન પર તેણે પૂછયું એટલે તેને ત્યાંથી એક કાર્ડ આપ્યો જેમાં નંબર લખ્યો હતો અને તે લોકોએ કાયરા ને ઉપર વેઇટિંગ રૂમમાં જવાનું કહ્યું. કાયરા અડધી કલાક સુધી વેઇટિંગ રૂમમાં બેઠી અને પછી તેને બોલાવી એટલે તે તરત જ કેબિન તરફ આગળ વધી. તે કેબિન ના દરવાજા બહાર ઉભી રહી અને એક ઉંડો શ્વાસ લીધો અને કેબીનનો દરવાજો ખોલ્યો, “મે આઈ કમ ઈન ” કાયરા એ કહ્યું

“કમ ઈન” રુદ્ર એ કહ્યું, રુદ્ર ની ખુરશી દીવાલ તરફ હતી, કાયરા અંદર આવી અને રુદ્ર એ તેને બેસવા કહ્યું. રુદ્ર નો ચહેરો તો દેખાય રહ્યો ન હતો. કાયરા ખુરશી પર બેઠી અને તેણે પોતાનો પરિચય આપ્યો અને ત્યારબાદ એ શા માટે આવી તે બધું રુદ્ર ને કહ્યું. કાયરા ના મનમાં બેચેની હતી કારણ કે રુદ્ર ફિલ્મો માં પૈસા લગાવતો હતો પણ કોઈ બૂક પર તે કયારેય પૈસા લગાયવા ન હતા.

“ઠીક છે, મને તમારી બુક ઈન્ટરેસ્ટેડ લાગી રહી છે, હું આ બુક પર પૈસા લગાવવા તૈયાર છું ” રુદ્ર એ કહ્યું

“થેન્કયું.... થેન્કયું સો મચ” કાયરા એ ખુશ થતાં કહ્યું

“પણ એક પ્રોબ્લેમ છે” રુદ્ર એ કહ્યું

“પ્રોબ્લેમ???? ” કાયરા એ આંખો ઝીણી કરતાં કહ્યું

“હા, આજ સુધી મેં કયારે કોઈ બુક પાછળ પાંચ કરોડ નથી ખર્ચયા એટલા માટે તમારે સિકયુરિટી ના રૂપે તમારી કોઈ વસ્તુ મૂકવી પડશે” રુદ્ર એ કહ્યું

“પણ મારા પાસે બસ એક ઘર છે જેની અંદાજે કિંમત એક કરોડ છે અને બેંકમાં પણ આટલા બધા પૈસા નથી” કાયરા એ કહ્યું

“અચ્છા, પણ જો મને નુકસાન ગયું તો હું મુસીબત માં મુકાઈ શકું છું ”રુદ્ર એ કહ્યું

“હું જાણું છું પણ પાંચ થી છ કરોડ રૂપિયા સામે હું કોઈ વસ્તુ નથી મૂકી શકતી” કાયરા એ કહ્યું

“એક વસ્તુ છે ” આટલું કહીને રુદ્ર એ ખુરશી ફેરવી પણ કાયરા જોયું તો ત્યાં રુદ્ર નહીં પણ આરવ બેઠો હતો અત્યાર સુધી તે કાયરા સાથે વાતો કરી રહ્યો હતો.

“તું???? ” કાયરા એ આંખો પહોળી કરતાં કહ્યું

“હા હું ” આરવ એ કહ્યું

“તું આ કેબિનમાં શું કરી રહ્યો છે અને આ તો રુદ્ર ની.... ” કાયરા એ ગુસ્સે થતાં કહ્યું

“રુદ્ર એક મીટીંગ માં વ્યસ્ત હતો તો મેં વિચાર્યું હું બધા સાથે વાતો કરી લવ અને આમ પણ રુદ્ર કહે કે હું કહું વાત એક જ છે કારણ કે રુદ્ર કયારેય મારી વાત નથી ટાળતો” આરવ એ કહ્યું

“જો મારી પાસે એવી કોઈ વસ્તુ નથી જે હું સિક્યુરીટી તરીકે મૂકી શકું” કાયરા એ સ્પષ્ટતા સાથે કહ્યું

“એક વસ્તુ છે જે તું મૂકી શકે છે ” આરવ એ ઉભા થતાં કહ્યું

“શું????? ” કાયરા એ આંખો ઝીણી કરીને કહ્યું

આરવ ચાલતો ચાલતો કાયરા ની ખુરશી પાછળ પહોંચ્યો અને તેના ખભા પર હાથ મૂકયો અને તેનો ખભો દબાવ્યો અને કહ્યું, “તું સમજદાર છો સમજી ગઈ હશે હું કોની વાત કરું છું, ખાલી એક રાત અને તારી બધી પ્રોબ્લેમ દૂર, તું વિચારતી હશે કે એક રાત ના આટલાં પૈસા કોણ આપે પણ હું એક રાત ના પચાસ લાખ આપી ચૂકયો છું અને તું તો એ બધા અલગ છે એટલે આટલાં પૈસા આપવા કોઈ મોટી વાત નથી, ખાલી એક રાત મારી સાથે વિતાવી લે તારી બધી પ્રોબ્લેમ દૂર અને તારે એ પૈસા પાછા પણ નહીં આપવા પડે” આરવ એ ખભા પરથી હાથ હટાવ્યો અને દિવાલ તરફ ગયો અને એક પગ દિવાલ પર મૂકી ને દિવાલ ને ટેકો આપીને ઉભો રહ્યો.

હવે કાયરા વિચારવા લાગી હતી કે આખરે શું કરવું, આરવ ની આ ઓફર જો તે સ્વીકારી લે તો તેની બધી પ્રોબ્લેમ દૂર થઈ જાય તેમ હતી પણ ના સ્વીકારે તો તેની બુક અને તેના સપનાં બધું ખતમ થઈ શકે તેમ હતું. બીજી તરફ કોઈ ગુમનામ વ્યકિત કાયરા ને ચિઠ્ઠી મોકલી રહ્યો હતો અને તેજ વ્યક્તિ કાયરા પર નજર રાખી રહ્યો હતો, તે કાયરા ને બરબાદ કરવા માંગતો હતો, હવે કાયરા ઓફર સ્વીકાર છે કે નહીં અને આખરે કોણ છે એ વ્યક્તિ જે કાયરા ને બરબાદ કરવા પ્લાનિંગ કરી રહ્યો હતો, આ બધું જાણવા માટે બસ વાંચતા રહ્યો, “બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી”