Bhvya Milap (part 2) books and stories free download online pdf in Gujarati

ભવ્યા મિલાપ (ભાગ 2)

ભવ્યા મિલાપ (ભાગ 2)
(મિલન ની મીઠી મૂંઝવણ)

આગળના અંક માં તમેં ભવ્યા ને મિલાપ નો એક કાસ્ટ અલગ હોવાથી લગ્ન ન કરવાનો અને પછી બન્ને ફ્રેન્ડ બનવાનો નિર્ણય કરે છે...
આગળ જતાં મિલાપ ભવ્યાને એકબીજાની કંપની ગમે છે રોજ ચેટ ને કોલ પર વાતચીત આગળ વધે અને

એક દિવસ વેલેન્ટાઈન પર મિલાપ ભવ્યાને પ્રોપોઝ કરે છે

હવે આગળ શું?

બન્ને ને પ્રેમ થશે
શુ ભવ્યા હા પાડશે?

કે બન્ને વચ્ચે શરતી પ્રેમ જોવા મળશે?

આગળ વાંચો

તો હવે આગળ વાંચીએ

આ સાંભળતા જ ભવ્યા જાણે સાતમા આસમાને વિહાર કરતી હોય એમ ખુશ થયી જાય છે..ને આછેરું સ્મિત એના ચહેરા પર ફરકે છે

જવાબ માં એ ખાલી પિન્કી બ્લશ વાળું☺️ ઈમોજી મોકલે છે..

આ શું?? મિલાપ સ્પષ્ટતા કરવા કહે છે .. સીધો જવાબ આપ..!

ભવ્યા કહે છે અરે પાગલ આ શરમાળ ☺️ઈમોજી એટલે મારો જવાબ "હા" છે એમ..

ને મિલાપ પણ ખુશ થયી ને 😁 smilly ઈમોજી મોકલે છે.

એ દિવસે બન્ને 3 વાગ્યા સુધી જાગીને ચેટિંગ કરે છે પ્રેમ નો પ્રથમ દિવસ એટલે ઉત્સાહ તો ખરો જ બન્ને તરફથી લાગણીઓ નું ઘોડાપુર વહે છે ને બન્નેને એકબીજાની આદત પડી જાય છે.

હવે આ રોજ નો સિલસિલો થઈ જાય છે બન્ને રાતે વાતો કરે છે ને પ્રેમગોષ્ટિમાં મગ્ન રહે છે . એક દિવસ પણ વાત ન થાય તો ગમગીન રહે છે ને બીજા દિવસે આખો દિવસ વાત કરીને એનો હિસાબ પૂરો કરી લેછે રવિવાર તો બન્ને નો સ્પેશલ પ્રેમલાપ છેડવાનો દિવસ ..

મિલાપ રવિવારે મળવાનું કહે ..પણ ભવ્યા ના ઘર માં રવિવારે બાર નીકળવું મુશ્કેલ હોતું ઘેર મહેમાન હોય ને બધાને જોબ હોવાથી એટલે એક જ દિવસ મળતો હોય પરિવાર સાથે રહેવાનો સાથે સમય પણ વિતાવતા હોય એટલે એ દિવસ લગભગ બહાર પણ ના નીકળી શકતી એટલે અને જોબના ચાલુ દિવસે મિલાપ ને કામ નું ભારણ વધુ હોતું

આમ, બન્નેની વ્યસ્ત જોબ લાઈફને લીધે એ લોકો ને ફ્રેડશીપ ને છ મહિના થયા હોવા છતાં એકપણ વાર મળ્યા નહોતા..

એ પાછળ મિલાપ નું એમ તથ્ય હોતું કે મેરેજ શક્ય નથી એટલે બને એટલું ઓછું મળવું. એકજ શહેર માં હોવા છતા બન્ને ને સમય નહોતો મળતો..

આમને આમ , દિવસો પસાર થાય છે લગભગ મેં મહિનો બરાબર ની ગરમી નો સમય ને ભવ્યા ને જોબ ના વેકેશન હોય સ્કૂલ માં જોબ હતી એટલે વેકેશન મળે.. ભવ્યા ને થયું કે મિલાપ ને રાતે 10 વાગે ઓફીસ છૂટે એટલે એ ના મળી શકે એટલે એને મિલાપ ને ઓફીસ જઈને મળવાની ને સરપ્રાઈઝ એ એની ઈચ્છા થયી

લગભગ 11 મેં ના દિવસે એને મિલાપ ની ઓફીસ ની બાજુ માં મોબાઈલ શોપ માં એનું ટેબ્લેટ રીપેર કરવા આપવાનું હતું એટલે એને થયું કે ત્યાં જઈને પછી મિલાપ ને મળશે સરપ્રાઈઝ આપશે એ લગબગ 3 વાગ્યે એનો જમવાનો ટાઈમ હોય છે એટલે એ સમયે એને ઓફિસ થી નીકળી ને સારો એવો કલાક જેવો સમય મળી શકે એ વિચારીને બપોરે ગરમીમાં પણ સ્કાર્ફ બાંધીને ગોગલ્સ પેરીને નીકળી

મોબાઈલ શોપમાં ટેબ્લેટ આપ્યું ને પછી મિલાપ ને ફોન લગાવ્યો..

ઓહ..નેટવર્ક પણ ..સાલું આજે જ જવાનું હતું

મિલાપ નો ફોન લાગતો નથી અને ભવ્યા નિસાસો નાખે છે એના ટેબ્લેટ ને રીપેર થવામાં હજુ વાર હતી એટલે એને ફરી ફોન જોડ્યો પણ લાગ્યો નહિ ને એણે એક મૅસેજ છોડ્યો ..

'' call me your call is unreachable
i am at mobile shop which near to your office ''

પણ મિલાપ કદાચ કામ માં વ્યસ્ત હોઈ ટેક્સ્ટ મેસેજ ના વાંચી શક્યો ને ભવ્યા 10 મિનિટ એના આન્સરની વેઇટ કરે છે પણ કોઈ રીપ્લાય નય.
ફોન પણ કરે છે પણ .." નોટ રીચેબલ "

આખરે અડધા કલાક પછી ભવ્યા નું ટેબ્લેટ રીપેર થઈ જાય છે ને ત્યાંથી નિકળે છે ..

લગભગ 15 મિનિટ પછી મિલાપ નો ફોન આવે છે ..ત્યારે એ રિટર્ન થયી ચુકી હોય છે..

ભવ્યા અરધે રસ્તે ચાલુ એક્ટિવાએ ફોન રિસીવ કરેછે
મિલાપ કહેછે કે નેટવર્ક પ્રોબ્લમ હોવાથી લાગ્યો નહીં હોય ફોન. ને આજના જમના માં ટેકસ્ટ મેસેજ કોણ વાંચે છે એટલે ખબર ના પડી..કે તું આવી છો.. કહે કેમ આવેલી.

ભવ્યા કહે આવી નહીં હવેતો રિટર્ન પણ થઇ ગયી ..ચાલ પેલો ટ્રાય ફેઈલ થયો મળવાનો મારે તને અગાઉથી જાણ કરવી જોઈતી હતી.. બટ ઇટ્સ ઓકે બેટર લક નેક્સ્ટ ટાઈમ..

અને પછી સમય વીતે જાય છે. બન્ને રોજ ફોનમાતો વાતો કરે છે , પણ મળવાનું શક્ય બનતું નથી ને ભવ્યા ને પણ વેકેશન પૂરું થાય છે...

એક દિવસ 22 જુલાઈ ના ભવ્યા ની સ્કૂલ નો સ્થાપનાંદિન હોવાથી એ દીવસે સ્કૂલ માં ફંકશન રાખવામાં આવે છે..સ્કૂલ માં બધાને સાડી પેરવાનો ડ્રેસકોડ આપે છે..

એ દિવસે ભવ્યા સાડી પેરે છે ને મિલાપ ને પિક મોકલે છે મિલાપ એ જોઈ દિલ♥️ ને સ્માઈલ વાળું😍😘 ઇમોજી મોકલે છે.. ને એ દિવસે ભવ્યા " આફરીન " લાગતી હતી હળવો મેકઅપ ને કાજલ એના દેહ લાલિત્યને ઓર નિખારતા હોય છે. મિલાપ રસ્તામાં વિડિઓ કોલ કરીને પણ જુએ છે ને જોતો જ રહી જાય છે..

સ્કૂલ માં પહોંચી ભવ્યાને અન્ય સ્ટાફ પણ ફંક્શનનું મેનેજમેન્ટ કરે છે . છોકરીઓને સ્વાગત , કાર્યક્રમ ડાન્સ વગેરે કરાવી ને સાંજે પુર્ણાહુતી કરેછે.

હવે 4 વાગે છૂટવાના ટાઈમે એ મિલાપ ને ફોન કરેછે એટલે મિલાપ મળવાનું કહેછે ...બન્ને મળવાની જગ્યા નક્કી કરે છે ભવ્યા ના જોબ પ્લેસના રસ્તા માં આવતું એક અંબા માતાજી નું મંદિર જ્યાં સારું ગાર્ડન પણ હોય છે જેથી શાંતી થી બેસી ને વાત થાય.

ભવ્યા તો ખુશ થયી ને ok કહી ને રિટર્ન બસમાં નીકળે છે.બરાબર એજ સમયે વરસાદ પડે છે ને ભવ્યાને મિલાપની મિલનની ખુશી જાણે કુદરતને પણ હોય એમ એણે વરસાદ રૂપે એની ખુશી વ્યક્ત કરી હોય એમ લાગે છે અને જેવું એ મંદિર આવવા થાય છે કે, ભવ્યા મિલાપને ફોન કરીને inform કરે છે જેથી તે ભૂલી ના જાય..

હેલો મિલાપ ... હું મંદિરે આવવા થયી

મિલાપ : હા..હા...આવું બસ.. 10 મિનિટ રાહ જો આ વરસાદ રહી જાય એટલે

ભવ્યા : અરે ..વરસાદથી તારી કેમ આટલી ફાટે છે એતો આપડા મિલનની સાક્ષી છે..

મિલાપ : અરે ..મારે કાઈ બીમાર નથી થવું .. બસ રાહ જો મંદિર માં.

ઓક કહીને ભવ્યા મંદિરમાં દર્શન કરીને અંદર જ બેસી રહે છે એનું મન ક્યાંય નય લાગતું એને તો ઈંતઝાર ની આ એક એક પળ વસમી લાગે છે..

એના મનમાં વરસાદ ને જોતા જોતા અગણિત વિચારો ની ઝડી વરસે છે ..કેવો હશે મિલાપ ..? હું મળીને શુ કઈશ..? એ મને ઓળખશે કે નહીં? એનું મન વિહવળ થયું હતું..

શું થશે??
બન્ને મળશે

આ બીજો try સક્સેસ જશે?

બન્ને વચ્ચે શુ વાતચીત થશે??

વાંચો આગળના અંક માં....