Astitvanu ojas - 4 books and stories free download online pdf in Gujarati

અસ્તિત્વનું ઓજસ - 4

પ્રકરણ 4

રાધિકા હજુ અંકિતાનો ખભો પસવાર્તી હતી. કોમલ અંકિતનો રડતો ચહેરો એકધારો જોતી હતી તેને ઘણું પૂછવું હતું તે બધાં પ્રશ્નો મનોમન ગોઠવતી હતી. રીંકી અને નેન્સી એકબીજાની સામે જોઈ રહ્યા હતા કે કોણ હશે આ છોકરી જે રાધિકા પાસે આ રીતે રડી રહી છે. તે બંને એ હાથ થી જ એક બીજાને ઇશારાથી પૂછ્યું કે તું ઓળખે છે આને...? તે બંને ના વિચાર સરખા હાથ તેવું તેના ઈશારાઓ પરથી વર્તાઈ આવ્યું.

થોડી ક્ષણો એમનેમ પસાર થઈ ગયાં પછી રાધિકા એ પાણી લેવા માટેનો ઈશારો કર્યો કે કોમલ તરત નજીકના સ્ટોલ માંથી પાણી લઈ આવી બોટલ નું ઢાંકણું ખોલી તેને રાધિકાના હાથ માં બોટલ આપી. અંકિતા હજુ નિશબ્દ રડી રહી હતી. ધીમે રહીને રાધિકા એ તેને અડગી કરી. તેને પાણીની બોટલ સામે ધરીને પીવાનું કહ્યું. બે ઘૂંટ પાણી પીધા પછી તેનું રડવાનું થોડું શાંત થયું હતું. રાધિકા થોડી ક્ષણ એમનેમ જવા દીધી પછી તેની સામે જોઈ પૂછ્યું
“શું નામ છે તારું ?”
“અં…કી…તા..”રડવાના કારણે તે ત્રૂટક અને સહેજ ધીમો અવાજ હતો. તેથી નેન્સી સાંભળવા માટે અંકિતા તરફ થોડી જુકી. રિંકી એ તેના ગળા ફરતે હાથ દઈને કીધું હજુ કરીને પેલી ના મોઢા પાસે તેનો કાન લઈ ગઈ. એની આ હરકત જોઈ બધાં ના ચહેરા મરક્યા... અંકિતા પણ થોડું હસી. રાધિકા ને તેણીના હસવાથી રાહત થઇ.
“ચાલ હું તને બધાથી પરિચિત કરાવું.” બધાં જ આશ્ચર્યથી રાધિકા સામે જોઈ રહ્યા હતા.
“ જુઓ આ છે મારી મિત્ર અંકિતા” ત્યાં નેન્સી વરચે જ તાડુકી “ તારી મિત્ર” ....રાધિકા એ તેની સામે જોયું અને તરત જ તેના ચહેરા પરના ભાવ પલટીને બોલી “ હાઈ અંકિતા આઈ એમ નેન્સી ” થોડું અટકી ને રાધિકાના ખભે હાથ મૂકતાં કહ્યું
“ આની પી.એ.” આ વખતે અંકિતા હસી પડી.
“ હા અંકિતા સાચે જ તે પી. એ. છે અને પી. એ. નું ફુલફોમૅ શું... ખબર છે...! “ પરેશાની આપવાવાળી” આટલું બોલી રીંકી હસી. તેની સાથે બધા ખડખડાટ હસ્યા નેન્સી નું મોઢું સહેજ વાંકાયું. તે વાત ને કોમલે વરચે જ અટકાવી ને કહ્યું “હાઈ આઈ એમ કોમલ અને આ છે રીંકલ ઉર્ફ રીંકી” આ બધાને સાંભળી લીધા પછી તેને રાધિકા તરફ જોયું. હજુ રાધિકા કશું બોલે તે પહેલાં જ નેન્સી એ કહી દીધું આ છે અમારાં બધાની મેડમ, દીદી, ટીચર અને ફ્રેન્ડ રાધિકા” રાધિકા ઊભી થઈ અને હળવા સ્મિત સાથે તેને નેન્સીના માથામાં ટપલી મારીને બોલી
"ચાલો હવે બહું મોડું થયું છે તમે બધા અંદર બધું જોઈલો. ત્યાં હું સામેથી આઇસ્ક્રીમ લેતી આવું."
તે ચારેય સમંતી માં માથું ધુણાવ્યું. અંકિતા પણ ઊભી થઈ. તે બધાને ચાલ્યાં ગયાં તેની ખાતરી કરી લીધી આઇસ્ક્રીમ માટેના ટોકન લઇ રાધિકા એન્ટ્રી ગેટ ની બહાર નીકળી ચારે તરફ નજર ફેરવીને જોઈ લીધું પેલો છોકરો ત્યાં નહતો. પણ તેને ક્યાં ખબર હતી દૂર અંધારામાં આ બધી હિલચાલ પર બીજા કોઈની પણ નજર હતી.
રાધિકા પાછી વળી ત્યારે પેલા ચારેય જણા સામેથી આવી રહ્યા હતા. રાધિકા એ આઇસ્ક્રીમ ના ટોકન જમાં કરવ્યા ત્યાં નેન્સીની સાથે બાકી બધા પણ સ્ટોલ પાસે પહોંચી ગયા હતા. રાધિકા એ બધાંની સામે જોઈને પૂછ્યું “ બટર સ્કોચ્ નો ઓર્ડર આપી દઉં ...? “ બધાંને ફાવશે ને ...? "

રીંકી બોલી “નોટ અ બેડ આઈડિઆ…” નેન્સી તેની સામે જોઈ કશુંક વિચારતી હોય તેવું નાટક કરી રહી હતી. તેની સામે જોઈને રીંકી ફરી બોલી “શું વિચારે છે”
“એમ જ કે જે માણસને ઉપલો માળ જ ન હોય તે આઈડિઆ કેવી રીતે આપી શકે” નેન્સી બોલી ને બધા જ ખડખડાટ હસી પડ્યાં.
અંકિતા પણ જાણે આ બધાને પહેલેથી ઓળખતી હોય તેવી રીતે ભળી ગઈ હતી.
ત્યાં ટેબલ પર બધાં ગોઠવાયા નેન્સી ઉંભી થઈ આઇસ્ક્રીમ લેવા ત્યાજ રીંકી બોલી “ક્યાં જાય છે.?”
“બીજી ખવડાવી પડશેને તારા ખાલી મગજને ઠડું કરવા માટે” ફરી એકવાર સ્મિત આવ્યું બધા પર ફરી સ્મિત આવ્યું. તે અને રીંકી ચાલતાં થયાં
“મારે પણ આવવું છે” કોમલ પણ બોલી તે ત્રણેઓ જતાં રહ્યાં. રાધિકા અને અંકિતા એકલાં પડ્યાં રાધિકા એ તેણી તરફ જોઈ સીધો જ સવાલ પૂછ્યો.
“એ છોકરા ને તું ઓળખે છે???”
“હા પણ અને ના પણ હજુ બે અઠવાડિયા પહેલાં જ મારા પપ્પા ની અહીં બદલી થઇ છે. તેઓ કમિશનર છે. બંગલો હજુ મળ્યો નથી એટલે અમે ક્વાર્ટર માં રહીએ છીએ. એ મારી સામેના ક્વાર્ટર માં રહે છે ને બસ હું તેને અઠવાડિયા થી જ ઓળખું છું” આટલું બોલી ને તે અટકી રાધિકા ને એવું લાગ્યું કે તે વળી રડવા માંડશે એટલે તેને વાત બદલાવી નાંખી.
“સારું તું કેટલામું ભણે છે”
“બારમું”
“આર્ટસ, કોમર્સ કે સાયન્સ”
“આર્ટસ”
“ ઓહ… આમ પણ હવેતો રીડિંગ ટાઈમ જ છે ”
ત્યાં નેન્સી ને તે આઇસ્ક્રીમ લઈને આવી ગયા હતા
“અંકિતા સોરી” આજે ફરી તારે અમારી પસંદ ની આઇસ્ક્રીમ ખાવી પડશે. રીંકી એ કહ્યું
“મેંગો ચાલશે ને”
“એ તો મારી ફેવરિટ છે” અંકિતા બોલી
“ચાલો એક વધુ સારા સમાચાર છે” રાધિકા બોલી
“શું ??” નેન્સી પૂછ્યું
“અંકિતા એ પણ તમારી સાથે જ ભણે છે પણ તે આર્ટસમાં છે ”
“વાઉં ધેટસ ગુડ” કોમલ બોલી તો ખરા પરંતુ તેના ચહેરા પર થોડી સેકન્ડ માટે દુઃખ ના ભાવ આવીને ચાલ્યાં ગયાં જે રાધિકા થી છાનું ના રહ્યું
આઇસ્ક્રીમ ખવાતી હતી વાતો પણ થતી હતી.અંકિતા પણ તેઓની સાથે વાતો કરતી હતી.ને વારે વારે રાધિકા સામે પણ નજર ફેરવી લેતી. રાધિકા ને પણ એ વાત ની ખબર હતી. તે પણ તેના હાવભાવ અને સતત નિરીક્ષણ કરી રહી હતી તેના પરથી તેવું લાગતું હતું કે તે જાણે કંઇક કહેવા માગતી હોય.
આખરે રાધિકા એ કીધું કે ૧૧ વાગી રહ્યા છે નીકળી એ ? “ હા ખરેખર મને તો નીંદર આવે છે” નેન્સી બોલી કોમલે પણ મોટું બગાસું ખાધું “હા હો …”
“અચ્છા એવું” રીંકી બોલી
“ હા એવું અમને તારી જેમ જાગરણ કરવાની ટેવ નથી” એ બંને ને અટકાવી કોમલે રાધિકા તરફ જોઈને કહ્યું દીદી ચાલો બાકી આ બેઓ સવાર સુધી આમ જ લડયાં કરશે.”
“ તેઓ બધાં સ્ટોલની બહાર નીકળવાના રસ્તા તરફ જવા લાગ્યા” “ઓહ નેન્સી મારા તો પગ દુઃખે છે તેડી લે ને” હાલો રીંકી ડોશી તમને તેડી લઉં આટલું કહ્યું રીંકી તેને મારવા જતી હતી ત્યાં નેન્સી દોડવાવા લાગી રીંકી પણ તેની પાછળ દોડવા લાગી. કોમલ તું એમને મેઈન ગેટ તરફ આવ હું પાર્કિંગ માંથી કાર લઈને આવું છું” ... "હા ભલે દીદી" કહીને કોમલ પણ તેને રોકવા તેની પાછળ ગઈ.
“ તેઓ બધાં સ્ટોલની બહાર નીકળવાના રસ્તા તરફ જવા લાગ્યા” “ઓહ નેન્સી મારા તો પગ દુઃખે છે તેડી લે ને” હાલો રીંકી ડોશી તમને તેડી લઉં આટલું કહ્યું રીંકી તેને મારવા જતી હતી ત્યાં નેન્સી દોડવાવા લાગી રીંકી પણ તેની પાછળ દોડવા લાગી. કોમલ તું એમને મેઈન ગેટ તરફ આવ હું પાર્કિંગ માંથી કાર લઈને આવું છું” ... "હા ભલે દીદી" કહીને કોમલ પણ તેને રોકવા તેની પાછળ ગઈ. અંકિતા એ ફરી એક વાર રાધિકા તરફ જોયું પરંતુ આ વખતે રાધિકા એ પૂછી નાંખ્યું

“તું કશું કહેવા માંગે છે...? ”

“ હા દીદી ” અંકિતા એ હા તો કહ્યું પરંતુ તે હજુ અવઢવ માં હતી કે કહેવું કે નહિ.
. ( ક્રમશઃ )