Kismat Connection - 32 books and stories free download online pdf in Gujarati

કિસ્મત કનેકશન - પ્રકરણ ૩૨

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૩૨
વિશ્વાસે ગંભીર સ્વરે પેઇનમાં રડતી રીયા સામે જોઇને કહ્યું, "મમ્મી ડોકટરે મને રીયાને ઇમરજન્સીમાં હોસ્પિટલ લઇ જવા કહ્યુ છે, તે એમ્બ્યુલન્સ મોકલે છે, એમ્બ્યુલન્સ આવતા જ આપણે રીયાને હોસ્પિટલ ટ્રાન્સફર કરવી પડશે."
વિશ્વાસની વાત સાંભળી તેની મમ્મીનુ મન ભરાઇ ગયું પણ તેમણે મન મજબુત કરીને રીયાના માથે હાથ ફેરવી તેને સાંત્વના આપતા પ્રેમથી કહ્યુ, "બેટા, ચિંતા ના કર. બધુ સારુ થઇ જશે. હોસ્પિટલ પહોંચતા જ તારુ પેઇન ડોકટર બંધ કરી દેશે."
રીયા કણસતા અવાજે બોલી,"પણ મમ્મી આમ આટલુ વહેલુ પેઇન મને..."
"થાય બેટા પેઇન, એમાં બહુ ટેન્શન નહીં કરવાનુ." મોનાબેન પોતાનું મન મજબુત કરીને રીયાને મોટીવેટ કરવા વાતો કરી રહ્યા હતાં. તેમણે વિશ્વાસને પાયાની પેરેન્ટ્સ ને જાણ કરી હોસ્પિટલ પહોંચવા કહ્યુ.
એમ્બ્યુલન્સ આવી પહોંચતા જ બધા રીયાને લઇ હોસ્પિટલ જવા નીકળ્યા. એમ્બ્યુલન્સ સાયરન વગાડતી સીટીની ભીડભાડને ચીરતી હોસ્પિટલ પહોંચી.
વિશ્વાસ દર મહિને ડોકટરે આપેલા દિવસે અને સમયે રીયાને હોસ્પિટલ ચેકઅપ માટે લઇ જતો.દરમહિને રીયાના બ્લડ, યુરિન, સોનોગ્રાફી રીપોર્ટ કરવામાં આવતા અને તે નોર્મલ પણ આવતા.
વિશ્વાસ અને તેનુ ફેમીલી આવનાર બાળક માટે બહુ ઉત્સાહી હતાં. વિશ્વાસ અને રીયાએ તો આવનાર બાળક ગર્લ કે બોય જે હોય તેના માટે નામ પણ શોર્ટ લિસ્ટ કરી રાખ્યા હતાં. વિશ્વાસ અને તેના ફેમીલી માટે આવનાર દિવસોમાં આનંદનો દિવસ આવાનો હતો પણ હાલ તો રીયાને લેબર પેઇન ઉપડતા બધાના ચહેરા પર ચિંતાના વાદળો ઉમટી આવ્યા હતાં.
હોસ્પિટલ પહોંચતા જ રીયાને ઓપરેશન થિયેટરમાં લઇ જવામાં આવે છે. ડો અગ્રવાલે ઇમરજન્સી ટ્રીટમેન્ટ માટે બધી તૈયારીઓ કરી રાખી હતી પણ રીયા ને જોયા પછી ડો અગ્રવાલને કેસ વધુ ક્રીટીકલ જણાતાં તેમણે તેમના આસિસ્ટન્ટને કહ્યું, "તમે આપણા ક્રીટીકલ એક્ષપર્ટ ડો મુકીમ, એનેસ્થેટિસ્ટ, કાર્ડયોલોજીસ્ટ, નિયોનેટોલીજીસ્ટ, પીડીયાટ્રીક ડોકટરને તાત્કાલિક અહીં બોલાવો."
ડોકટરે ઓપરેશન થિયેટર બહાર આવી વિશ્વાસને સાઇડમાં બોલાવી ધીમા સ્વરે કહ્યુ,"રીયાની હાલત ક્રીટીકલ છે પણ મેં ક્રીટીકલ એક્ષપર્ટ અને બીજા ડોકટરની ટીમ બોલાવી છે એટલે અમે બેસ્ટ ટ્રાય કરીને રીયાને પ્રીમેચ્યોર ડીલીવરી કરાવી તેની લાઇફ ...."
"ડોકટર પ્રીમેચ્યોર ડીલીવરી ...રીયાની પણ .."ડોકટરની વાત અટકાવી વિશ્વાસ બોલી ઉઠ્યો.
ડોકટરે વિશ્વાસને રીસેપ્શન પર ફોર્મ ભરી સાઇન કરી આપવા કહ્યું. વિશ્વાસે ફોર્મ ભરતા પહેલા તેના રીયાના ફેમીલી સાથે ડોકટરે કહેલી રીયાની પ્રીમેચ્યોર ડીલીવરીની વાત કરી. બધા આ વાત સાંભળી ગંભીર બની ગયા અને દુખી થઇ ગયા.
મોનાબેને હિંમત ભેગી કરી વિશ્વાસને કહ્યું,"ડોકટરે કહ્યુ તે મુજબ તેમને કરવા દે. બધુ સારુ થઇ જશે. તુ પણ પોઝીટીવ વિચારી નિર્ણય લે, અમારી સંમતિ છે."
વિશ્વાસે પણ તેની મમ્મીની વાત માની, થોડુ વિચારી રીસેપ્શન પર ફોર્મ ભરી તેની સંમતિ આપી. એક્ષપર્ટ ડોકટરની ટીમ આવતા જ ડોકટર અગ્રવાલે તેમની સાથે પેશન્ટની હિસ્ટરી અને હાલના રીપોર્ટની ચર્ચા કરી. તેમણે બ્લડની બોટલો, ઓકસિજન બોટલનું એરેજમેન્ટ, ઓપરેશન ઇકવીપમેન્ટ ચેક કરી રીયાની ટ્રીટમેન્ટ શરુ કરી.
ઓપરેશન થિયેટર બહાર વાતાવરણ ગમગીન બન્યું હતું. બધા ભગવાનને દુઆ કરી રહ્યા હતા અને ડોકટરો દવા કરી રહ્યા હતા પણ રીયાની હાલત વધુને વધુ ક્રીટીકલ થઇ રહી હતી. રીયા માટે એકેએક પળ મહત્વની હતી.ઓપરેશન થિયેટરમાં હાજર દરેક ડોકટરે રીયાની હાલતનું ઓબ્ઝર્વેશન કરી ડોકટર અગ્રવાલને રીપોર્ટ આપ્યો.
ડોકટર અગ્રવાલ માટે પણ નિર્ણય લેવો અઘરો હતો એટલે તેમણે ઓપરેશન થિયેટર બહાર આવી વિશ્વાસને રીયાની ક્રીટીકલ પોઝીશન વિશે વાત કરી અને આગળ શું કરવુ તે અંગે તેની પરમિશન માંગી પણ ડોકટરની વાત સાંભળી વિશ્વાસ રડવા માંડયો અને ડોકટરને હાથ જોડવા માંડયો.
વિશ્વાસની હાલત જોઇ તેની મમ્મી અને બીજા બધા તેની પાસે દોડી આવ્યા. ડોકટરે વિશ્વાસના ખભે હાથ મુકી કહ્યુ, "નિર્ણય જલ્દી લેવો પડશે, આપણી પાસે ટાઇમ ..." ડોકટર વાત અટકાવી પાછો આવુ છુ એમ કહી ઓપરેશન થિયેટરમાં જતા રહ્યા.
બધાએ વિશ્વાસને પુછ્યુ, "શું કહ્યુ ડોકટરે, રીયાને કેવુ છે? "
વિશ્વાસને તેના પપ્પાએ ગળે લગાવી સાંત્વના આપી. વિશ્વાસે થોડા સ્વસ્થ થઇને કહ્યું "રીયાની હાલત....
વધુ આવતા અંકે
પ્રકરણ ૩૨ પુર્ણ
પ્રકરણ ૩૩ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.